હ. અલી (અ.સ.) બીજીવાર એમના ઘરમાંથી લઇ જવું
લોકો હઝરત અલી (અ.સ.) ને તેમના ઘરમાંથી૧૬૬ બળપૂર્વક૧૬૭ ખેંચતા ખેંચતા લઇ ગયા.૧૬૮ આમાં હ. ઉમર ભારે કઠોરતાપૂર્વક૧૬૯ ખેંચી રહ્યા હતા.૧૭૦ જ્યારે બાકીના બીજાઓ તેમની પાછળ પાછળ ચાલતા હતા. હઝરત અલી (અ.સ.) એ પોતે ફરમાવ્યું છે.
મને બયઅત માટે એવી રીતે ખેંચીને લઇ ગયા જે રીતે ઊંટને ખેંચીને લઇ જવામાં આવે છે.૧૭૧ તલવારો મ્યાનમાંથી ખેંચાયેલી હતી, ભાલાઓ ચમકી રહ્યા હતા. હઝરતની સ્થિતિી એવી હતી કે હૃદય ભરાઇ આવ્યું હતું, ગુસ્સો ગજબનો હતો; પણ ભારે સબરની સાથે ગુસ્સા ઉપર કાબુ રાખ્યો હતો,૧૭૨ ઘણા થાકેલા પણ હતા.૧૭૩
એક રિવાયતમાં છે કે તેમને દોડાવતા - દોડાવતા લઇ ગયા.૧૭૪ લોકો ઉભા ઉભા તમાશો જોઇ રહ્યા હતા. મદીનાની શેરીઓ લોકોથી ભરેલી હતી.૧૭૫ તેઓ જ્યાંથી પસાર થતા હતાં દરેક જણ એક જ વાત કરતો ચાલો બયઅત કરી લ્યો - ચાલો બયઅત કરી લ્યો.૧૭૬ સલમાન, અબુઝર, મિકદાદ, અમ્માર અને બુરૈદા તેમની (હઝરત અલી અ.સ.ની) સાથે હતા અને લોકોને કહી રહ્યા હતા તમે લોકોએ કેટલી જલ્દી રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથે ખયાનત કરી અને પોતાના દિલમાં છુપાવી રાખેલા કીનો - દ્વેષને પ્રગટ કર્યો!
બુરૈદા બિન ખસીબ અલ - અસ્લમીએ કહ્યું : ઉમર! તમે રસુલ (સ.અ.વ.) ના ભાઇ અને જાનશીન સાથે આવું વર્તન કરી રહ્યા છો?! અને એમની દીકરીને સતાવી રહ્યા છો! જ્યારે કે કુરૈશ તમને સારી રીતે ઓળખે છે.૧૭૭ એ વખતે હઝરત અલી (અ.સ.) ભારે ઝુલ્મના ભોગ બની રહ્યા હતા. તેઓ લોકોને મદદ માટે પોકારી રહ્યા હતા. અને ફરિયાદ કરી રહ્યા હતા.૧૭૮ તેઓ કહી રહ્યા હતા : ખુદાના સોગંદ, જો અત્યારે મારા હાથમાં તલવાર હોતે, તો તમને આટલી હિંમત ન થાત. જો મારી પાસે ચાલીસ માણસો હોત તો તમારી સાથે જેહાદ કરતે. અને તમને વેરવીખેર કરી નાખતે. ખુદાની લાઅનત હજો એ લોકો પર જેમણે મારી બયઅત કર્યા પછી દગો દીધો.૧૭૯ વળી કહ્યું: હાય, જાફર! અફસોસ કે આજે જાફર નથી, અય આજે મારા માટે હમઝા પણ નથી.૧૮૦
લોકો તેમને હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ની કબર પાસે લઇ ગયા. તેમણે કબર પાસે ઉભા રહીને ફરમાવ્યું : હે ભાઇ! કૌમે મને અશક્ત કરી દીધો, તેઓ મને કતલ કરવા માગે છે.૧૮૧
