• Misyar Marriage

    is carried out via the normal contractual procedure, with the specificity that the husband and wife give up several rights by their own free will...

  • Taraveeh a Biad'ah

    Nawafil prayers are not allowed with Jama'at except salatul-istisqa' (the salat for praying to Allah to send rain)..

  • Umar attacks Fatima (s.)

    Umar ordered Qunfuz to bring a whip and strike Janabe Zahra (s.a.) with it.

  • The lineage of Umar

    And we summarize the lineage of Omar Bin Al Khattab as follows:

  • Before accepting Islam

    Umar who had not accepted Islam by that time would beat her mercilessly until he was tired. He would then say

Tuesday, April 12, 2016

શીઆનુ સહાબાના બારામાં શુ મત છે?

શીઆનુ સહાબાના બારામાં શુ મત છે?
જવાબઃ શીઆઓના અનુસાર, જેઓ રસુલ(સઅવ)ને મળ્યા અને તેમની સાથે હતા એ લોકોને કેટલાક જૂથોમાં વિભાજિત કરી શકાય છે. યા ચર્ચાને વિગતવાર સમજાવતા પહેલા અમે શબ્દ “સહાબી” ની સારી રીતે વ્યાખ્યા કરશુ.
શબ્દ રસુલ ના “સહાબી”ની વિવિઘ વ્યાખ્યાઓ છે. જેમાંથી અમુક નીચે મુજબ છે.
૧.સઈદ ઈબ્ને મુસ્અબ કહે છેઃ જે વ્યકિત એક અથવા બે વષૅ રસુલ(સઅવ) સાથે હતો અને તેમની સાથે એક યા બે જંગો લડયા એને સહાબી તરીકે ઓળખવામાં આવે છે.
(અસદ અલ ગાબાહ(ઇજીપ્ત), વોલ્યુમ.૧, પૃષ્ઠ ૧૧-૧૨)
૨.વાકિદી કહે છેઃ વિધ્વાનોનો મત છે કે જેઓએ રસુલ (સઅવ)ને જોયા અને દીને ઈસ્લામ સ્વીકારી લીધો, દીનના બારામાં વિચાર કર્યો અને તેનાથી ખુશ હતા, ભલે પછી તે માત્ર એક કલાક માટે હોય, તેઓ રસુલ (સઅવ)ના સહાબામાંથી ગણવામા આવે  છે.
(અસદ અલ ગાબાહ(ઇજીપ્ત), વોલ્યુમ.૧, પૃષ્ઠ ૧૧-૧૨)
૩.મોહમ્મદ ઈબ્ને ઈસ્માઈલ અલ બુખારી કહે છેઃ કોઈપણ મુસલમાન જેઓ રસુલ (સઅવ)સાથે હતા અને તેમને જોયા તેને તેમના એક સહાબી તરીકે ગણવામા આવે  છે.
(અસદ અલ ગાબાહ(ઇજીપ્ત), વોલ્યુમ.૧, પૃષ્ઠ ૧૧-૧૨)
૪.અહમદ ઈબ્ને હંબલ કહે છેઃ કોઈપણ જે એક મહિના,એક દિવસ અથવા એક કલાક માટે રસુલ (સઅવ)સાથે હતા, અથવા તેમને જોયા તે સહાબી તરીકે ગણવામા આવે  છે.
(અસદ અલ ગાબાહ(ઇજીપ્ત), વોલ્યુમ.૧, પૃષ્ઠ ૧૧-૧૨)
અહલે સુન્નતના કેટલાક ઓલમાઓ સ્વીકારે છે કે સહાબાઓના એક નીર્વીવાદિત સિધાંત એ છે કે જેઓ રસુલ સાથે રહ્યા હતા.
હવે કુરઆનની સ્પષ્ટ આયતોને ધ્યાનમાં લેતા, અમે આ વાતોનો અભ્યાસ કરશુ જેથી શીઆ દ્રષ્ટિબિંદુ જાહેર થાય જે એહલેબય્ત (અ.મુ.સ.)ની વાતોથી તારવેલી છે.
