- અય મોઆવિયા! મારા વિષે અને તારા કામના વિષે નાદાન ન બન અને હકના રસ્તાથી એક કદમ પણ દુર ન થા.
- શું તુ ભુલી ગયો છો કે તે દિવસે તે કેવી રીતે હુકુમતનો પોશાક પહેરી લીધો હતો અને મેં શામવાળાઓને કેવી રીતે છેતર્યા હતા?
- કેવી રીતે લોકોના ટોળાને ટોળા તારી તરફ આવી ગયા હતા અને ગભરાયેલી ગાયની જેમ રોકકળ અને ફરિયાદ કરવા લાગ્યા હતા.
- શું તુ ભુલી ગયો કે મેં એ લોકોને કહ્યું હતું કે તમારી વાજીબ નમાઝો મોઆવિયા વગર કબુલ નહીં થાય.
- અને આ જ કારણે તે લોકોએ મઝહબને છોડી દીધો અને નમાઝની તરફ કંઈ ધ્યાન ન આપ્યું અને તે ડરેલા લોકોને જંગ માટે તૈયાર કર્યા.
- એ દિવસને યાદ કર! કે જ્યારે તું હિદાયતના ઈમામથી ફરી ગયો જ્યારે એમના લશ્કરમાં બહાદુર અને દિલેર ઈન્સાન મૌજુદ હતા.
- (તે કહ્યું હતુ) શું હું આ મક્કાર અને ખરાબ લોકો સાથે કે જેઓ શાંત ગાયની જેવા છે, તકવા ધરાવનારા લોકોની સાથે જંગ કરવા જાવ?
- મેં કહ્યું હતુ: હા, ઉભો થા અને જંગ કર, હું નિમ્નસ્તરના લોકોની જંગ જોઈશ ઉચ્ચસ્તરના લોકોની સાથે.
- બસ, મારા કારણે તે લોકો વસીઓના સરદાર હઝરત અલી (અ.સ.)ની સાથે, એ નઅસલ (ઉસ્માન)ના ખૂનના બદલામાં જંગ કરી બેઠા.
- મેં તારા લશ્કરને ઉશ્કેર્યુ કે તેઓ મુસ્હફ (કુરઆને કરીમ)ને નેઝાઓ ઉપર બુલંદ કરે.[1]
- મેં તારા લશ્કરને શીખવાડયું કે પોતાના ગુપ્ત ભાગો ખોલી દે કે જેથી તે જવાન મર્દ તેઓને કત્લ કરવાથી પોતાનું ધ્યાન હટાવી લ્યે.[2]
- આ પછી બગાવત કરનારાઓ એ હૈદરની વિરૂધ્ધ કયામ કર્યો. (આ રીતે) લોકોને પ્રકાશિત મશાલ (હિદાયત)થી દુર રાખ્યા.
- શું તુ ભુલી ગયો કે મેં અબુ મુસા અશ્અરીથી ‘દુમતુલ જન્દલ’માં કેવી રીતે વાતચીત કરી હતી.[3]
- હું ખુબજ નરમ અંદાજમાં વાત કં છું, જેથી સાંભળનાર લાલચમાં આવી જાય છે અને મારા ફરેબ (ચાલાકી)ના તીર તેના શરીરમાં ઘુસી જાય છે.
- મેં હૈદરને ખિલાફતથી એવી રીતે દૂર કરી દીધા જેવી રીતે પગમાંથી પગરખાને કાઢી નાખવામાં આવે છે.
- અને ખિલાફતને અંગુઠી (વિંટી)ની માફક તને પહેરાવી દીધી, જ્યારે કે તું પોતે ખિલાફતથી નાઉમ્મીદ થઈ ગયો હતો.
- મેં તને પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના ઉચ્ચ મિમ્બર ઉપર કોઈ પણ પ્રકારની જંગ અને તલ્વાર ચલાવ્યા વગર બેસાડી દીધો.
- જો કે તું આ ઈઝઝતદાર હોદ્દાને લાયક ન હતો.
- મેં ઈરાકના મુનાફીક લશ્કરને મોકલ્યુ કે જેના થકી તે ‘ઉત્તર’અને ‘દક્ષિણ’ને પોતાના કબ્જામાં લઈ લીધું.