રસુલ (સ.અ.વ.) ની કબર મુબારકમાંથી બે હાથ ઉંચા થયા લોકો જાણતા હતા કે આ આં હઝરત (સ.અવ.) ના હાથ છે. પછી રસુલ (સ.અ.વ.) ની કબરમાંથી એક અવાજ સંભળાયો, જે તે હઝરત (સ.અ.વ.) નો અવાજ હતો. હ. અબુબકરને સંબોધીને આપે કહ્યું : "શું તું એનો ઇન્કાર કરે છે કે જેણ તને માટીમાંથી પેદા કર્યો, પછી વીર્યના ટીપામાંથી પછી તને સંપૂર્ણ માનવી બનાવી દીધો.૧૮૨
અદી બિન હાતિમે કહ્યું : "હઝરત અલી (અ.સ.) ને આ હાલતમાં જોઇને તેમના ઉપર મને જેટલી દયા ઉપજી છે તેટલી કોઇના ઉપર નથી ઉપજી૧૮૩
આ દૃષ્ય જોઇને જ. સલમાને કહ્યું :૧૮૪ શું આવા માણસો સાથે આવો વર્તાવ કરી શકાય? અલ્લાહના સોગંદ, જો આ લોકો ખુદાને ફરિયાદ કરે, તો આકાશ જમીન ઉપર તુટી પડે.
હ. અબુઝરે કહ્યું : "કાશ, અમારા હાથમાં તલવાર હોતે.૧૮૫
એ વખતે જનાબે ફાતેમા (સલા.) એવી સ્થિતિમાં ઘરમાંથી બહાર નીકળ્યા કે એમના માથા ઉપર રસુલુલ્લાહ (સ.અ.વ.) નું પહેરાણ હતું. હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.) આંગળીએ હતાં. અને રડતા હતા. લોકોને દૂર કરી રહી હતી. હાશિમી સ્ત્રીઓ તેમની સાથે બહાર નીકળી પડી. એ બધી સ્ત્રીઓ રડી રહી હતી. - ફરિયાદ કરી રહી હતી. જનાબે ફાતેમા (સલા.) કહી રહ્યા હતા : હે અબુબકર! તમે કેટલા જલ્દી અહલેબયત (અ.સ.) થી મોઢું ફેરવી લીધું! ખુદાના સોગંદ, જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ઉમર સાથે વા નહિ કરૂં.૧૮૬
અબુબકર! મારી સાથે તમારે શું લેવા દેવા, તમે મને બેવા અને મારા બાળકોને યતીમ કરવા માગો છો? ખુદાના સોગંદ, જો તમે અટકશો નહિ તો હું મારા વાળ વીખેરી (ખોલી) નાખીશ, મારો દામન ફાડી નાખીશ. બાબાની કબર ઉપર જઇને અલ્લાહને ફરિયાદ કરીશ. ખુદા પાસે, મારા ઇબ્ને અમની મન્ઝેલત જનાબે સાલેહથી ઓછી નથી. ન નાકએ સાલહે (જ. સાલેહની ઊંટણી) મારાથી વધીને છે, ન તેનું બચ્ચું અલ્લાહની નજરમાં મારા બચ્ચાઓથી વધીને મહત્વના છે.
હઝરત અલી (અ.સ.) એ જનાબે સલમાનને કહ્યું : રસુલ (સ.અ.વ.) ની દીકરીની ખબર લ્યો, હું જોઇ રહ્યો છું, મદીનાની દિવાલો ઊંચી થઇ રહી છે, ખુદાના સોગંદ! જો તેણે પોતાના વાળ ખોલી નાખ્યા, દામન ફાડ્યો અને કબ્રે રસુલ (સ.અ.વ.) ઉપર જઇને ફરિયાદ કરી, તો મદીનાનો વિનાશ થવામાં જરા સરખીય વાર નહિ લાગે.
જનાબે સલમાન તુરતજ જનાબે ફાતેમા (સલા.) પાસે પહોંચ્યા અને બોલ્યા : દુખ્તરે રસુલ! અલ્લાહે આપના બાબાને રહમત બનાવ્યા છે, આપ પાછા ફરો.
