Sunday, October 9, 2016
Thursday, June 30, 2016
Tuesday, June 28, 2016
શીઆ શા માટે તરાવીહ નથી પઢતા?
શીઆ શા માટે તરાવીહ નથી પઢતા?
તરાવીહની નમાઝ સુન્નીઓની સુન્નત (મુસ્તહબ) નમાઝમાંથી છે જે રમઝાન મહીનાની રાત્રીમાં તેઓ બાજમાઅત અંદાજે વીસ (20) રકાત રોજ પઢે છે.
તરાવીહ બાબતે શીઆ તથા સુન્નીઓમાં જુદા જુદા અભિપ્રાય પ્રવર્તે છે:
- પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અને અબુ બક્ર અને ઉમરની ખિલાફતના શરૂઆતના સમયમાં તરાવીહ પ્રચલિત ન હતી.
- તરાવીહ બિદઅત છે.
- મુસ્તહબ નમાઝો એટલેકે નાફેલા નમાઝ જે ફુરાદા અદા કરવાની હોય છે.
તરાવીહ:
તરાવીહ ‘તરવીહ’શબ્દનું બહુવચન છે જેનો અર્થ ‘બેસવું’થાય છે. તરાવીહ એટલે કે નાફેલા નમાઝ જે રમઝાન મહીનાની ચાર રકાત નાફેલા નમાઝ પછી આરામ અને રાહત માટે બેસીને પઢવામાં આવતી હતી તે તરાવીહ કહેવાતી. પાછળથી મુસ્તહબ નાફેલા જે બાજમાત વિસ (20) રકાત પઢાતી તેને તરાવીહ કહેવામાં આવી.
(બેહાલ અન્વાર, ભાગ-1, પા. 363, ફતહ અલ બારી, ભાગ-4, પા. 294, ઈરશાદ અલ સારી, ભાગ-4, પા. 694,
શરહ અલ ઝરકાની, ભાગ-1, પા. 237, અલ નીહાયા, ભાગ-1, પા. 274 (લીસાન અલ અરબ).
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં તરાવીહનું અસ્તિત્વ ન હતું.
સુન્ની ઓલમાઓ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની સુન્નતથી તરાવીહનું ખરાપણું સાબીત નથી કરી શકતા. તેઓ બધા એકમત છે કે તેને ઉમર બીન અલ ખત્તાબે 14 હીજરીમાં પોતાના ખીલાફત કાળ દરમ્યાન શરૂ કરી. તેનું અસ્તિત્વ ન તો પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં હતુ ન અબુ બક્રના ખીલાફત કાળ દરમ્યાન.
ઉમરે તે અદા કરવાનો હુકમ પોતાની રાય પ્રમાણે આપ્યો. તેણે કબુલ કર્યું કે તે એક બીદઅત છે પરંતુ એક સારી બીદઅત. રસપ્રદ વાત એ છે કે તે પોતે બાજમાઅત તરાવીહ અદા કરવામાં નિયમિત ન હતો પરંતુ તેને ઘરે ફુરાદા પઢતો હતો. આ હકીકતને કસ્તલાની, ઈબ્ને કુદામા, કલ્કશનદી જેવા નામાંકિત સુન્ની ઓલમાએ જાહેર કરી છે.
ઈબ્ને શહાબ કહે છે: પવિત્ર પયગમ્બર વફાત પામ્યા અને આ રીતે અબુબક્ર અને ઉમરની ખિલાફતના આરંભકાળ સુધી ચાલ્યું.
(સહીહ બુખારી, ભાગ-1, પા. 343)
કસ્તલાનીએ નોંધ્યું: ઉમર આ નમાઝને બિદઅત કહેતો હતો કારણકે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) આ નમાઝને બાજમાઅત પઢવાનો હુકમ આપ્યો ન હતો. અબુબક્રના ઝમાનામાં તે રાત્રીના પહેલા ભાગમાં પઢવામાં ન્હોતી આવતી. તે દરરોજ રાત્રે પઢવામાં નહોતી આવતી. ઉપરાંત પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના સમયમાં જે નમાઝ અદા કરવામાં આવતી તેમાં આટલી રકાત ન હતી.
(ઈરશાદ અલ સારી, ભાગ-4, પા. 657)
ઈ. કુદામા કહે છે: તરાવીહનો સંબંધ ઉમરથી આપવામાં આવે છે, જ્યારથી તેણે તેને ઉબય ઈબ્ને કાબને બાજમાઅત અદા કરવા કહ્યું અને તેણે તેમ કર્યું.
(અલ મુગની, ભાગ-2, પા. 166)
અલ અયનીનો મત: ઉમર તેને બિદઅત કહે છે કારણકે પયગમ્બરે તેને સુન્નત તરીકે સ્થાપિ ન હતી. અબુ બક્રની ખિલાફતના કાળમાં તેના પર અમલ થતો ન હતો.
(ઉમદા અલ કારી, ભાગ-11, પા. 126)
કલ્કશનદી ઉમેરે છે: ઉમરના મુખ્ય કાર્યોમાંથી તરાવીહનું સ્થાપના કરવું છે જે રમઝાન મહીનામાં પેશ ઈમામ સાથે અદા કરવામાં આવે. આ હી.સ. 14 માં કરવામાં આવ્યું.
(મસર અલ અનાફાહ ફી મઆલીમ અલ ખીલાફા, ભાગ-2, પા. 337)
અલ બાસી, સુયુતી, સખતેવારી અને અન્યોએ પણ લખ્યું છે: તરાવીહની સુન્નતને પહેલીવાર સ્થાપિત કરનાર ઉમર બીન ખત્તાબ છે. તેઓએ એ પણ સ્પષ્ટતા કરી છે કે રમઝાનની નાફેલા પઢવાનો હુકમ ઉમરની બીદઅતોમાંથી એક બિદઅત છે.
(મહાઝેરાત અલ અવાલી, પા. 149, શર્હ અલ મવાકીફ)
ઈબ્ને સાદ, તબરી અને ઈ.અસીર એ નોંધ કરી છે: આ હી.સ. 14 નો વાકેઓ છે જ્યારે પુરૂષો માટે એક ઈમામ અને સ્ત્રીઓ માટે એકની નિમણુંક કરી હતી.
(તબકાતે ઈબ્ને સાદ, ભાગ-3, પા. 281, તારીખે તબરી, ભાગ-5, પા. 22, કામીલ ભાગ-2, પા. 41, ઈબ્ને જવઝી દ્વારા તારીખે ઉમર બીન ખત્તાબ, પા. 52)
અલ બાસી, ઈબ્ન અલ તીન, ઈબ્ને અબ્દ અલ બર, કહલાની અને ઝરકાનીએ આ વિષે નોંધ્યું છે કે કહલાની ઉમરના શબ્દો (આ બીદઅતે હસન છે) વિષે કહે છે: અગર કોઈ વસ્તુ બિદઅત હોય તો તે પસંદગીપાત્ર કે સારી ન હોઈ શકે. તે હંમેશા ગુમરાહીનો અર્થ આપશે.
(સુબુલ અલ સલામ, ભા.2, પા. 10, અલ મુજતહીદ ભા.1, પા. 210, શર્હ ફુરકાની, અલ મુસનીફ, ભા.5, પા. 264)
તરાવીહની શરૂઆત
ઈબ્ને શહાબ, ઉરવા બી. ઝુબૈર, અબ્દુલ રેહમાન બી અબ્દુલ કારીથી રિવાયત છે કે:
અમો ઉમર બીન ખત્તાબ સાથે રમઝાનની એક રાત્રે મસ્જીદમાં ગયા. લોકો પોતાની ફુરાદા નમાઝમાં મશ્ગુલ હતા અને કેટલાક પોતાના કબીલાવાળા સાથે વ્યસ્ત હતા. આ જોઈ ઉમર બીન ખત્તાબે કહ્યું: હું જો તેમને એક પેશ ઈમામ પાછળ એક સાથે કરી દઉ તો તે સારૂ થશે. પછી તેણે ઉબેય ઈબ્ને કાબને તેમના પેશ ઈમામ તરીકે પસંદ કર્યો. બીજી રાત્રે અમો મસ્જીદમાં ગયા તો જોયું કે લોકો બાજમાઅત તે નમાઝ અદા કરી રહ્યા છે. ઉમરે કહ્યું: આ પ્રશંસનિય બિદઅત છે. અગર આ લોકો રાત્રીની ઉંઘ પછી ઉઠીને આ નમાઝ પઢે તે રાત્રીના પહેલા ભાગમાં પઢવા કરતા બેહતર છે.
(સહીહ બુખારી, ભા.1, પા. 342, અબ્દુલ રઝઝાક, ભા.4, પા. 285)
તરાવીહની રકાતના બારામાં વિભીન્ન મંતવ્યો:
તરાવીહ જેનો પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના જીવનકાળ દરમ્યાન કોઈ અંશ પણ મળતો નથી તેના બિદઅત હોવાને સાબિત કરવા તેની રકાતોના બારામાં પ્રવર્તતો ગુચવાડો પણ દલીલ છે.
પ્રચલિત માન્યતા વિસ (20) રકાતની છે પરંતુ ઘણા બધા આલીમોએ તેને નકારી કાઢે છે:
કહલાની, સુબુલ અલ સલામના લેખક આને રદ કરે છે અને કહે છે: વિસ (20) રકાતવાળી કોઈ હદીસ સહીહ નથી. જો આપણે સહીહ હદીસની વાત કરીએ તો તે 11 રકાતની છે અને 20 રકતવાળી નમાઝ બિદઅત છે.
(સુબુલ અલ સલામ, ભા.2, પા. 11)
શૌકાની નાએલ અલ અવતારમાં કહલાનીનું અનુસરણ કરતા તેમના મતે તેને બિદઅત બતાવે છે. તેના મતે રમઝાનની નાફેલાનો ફતવો યા તો બાજમાઅત પઢવાનો યા ફુરાદ પઢવાનો મળે છે. તેથી તેને તરાવીહ સુધી સીમીત કરવાનું કે ચોક્કસ રકાઅત પઢવાનું કે ચોક્કસ સુન્નત નમાઝ અદા કરવા સુધી સીમીત કરવાનું કોઈ કારણ અમને મળતું નથી.
(નાએલ અલ અવતાર, ભા. 3 પા. 53)
અલ્લામા મજલીસી લખે છે: ઈબાદતનું ઉત્તમ રૂપ હોવા છતાં તેને એક ખાસ સમય અને તરીકાથી તેને મર્યાદિત કરવી અને તેને મુસ્તહબ ગણવું તે બિદઅત અને ગુમરાહી છે. કારણકે સુન્નીઓ આને તાકીદભરી સુન્નત ગણાવે છે અને તેનું અદા કરવું મઝહબની નીશાનીઓમાંથી હોવાનું જાણે છે.
(બેહારૂલ અન્વાર, ભા. 29 પા. 51)
માહે રમઝાનની નાફેલાની રકાતની સંખ્યા બારામાં મતભેદ:
સુન્ની ઓલમાઓ દરમ્યાન આ નાફેલાની રકાત બારામાંવિરોધાભાસ છે તેનું કારણ એ છે કે આ બારામાં તેમની પાસે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)થી સીધી કોઈ કડી (હદીસ) jજોવા મળતી નથી. ઘણા સુન્ની ઓલમાઓ મુજબ 20 રકાત છે, અન્યોએ તેની રકાતની સંખ્યા વિવિધ રીતે નોંધી છે તેમાં 36 રકાત, 23 રકાત, 16 રકાત, 13 રકાત, 24 રકાત, 34 રકાત અને 14 રકાત જોવા મળે છે.
ઈબ્ને કુદામા 20 કહે છે, નવઈએ 20 નોંધી છે, અબુ હનીફા એ 20, શાફેઈ 20, માલેક 36, મોહમ્મદ બીન નસ્ર મરૂઝી એ 11, કસતાની એ 20, સરાખસી, હનફી, બગવી, મવરૂદી અને જુઝાએરીએ 20.