ઈતિહાસ બાર હજાર કરતા વધુ વિવિઘ વ્યક્તિત્વ ઘરાવતા વ્યકિતયોના નામો અને તેનું વિસ્તૃત વર્ણન રસુલના સહાબી તરીકે નોંધ્યા છે. તેમાં શંકા નથી કે રસુલના સહાબી હોવું એક મહાન સન્માન છે અને મુસલમાન હમેશા સહાબાઓ ઉંચી પ્રતિષ્ઠા ધરાવતી નજરે જોવે છે કારણકે તેઓ મુસલમાનોના પ્રથમ જૂથમાંથી હતા જેઓએ ઇસ્લામના નામને ગૌરવ અને ભવ્યતાથી ઉઠાવ્યુ.
કુરઆને કરીમ પણ તેઓની પ્રશંસા કરતા કહે છેઃ
 ૧. لَا يَسْتَوِي مِنكُم مَّنْ أَنفَقَ مِن قَبْلِ الْفَتْحِ وَقَاتَلَۚ أُولَـٰئِكَ أَعْظَمُ دَرَجَةً مِّنَ الَّذِينَ أَنفَقُوا مِن بَعْدُ وَقَاتَلُوا
"તમારામાંથી જેણે (મક્કાના) વિજય પહેલાં (અલ્લાહની રાહમાં) ખર્ચ કર્યો તથા જેહાદ કર્યો (અને જેમણે તે બાદ કર્યો) તે દરજ્જામાં સમાન નથી; તેમનો દરજ્જો તે લોકો કરતાં ઘણો મોટો છે કે જેમણે (મક્કાના વિજય) પછી અલ્લાહની રાહમાં ખર્ચ કર્યો તથા જેહાદ કર્યો."
(સુરે અલ હદીદ ૫૭:૧૦)
અમે એ પણ સ્વીકારીએ છીએ કે અલ્લાહની કે રસુલની સોહબત એક રસાપ્ણ નથી જે માણસના સ્વભાવને પરિવર્તિૅત કરી દે. તેમના સમગ્ર જીવન દરમિયાન તેમના ધમૅનિષ્ઠા ની ખાતરી કરે અથવા તેમને આદિલ હોવા માટેનુ કારણ બને.
આ વાત સ્પષ્ટ કરવા માટે કુરઆન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જે વિશ્વના તમામ મુસલમાનો સ્વીકારે છે અને આ મુદ્દો ઉકેલવા માટે આ પવિત્ર કિતાબનો આશરો લે છે.
કુરઆનની દ્રષ્ટિએ સહાબી
કુરઆનની આયતો મુજબ જે લોકો રસુલ (સઅવ) ને મળ્યા અને તેમની સાથે હતા, તેમને બે જૂથોમાં વિભાજિત કરવામા આવે છેઃ
પ્રથમ જૂથ
આ જૂથના લોકોને કુરઆન ની હમેશા રહેનારી આયતો દ્રારા વર્ણવ્યા અને પ્રશંસા કરવામાં આવી અને ઈસ્લામની ભવ્યતા અને ભવ્યતાના મહેલના સ્થાપકો તરીકે વર્ણવ્યા છે. નીચેની કુરાની આયતોં સહાબીયોં ના આ જૂથ સંબંધિત છે.
૧.પૃથમ અનુયાયીઓ
وَالسَّابِقُونَ الْأَوَّلُونَ مِنَ الْمُهَاجِرِينَ وَالْأَنصَارِ وَالَّذِينَ اتَّبَعُوهُم بِإِحْسَانٍ رَّضِيَ اللَّـهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ وَأَعَدَّ لَهُمْ جَنَّاتٍ تَجْرِي تَحْتَهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ
"અને મુહાજેરીન (હિજરત કરનારા) તથા અન્સાર (સહાય કરનારા) માંહેના સહુથી પહેલાં (ઇમાન તરફ)પહેલ કરનારા અને તે લોકો કે જેમણે શુભ હેતુથી તેમનું અુકરણ કયૅુ તેમનાથી અલ્લાહ રાઝી થઇ ગયો છે, અને તેઓ તેમનાથી રાઝી થઇ ગયા છે, અને તેમના માટે બગીચા તૈયાર કયૉ છે જેની હેઠળ નદીઓ વહે છે, તેમાં તેઓ સદાને માટે રહેશે એજ સહુથી મહાન સફળતા છે."
(સુરે અત તવ્બાહ ૯:૧૦૦)
૨.જેઓ વૃક્ષ હેઠળ બયઅત કરી:
لَّقَدْ رَضِيَ اللَّـهُ عَنِ الْمُؤْمِنِينَ إِذْ يُبَايِعُونَكَ تَحْتَ الشَّجَرَةِ فَعَلِمَ مَا فِي قُلُوبِهِمْ فَأَنزَلَ السَّكِينَةَ عَلَيْهِمْ وَأَثَابَهُمْ فَتْحًا قَرِيبًا