જનાબે ફાતેમાએ કહ્યું : સલમાન, હું કેવી રીતે સબ્ર કરૂં, આ લોકો અલીને કતલ કરવા માગે છે.
જ. સલમાન બોલ્યા : મને ડર છે, ક્યાંક મદીનાનો વિનાશ ન થઇ જાય. મને હઝરત અલી (અ.સ.)એ તમારી પાસે મોકલ્યા છે અને કહ્યું છે કે તમે ઘરમાં પાછા વળો.
"જો એમ જ છે, તો હું પાછી જઇ રહી છું, હું સબર કરીશ, એમનું કહેવું આંખ-માથા પર જ. ફાતેમા (સલા.) એ જવાબ દીધો.૧૮૭
ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.) ફરમાવે છે કે, જો એમણે પોતાના વાળ ખોલી નાખ્યા હોત, તો બધાય મરી જતે.૧૮૮
એક રિવાયતમાં છે કે, ત્યાર પછી જનાબે ફાતેમા (સલા.) એ રસુલે ખુદા (સ.અ.વ.) ની કબર તરફ જોઇને કહ્યું :
"મારો પ્રાણ, આ દુ:ખે કૈદ કરી રાખ્યો છે, કાશ! આ આંસૂઓ સાથે એ પણ નીકળી જતે. બાબા! આપના પછી આ જીંદગીમાં કશો રસ નથી રહ્યો, હું એ ડરથી રડી રહી છું કે તે લાંબી ન થઇ જાય.
ત્યાર પછી ફરમાવ્યું : બાબા, હાય અફસોસ! આપના વ્હાલા હસન અને હુસૈનના પિતા ઉપર શું વીતી રહ્યું છે,જેને તમે પોતાના ખોળામાં ઉછેર્યા, જેને પોતાનો ભાઇ બનાવ્યા જે આપના સૌ કરતાં વધારે વ્હાલાં છે, જે બધાય મિત્રો (અને સગાઓ) માં સૌથી નજીક હતા. જે સૌથી પહેલાં ઇસ્લામ લાવ્યા, આપની સાથે હિજરત કરી, એને ઊંટની જેમ ખેંચવામાં આવી રહ્યા છે.
પછી એક ચીસ પાડી અને બોલ્યા : વા મોહમ્મદા! વા હબીબા! વા અબા! વા અબલ કાસિમા! વા એહમદા! હાય મદદગારોની ઓછપ, ફરિયાદ! ફરિયાદ! હાય આ મુસીબત! હાય આ દુ:ખ! હાય આ વેતના! આ કેવી સવાર છે! એટલું કહીને બેહોશ થઇ ગયા અને પડી ગયા.૧૮૯
એક રિવાયતમાં છે : જનાબે ફાતેમા (સલા.) એ ફરિયાદ કરી : હાય આ મારી કેવી સવાર ઉગી. આ સાંભળી હ. અબુબકર બોલ્યા : તમારી સવાર ઘણી માઠી સવાર છે.૧૯૦-૧૯૧http://mazloomazehra.blogspot.com
No comments:
Post a Comment
براہ مہربانی شائستہ زبان کا استعمال کریں۔ تقریبا ہر موضوع پر 'گمنام' لوگوں کے بہت سے تبصرے موجود ہیں. اس لئےتاریخ 20-3-2015 سے ہم گمنام کمینٹنگ کو بند کر رہے ہیں. اس تاریخ سے درست ای میل اکاؤنٹس کے ضریعے آپ تبصرہ کر سکتے ہیں.جن تبصروں میں لنکس ہونگے انہیں فوراً ہٹا دیا جائے گا. اس لئے آپنے تبصروں میں لنکس شامل نہ کریں.
Please use Polite Language.
As there are many comments from 'anonymous' people on every subject. So from 20-3-2015 we are disabling 'Anonymous Commenting' option. From this date only users with valid E-mail accounts can comment. All the comments with LINKs will be removed. So please don't add links to your comments.