- એ હું હતો કે જેણે તાં નામ દુર દુરના સ્થળો સુધી પહોંચાડયું.
- અય કાળજુ ખાનારી હિન્દાના પુત્ર (મોઆવિયા) અગર તું મને નથી ઓળખતો તો એ મારા માટે ખૂબજ દુ:ખની વાત છે.
- અગર હું તારો વજીર ન હોત તો લોકો કયારેય તાં અનુસરણ ન કરતે અને અગર હું ન હોત તો કયારેય લોકો તને ન સ્વિકારતે.
- અગર હું ન હોત તો તું સ્ત્રીઓની જેમ ઘરમાં જ બેઠો રહેત અને કયારેય ઘરની બહાર ન નિકળત.
- અય હિન્દાના પુત્ર! મેં અજ્ઞાનતા અને નાદાનીના કારણે શ્રેષ્ઠ ખબર નબએ અઝીમ (હઝરત અલી અ.સ.) અને ઈન્સાનોમાં શ્રેષ્ઠની સામે તારી મદદ કરી.
- અને જ્યારે મેં તને લોકોનો સરદાર બનાવી દીધો ત્યારે આપણે પોતે ખૂબજ નીચા દરજ્જામાં ઉતરી ગયા અને અસફલે સાફેલીન (જહન્નમના છેલ્લા તબક્કા)માં પહોંચી ગયા.
- જ્યારે કે આપણે હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.) પાસેથી અલી (અ.સ.)ના ખુબજ ફઝાએલ અને કમાલાત સાંભળ્યા હતા.
- જે દિવસે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) તે ગદીરે ખુમમાં મીમ્બર ઉપર ગયા અને ખુદાના હુકમને લોકો સુધી પહોંચાડયો તે સમયે કોઈ પણ કાફલો તેના ઘર સુધી પહોંચ્યો ન હતો.
- એમણે અલી (અ.સ.)ના હાથને પોતાના હાથમાં લીધો અને બધાને બતાવીને મોટા અવાજે ખુદાના હુકમને લોકો સુધી પહોંચાડયો.
- અય લોકો! શું હું તમારા ઉપર તમારા કરતા વધારે અધિકાર નથી ધરાવતો અને તમારા ઉપર બિનશરતી વિલાયત નથી ધરાવતો? બધાએ કહ્યું: હા અય રસુલુલ્લાહ (સ.અ.વ.) આપ જે ચાહો તે કરો.
- ખુદાવંદે આલમની તરફથી આં હઝરત (સ.અ.વ.) એ લોકો ઉપર હુકુમતને અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)થી મખ્સુસ કરી અને ફકત તેઓજ પોતાની ખિલાફતને જેને ચાહે તેને આપી શકે છે.
- ફરમાવ્યું: જેનો હું મૌલા છું, આજથી આ અલી (અ.સ.) તેઓના સૌથી શ્રેષ્ઠ મૌલા છે.
- પછી દોઆ કરી: અય ઝુલજલાલ! એમના દોસ્તોને દોસ્ત રાખ અને પોતાના પયગમ્બર (સ.અ.વ.)ના ભાઈના દુશ્મનોને દુશ્મન રાખ.
- અય લોકો! મારી ઈતરતના બારામાં તમે જે વચન અને વાયદો કર્યો છે તેને હરગીઝ ન તોડશો, કારણ કે જે કોઈ વચનભંગ કરશે તે કયામતના દિવસે મારા સુધી નહીં પહોંચી શકશે.
- અને જ્યારે તારા શૈખ (અબુબક્ર અને ઉમર)એ જોયું કે હૈદરની વિલાયત અને ખિલાફતના વચન અને કરારની મજબુત ગાંઠ ખુલી નથી શકતી તો બખ્ખીન બખ્ખીન (મુબારક થાય, મુબારક થાય) વડે આપ (અલી અ.સ.)ને મુબારકબાદી આપી.
- રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું: અલી તમારા વલી (સરપરસ્ત) છે અને તમારા ઉપર વાજીબ છે કે તમે તેની સુરક્ષા કરો અને જેવી રીતે મારી સાથે વ્યવહાર રાખતા હતા તેવી જ રીતે તેમની સાથે પણ વ્યવહાર રાખજો.