"ખચીતજ અલ્લાહ મોઅમીનોથી રાજી થઇ ગયો જયારે કે તેઓ તે વૃશની હેઠળ તારા હાથ ઉપર(લડવા મરવાની) બયઅત કરી રહયા હતા અને તેમના અંતકરણોમાં જે કાંઇ હતું તેમનાથી તે વાકેફ હતો,પછી તેણે તેમના પર શાંતવન ઉતાયૅુ,અને તેમને બદલા તરીકે તત્કાળ એક (ખૈબરનો) વિજય આપ્યો."
(સુરે અલ ફત્હ ૪૮:૧૮)
૩.મુહાજીરો
لِلْفُقَرَاءِ الْمُهَاجِرِينَ الَّذِينَ أُخْرِجُوا مِن دِيَارِهِمْ وَأَمْوَالِهِمْ يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّـهِ وَرِضْوَانًا وَيَنصُرُونَ اللَّـهَ وَرَسُولَهُ ۚ أُولَـٰئِكَ هُمُ الصَّادِقُونَ
"વળી (આ ગનીમતના માલમાં) હિજરત કરનારાઓમાંથી જે હાજતમંદોનો પણ હક છે કે જે તેમના ઘરોથી કાઢી મૂકાયા છે અને પોતાના માલ (મિલ્કત) થી પણ (વિખુટા પાડવા આવ્યા છે તો પણ) અલ્લાહની કૃપા અને તેની ખુશીના અભિલાષિ છે, અને અલ્લાહની સહાય કયૅ જાય છે,તેઓ જ સાચા (મુસ્લીમો)છે."
(સુરે અલહશર ૫૯: ૮)
૪.સહાબીઓ જેઓ જંગમાં રસૂલના સાથે હતા
مُّحَمَّدٌ رَّسُولُ اللَّـهِ ۚ وَالَّذِينَ مَعَهُ أَشِدَّاءُ عَلَى الْكُفَّارِ رُحَمَاءُبَيْنَهُمْ ۖ تَرَاهُمْ رُكَّعًا سُجَّدًا يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّـهِ وَرِضْوَانًا ۖ سِيمَاهُمْ فِي وُجُوهِهِم مِّنْ أَثَرِ السُّجُودِ ۚ
"હઝરત મોહમ્મદ (સ.) અલ્લાહના રસૂલ છે; અને જેઓ પણ વાસ્તવમાં તેની સાથે છે. તેઓ નાસ્તિકો પર ભારે છે અને આપસમાં રહેમ દિલ; તું તેમને રૃકુઅ તથા સિજદાની સ્થિતિમાં જોશે કે તેઓ અલ્લાહની મહેરબાની તથા તેની ખુશી ચાહતા રહે છે, તેમના ચહેરાઓમાં સિજદાના ચિહ્નો મોજૂદ છે."
(સુરે અલ ફત્હ ૪૮:૨૯)
બીજુ જૂથ
બીજી જૂથ જેઓ પયગમ્બર સાથે હતા તેમા એવા કપટી (બે મોઢે વાતો કરનાર) અને રોગી અને ખરાબ પ્રકૃતિના ઇન્સાનોનો સમાવેશ થાય છે જેની વાસ્તવિકતનુ પવિત્ર કુરઆન જાહેર કરે છે અને  જેની ખરાબી માટે રસુલ(સઅવ)એ ચેતવણી આપી છે. આ જૂથના કેટલાક ઉદાહરણો નીચે મુજબ છે:
૧.જાણીતા દંભીઓ (મુનફિકો)
إِذَا جَاءَكَ الْمُنَافِقُونَ قَالُوا نَشْهَدُ إِنَّكَ لَرَسُولُ اللَّـهِ ۗ وَاللَّـهُ يَعْلَمُ إِنَّكَ لَرَسُولُهُ وَاللَّـهُ يَشْهَدُ إِنَّ الْمُنَافِقِينَ لَكَاذِبُونَ
(હે રસૂલ) જે વખતે મુનાફીકો તારી પાસે આવે છે ત્યારે કહે છે કે અમે ગવાહી આપીએ છીએ કે નિસંશય તું અલ્લાહનો રસૂલ છે; અને અલ્લાહ તો જાણે છે જ કે બેશક તું તેનો રસૂલ છે; પરંતુ અલ્લાહ આ (વાતની) સાષી આપે છે કે આ મુનાફિકો (તેમ કહેવામાં) અવશ્ય જુઠ્ઠા છે.
(સુરે અલ મુનાફેકુન ૬૩:૧, મુનાફેકોની અન્ય લાક્ષણિકતાઓ આ સમગ્ર સુરહમાં વર્ણવેલ છે)