(અલ મુગની ભા.2, પા. 168, અલ મસબુત, ભા. 2, પા. 145, ઉમદા અલ કારી ભા. 11, પા. 127,
અલ ઈખ્તીયાર ભા. 11 પા. 127, અલ તેહઝીબ ફી ફિકહ અલ શાફેઈ ભા. 2 પા. 368, અલ હાદી અલ કબીર ભા. 2 પા. 368)
શીઆ ઓલમા મુજબ તે પહેલી 20 રાત્રીઓમાં 20 રકાત છે અને આખર દસ રાત્રીઓમાં 30 રકાત છે અને વધારાની 100 રકાત કદ્રની રાત્રીઓમાં (19, 21, 23) જેની કુલ સંખ્યા 1000 ની થાય છે.
નાફેલા નમાઝને બાજમાઅત અદા કરવાનો વસ્તુ વિચાર
શાફેઈ નાફેલા નમાઝને બાજમાઅત અદા કરવાને મકરૂહ જાણે છે. જ્યારે અન્યોએ નાફેલા નમાઝને ઘરમાં ફુરાદા પઢવાને સહીહ જાણ્યું છે. આમ તરાવીહ વિષે સુન્ની ઓલમા એકમત નથી. ભલે પછી મોટાભાગનું વલણ બાજમાઅત પઢવાનું હોય.
સુન્ની ફકીહોનો મત:
અબ્દુર રઝઝાક ઈબ્ને ઉમરથી: માહે રમઝાનની નાફેલા બાજમાઅત ન બજાવવી જોઈએ.
તેણે મુજાહીદથી રિવાયત કરી છે કે એક વ્યકિત ઈબ્ને ઉમર પાસે આવ્યો અને કહ્યું: હું માહે રમઝાનની નાફેલા બાજમાઅત અદા કરૂ છું. ઈબ્ને ઉમરે પુછયું: શું તું તીલાવતની સાથે પઢે છે? તેણે કહ્યું: હા, ઈબ્ને ઉમરે કહ્યું: તો તું ગધેડા સમાન ચુપ છે. અહીંથી ચાલ્યો જા અને તારા ઘરે ફુરાદા આ નમાઝ પઢ (બાજમાઅતના બદલે)
(અલ મસબુત ભા. 1 પા. 144)
આજ પુસ્તકના બીજા ભાગમાં તેણે નોંધ્યું છે કે તહાવીએ મોઅલ્લા, અબુ યુસુફ અને માલીકથી રિવાયત કરી છે કે આ લોકો એ મતના છે કે શકય હોય ત્યાં સુધી નાફેલા નમાઝ ઘરમાં અદા કરવી જોઈએ. શાફેઈ કહે છે: તરાવીહ ફુરાદા (એકાંતમાં) પઢવી જોઈએ જેથી તે રીયાકારી ન ગણાય.
તરાવીહ વિષે શીઆ ફકીહોનો ફતવો:
તમામ શીઆ ફકીહો નિર્વિવાદપણે નાફેલા મુસ્તહબ નમાઝોને બાજમાઅત અદા કરવું બિદઅત ગણે છે. સય્યદ મુર્તુઝા (ર.અ.) જાહેર કરે છે: જ્યાં સુધી બાજમાઅત તરાવીહનો પ્રશ્ન છે તે કોઈ શંકા વગર બિદઅત છે. આ અંગે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ પેશનગોઈ કરી હતી:
અય લોકો રમઝાન મહીનાની રાત્રીની નાફેલા નમાઝ જમાતની સાથે પડવી એક બિદઅત છે.
(મનલા યહઝરહુલ ફકીહ, ભા.2 પા. 137, માહે રમઝાનની નમાઝનું પ્રકરણ)
નમાઝે તરાવીહ સુન્નત કે બિદઅત
નમાઝે તરાવીહ સુન્નત કે બિદઅત:
શીઆ તેમજ સુન્ની બન્નેને ફિકહની કિતાબ તેમજ હદીસોની કિતાબમાં માહે મુબારકે રમઝાનમાં પઢવામાં આવતી ઘણી બધી મુસ્તહબ નમાઝોનું વર્ણન કરવામાં આવ્યું છે અને અમૂક નમાઝોની સંખ્યા તો હજાર કરતા પણ વધી જાય છે.
નમાઝે તરાવીહ પણ આ નમાઝોમાંથી એક છે કે જેને એહલે સુન્નત મુસ્તહબ નમાઝ ગણે છે અને માહે મુબારકે રમઝાનમાં દરેક રાત્રીના લગભગ 20 રકાત જમાઅતની સાથે પઢે છે.
આ બાબતમાં કોઈ શંકા નથી કે નમાઝ શ્રેષ્ઠ ઈબાદત છે અને આપણી પવિત્ર શરીઅતમાં મુસ્તહબ નમાઝના માટે કોઈ ખાસ હદ નક્કી કરવામાં નથી આવી... પરંતુ સવાલ એ થાય છે વાજીબ નમાઝો અથવા તે નમાઝો કે જેને જમાતથી અદા કરી શકવાની પવિત્ર શરીઅત આપણને ઈજાઝત આપી કે તેના સિવાય પણ શું મુસ્તહબી નમાઝો દાખલા તરીકે નાફેલાને શું જમાતની સાથે અદા કરી શકાય છે કે નહીં?
આ બાબતમાં શીઆ તેમજ સુન્ની બન્નેમાં વિરોધીભાસ જોવા મળે છે અને આજ વિરોધાભાસ નમાઝે તરાવીહમાં પણ જોવા મળે છે.
શબ્દ તરાવીહ:
તરાવીહ ‘તરવીહ’ નું બહુવચન છે જેનો ખરેખર અર્થ બેસવાનો થાય છે. પાછળથી આ શબ્દને રમઝાન મહીનાની ચાર રકાતના પછી રાહત અને આરામના સંદર્ભમાં બેસવાના માટે ઉપયોગમાં કરવા લાગ્યા અને આની પછી દરેક ચાર રકાતી મુસ્તહબ નમાઝને પણ તરાવીહ કહેવા લાગ્યા. તેમ છતાં તે મુસ્તહબ નમાઝો કે જેની રકાતની સંખ્યા વીસ છે તેને પણ ભેગી મેળવીને તરાવીહ કહે છે.[1]
કહલાની લખે છે કે આ નમાઝની તરાવીહનું કારણનો ખુલાસો કદાચ તે રિવાયત છે કે જે બહાઈકીએ આએશાથી વર્ણવી છે. આયેશા કહે છે: પયગમ્બરે અકરમ (સ.અ.વ.) દરેક ચાર રકાતના પછી આરામ ફરમાવતા હતા.
જો આ હદીસ સાચી પ્રમાણીત થાય તો નમાઝે તરાવહીમાં ઈમામનું બેસવું મૂળ ભરોસાપાત્ર પ્રસંગથી માનવામાં આવશે.[2]
પરંતુ રિવાયતમાં તેજ બાબત શંકાશીલ ઉદભવે છે જેના તરફ પોતે બહાયકી એ ઈશારો કર્યો છે કે હદીસનો રાવી ફકત મુગીરાહ બીન દિયાબ છે જે ભરોસાપાત્ર નથી.[3]
શીઆ તેમજ સુન્ની હદીસોમાં માહે રમઝાનની નમાઝો:
હદીસો, રિવાયતો અને સુન્નતોની કિતાબોમાં માહે રમઝાનની નાફેલાના બારામાં પયગમ્બરે અકરમ (સ.અ.વ.) અને અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.) ની ઘણી રિવાયતો આ નમાઝોની પરવાનગી, સંખ્યા અને રકાત અને તેને પઢવાના તરીકાના બારામાં બયાન થઈ છે અને સામુહીક રીતે તેમનાથી નમાઝોની પરવાનગીના ઉપર એકમત અને એકતાનો ફાયદો પ્રાપ્ત થાય છે.
વિરોધાભાસ એ બાબતમો છે કે શું આ મુસ્તહબ અને નાફેલા નમાઝોને જમાઅતની સાથે અદા કરી શકાય છે અથવા તેને ફુરાદા પઢવી જોઈએ? આ વિષયના ઉપર વિસ્તૃત ચર્ચા અને સંશોધન કરીશું અથવા બારીકાઈથી તપાસ કરીશું.
ટુંકાણને ધ્યાનમાં રાખતા એહલે સુન્નતની કિતાબોમાંથી એ બાબતોને નકલ કરીશું જેને બુખારીમાં નોંધવામાં આવ્યું છે અને સહીહ કિતાબોમાંથી એ રિવાયતોનું ઝીક્ર કરીશું જેને શેખે તુસી એ તેમની કિતાબ ‘તહઝીબ’ માં નકલ કરી છે પરંતુ મારા પોતાના હવાલા માટે બીજી મૂળ કિતાબોની તરફ ઈશારો કરીશ જેમાં વિષયના અનુસંધાનમાં હદીસો જોવા મળે છે.
એહલે સુન્નતની રિવાયતો:
1. યહ્યા બીન બુકૈર એ અકીલ અને ઈબ્ને શહાબથી રિવાયત કરી છે કે ઉમ્મે સલમાએ મને અબુ બુરીદાહના હવાલાથી ખબર આપી છે કે આ હઝરત (સ.અ.વ.) માહે રમઝાનના બારામાં ફરમાવ્યું કે: જે માણસ ઈમાન અને ઈખ્લાસના સાથે નમાઝના માટે ઉભો થશે ખુદાવંદે આલમ તેના થઈ ગયેલા (અગાઉ થયેલ ગયેલ) ગુનાહોને માફ કરી દેશે.[4]
2. બીજી રીતે પણ અબુ બુરીદાહથી વર્ણન છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું: જે ઈમાન અને ઈખ્લાસની સાથે રમઝાનમાં નમાઝ બજાવી લાવશે ખુદાવંદે આલમ તેના થઈ ગયેલા ગુનાહોને બક્ષી આપશે.