- આપણે આપણા આમાલ અને ચારિત્ર્યના લીધે જહન્નમના સૌથી નીચલા તબક્કામાં જશું.
- કયામતના દિવસે ઉસ્માનનું ખુન આપણને નજાત નહિ અપાવે અને કયામતનો દિવસ આપણી શરમિંદગીનો દિવસ હશે.
- અને કાલે કયામતના દિવસે અલી (અ.સ.) ખુદા અને તેના રસુલ (સ.અ.વ.)ના ઝરીયે ઈઝઝતના ખુબજ ઉંચા દરજ્જા ઉપર હશે અને તે દિવસે તે આપણા દુશ્મન હશે.
- તે દિવસે ખુદાવંદે મોતઆલ એ બધીજ કરણીનો હિસાબ લેશે જે થઈ હતી અને તે બધીજ બાબતોમાં આપણે હકથી દુર અને બાતિલની સાથે હશું.
- તે દિવસે હકીકતના ચેહરાથી નકાબ હટી જશે અને આપણી પાસે કોઈપણ બહાનુ નહિ રહે. વાય થાય આપણા ઉપર, એ દિવસે શું થશે?
- અય હિન્દાના પુત્ર (મોઆવિયા) આગાહ થઈ જા! કે તે જે મારી સાથે વચન અને કરાર કર્યો હતો, તેના ઉપર અમલ ન કર્યો અને આ રીતે તે જન્નતને વેચી દીધી.
- આખેરતની બેશુમાર નેઅમતોને છોડીને દુનિયાની સામાન્ય ચીજોને મેળવવા માટે તે આખેરતને ગુમાવી દીધી.
- તે જોયું કે લોકો તારી આજુબાજુ એકઠા થઈ ગયા છે અને હુકુમત તારા માટે તૈયાર છે, એવી હુકુમત કે જે બીજાઓથી તારા સુધી પહોંચી છે તો તું જાણી લ્યે કે આ હુકુમત મજબુત નહિ હોય.
- તાં ઉદાહરણ એવા શિકારી જેવું છે કે જે જાળ ફેંકે છે અને ઈન્સાનોને છેતરે છે અને પ્યાસાઓને પાણીની નહેરથી દૂર કરે છે.
- જાણે કે તે જંગે સિફફીનની એ ખૌફનાક ‘લય્લતુલ હરીર’ને ભુલાવી દીધી.
- તે દિવસે તું એટલો બધો કમઝોર થઈ ગયો હતો કે એક બહાદુર અને દિલેર મર્દના ખૌફના કારણે શાહમૃગની જેમ તારો પાયજામો ખરાબ થઈ ગયો હતો.
- જે સમયે તે તારા ગુમરાહ લશ્કરને વિખેરી નાખ્યું ત્યારે તું એ રીતે ડરી રહ્યો હતો કે જાણે ભુખ્યો સિંહ તને હલાક કરી દેશે.
- તું ખુબજ મુશ્કેલીઓથી ઘેરાયેલો હતો અને વિશાળ મૈદાન તને એકદમ નાનુ દેખાઈ રહ્યું હતું.
- તે મને પુછયું હતું અય અમ્ર! તાકતવર સિપાહીની ચુંગલમાંથી કયાં ભાગી જાવ?
- અય અમ્ર! તેના સિવાય કોઈ ઉપાય નથી કે તું એમના હુમલાઓની સામે કોઈ પ્રપંચથી કામ લ્યે. કંઈક કામ કર માં દીલ પરેશાન છે.
- તે સમયે જ્યારે તારી હુકુમત તેની પુર્ણતાએ પહોંચી હતી ત્યારે તે મને વાયદો કર્યો હતો કે જે હોદ્દો અને સ્થાન તને મળશે તેમાંથી અર્ધુ મને આપીશ.
- હું પણ જલ્દીથી ઉભો થયો અને અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ની સામે મેં મારા કપડા ઉતારી નાખ્યા અને મારી શર્મગાહને જાહેર કરી દીધી. (નોંધ: આગળ તેની વિગત આવી ચૂકી છે).