૨.અજાણીતા દંભીઓ (અજાણ્યા મુનાફિકો)
وَمِمَّنْ حَوْلَكُم مِّنَ الْأَعْرَابِ مُنَافِقُونَ ۖ وَمِنْ أَهْلِ الْمَدِينَةِ ۖ مَرَدُوا عَلَى النِّفَاقِ لَا تَعْلَمُهُمْ ۖ نَحْنُ نَعْلَمُهُمْ ۚ سَنُعَذِّبُهُم مَّرَّتَيْنِ ثُمَّ يُرَدُّونَ إِلَىٰ عَذَابٍ عَظِيمٍ
"અને (હે મુસલમાનો )તમારી આસપાસના બદુઓ માંહેના કેટલાક મુનાફિકો છે,અને મદીનાવાળાઓમાંથી પણ;તઓ દાંભિકપણા ઉપર અડીને બેઠા છે;(હે રસુલ )તું તેમને નથી જાણતો, અમે તેમને જાણીએ છીએ; નજીકમાં અમે તેમને બેવડો અઝાબ આપીશું,પછી તેમને મહાન અઝાબ તરફ વાળવામાં આવશે."
(સુરેહ અત તવબાહ (અથવા અલ બરાઆહ) ૯:૧૦૧)
3.બીમાર દીલવાળા:
وَإِذْ يَقُولُ الْمُنَافِقُونَ وَالَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ مَّا وَعَدَنَا اللَّـهُ وَرَسُولُهُ إِلَّا غُرُورًا
"અને જયારે મુનાફીકો તથા તે લોકો કે જેમના અંતઃકરણોમાં (નાસ્તિકપણાનો) રોગ હતો  આ કહેવા લાગ્યા કે અલ્લાહ તથા તેમના રસૂલોએ અમારાથી કોઇ વાયદા કયૉ નથી પણ નયૅૉ ઘોકોજ (આપ્યો છે)."
(સુરે અલ અહઝાબ ૩૩:૧૨)
૪.ગુનેહગારો
وَآخَرُونَ اعْتَرَفُوا بِذُنُوبِهِمْ خَلَطُوا عَمَلًا صَالِحًا وَآخَرَ سَيِّئًا عَسَى اللَّـهُ أَن يَتُوبَ عَلَيْهِمْ ۚ إِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ
"અને બીજા કેટલાક એવા પણ છે કે જેમણે પોતાના ગુનાહોની કબુલાત કરી લીઘી છે, તેમણે સત્કાયૉમાં ભેળવી નાખ્યા છે, બનવા જોગ છે કે અલ્લાહ તેમની તૌબા કબુલ કરી લે, બેશક અલ્લાહ મહાન ક્ષમાવાન (અને) દયાકરનારછે."
(સુરે અત તવબાહ (અથવા અલ બરાઆહ) ૯:૧૦૨)
કુરઆનની આયતો સાથે વધુમાં, અનેક અહાદીસ રસુલ (સઅવ)ના સાથીઓની મઝમ્મત (અપમાન) કરવામાં આવ્યું છે. અમે બે ઉદાહરણો આપીશુ.
૧.અબુ હાઝીમ સહલ ઈબ્ન સાદ થી વર્ણન કરે છે કે રસુલ(સઅવ) એ ફરમાવ્યું:
હું તમને કવસર તરફ મોકલીશ, જે પણ ત્યા આવશે તેમાથી તે પીશે, અને જે પણ તેમાથી પીશે તેને કદી તરસ નહી લાગે. ત્યાં મારી પાસે કેટલાક લોકો આવશે; હું તેમને ઓળખું છુ અને તેઓ મને ઓળખે છે, પરંતુ તેઓને મારાથી દુર કરવામાં આવશે.
અબુ હાઝીમે જણાવ્યું :જ્યારે હું આ હદીસ બયાન કરતો હતો,નોઅમાન ઈબ્ન અબી અય્યાશ આ સાંભળ્યું અને મને પુછયુ શુ તમે  સહલ થી  આ સાંભળ્યુ છેઃ 'મેં કહ્યું,' હા '.તેમણે કહ્યું :' હું તેમનો સાક્ષી છુ કે અબુ સઈદ ખુદરી  એ રસુલથી આ પણ કહ્યું છે:
"તેઓ મારામાંથી છે." પછી કોઇ કહેશે, "તમે જાણતા નથી કે તેઓએ તમારા પછી શુ કર્યું" તો હું કહીશ, "ધુત્કાર છે એવા પર જેઓ મારા પછી બદલાઈ ગયા (હકથી ફરી ગયા).