ઈબ્ને શહાબ કહે છે: પયગમ્બરે ઈસ્લામ (સ.અ.વ.)ની આંખો બંધ થઈ ગઈ અને અબુ બક્રના દૌરમાં અને ઉમરની ખિલાફતના શઆતના સમય સુધી કાર્યો આજ પ્રમાણે થતા રહ્યા.[5]
શૌકાની કહે છે: નૌઈથી રિવાયત છે કે રમઝાનમાં નમાઝોનો કયામ નમાઝે તરાવીહથી તો થાય છે પરંતુ નમાઝોનો કયામ ફકત તરાવીહમાં ઘેરાયેલું નથી અને કરમાનીના શબ્દોને સત્યતા અને સચ્ચાઈથી દૂર માન્યા છે કે જેમણે કહ્યું છે કે રમઝાનોમાં નમાઝોના કયામ ફકત તરાવીહથી થઈ શકે છે.[6]
3. બુખારીના પ્રમાણે આયેશાથી રિવાયત છે કે ‘બેશક રસુલુલ્લાહ (સ.અ.વ.) નમાઝ કયામ કરતા હતા અને તે રમઝાનમાં...[7]
યહ્યા બીન બુકૈર એ અકીલથી અને તેમણે ઈબ્ને સહાબથી અને તેમણે ઉરવાહથી રિવાયત કરી છે કે આયેશાએ મને બયાન કર્યું કે રસુલુલ્લાહ (સ.અ.વ.) અડધી રાત્રીના મસ્જીદે તશ્રીફ લઈ ગયા અને અમૂક લોકોએ તેમના સાથે નમાઝ અદા કરી. આ ખબર લોકોના દરમ્યાનમાં ફેલાઈ ગઈ. જેના કારણથી અને બધાએ આપ (સ.અ.વ.) ના સાથે નમાઝ અદા કરી. જ્યારે સવાર થઈ તો લોકોના દરમ્યાન રાત્રીના થયેલ નમાઝની ચર્ચા થવા લાગી અને એકબીજા સુધી આ ખબર પહોંચી ગઈ. ત્રીજી રાત્રી પણ લોકોએ આપ (સ.અ.વ.) ના સાથે નમાઝ અદા કરી. પરંતુ જ્યારે ચોથી રાત્રી આવી તો મજીસ્દમાં જમાઅતના માટે જગ્યા બાકી ન રહી ત્યાં સુધી કે નમાઝે સુબ્હની અદાએગીના માટે પણ લોકો મસ્જીદમાં જમા થઈ ગયા. આપ (સ.અ.વ.) નમાઝે સુબ્હના પછી શહાદતૈન પઢયા પછી ફરમાવ્યું કે મને જગ્યાની તંગીનો ડર નથી પરંતુ હું ડં છું કે તમારા ઉપર આ નમાઝ વાજીબ ન થઈ જાય અને તેને પઢવાથી તમે અસમર્થ (લાચાર) ન થઈ જાવ. પયગમ્બર (સ.અ.વ.) વફાત પામ્યા અને આ કાર્ય તેજ પ્રમાણે થતું રહ્યું.[8]
શૌકાની કહે છે કે નૌઈએ કહ્યું: આ રિવાયતથી તો આજ ફાયદો મળે છે કે નાફેલાને જમાઅતની સાથે અદા કરી શકાય છે પરંતુ મારો અભિપ્રાય એ છે કે નાફેલાને ફુરાદા પઢવી જોઈએ સિવાયકે અમૂક ખાસ નાફેલાના જેમકે ઈદની નમાઝ, નમાઝે ઈસ્તિસ્કા અને તરાવીહ મોટા ભાગ ફકીહોના નજરીયા પ્રમાણે.[9]
આ નજરીયો અમૂક કારણોથી બાતીલ થાય છે:
(અ) ઉપરોકત રિવાયતથી આ બાબત માટે દલીલ નથી કે આપ (સ.અ.વ.) મે જે નમાઝ અદા કરી હતી તે નમાઝે તરાવીહ હતી અને ન તો રિવાયતમાં એ બાબતની પૃષ્ટિ મળે છે કે તે નમાઝ રમઝાનમાં પઢવામાં આવી હતી. તેથી તરાવીહ પરવાનગી માટે કોઈપણ સ્થિતિમાં તે દલીલ નથી બની શકતી.
(બ) એહલે સુન્નતના ફકીહો આ રિવાયતથી નાફેલાની જમાઅતથી પરવાનગીમાં આશંકા કરે છે એટલે ખાસ પ્રસંગો જેમકે ઈદ અને ઈસ્તિસ્કાના સિવાય ફુરાદા પઢવાને અગ્રિમતા આપી છે. જેમકે નજદીકમાંજ શૌકાનીના લખાણને રજુ કરીશું.
(ક) રિવાયતની સનદ ચર્ચા માંગી લે છે કારણકે યહ્યા બીન બુકૈર જેને યહ્યા બીન અબ્દુલ્લાહ બિન બુકૈરના નામથી જાણીતા છે. અમૂક આલીમોએ તેને ઝઈફ કહેલ છે. જેમકે નિસાઈ કહે છે કે તે ઝઈફ છે અને બીજી જગ્યાએ લખે છે કે તે ભરોસાપાત્ર નથી.[10]
(ડ) ઈસ્માઈલ કહે છે કે આયેશાને પૂછવામાં આવ્યું કે આપ (સ.અ.વ.) ની નમાઝ માહે રમઝાનમાં કેવી રીતે થતી હતી? જવાબ આપવામાં આવ્યો: ફકત માહે રમઝાનમાં અગીયાર રકાતોનો વધારો કરતા હતા. ચાર રકાત જે ઉત્ત્ામ અને ખુબી અને લંબાણથી પઢતા હતા કે તેના બારામાં કાંઈ સવાલ ન કરો. ત્યાર પછીની ચાર રકાત જે શ્રેષ્ઠતા અને ખૂબી અને લંબાણથી પઢતા કે તેના વિશે પણ વાત ન પૂછો અને ત્યાર પછી પણ ત્રણ રકાત પઢતા હતા. તેઓ કહે છે કે મે પૂછયું કે યા રસુલુલ્લાહ (સ.અ.વ.) શું નમાઝે વિત્રના પહેલા સુવો છો? તેમણે ફરમાવ્યું: એ આયેશા મારી આંખો તો સુવે છે પરંતુ દિલ જાગૃત રહે છે.[11]
خشيت أن تفرض (હું ડં છું કે કયાંક વાજીબ ન થઈ જાય)ની તફસીર.
(1) એહલે સુન્નતીની હદીસો:
અગાઉની રિવાયતોમાં એક ધ્યાનકેન્દ્રીત કરનારી બાબત તે હતી કે (હું ડં છું કે કયાંક વાજીબ ન થઈ જાય) કેવી રીતે શકય છે કે કોઈ મુસ્તહબ અમલની પાબન્દી વાજીબનું કારણ બની જાય? અને અલ્લામા મજલીસી રહમતુલ્લાહ અલયના કેહણ પ્રમાણે કોઈ નેક અમલની પાબંદી અને મુસ્તહબ કાર્યો માટે ભેગા થવું તેના વાજીબ થવાનું કોઈ કારણ નથી બની શકતું. એટલા માટે કે ખુદાવંદે આલમ કાર્યોના મસ્લાહો અને ઉપદ્રવોથી અજાણ નથી કે તેને તો ખભર ન હોય અને લોકોનો સમુહ તો તેને સમજી લે! અગર પયગમ્બરે અકરમ (સ.અ.વ.) લોકોના રાત્રીના અમલમાં નમાઝે નાફેલાના વાજીબ થવાનો ડર હતો તો પછી શા માટે હુકમ આપ્યો કે લોકોએ પોત પોતાના ઘરે પઢવી જોઈએ? છેવટે શા માટે તેને વાજીબ થઈ જવાના ખૌફથી મના ના કરી? અગાઉની ત્ત્વિાયતમાં ઉપરોકત કારણથી યોગ્ય વાકય આ થઈ શકતું હતું કે ‘હું ડં છું કે નાફેલા નમાઝની જમાઅત તમારા ઉપર વાજીબ થઈ જાય, ના કે રાત્રીની નાફેલા વાજીબ થઈ જાય. જેમકે એહલે સુન્નતની અમૂક રિવાયતોમાં આવ્યું છે જ્યારે કે તે લોકો આ અકીદો રાખે છે કે અમૂક નાફેલા જેમકે નમાઝે ઈદ, ગ્રહણ અને ઈસ્તિસ્કા, નમાઝે મય્યતની જમાઅત મુસ્તહબ છે. એટલે જમાઅતથી રોકવામાં નથી આવ્યા. આને પણ શામીલ ન કરવું જોઈએ. દા.ત. નમાઝે શબને વાજીબમાં ગણત્રી ન કરવી જોઈએ કારણકે આ દીનમાં બિદઅતની ગણત્રીમાં આવશે. એટલે આ બાબતથી સ્પષ્ટ થાય છે કે ઉપરોકત રિવાયત એ બાબતના માટે સ્પષ્ટ દલીલ રજુ કરે છે કે એહલે સુન્નતનો આ અમલ (નાફેલાને જમાઅતથી પઢવી) નાપસંદ કરવા લાયક અમલ છે બલ્કે સજાને પાત્ર અમલ પણ થઈ શકે છે અને જ્યારે આવું છે અને વહીનો સિલસિલો પણ બંધ થઈ ગયો છે તો અગર કોઈ પોતાની તરફથી વાજીબ કરી લે તો આવું અપનાવી લેવું પણ જાએઝ નથી.[12]
શીઆ હદીસો:
1. શૈખ તુસી (અ.ર.) એ પોતાની રિવાયતની સાંકળ સાથે મસઅદા બીન સદકાથી ઈમામે સાદિક (અ.સ.)ની રિવાયતને આ પ્રમાણે લખેલ છે આપ (સ.અ.વ.)ની રવીશ માહે મુબારકે રમઝાનમાં આ હતી કે મહીનાની શઆતથી 20 તારીખ સુધી નાફેલા નમાઝમાં વધારો કરતા કરતા 20 રકાત વધારાની બજાવી લાવતા. જેમાં આઠ રકાત મગરીબની નમાઝ પઢી અને બાર રકાત ઈશાની નમાઝ પશ્ર્વી પઢતા હતા. તેના સિવાય દોઆ અને તહજ્જુદનો બંદોબસ્ત પણ સારી રીતે કરતા અને ર1 મી અને 23 મીની રાત્રીમાં 100-100 રકાત પઢતા હતા અને રાત્રી જાગરણમાં નિકાતા હતા.[13]
2. એવીજ રીતે શૈખે તુસી (અ.ર.) એ ઈમામ સાદિક (અ.સ.) ની રિવાયતને આ રીતે બયાન કરેલ છે:
يُصَلِ’ى�’فِى�’شَه�’رِرَ�…َضَانَزِيَادَةَاَل�’فِرَك�’عَةٍ
માહે રમઝાનમાં એક હજાર રકાત કરતા વધારે નમાઝ પઢવામાં આવે છે.[14]
મુફઝઝલ કહે છે કે: આટલી નમાઝો પઢવા માટે કોણ કુદરત અને તાકત રાખે છે.
ઈમામ ફરમાવે છે: એવું નથી કે જેવું તમે વિચારી રહ્યા છો. શું માહે રમઝાનમાં એક હજાર કરતા વધારે નમાઝે નથી પઢી શકાતી? શું આ રીત શકય નથી કે દરેક રાત્રીના 20 રકાત, શબે 19 મીમાં 100 રકાત, શબે 21 મીમાં 100 રકાત અને શબે 23 મીમાં 100 રકાત અને આખરી આઠ રાત્રીઓમાં 30 રકાત જે 920 થાય છે.[15]
આના સિવાય પણ બીજી રિવાયતોમાં જે અઈમ્માએ મઅસુમીન (અ.સ.)થી બયાન થઈ છે જેમાં આ વાતને બયાન કરવામાં આવી છે કે માહે મુબારકે રમઝાનમાં 20 મી તારીખ સુધી દરેક રાત્રીના 20 રકાત નમાઝ પઢવામાં આવે છે અને આખરી દસ રાત્રીઓમાં 30 રકાત નમાઝ પઢવામાં આવે છે.
