Pages

Thursday, August 2, 2012

હઝરત અલી (અ.સ.) એ ફરમાવ્યું : શું હું રસુલુલ્લાહ (સ.અ.વ.) ને ગુસ્લ અને કફન વિનાના મૂકીને હુકુમત માટે નીકળી પડું?

સત્યની મદદ કરવા માટે આમંત્રણ


જનાબે સલમાન કહે છે કે જ્યારે રાત પડી ત્યારે હઝરત અલી (..) જનાબે ફાતેમા (સલા.) અને પોતાના બન્ને બાળકો . હસન (..) અને . હુસૈન (..) ને લઇને રસુલે ખુદા (...) ના એક એક સહાબીના ઘરે ગયા અને દરેકને ખુદાનો વાસ્તો આપીને પોતાની મદદ કરવા કહ્યું : પણ અમે ચાર જણ સિવાય કોઇ એકેય જવાબ દીધો અમે માથું મુડાવ્યું અને મદદ માટે તૈયાર થઇ ગયા.
જ્યારે હઝરત અલી (..) જોયું કે લોકો તેમનો સાથ નથી આપતા અને બધાય . અબુબકરની સાથે થઇ ગયા છે ત્યારે તેમણે ઘરવાસ ધારણ કરી લીધો.૩૪
ઇબ્ને કુતયબાની રિવાયત પ્રમાણે છે. હઝરત અલી (..) દુખ્તરે રસુલ જનાબે ફાતેમા (સલા.) ને લઇને રાતના સમયે અન્સારના ઘરે ગયા. અને પોતાને મદદ કરવા કહ્યું : "તેઓએ જવાબ આપ્યો : દુખ્તરે રસુલ! અમે હવે માણસની બયઅત કરી ચુક્યા છીએ. જો આપના શૌહર અને આપના કાકાના દિકરા, અબુબકરની પહેલા અમારી પાસે આવતે, તો અમે ક્યારેય ના પાડતે. સાંભળી હઝરત અલી (..) ફરમાવ્યું : શું હું રસુલુલ્લાહ (...) ને ગુસ્લ અને કફન વિનાના મૂકીને હુકુમત માટે નીકળી પડું?
જનાબે ફાતેમા (સલા.) કહ્યું : અબુલ હસને કર્યું કે જે એમના માટે જરૂરી હતું. અને લોકોએ જે કંઇ ર્યું છે, ખુદા તેનો હિસાબ - કિતાબ લેશે.૩૫


૩૪.
સુલૈમ બિન કૈસ, પા.નં.૮૧-૮૩, બેહાર જી. ૨૮ પા.નં.૨૬૪-૨૬૮
૩૫.
અલ - ઇમામત વસ - સિયાસત, પાના નં. ૧૯

http://mazloomazehra.blogspot.com 

No comments:

Post a Comment

براہ مہربانی شائستہ زبان کا استعمال کریں۔ تقریبا ہر موضوع پر 'گمنام' لوگوں کے بہت سے تبصرے موجود ہیں. اس لئےتاریخ 20-3-2015 سے ہم گمنام کمینٹنگ کو بند کر رہے ہیں. اس تاریخ سے درست ای میل اکاؤنٹس کے ضریعے آپ تبصرہ کر سکتے ہیں.جن تبصروں میں لنکس ہونگے انہیں فوراً ہٹا دیا جائے گا. اس لئے آپنے تبصروں میں لنکس شامل نہ کریں.
Please use Polite Language.
As there are many comments from 'anonymous' people on every subject. So from 20-3-2015 we are disabling 'Anonymous Commenting' option. From this date only users with valid E-mail accounts can comment. All the comments with LINKs will be removed. So please don't add links to your comments.