(ઇબ્ન અસીર, જામી અલ ઉસુલ ', વોલ્યુમ. ૧૧, "કિતાબ અલ હવ્દ ફી વુરૂદ અન નાસ અલયહ". પેજ ૧૨૦, હદીસ ૭૯૭૨)
શબ્દો સ્પષ્ટ છે જેમકે, "હું તેમને ઓળખું છુ અને તેઓ મને ઓલખે છે "અથવા, "ધુત્કાર છે એ લોકો પર જેઓ મારા પછી બદલાઈ ગયા," રસુલ (સઅવ)ના સાથીદારો ના સંદર્ભ મા છે જેઓ એક સમય રસુલ સાથે હતા.આ હદીસ બુખારી અને મુસ્લિમ દ્વારા પણ નોંધવામા આવી છે.
૨.અલ-બુખારી અને મુસ્લિમ વર્ણન કરે છેકે રસુલ (સઅવ)એ ફરમાવ્યું:
કયામત ના દિવસે, મારા સાથીદારો (અથવા, "મારી ઉમ્માહ")માથી એક જૂથ મારી પાસે આવશે પરંતુ તેઓને હૌઝ (કવસર) સુધી પહોંચતા અટકાવામા આવશે.પછી, હું કહીશ’ હે રબ તેઓ મારા સહાબા છે' પછી તે કહેશે ‘તમે જાણતા નથી કે તેઓ તમારા પછી શુ કર્યું. તેઓ તેમની ભૂતપૂર્વ સ્થિતિ તરફ પરત ફર્યા (જાહેલીય્યત અથવા અજ્ઞાનતા)
(ઇબ્ન અસીર, જામી અલ ઉસુલ ', વોલ્યુમ. ૧૧, "કિતાબ અલ હવ્દ ફી વુરૂદ અન નાસ અલયહ". પેજ ૧૨૦, હદીસ ૭૯૭૩)
સારાંશ:
કુરઆની આયતો અને પયગંબર (સઅવ)ની અહાદીસોથી તે સ્પષ્ટ છે કે રસુલ (સઅવ)ના સહાબીઓ અને જેઓ તેમની સાથે હતા તેમના એક કરતા વધુ પ્રકાર અથવા ગૃપ હતા; તેમાંનો એક જૂથ એવો સર્વોચ્ચ અને મૂલ્યવાન પુરૂષો હતા જેમની સેવાઓ ઇસ્લામના પ્રારંભિક કાળમાં ઈચ્છિત પરિણામ લાવનાર છે અને બીજુ જૂથ એવા વ્યક્તિઓ છે જે શરૂઆતથી કપટી, દંભીઓ, માંદા દિલના અને ગુનેહગારો હતા.
(વધુ માહિતી માટે, કુરઆન નુ સુરહ અલ મુનાફેકુન જુઓ)
ઉપરોક્ત અવલોકનોથી સ્પષ્ટ થાય છે કે શીઆઓનુ સહાબા સંબંધિત એજ દ્રષ્ટિકોણ છે જે અલ્લાહની કિતાબ અને રસુલની આ હદીસનો દ્રષ્ટિકોણ છે.
આ સૈયદ રિદા હુસૈની નાસબની કિતાબ "ધી શીઆ રીબ્યુટસ" માંથી લેવામાં આવ્યુ છે કે જે આયતુલ્લાહ જાફર સુબ્હાની ના દેખરેખ હેઠળ ખવામા આવી છે

0 comments:

Post a Comment

براہ مہربانی شائستہ زبان کا استعمال کریں۔ تقریبا ہر موضوع پر 'گمنام' لوگوں کے بہت سے تبصرے موجود ہیں. اس لئےتاریخ 20-3-2015 سے ہم گمنام کمینٹنگ کو بند کر رہے ہیں. اس تاریخ سے درست ای میل اکاؤنٹس کے ضریعے آپ تبصرہ کر سکتے ہیں.جن تبصروں میں لنکس ہونگے انہیں فوراً ہٹا دیا جائے گا. اس لئے آپنے تبصروں میں لنکس شامل نہ کریں.
Please use Polite Language.
As there are many comments from 'anonymous' people on every subject. So from 20-3-2015 we are disabling 'Anonymous Commenting' option. From this date only users with valid E-mail accounts can comment. All the comments with LINKs will be removed. So please don't add links to your comments.

Popular Posts (Last 30 Days)

 
  • Recent Posts

  • Mobile Version

  • Followers