માહે રમઝાનની નાફેલાના બારામાં ફકીહોનો અભિપ્રાય:-
અગર કોઈ અમારા ફકીહોની કિતાબોનો અભ્યાસ કરે તો તેને જાણવા મળશે કે માહે રમઝાનની નાફેલા નમાઝો શિર્ષક હેઠળ આખે આખું પ્રકરણ જોવા મળે છે જેમાં નમાઝની મશહવીયત એટલેકે પરવાનગી અને દલીલોની રજુઆત મળે છે. તે એ સત્ય સુધી પહોંચી જશે કે નમાઝોના પરવાનગી બાબતે જેવી રીતે એહલે સુન્નત એકમત છે. આજ પ્રમાણે માહે રમઝાનની નાફેલાના બારામાં પરવાનગીના બાબતે શીઆ ફકીહો પણ એકમત છે અને તેને ઈન્કાર ન કરી શકાય તેવી બાબતોમાંથી સ્વિકાર કરેલ છે. હવે જો કોઈ આને વાંચીને શીઆઓની તરફ નિસ્બત આપે છે તો ખરેખબર તે શીઆઓના અકીદાઓ અને ઉસુલથી એકદમ કમનસીબ છે અને તેમની કિતાબોથી અને તેમની દલીલોથી અને વિચારોથી જાણકારી નથી રાખતો.[16]
આ સ્થાન ઉપર અલ્લામા આમેલીનું વાકય નકલ કરવું અસ્થાને નહી ગણાય. અલ્લામા આમેલી ફરમાવે છે: અમારા ઈમામીયાના ફકીહોના પાસે માહે રમઝાનની નાફેલા મશ્હુર છે. જેમકે કિતાબ ‘મુખતલીફ’, ‘મુક્કસર’, ‘ગયાતૂલ મરામ’, ‘મજમુઅઉલ અલ બુરહાન’, ‘કિફાયત’, ‘મફાતીહ’ વેગેરમાં વર્ણન થયેલ છે. ત્યાં સુધી કે આ મસઅલામાં એકમત પણ કહી શકાય છે. જેમકે ફવાઉદ સરીઈ, મજમઉલ બુરહાન અને રિયાઝમાં આવ્યું છે અને કોઈપણ આ બાબતનો ઈન્કાર નથી કરતો. જનાબે શેખ સદુક (અ.ર.) એ પણ તે પરવાનગીને સ્વિકારી છે અને તેને સમર્થન આપ્યું છે. તેથી આ મસઅલામાં બધાજ ફકીહોનું એકમત નજરીયો છે. જેમકે ‘મસાબીહુલ જલામ’ માં આવ્યું છે અને મોટા ભાગના ફકીહોનો આ અકીદો છે. આજ પ્રમાણે ભરોસાપાત્ર રીતે બયાન થયું છે અને રિવાયતોમાં પણ પ્રખ્યાત છે જેમકે શુરાઈએ, નાફેઅ, જીક્ર અને રૌઝામાં છે. અલગ અલગમાં આવ્યું છે અને આના બારામાં ઘણી બધી રિવાયતો જોવા મળે છે. કિતાબ ‘અલ બયાન’ માં પણ જોવા મળે છે કે માહે રમઝાનમાં નાફેલાની પરવાનગી સાબિત છે. હવે અગર કોઈ તેનો ઈન્કાર કરે છે તો તે મુતાવાતીરથી નજદીક થવાવાળી રિવાયતો અને ફકીહો અને અસ્હાબોના અમલનો વિરોધ કરે છે. કિતાબ જીક્રમાં આવ્યું છે કે આ નમાઝોની પરવાનગીમાં મશવીઅય પર દલીલ કરે છે તેથી વિરોધના નાદાર કહેણનું કોઈ ધ્યાન ન દેવું જોઈએ.
ભરોસાપાત્રથી આવ્યું છે મુસલમાનનો સામાન્ય રીતે નાફેલાના ઔધચારીકતાની અસરને ઈલ્મવાળાઓ માન્ય રાખેલ છે બલ્કે અમૂક લોકોને છોડીને આ હુકમ પર લોકો એકમત પણ છે.
લોકો એકમતમાં છે હઝાર રકાત મુસ્તહબ છે. આમાં કોઈપણ પ્રકારનો વિરોધ નથી અને અબુ જઅફર ઈબ્ને બાબવીયા કોઈપણ આ કેહણનો વિરોધી નથી પરંતુ જુના ઝમાનાના અને અનુગામી (પાછળથી આવનાર)ના આલીમોના દરમ્યાન જોવામાં આવતા ઈજમામાં (સર્વસંમેલન)માં કોઈપણ અસર જોવા નથી મળતી.[17]
નાચીજ / હકીર કહે છે કે કિતાબ અલ ફકીહમાં શૈખ સદુક (અ.ર.) નો કૌલ માહે રમઝાનની નાફેલાની ઔપચારિકતાની મનાઈ ઉપર દલીલ નથી કરતું બલ્કે સ્પષ્ટ વાકયોથી આ ફાયદો થાય છે કે તે ઔપચારિકતાની તાકીદથી ઈન્કાર કરે છે કારણકે તે સ્પષ્ટતા કરે છે કે: આમાં કોઈ નુકસાન નથી કે જે ચીજો રિવાયત અને અખબારમાં હોય તેના ઉપર અમલ કરવામાં આવે.[18]
આના સિવાય આમાલીએ શૈખ સદુક (અ.ર.) માં આવ્યું છે કે અગર કોઈ માહે રમઝાનની દરેક રાત્રીમાં નાફેલા નમાઝોમાં વધારો કરવા નથી ચાહતો તો દરેક રાત્રીમાં વીસ રકાત નમાઝ પઢે જેમાંથી આઠ રકાત મગરીબ અને ઈશાની વચ્ચે અને બાર રકાત ઈશાની પછી. આજ રીતે રમઝાનની વીસ તારીખ સુધી પઢતો રહે. તેમાં પછી બાકી છેલ્લી દસ રાત્રીઓમાં ત્રીસ રકાત દરેક રાત્રીમાં બજાવી લાગે.[19]
રમઝાન મહીનાની નાફેલા નમાઝની રકાતોની સંખ્યા એહલે સુન્નતના લોકો દરમ્યાન આ નાફેલાની રકાતની સંખ્યાના બારામાં ખૂબજ વધારે પ્રમાણમાં વિરોધાભાસ જોવા મળે છે અને તેનું કારણ એ છે કે આપ (સ.અ.વ.)ની તરફથી આ બારામાં કોઈ શરીયતી હુકમ નથી મળતો. લોકોના દરમ્યાન 20 રકાત પ્રખ્યાત છે. અમૂક લોકોએ 36 રકાત બતાવી છે અને અમૂકે 23 રકાત જણાવી છે અને અમૂક 16 રકાત માનવાવાળા છે, જ્યારે અમૂક બીજા લોકો 13 રકાતને સ્વિકૃતિ આપી છે, જ્યારે અમૂકે 24 રકાત, અમૂકે 34 રકાત અને અમૂકે 41 રકાતને પણ ગણત્રીમાં લીધી છે. પરંતુ આપણે શીઆ આલીમોમાં વિરોધાભાસી રિવાયતોને સામે રાખીને માહે રમઝાનની 20 તારીખ સુધી 20 રકાત નમાઝ છે. આના પછી બાકીની દસ રાત્રીમાં 30 રકાત છે. પરંતુ શબ્હે કદ્રમાં (જે શબે 19, શબે 21 અને શબે 23 છે) માં 100-100 રકાત સિવાય પણ જે ભેગી મળીને 1000 રકાત થઈ જાય છે.
એહલે સુન્નતના આલીમોના વાતનો ખૂલાસો:
ઈબ્ને કુદામા કહે છે કે: આ બાબતમાં અબુ અબ્દુલ્લાહ (ર.અ.) નો દ્રષ્ટિકોણ 20 રકાતનો છે અને આજ કહેણને નુવી અને અબુ હનીફા અને શાફઈએ કબુલ રાખ્યો છે. પરંતુ માલીકે 34 રકાત બતાવી છે અને તેમણે ખયાલ કર્યો છે કે જુના ઝમાનાથી આમજ ચાલતું આવી રહ્યું છે. તેમણે એહલે મદીનાના અમલને રજુ કરેલ છે.[20]
લેખક કહે છે:
1. એહલે સુન્નતી વીસ રકાતની દલીલ ફકત ઓબે ઈબ્ને કાબના અમલના આધારે છે કારણકે ઉમર બીન ખત્ત્ાાબે લોકોને તેમની સાથે નમાઝ પઢવાની માટે તાકીદ કર્યો હતા અને ચી દેખાડી હતી અને આજ વાતથી ખબર પઢે છે કે આપ (સ.અ.વ.) થી રકાતની સંખ્યાના બારામાં તેમની પાસે કોઈ શરીઅતથી રિવાયત જોવા નથી મળતી. પરંતુ અમૂક રિવાયતોના જાહેરી અર્થથી ખબર પઢે છે કે રમઝાન અને રમઝાન સિવાયની નાફેલામાં કોઈ ફર્ક નથી એટલેકે રમઝાનના મહીનાની નાફેલાના વધારાની બાબત જોવા નથી મળતી એટલેકે અગીયાર રકાત નાફેલાએ નમાઝે શબ અને બસ ફકત આજ. તે લોકોએ વીસ રકાતને સાબીત કરવા માટે આ રિવાયતને દલીલ બનાવી છે. જેમકે હ. અલી (અ.સ.)ની તરફ સંબંધીત કહી છે (નિસ્બત આપી છે) કે તેમણે માહે રમઝાનમાં વીસ રકાતને સ્થાપિત (કાએમ) કરવા માટે એક માણસની નિમણુંક કરી હતી.[21]
2. મોહમ્મદ બીન નસ્ર મઝીએ ઈબ્ને કદામાથી આ દાવાને રદીયો આપ્યો છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે વીસ રકાતના ઉપર સહાબીઓનો ઈજમા (એકમત) છે. તેઓ કહે છે કે: પયગમ્બરે અકરમ (સ.અ.વ.)થી તવાતૂરની હદ સુધી પહોંચતી રિવાયત છે કે માહે રમઝાનમાં અગિયાર રકાતમાં કોઈ નાફેલાનો વધારો થયો નથી તો પછી સહાબીઓ કોણ છે અને કેવી રીતે રસુલે ખુદા (સ.અ.વ.)ના સિરતના વિરોધમાં એકમત (ઈજમા) કરી લીધો? એટલે સાં તો એ છે કે આપણા અમલનો માપદંડ (મેયાર) રસુલુલ્લાહ (સ.અ.વ.) નો કૌલ અને ફેઅલ (કહેણ અને કાર્યો) હોવું જોઈએ.[22]
3. કસ્તલાનીએ કહ્યું છે કે: જે પ્રખ્યાત છે અને મોટા ભાગના લોકો જેના ઉપર અમલ કરે છે તે વીસ રકાત છે જે દસ સલામ અને પાંચ તરાવીહ (ઈસ્તરાહત) ની સાથે થાય છે. આના આધારે દરેક તરાવીહ ચાર રકાત બે સલામની સાથે થાય છે સિવાય વિત્રની કે જે ત્રણ રકાત હોય છે. અને આયેશાના કહેવા પ્રમાણે જે કહેવામાં આવ્યું છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ રમઝાન અને બીજા મહીનામાં અગિયાર રકાતમાં કાંઈપણ વધારો કર્યો નથી. અસ્હાબોએ આ વિત્ર પર કર્યો છે.
4. સરખસી કહે છે કે: મારી દ્રષ્ટિએ વિત્રના સિવાય 20 રકાત છે અને માલિક કહે છે કે 36 રકાત સુન્નત છે.[23]
5. અલઅયનીએ પણ આ મસઅલાના ઉપર ખૂબજ ઈખ્તેલાફની તરફ ઈશારો કર્યો છે. (ટુંકાણને ધ્યાનમાં રાખીને તેને અહિંયા રજુ નથી કરતા).[24]
6. મૌસુલી હનફી કહે છે: માહે રમઝાનની દરેક રાત્રીમાં જરી છે કે નમાઝે ઈશાની પછી ઈમામે જમાઅત પાંચ તરાવીહ લોકોના માટે અદા કરે, દરેક તરાવીહ ચાર રકાત બે સલામની સાથે અને દરેક તરાવીહના પછી આરામ અને રાહતના માટે થોડીવાર બેસે અને પાંચમી તરાવીહના પછી નમાઝે વિત્ર પઢે. ઓબે બીન કાઅબે આમજ કર્યું છે અને મક્કા અને મદીનાના લોકોનો તરીકો પણ આમજ રહ્યો છે.[25]
7. બગવી કહે છે બધી સુન્નતોમાંથી માહે રમઝાનમાં દસ સલામના સાથે વીસ રકાત નમાઝે તરાવીહની પણ ગણત્રી લેવાય છે.[26]
8. માવરદીએ પણ 20 રકાતને પાંચ તરાવીહના સાથે ગણત્રીમાં લીધી છે.[27]
9. અલ જઝાઈરીએ પણ નમાઝે વિત્રની સિવાય 20 રકાત ને ચૂંટી કાઢેલ છે (ગણત્રી કરી છે).[28]
અત્યાર સુધીની તમામ વાતોનો તારણ એ છે કે એહલે સુન્નતની નજદીક (પાસે) 20 રકાતના ઉપર એકમત છે જેમકે ઈબ્ને કુદામાં અને બીજા લોકોએ આનો દાવો પણ કર્યો છે અને મોટાભાગના એટલેકે નો મત પણ આજ છે જેમકે અસકલાની આના દાવેદાર છે અને તેમના સિવાય અબુ અબ્દુલ્લાહ, નોઅવી, અબુ હનીફા, શાફઈ અને હમ્બલી બધાજ આ મત ઉપર એકમત છે જેમકે તિરમીઝી એ ઘણા બધા એહલે ઈલ્મીથી લખ્યું છે અને આજ બાબતને હ. અલી અને ઉમરથી બયાન કરવામાં આવ્યું છે ત્યાં સુધી કે બીજા સહાબીઓ અને તાબેઈનથી પણ આજ મતલબોને નક કર્યો છે જેમકે આયશા અને ઈબ્ને અબી મલૈકા, હારીસે હમદાની અને એહલે કુફા વગેરે.
ઈમામીયા ફકીહોનો અભિપ્રાય:
‘સાચો’ ફિરકો ઈમામીયાના નજદીક માહે રમઝાનમાં એક હજાર રકાત નમાઝ પ્રખ્યાત છે જે માહે રમઝાનની શઆતથી લઈને વીસમી તારીખ સુધી રાત્રીના વીસ રકાત અને આખરી દસ રાત્રીઓમાં ત્રીસ રકાત પઢવામાં આવે છે. તેને વિસ્તારની સાથે જે ફિકહની કિતાબોમાં લખવામાં આવેલ છે. આ સ્થળે ઈમામીયા મઝહબના અમૂક જેમકે સૈયદ મુર્તુઝા, શૈખે તૂસી, હલબી, હિલ્લી, નરાકી, આમલી અને તબાતબાઈના શબ્દોને પ્રસ્તૃત કર્યે છીએ અને તેના ઉપર પૂર્ણ કર્યે છીએ.
1. સૈયદ મુર્તુઝા કહે છે માહે રમઝાનમાં મઝહબે ઈમામીયાના પ્રમાણે નાફેલાની રીત આ પ્રમાણે છે કે દરેક રાત્રીના વીસ રકાત પઢે. જેમાંથી આઠ રકાત નમાઝે મગરીબના પછી અને બાર રકાત નમાઝે ઈશાના પછી અને 19 મી શબમાં 100 રકાત અને શબે 20 ના તેજ 20 રકાત અને શબે 21 મીના 100 રકાત અને શબે 22 મીના ત્રીસ રકાત તેમાંથી આઠ રકાત મગરીબના પછી અને બાકીની (એટલેકે 22 રકાત) નમાઝે ઈશાના પછી પઢે.[29]
2. શૈખે તૂસી ફરમાવે છે: બીજા મહીનાઓની નાફેલાના સિવાય માહે રમઝાનુલ મુબારકમાં એક હજાર રકાતના વધારો કરીને અદા કરવી જોઈએ. પહેલાની 20 રાત્રીઓમાં 20 રકાત, આઠ રકાત મગરીબ અને ઈશાની દરમ્યાનમાં અને બાર રકાત નમાઝે ઈશાની પછી અને આખરી દસ રાત્રીઓમાં દરેક રાત્રીના 30 રકાત બજાવી લાવે અને શબે કદ્રની ત્રણેય રાત્રીઓમાં સો-સો રકાત બજાવી લાવે.[30]
3. અબુ સાલેહ હલબીએ પણ આજ રીતને બતાવી છે.[31]
4. અબુલ હસને હલબીએ ફરમાવ્યું છે: દરરોજની નાફેલાની સિવાય માહે રમઝાનમાં એક હજાર રકાત નમાઝ પઢે અને તે આ પ્રમાણેકે પહેલી રાત્રીથી લઈને 15 મી રાત્રી સુધી 20 રકાત પઢે અને ત્યાર પછી 20 રકાતનો વધારો કરી નાખે.[32]
5. અલ્લામા હિલ્લીએ પણ રમઝાન મહીનામાં એક હજાર રકાત નમાઝે નાફેલા પઢવાનો હુકમ કર્યો છે કે દરેક રાત્રીના વીસ રકાત વીસ રાત્રીઓ સુધી અને ત્યાર પછી ત્રીસ રકાતનો વધારો કરે.[33]
6. ફાઝીલ નરાકી એ એક હજારને ઈજમાઈ સ્વિકારેલ છે પરંતુ તેની રીતને બે પ્રકારે બતાવેલ છે.
(અ) દરેક રાત્રીના વીસ રકાત, આઠ રકાત મગરીબના પછી અને બાર રકાત ઈશાના પછી અથવા તેનાથી વિધ્ધ (બાર રકાત મગરીબના પછી અને આઠ રકાત ઈશાના પછી) અને છેલ્લી દસ રાત્રીઓમાં દસ રકાત વધારીને બજાવી લાવે અને દરેક શબે કદ્રમાં સો રકાતનો વધારો કરે.
(બ) પહેલાના જેમજ રીત પરંતુ દરેક શબે કદ્રમાં ફકત સો સો રકાતને બજાવી લાવે.[34]
(7) સૈયદ આમાલી ફરમાવે છે કે: દરેક રાત્રીમાં વીસ રકાત પઢે અને ઈજમાઈ છે. જેવી રીતે કિતાબ ઈન્કેસાર, ખિલાફ, કશફુલ શામ અને મુન્તહીમાં વર્ણવવામાં આવ્યું છે.[35]
(8) સૈયદ તબાતબાઈ ફરમાવે છે: રિવાયતો ઈખ્તેલાફને ધ્યાનમાં રાખીને બીજી નાફેલામાં એક હજાર રકાતના વધારાને મુસ્તહબ થવામાં ફકીહોનો એકમત થયેલ છે. તેમણે શૈખે સદુક (અ.ર.)ના નિવેદનની તરફ ઈશારો કરતા ફરમાવ્યું: માહે રમઝાનમાં બીજા મહિનાઓની નાફેલાઓથી હટીને નાફેલા નમાઝોમાં વધારો નથી. આ કહેણને શાઝ બતાવ્યું છે.[36]
અને આપે રમઝાનની નાફેલાની રીત આગળની રીત પ્રમાણેજ બતાવી છે.[37]
આના પહેલા આ વાત આવી ચૂકી છે કે શેખે સદુક (અ.ર.)ની વાત નાફેલા નમાઝો અસ્તિત્વમાં ન હોવા બાબતમાં વિચાર વિમર્શ એટલેકે અદમ જવાઝના ઉપર દલીલ નથી બનતું બલ્કે ઈસ્તેઝાબની તાકીદના માટે મના કરે છે. અને તફસીરના સાથે વર્ણન કર્યું છે કે ચીજ રિવાયતોમાં આવેલ છે અને તેના ઉપર અમલ કરવો સાબીત થયેલ છે.[38]
તરાવીહના બારામાં અલગ અલગ કૌલ:
એહલે સુન્નતના મશ્હુર આલીમો જે વીસ રકાત તરાવીહની સુન્નતને સ્વિકારે છે તેમના સામે અમૂક લોકોએ તેનો વિરોધી સૂર પૂરાવ્યો છે એટલેકે તેમણે ઈન્કાર કર્યો છે.
(1) કલહાની ‘ ઈસ્લામ’ના લેખકે આનો ઈન્કાર કર્યો છે અને ફરમાવ્યું છે: વીસ રકાતના બારામાં કોઈ સાચી રિવાયત આવેલ નથી. અગર સાચી રિવાયતની વાત કરવામાં આવે તો તે ફકત અગ્યાર રકાત છે અને અમલ કરવામાં આવે છે (એટલેકે વીસ રકાત) તે બિદઅત છે. શૌકાની એ પણ નીચેને વિવરણમાં કલહાનીનું અનુકરણ કરતા બિદઅતમાં ગણત્રી કરેલ છે. તેમ છતાં કલહાનીએ નાફેલાને જમાઅતની સાથે પઢવા માટે ઈન્કાર નથી કરેલ અને તેના માટે તેમણે પોતે ઉમરના કાર્ય પુરાવા આપેલ છે કે જ્યારે તેમણે લોકોને અલગ અલગ નમાઝ પઢતા જોયા તો તેણે જમાઅતથી પઢવાનો હુકમ કર્યો, પછી આ રિવાયતના તરફ ઈશારો કર્યો છે જેમકે એહલે સુન્નત આપ (સ.અ.વ.)થી ફરમાવે છે: તમે લોકો મારી સુન્નત અને મારા પછી મારી ખલીફાએ રાશેદીનની સુન્નતના ઉપર અમલ કરો. તેના પછી કહે છે ખલીફાઓની સુન્નતથી મુરાદ ઈસ્લામના દુશ્મનોના વિરોધમાં આપ (સ.અ.વ.)ની પધ્ધતિ અને કર્યો અને તરીકો કે જેના કારણે દીનના તૌરતરીકાને મજબુતાઈ મળે અને જેવા કાર્યોને અંજામ આપ્યાં કરતો હતો. અને આ હદીસ દરેક ખલીફાએ રાશેદીનને આવરી લે છે. ફકત શેખૈન (અબુબક્ર અને ઉમર)થી સંબંધીત નથી. એટલા માટે કે આ શરીયતનો કાયદો છે કે કોઈપણ ખલીફાએ રાશેદીન પયગમ્બર (સ.અ.વ.)ની સિરતના વિરોધમાં પોતાની રવીશ અપનાવી નથી શકતો. ત્યાં સુધી પોતે ઉમર કે જેણે નાફેલા નમાઝને જમાઅતથી રમઝાનમાં અદા કરવા સૌથી પહેલા હુકમ દેવાવાળો તેને બિદઅત કહેલ છે; સુન્નત નથી કહ્યું. આના સિવાય અલગ અલગ મવારીદમાં સહાબીઓ શેખૈનથી આ હુકમના બારામાં વિરોધ દશર્વ્યિો છે. જે આ સત્યને સ્પષ્ટ કરે છે કે તે લોકો આ રિવાયતને તરાવીહના સુન્નત હોવા પર દલીલ નથી ગણતા.[39]
(2) શવકાનીની દ્રષ્ટિ આ છે કે આ પ્રકારની રિવાયતોથી માહે રમઝાનમાં જમાઅતની સાથે અથવા ફુરાદા નાફેલાના માટે હુકમની પરવાનગીથી ફાયદો પ્રાપ્ત થાય છે તેથી તેમણે તરાવીહ નક્કી કરેલ સંખ્યામાં અથવા ખાસ સુન્નતની કિરઅત પર ખાસ કરી દેવા પર કોઈ દલીલ પેશ નથી કરી.[40]
(3) અલ્લામા મજલીસી (અ.ર.) ફરમાવે છે કે એહલે સુન્નતની રિવાયતોથી ખભર પઢે છે કે આ હઝરત (સ.અ.વ.) તરાવીહના વિષયથી વીસ રકાત અદા ન્હોતા ફરમાવતા, પરંતુ 13 (તેર) રકાત પઢતા હતા અને તેમની રિવાયત કોઈપણ રીતે વીસ રકાતની ઔપચારીકતા પર દલીલ નથી કરતી ભલેને પછી તેને જમાઅતની સાથે અદા કરવા પર દલીલો પેશ કરે. તે છતાં કે બેહતરીન ઈબાદત છે. તે ઓછી હોય કે વધારે પરંતુ તેના માટે ખાસ તરીકાથી ખાસ સમયમાં અને ખાસ રીતે મુસ્તહબ ગણવું ખરેખર બિદઅત અને ગુમરાહી છે એટલા માટે કે એહલે સુન્નત જે રિવાયતને સુન્નત ગણે છે તે ભારપૂર્વક અદા કરવાના પમાં છે અને તેઓ દિનનો ટેવના તરાવીહને અદા કરે છે.[41]
નમાઝ તરાવીહની જમાઅત અને બીજા ખલીફાની બિદઅત:
અમૂક રિવાયતોથી ખબર પઢે છે કે માહે રમઝાનમાં નાફેલા નમાઝને જમાઅતથી અદા કરવા જેણે સૌથી પહેલા સુન્નત કરવામાં આવી છે તે ઉમર બીન ખત્ત્ાાબ દ્વારા કરવામાં આવી છે જ્યારે કે આને પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ના ઝમાનામાં અથવા ખિલાફતે અબુબક્રમાં કોઈ અસ્તિત્વ ન્હોતું. પરંતુ ઉમરે પોતાના શોખ અને સંમતિના આધારે આ બારામાં અભિપ્રાય આપ્યો અને લોકોને આના માટે ચિ અપાવી અને પોતે પણ સ્વિકારવું કે આ બિદઅત છે પણ મારી બિદઅત છે. મજાની બાબત તો એ છે કે પોતે તે જમાઅતના પાબંદ ન હતા પરંતુ ઘરમાંજ ફુરાદા પઢતા હતા. આ બાબતનો ઘટસ્ફોટ ખુદ એહલે સુન્નતના મહાન ઓલમાઓએ કર્યો છે જેમકે કસતલાની, ઈબ્ને કુદામા, કલશિન્દી, વગેરે તેમની વાતો આપણે નઝદીકમાંજ જોઈશું.
બુખારીની રિવાયત:
ઈબ્ને કાહાબે ઉરવા બિન જુબૈરથી તેમણે અબ્દુરેહમાન બીન અબ્દુલ કારીથી વર્ણન કર્યું છે કે માહે રમઝાનોની રાત્રીઓમાંથી એક રાત્રી અમે ઉમર બીન ખત્તાબની સાથે મસ્જીદ ગયા. લોકો અલગ અલગ પોત પોતાની નમાઝમાં મસફ હતા અને અમૂક લોકો પોતાના કબીલાવાળાઓ સાથે નમાઝમાં મશ્ગુલ હતા. ઉમર બિન ખત્તાબે આ જોયું તો કહ્યું: અગર આ લોકોને એક ઈમામે જમાઅતના સાથે ભેગા કરી દવ તો બહેતર રહેશે. અને પછી તેણે ઓબે બિન કઅબને તેમની ઈમામત કરવા માટે નિમણુંક કર્યો. બીજા દિવસે ફરી અમે બન્ને મસ્જીદમાં ગયા જોયું તો લોકો જમાઅતની સાથે નમાઝ પઢી રહ્યા છે. તો આ જોઈને ઉમરે કહ્યું: નેઅમલ બદીઆ હાઝેહી. આ કેટી સારી ભિદઅત છે. તેમ છતાં અગર આ લોકો નિંદમાંથી બેદાર થયાં પછી નમાઝ પઢે છે તો તેણે શબની પહેલા હિસ્સામાં પઢવી તે બહેતર છે.[42]
એહલે સુન્નતના આલીમો શું કહે છે?
(1) કસ્તલાની કહે છે: ઉમર આ નમાઝને બિદઅતનું નામ આપેલ છે. એટલા માટે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) આને જમાઅતના સાથે પઢવાના માટે દસ્તુર નથી બતાવ્યો. આજ પ્રમાણે અબુબક્રના સમયમાં પણ રાત્રીના પહેલા હિસ્સામાં ન્હોતી પઢવામાં આવતી. દરેક રાત્રીના અદા ન્હોતી થતી. એવીજ રીતે પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં પઢવામાં આવતી નમાઝની રકાતની સંખ્યા પણ એજ પ્રમાણે ન્હોતી.[43]
(2) ઈબ્ને કુદામા કહે છે: તરાવીહને ઉમરની તરફ સંબંધીટ (નિસ્બત) કરવામાં આવે છે એટલા માટે કે લોકોને ઈબ્ને કાઅબની સાથે જમાઅતથી પઢવાનું નિયુકત કર્યું હતું અને તેણે આમજ કર્યું.[44]
(3) અલઅયની કહે છે: ઉમરે આનું બિદઅત આપ્યું છે, એટલા માટે કે રસુલુલ્લાહ (સ.અ.વ.) એ તેને સુન્નત ન્હોતું જાણ્યું. ત્યાં સુધી કે અબુબક્રના સમયમાં પણ તેમાં આમ ન્હોતો થતો. તેના પછી તેઓ કહે છે બિદઅત બે પ્રકારના છે. અગર ઈસ્લામ અને શરીઅતના આધારે પસંદીદા અમલના દ્રષ્ટિકોણથી હોય તો સારી બિદઅત કહેવામાં આવશે અને જો શરીઅતની નજરમાં પસંડ કરવા લાયક ન હોય તો તેને નાપસંદ બિદઅત કહેવાશે.[45]સાહેબે મુકાલા (મુકાલાના કર્તા ફરમાવે છે: નઝદીકમાંજ હું વર્ણવીશ કે એકથી વધારે બિદઅત નથી જોવા મળતી અને તે ગુમરાહ અને હરામના સિવાય બીજું કાંઈજ નથી.
(4) કલકસન્દી કહે છે: ઉમરના તરફથી નવા કાર્યોમાંથી એક આ પણ છે કે નમાઝે તરાવીહને પહેલી વખત માહે રમઝાનમાં સુન્નત ગણવામાં આવી અને લોકોને એક ઈમામે જમાઅતની સાથે પઢવાનો હુકમ કર્યો અને આ 14 મી હિજરી સનમાં કરવામાં આવ્યું.[46]
અલબાસી સિયુતી, લકતુવારી અને બીજાઓએ પણ લખ્યું છે કે: જેણે સૌથી પહેલા તરાવીહને સુન્નત ગણેલ છે તે ઉમર બીન ખત્તાબ છે અને તે લોકોએ આ વાતને પણ સ્વિકારેલ છે કે માહે રમઝાનુલ મુબારકમાં મુસ્તહબ નમાઝને જમાઅતથી કાએમ કરવાનો હુકમ ઉમરની બિદઅતોમાંથી એક બિદઅત છે.[47]
ઈબ્ને સઅદ, તબરી અને ઈબ્ને કસીર કહે છે કે આ હિજરી સન 12 ની વાત છે કે પુષો માટે એક ઈમામ નક્કી કરવામાં આવ્યા અને એક ઔરતો માટે.[48]
અલ બાસી, ઈબ્ને અલતીન, ઈબ્ને અબ્દુબર્ર, કહલાની અને ઝરકાની એ પણ આજ મતલબને બયાન કર્યું છે અને કહલાની ઉમરને તે વિધાનના બારામાં કે જેમાં કહેવામાં આવ્યું છે કે ‘આ સારી બિદઅત છે.’ કહે છે કે અગર કોઈ ચીજ બિદઅત છે તો પછી તે કયારેય પણ પસંદ કરવાલાયક કે સારી નથી થઈ શકતી. પરંતુ તે હંમેસા માટે ગુમરાહી અને અંધકારના મતલબમાંજ રહેશે.[49]
તરાવીહના બારામાં ફિરકાઓ, આલીમો અને ફકીહોના કૌલને એક ટુંકાણમાં વર્ણન હતું. આ વિષય પર જે કાંઈ વર્ણન કરવામાં આવ્યું છે તેજ એના કાયદેસર ન હોવાના બારામાં બહસ અને વાતચીતનું કારણ બને છે.
માહે રમઝાનમાં નાફેલાને જમાઅતની સાથેનો હુકમ:
જેમકે આપણે આગળ જાણી ચુકયા છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના ઝમાનામાં રમઝાનની નાફેલા જમાઅતથી પઢવાની પરવાનગીનો હુકમ ન્હોતો આવયો. આ બાબત બીજા ખલીફાએ કરી છે. જેના કારણે ઈસ્લામના આલીમોના દરમ્યાન સખત ઈખ્તેલાફાતનું કારણ બન્યું. ઈમામીયા ફીર્કા કે જે હક્ક છે તેણે સ્પષ્ટ અને મજબુત દલીલો થકી તેની પરવાનગીને બાતીલ ગણેલ છે. પરંતુ ખુબજ દુ:ખની બાબત એ કે એહલે સુન્નતના અમૂક આલીમો શીઆઓના મૌકુફને સમજી ન શકયા જેના કારણે આ વિચારવા લાગ્યા કે મઝહબે ઈમામીયા જે ખરેખર નાફેલા (અસલ નાફેલા) રમઝાનની પઢવાનો ઈન્કાર કરે છે જ્યારે કે આવું કયારેય નથી. જે વસ્તુને બાતીલ અને બિદઅત ગણીએ છીએ તે નાફેલાને જમાઅતથી પઢવાને નહી અસલ નાફેલાને બજાવી લાવવું. આ તો શીઆઓને ત્યાં નિર્વિવાદ અને સારા સ્વપમાં છે. અમે તો તેને બિદઅત કહીએ છીએ જેનું ખુદ બીજા ખલીફા બિદઅત તરીકે સ્વિકારેલ છે.
તેમ છતાંય એહલે સુન્નતના અમૂક આલીમો શીઆઓને જેમ તેમના જેવોજ લગભગ દ્રષ્ટિકોણ રાખે છે જેમકે શાફેઈ. તેઓ એ બાબતમાં માને છે કે નાફેલાને જમાઅતની સાથે પઢવી મકહ છે અથવા બીજાઓ કહે છે કે તેને ફુરાદા અથવા ઘરમાંજ પઢવી બહેતર છે. તેથી આ રીતે જોવા જઈએ તો તરાવીહનો મસઅલો એહલે સુન્નતને ત્યાં પણ એકમત નથી ધરાવતો, તેમ છતાં મોટાભાગના લોકો તેને જમાઅતથી પઢવાને સહમત છે.
એહલે સુન્નતના ફકીહોનો અભિપ્રાય:
(1) અબ્દુલ રઝાક ઈબ્ને ઉમરથી વર્ણવ્યું છે: માહે રમઝાનમાં નાફેલા નમાઝ જમાઅતથી ન પઢવી જોઈએ.[50]અને મુજાહીદથી પણ વર્ણવવામાં આવ્યું છે કે એક શખ્સ ઈબ્ને ઉમરની પાસે આવ્યો અને કહ્યું: હું રમઝાનમાં તેને જમાઅતથી પઢું છું. તો પુછયું કે શું કિરઅત સાથે પઢો છો? જવાબ આપ્યો: હા. કહ્યું: તો પછી શું એકદમ ગધેડાની જેમ ચૂપચાપ ઉભા રહો છો?! દૂર થઈ જાવ અહિંયાથી, તમારા ઘરમાં નમાઝ પઢો.[51]
(2) સરખસી એ શાફઈથી નકલ કર્યુ છે: કોઈપણ નમાઝને જમાઅતથી પઢવામાં કોઈ નુકશાન નથી (હરજ) જેમકે માલીકે કહ્યું છે અને તેઓ તેવી ઔપચારીકતાના માનનરા છે; પરંતુ મારી દ્રષ્ટિએ તે મકહ છે. ત્યાર પછી સરખશી કહે છે: શાફઈ નાફેલા નમાઝને વાજીબ નમાઝની જેમજ અનુમાન કરેલ છે. જ્યારે મારી દ્રષ્ટિએ નવાફીલમાં અસલ કારણ છુપાઈને રાખવાનું રિયાથી દૂર રાખવું અને પરહેઝગારી છે. વાજીબમાં તેનાથી ઉંધુ છે કે તેમાં એઅલાન અને જાહેર કરવું મુળ હેતું છે અને જમાઅતમાં આજ ખાસ બાબત જોવા મળે છે.[52] અને તે પોતાની કિતાબની બીજા પ્રકરણમાં લખે છે કે તહાવીએ મોઅલા અને અબુયુસુફ અને માલીકથી વર્ણન કર્યું છે કે આ લોકો આ વાતના માનનારા છે કે જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી તેને ઘરમાંજ પઢવી જોઈએ અને શાફઈ કહે છે કે: ફુરાદાના પમાં તરાવીહ છે કારણકે તે રિયા અને પ્રદર્શનથી (દેખાવ)થી દૂર છે. પરંતુ ઈસા બિન અબાક અને બકાઅ બિન કુતય્યા અને મજફી અને એહમદ બીન ઉલવાન / અલવાન અને જમાઅતની સાથે પઢવાને અફઝલ ગણાવે છે. જે આલીમોને અનુપ છે. આના પછી સરખમીથી અબુઝરની હદીસથી ફાયદો લેતા લખ્યું છે કે: બિદઅતી લોકોમાં એક સમુહે મસ્જીદમાં જમાઅતથી અદા કરવાના પરવાનગીનું ઈન્કાર કર્યું છે પરંતુ કારણકે આ તોરતરીકો / આદત છે તેથી ઈસ્લામી તૌરતરીકાનો એક ભાગ ગણવામાં આવશે.[53]
સમજમાં નથી આવતુ કે સરબસીનો ઈશારો કોની તરફ છે અને તે કોને આંખ દેખાડી રહ્યો છે. તે કોની મઝીમ્મત કરી રહ્યો છે અને બિદઅત કરવાવાળાઓથી તે શું કહેવા ચાહે છે? જ્યારે કે બીજા ખલીફાએ પોતે કહ્યું છે કે આ સારી બિદઅત છે! શાફીઈ કરાહન જમાઅતને માનવાવાળો છે અને તેઓ તેને નાફેલા અમલ જાણે છે. અથવા તેઓ બગવી જેવા લોકોની તરફ તીર ફેંકવા ચાહે છે જેવો ફુરાદાના શ્રેષ્ઠતાને સ્વિકારે છે અને પોતાની દલીલને સાબિત કરવા માટે રસુલે ખુદા (સ.અ.વ.)ની હદીસને રજુ કરે છે કે પોતે પોતાના ઘરોમાં નમાઝ પઢો. અથવા તો પછી તેમનો નિશાન ફિરકા એ હક્ક ઈમામીયાની તરફ છે કે જેઓ નાફેલાના માટે જમાઅતથી અદા કરવાની રજા નથી આપતો એટલા માટે કે તેના માટે કોઈ દલીલ નથી મળતી?!
સવાલ એ થાય છે કે છેવટે નાફેલા નમાઝને જમાઅતથી પઢવાનો એહલે સુન્નતનો રીવાજ / આદત / તૌતરીકો કેમ થઈ ગયો? જ્યારે કે ઉમરે પોતે તેના બિદઅત હોવાનો સ્વિકાર કરેલ છે અને તેઓ પોતે એ વાતને અગ્રિમતા આપતા હતા કે તેને એકલા પઢવામાં આવે (પોતે પણ જમાઅતથી ન્હોતા પઢતા). જે પયગમ્બરના ઝમાનામાં ન હોય, ખિલાફતે અબુબક્રમાં જેનું અસ્તિત્વ ન હોય, ઉમરના પોતાના ખિલાફતના ઝમાનામાં અમૂક મુદ્દત સુધી ન હોય તે બાબત એહલે સુન્નતનો રિવાજ / તૌરતરીકો કેવી રીતે થઈ ગયું??? ખુદ એહલે સુન્નતના બુઝુર્ગ અને આલીમો જેવાકે માલીક, અબુ યુસુફ શાફઈ અને અમૂક તેમના અનુસરનાર મકહ હોવાનું માને છે. શું સરખશીના ખ્યાલમાં આ બધાજ મહાન આલીમો જે એહલે સુન્નતના છે નથી કે જેમણે એહલે સુન્નતનો આ તૌરતરીકો / રીવાજ (તરાવીહની જમાઅત)ને સ્વિકારેલ નથી.[54]
જ્યારે ખુદ પયગમ્બરે અકરમ (સ.અ.વ.) અને અસ્હાબે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ તેને ઈસ્લામ અને સુન્નતનો તરીકો નથી ગણેલ. તે લોકો ઈસ્લામની સુન્નત કે રિવાજના વિષયથી તેને નથી ઓળખતા તો પછી કઈ દલીલથી અને કેવી રીતે તે સુન્નતનો રિવાજ બની ગયો? જેથી કરીને તેના ઉપર અમલ કરનાર બીજા મઝહબથી જુદો તરી આવે? શું આ ખુદ બિદઅત (ગુમરાહ)નું સ્પષ્ટ અને ખુલ્લી નિશાની નથી?
અને આ વાતોથી હટીને એક બીજી બાબત આશ્ર્ચર્ય પમાડનારી એ છે કે આ પ્રકારે બિદઅતનું વાજીબ નમાઝોની જમાઅતની સાથે કેવી રીતે અનુમાન લગાવી શકાય છે? કારણકે વાજીબ નમાઝનો જમાઅતની સાથે પરવાનગીના બારામાં કોઈ શક નથી જોવા મળતો. હા, તરાવીહમાં જમાઅતનું સ્પષ્ટિકરણની ઈચ્છા એક માણસની પોતાની રાય / અભિપ્રાય અને દલીલ વગરના ઈજતેહાદ અને ફકત એક સારો અભિપ્રાય કહી શકાય છે. એટલા માટે તે બીજા ખલીફાએ આના ખુલાસામાં ફકત આટલુંક કહ્યું કે મારી દ્રષ્ટિએ જો લોકો તેને કોઈ ઈમામે જમાઅતની સાથે અદા કરતા તો બહેતર થતું. તેના સિવાય કોઈ દલીલને સાબિતીપે નથી આપી.
મૌસુલી, બગવી, કસ્તલાની અને બીજા ફકીહો જે આમ છે (સામાન્ય) તેઓએ પણ આ વિષયના બારામાં પણ વાદવિવાદ અને વાતચીત કરેલ છે અને તે લોકોએ તેમના અલગ અલગ અને વિવિધ દ્રષ્ટિકોણ અને અભિપ્રાયોને જાહેર કર્યા છે. તેમાંથી કસ્તલાની એ અમૂક ફકીહોના કહેણને રજુ કરતા લખ્યું છે કે નાફેલા નમાઝને ઘરમાં ફુરાદાની રીતે પઢવી બહેતર છે. આ કહેણની દ્રષ્ટિ માટે રસુલે ખુદા (સ.અ.વ.) ના અમલ (કાર્ય)ને પેશ કરેલ છે કે તેઓ (સ.અ.વ.) ઘરમાં ફુરાદાના પમાં પઢતા હતા અને ઉમરના સ્વિકાર્યને પણ રજુ કરેલ છે અને લખ્યું છે કે માલિક અને અબુ યુસુફ અને અમૂક બીજા શાફઈ આલીમોએ પણ આ કહેણને લીધેલ / રજુ કરેલ છે. પછી ઝહરીથી પણ વણર્વિેલ છે કે તેમણે બયાન કરેલ છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની હંમેશા આજ રીત રહી છે કે નાફેલાને દરેક શખ્સ પોતાના ઘરમાંજ ફુરાદા પઢે, ત્યાં સુધી ઉમર આવ્યો અને લોકોને ઓબે ઈબ્ને કાફની સાથે તને જમાઅતથી અદા કરવાનું હુકમ આપ્યો અને ત્યાર પછી આજ રીત ચાલવા લાગ્યું.[55]
આજ પ્રમાણે શૌકાની એ માલીક, અબુ યુસુફ અને બીજા શાફઈ આલીમોથી અને બીજાઓથી વર્ણવ્યું છે કે નાફેલા નમાઝને ઘરમાં ફુરાદા પઢવી અફઝલ છે. જેની દલીલના માટે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની હદીસને બયાન કરેલ છે.
અરબી
‘બહેતર એ છે કે ઈન્સાન પોતાની વાજીબ નમાઝોની સિવાયની નમાઝ પોતાના ઘરે પઢે.’
તેના પછી શૌકાની લખે છે કે આ હદીસ સર્વમાન્ય છે. આના સિવાય એહલેબૈતે પયગમ્બર (સ.અ.વ.) એ પણ ફરમાવ્યું છે કે નાફેલાને જમાઅતથી પઢવી બિદઅત છે.[56]
ઈમામીયા ફકીહોનો ફતવો:
શીઆ મઝહબના બધાંજ ફકીહો કોઈપણ અપવાદ વગર નમાઝે નાફેલાને જમાઅતથી સાથે અદા કરવાને બિદઅત ગણે છે. જેમકે સૈૈયદ મુર્તુઝા ફરમાવે છે કે, જ્યાં સુધી તરાવીહને વાત છે કોઈપણ ખંડન વગર / ઈન્કાર કર્યા વગર બિદઅત છે. જેમકે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની રિવાયતમાં છે કે આપે ફરમાવ્યું:
અરબી
‘અય લોકો! માહે રમઝાનમાં રાત્રીની નાફેલા નમાઝ જમાઅતની સાથે પઢવી બિદઅત છે.’[57]
અને આના વિષયમાં / બારામાં એક રિવાયત પણ જોવા મળે છે કે માહે રમઝાનની રાત્રીઓમાંથી કોઈ એક રાત્રીમાં મસ્જીદમાં ઉમર દાખલ થયાં તો જોયું કે જમાઅત નમાઝના માટે લોકોએ મસ્જીદમાં દિવો સળગાવી રાખ્યો છે. તેણે પૂછયું છેવટે આ બધું છે શું? લોકો જવાબ આપ્યો કે મુસ્તહબ નમાઝના માટે બધા ભેગા થયા છે. ઉમરે કહ્યું:
અરબી
આ બિદઅત છે પણ સારી બિદઅત છે.
જેમકે આપણે જોયું કે ઉમરે ખુદ પોતે આનું બિદઅત હોવાનું એકરાર કર્યું છે, જ્યારે કે આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું:
અરબી
‘દરેક બિદઅત ગુમરાહી છે.’
એક બીજી રિવાયત પણ મળે છે કે લોકો મસ્જીદે કુફામાં ભેગા થયા અને અમીલ મોઅમેનીનથી વિનંતી કરી કે કોઈ શખ્સની નિમણુંક કરી આપે કે જેના રહેબરીમાં માહે રમઝાનની નાફેલા નમાઝ અદા કરી શકે. પરંતુ હઝરત અલી (અ.સ.) એ તેને તમભી / સરજનીશ કર્યુ અને ફરમાવ્યું આ સુન્નતના વિરોધનું છે.[58]
સૈયદ મુર્તુઝા એ આ પણ લખ્યું છે કે કાઝીઅુકુઝઝાતનો આ દાવો છે કે પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં નમાઝે નાફેલા દરેક જગ્યાએ થતી હતી પછી આના પછી આપ (સ.અ.વ.) એ તેને છોડી દીધી, આ અસત્યનો પ્લાન છે અને બીજુ કાઈ નથી.
એટલા માટે કે અમે મહો રમઝાનની નાફેલા નમાઝોને પઢવા માટે ઈન્કાર નથી કરતા પરંતુ તેને જમાઅતની સાથે પઢવાને સ્વિકારતા નથી અને અગર કોઈ દાવો કરે કે આપ (સ.અ.વ.) પણ તેમના સમયમાં જમાઅતની સાથે નમાઝ અદા કરતા હતા તો તે ફકત ઝબાની દાવો છે. ઝબરદસ્તી છે અને તેના સિવાય બીજુ કાંઈજ નથી. જેને કોઈ સાંભળવું પણ પસંદ નથી કરતું અને જો આમજ છે તો પછી ઉમરને શા માટે કહેવાની જર હોય કે આ બિદઅત છે.
આના પછી સૈયદ મુર્તુઝા ફરમાવી રહ્યો છે કે: હું સમજુ છું / માનું છું / અનુમાન છે કે માહે રમઝાનમાં નાફેલા નમાઝોને જમાઅતથી અદા કરવાનો સિલસિલાને ઈન્કાર કરવામાં મઝહબે ઈમામીયા હક્ક છે / સત્ય પર છે અને તે આમા એકલું છે કે જેને તે મનાઈ કરેલું અને નાપસંદ કરે છે અને એહલે સુન્નતના ઘણાય આલીમો આના બારામાં એકમત ધરાવે છે.
મોઅલા અબી યુસુફથી છે કે: અગર કોઈ નાફેલા નમાઝને ઘરમાં પઢે છે જેવી રીતે ઈમામ પઢે છે તો આ મારી દ્રષ્ટિએ સારું છે કે તે આવું કરે.
માલિક કહે છે કે: રબીઆ અને બીજા ઘણા આલીમો એવા હતા કે જ્યારે મસ્જીદમાં માહે રમઝાનની નાફેલા નમાઝ જમાઅતથી પઢાતી તો તેઓ મસ્જીદમાંથી ચાલ્યા જતા અને જમાઅતથી અદા ન્હોતા કરતા અને હું પણ તેમજ કરતો હતો. એટલા માટે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) તેને ઘરના સિવાય બીજે કયાંય અદા ન્હોતી કરી.
શાફઈ કહે છે: મારી નજરમાં માહે રમઝાનની નાફેલાને ફુરાદા અદા કરવી બહેતર છે.
આ તે હકીકત છે કે જેને તહાવીએ કિતાબ ‘ઈખ્તેલાફ’ માં નોંધેલ છે. એટલા માટે કે જે શખ્સ પોતાના ઘરમાં અદા કરે છે તે તમામ આલીમોના પ્રમાણે ન તો બિદઅત કરે છે અને ન તો ગુનેહગાર છે. પરંતુ જે જમાઅતથી પઢે છે તેના બારામાં બિદઅત અને ગુનાહની ધારણા જર થઈ શકે છે.
સૈયદ મુર્તુઝા પછી પોતાની વાતને હજી આગળ વધારતા કહે છે: કે ઉમર પોતે આ બાબત સ્વિકારતો હતો કે આ સુન્નતના ખિલાફ / વિરોધમાં છે અને બિદઅતનો હુકમ ધરાવે છે અને એહલે સુન્નતના આલીમો પોતે રિવાયત કરે છે કે આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું:
અરબી
‘દરેક બિદઅત ગુમરાહી છે અને દરેક બિદઅતનું સ્થાન જહન્નમ છે.’[59]
તરાવીહ બિદઅત છે તે બારામાં ઈમામીયા મઝહબમાં ઘણી બધી રિવાયતો જોવા મળે છે અને આના બારામાં આ ફિરકાની દલીલોની જાણકારી માટે દિલચસ્પી રાખવાવાળાઓએ અસલ / મુળ કિતાબોની તરફ ફરવું જોઈએ / રજુ થવું જોઈએ. જેથી કરીને હક્ક અને બાતિલને ઓળખી શકે.
[1] બેહાલ અન્વાર, ભાગ-1, પાના નં. 343, ફત્હુલ બારી, ભાગ-4, પાના નં. 294, ઈરશાદુલ સારી, ભાગ-4, પાના નં. 694, શર્હે જસ્કાની ભાગ-1, પાના નં. 237, અન્નાહીયા, ભાગ-1, પાના નં. 274, લિસાનુલ અરબ, કામુસ, વગેરે.
[2] સજલુલ ઈસ્લામ, ભાગ-2, પાના નં. 11
[3] અસ્સુનલકુબરા, ભાગ-2, પાના નં. 11
[4] બુખારી, ભાગ-1, પાના નં. 343, મુસ્લીમ, ભાગ-1, પાના નં. 523, મોતો, ભાગ-1 પાના નં. 113
[5] બુખારી, ભાગ-1, પાના નં. 343
[6] નેલ અલ અવતાર, ભાગ-3, પાના નં. 50
[7] બુખારી, ભાગ-1, પાના નં. 343
[8] બુખારી, ભાગ-1, પાના નં. 343
[9] નેલ અલ અવાતર, ભાગ-3, પાના નં. 50
[10] તેહઝીબુલ કમાલ, ભાગ-2, પાના નં. 40, 139, સીર આઅલમુલ નખલા, ભાગ-10, પાના નં. 912
[11] બુખારી, ભાગ-1, પાના નં. 343
[12] બેહાલ અન્વાર, ભાગ-31, પાના નં. 12
[13] અત્તહઝીબ, ભાગ-3, પા નં. 92, હ. 1, અલઈસ્તેબસાર, ભાગ-1, પા નં. 492, હદીસ 1791, વસાએલુશ્શીઆ, ભાગ-8, પા નં. 29, હદીસ-2
[14] અત્તહઝીબ, ભાગ-3, પા નં. 92, અલ ઈસ્તબસાર, ભાગ-1, પા. 492, હદ. 1796, વસાએલ, ભાગ-8, પા. 29, બાબ-7. હ-2.
[15] અત્તહઝીબ, ભાગ-3, પા નં. 92, હ-2, અલ ઈસ્તબસાર, ભાગ-1, પા. 492, હદ. 1796, વસાએલ, ભાગ-8, પા. 29, બાબ-7. હ-2.
[16] સરખસી કહે છે: માહે રમઝાનની નાફેલા અને નમાઝે તરાવીહને પરમીસીબલ હોવા બાબત ઉમ્મતનો એકમત છે અને રાફઝીઓ (શીઆ) સિવાય કોઈપણ એહલે ઈલ્મ અને અક્કલમંદ આ બાબતનો ઈન્કાર નથી કરતા. અલ મબસુત, ભાગ-2, પાના નં. 1452 (સરખશી એ રમઝાન, તરાવીહ અને નાફેલાએ રમઝાનને કરી નાંખ્યુ છે. શીઆઓના ફકીહો મુળ નાફેલા નમાઝનો ઈન્કાર / મના નથી કરતા. પરંતુ જે વસ્તુ / બાબતનો વિરોધ દશર્વિે છે તે નાફેલા નમાઝનો પાબંદીની સાથે જમાઅતની સાથે પઢવાની પાબંદી વિશે છે. જે જાએઝ નથી, એટલુંજ નહી બલ્કે બિદઅત છે. તરજુમો કરનાર).
[17] મફાતિહુલ કિરામાં, ભાગ-3, પાના નં. 255
[18] અલ હિદાયેકુલનાજીર, ભાગ-1, પા. 509.
[19] આમાલીએ સદુક, પા. 747, મજલીસ, પા. 93, મફાતિહુલ કિરામાં, ભાગ-3, પા. 255
[20] અલમુગની, ભાગ-2, પા. 168.
[21] અલમુગની, ભાગ-2, પા. 168, અસ્સુનને કુબરા, ભાગ-2, પા. 699 અને લખ્યું છે કે આ રિવાયતની સાંકળ ઝઈફ છે.
[22] હાશીયાએ અલમુગની, ભાગ-2, પા. 168.
[23] અલ મજસૂત, ભાગ-2, પા. 145.
[24] ઉમદતૂલકારી, ભાગ-11, પા. 127, વગેરે.
[25] અલ ઈખ્તયાર, ભાગ-1, પા. 95
[26] અત્તેહઝીવ ફિ ફિકહે શાફી, ભાગ-2, પા. 368
[27] અલ હાદીલ કુબરા, ભાગ-2, પા. 368
[28] ઉમદતુલ કારી, ભાગ-11, પા. 127, વગેરે.
[29] અલ ઈન્તેસાર, પા. 55
[30] અલ ખીલાફ, ભાગ-1, પા. 53, મસઅલા 459
[31] અલ કાફી ફિલ ફિકહ, પા. 159
[32] અસ્લારતૂલ સબક, પા. 105
[33] કવાએદુલ અહેકામ
[34] મુસ્તદન્દુશ્શીયા, ભાગ-6, પા. 379
[35] મફાતિહુલ કિરામા, ભાગ-3, પા. 255
[36] મનલા યઝહરુલ ફકીહ, ભાગ-2, પા. 139
[37] રિયાઝુલ મસાએલ, ભાગ-4, પા. 197, જવાહેરુલ કલામ, ભાગ-12, પા. 187
[38] હદાયેક, ભાગ-1, પા. 509
[39] સજલુલ ઈસ્લામ, ભાગ-2, પા. 11
[40] નિલુલ અવતાર, ભાગ 3, પા. 53
[41] બેહાલ અન્વાર, ભાગ-29, પા. 51
[42] બુખારી, ભાગ-1, પા. 342, અબ્દુર્રરઝાક ભાગ-4, પા. 258
[43] ઈરશાદુલ સારી, ભાગ-4, પા. 657
[44] અલમુગની, ભાગ-2, પા. 166
[45] ઉમદતુલ કારી, ભાગ-11, પા. 126
[46] ઈત્તેફાકી મુઆલેઝુલ ખુલાફા, ભાગ-2, પા. 330
[47] મુહાજેરાતુલ અવાએલ, પા. 149 અને શર્હે માકેફ
[48] તબકાતે ઈબ્ને સાદ, ભાગ-3, પા. 281, તારીખે તબરી, ભાગ-5, પા. 22, કામીલ ભાગ-3, પા. 41, તારીખે ઉમર બીન ખત્ત્ાાબ ઈબ્ને જવઝી પા. 52.
[49] સજલુલ ઈસ્લામ, ભાગ-2, પા. 10, બિદાયતુલ મુજતહીદ, ભાગ-1, પા. 210 અને શર્હે ફિરકાઈ, વગેરે.
[50] અલ મુસ્નફ, ભાગ-5, પા. 264
[51] અલ મુસ્નફ, ભાગ-5, પા. 264
[52] અલ મજસૂત, ભાગ-2, પા. 144
[53] અલ મબસૂત, ભાગ-2, પા. 165
[54] અલ્લામા હિલ્લી ફરમાવે છે વાજીબ નમાઝો માટે જમાઅતથી નમાઝ મુસ્તહબ છે, મુસ્તહબ નમાઝો માટે જમાઅત મુસ્તહબ નથી સિવાય કે નમાઝે ઈસ્તેકાઅ અને બન્ને ઈદોની નમાઝ.
[55] ઈરશાદુલ આરી, ભાગ-4, પા. 654-661.
[56] ફિલ અવતાર / નિલ અવતાર, ભાગ-3, પા. 50, મુસ્તફિદુલ ઈમામ ઝયદ, અલહામશ, પા. 139
[57] મનલા યહઝરુલ ફકીહ, ભાગ-2, પા. 137, બાબો સલાત ફી શર્હે રમઝાન.
[58] તબખીશે અસ્સાફઈ, ભાગ-1, પા. 193
[59] અલ ઈન્તેસાર, ભાગ-55.
Popular Posts (Last 30 Days)
-
Umar ibn al-Khattab came to the house of Ali. Talha and Zubair and some of the immigrants were also in the house. Umar cried out: "By G...
-
Abdul Kareem Mushtaq - Hum Muta Kiyon Kerte Hain Here is an unbiased debate on 'Muta' from ARY Digital. The host is neutra...
-
Muhammad Bin Saaib Al Kalbi narrates in his book (Al Salabah Fe Ma'rifat Al Sahabah) (3/212) ... Nufayl was working for Kalb Bin ...
-
Baagh e Fidak
-
Tabari: Narrated Aboo Hisham Al-Rafi from Aboo Bakr Ibn Ayyash from Hasim Ibn Kulayb from his father who said: " Uma...
-
In this section we will be looking to cover: 1. Umar Burying His Daugther 2. Umar's Conversion to Islam 3. Umar Ibn Al-Khat...
-
Ye sirf ek jhooot hai ki Maula Ali a.s masoom wali-e-khuda wasi-e-rasol s.a.w alamdar-e-parchame-e-islam ,sher-e-khuda, la fatah illa ...