- શર્મના લીધે તેમણે (અલી અ.સ.એ) પોતાનો ચહેરો છુપાવી દીધો અને મને કત્લ ન કર્યો. આ એવી ચીજ છે કે જ્યાં સુધી તારી અક્કલ પહોંચી નથી શકતી.
- પરંતુ તું દિલેર અને શૂરવીર મર્દના ખૌફના લીધે નેતરની જેમ ધ્રુજી રહ્યો હતો.
- જ્યારે તને હુકુમત મળી ગઈ હુકુમતની લાકડી તારા હાથમાં આવી ગઈ.
- ત્યારે તે બીજાઓને તો માલ-મત્ત્ાા અને હોદ્દાઓ આપીને નવાજ્યા પરંતુ મને એક દાણાની બરાબર પણ ન આપ્યું.
- મીસ્રની હુકુમત અબ્દુલ મલીકને આપી દીધી અને આ રીતે તે મારા ઉપર ઝુલ્મ કર્યો.
- જો કે તને આ મિસ્રની હુકુમતની લાલચ છે પરંતુ હવે તે મારા હાથમાં છે. જેથી તુ સમજી લે કે પથ્થરો ખાનાર પંખી ગરૂડના ચુંગલમાંથી નિકળી ગયુ છે અને આ હુકુમત તારા હાથોમાંથી ચાલી ગઈ છે.
- અગર મિસ્રની હુકુમતની ભલાઈ ચાહતો હો અને તેના ટેકસ (કર)ને માફ નહિ કર તો હું જંગ માટે તૈયાર છું અને તને ખૌફમાં નાખી દઈશ.
- ફૌજ અને લશ્કર, તીર અને તલ્વાર તથા મોટા નેઝાઓની સાથે તૈયાર છું.
- હું તારા ઘમંડના પર્દાને ફાડી નાખીશ અને સુઈ રહેલા દરેક ગમઝદા ઈન્સાનો (તે યતીમો કે જેઓના પિતા તારા કારણે કત્લ થયા)ને જગાડી દઈશ અને તેઓને તારી વિરૂધ્ધ ઉભા કરી દઈશ.
- તું મોઅમીનો ઉપર હુકુમત અને ખિલાફત કરવાથી ખુબજ દુર છો.
- હુકુમતમાં થોડોક એવો પણ તારો હક નથી અને તારી અગાઉના તારા બાપ-દાદાઓને પણ તે હક ન હતો.
- અય મોઆવિયા! તારી અને અલી (અ.સ.)ની દરમ્યાન શું સામ્યતા હોય શકે છે? અલી (અ.સ.) એક ધારદાર અને કત્લ કરનારી તલ્વાર છે અને તું એક કાટી ગયેલા દાંતરડાની જેમ છે.
- અલી (અ.સ.) કે જેઓ આસ્માનના સિતારા છે. તેઓ કયાં અને તું કયાં? તું એક રેતી સિવાય કંઈ નથી.
- અય મોઆવિયા! અગર હુકુમતના બારામાં તું તારી ઉમ્મીદો સુધી પહોંચી ગયો તો તેનું કારણ એ હતુ કે ઝિલ્લતની ઘંટડી મારા ગળામાં બંધાયેલી હતી અને જાણી લ્યે કે મારી ગરદનમાં એવી ઘંટડી છે કે અગર હું મારી ગરદન હલાવીશ તો આ ઘંટડી વાગવા લાગશે.
0 comments:
Post a Comment
براہ مہربانی شائستہ زبان کا استعمال کریں۔ تقریبا ہر موضوع پر 'گمنام' لوگوں کے بہت سے تبصرے موجود ہیں. اس لئےتاریخ 20-3-2015 سے ہم گمنام کمینٹنگ کو بند کر رہے ہیں. اس تاریخ سے درست ای میل اکاؤنٹس کے ضریعے آپ تبصرہ کر سکتے ہیں.جن تبصروں میں لنکس ہونگے انہیں فوراً ہٹا دیا جائے گا. اس لئے آپنے تبصروں میں لنکس شامل نہ کریں.
Please use Polite Language.
As there are many comments from 'anonymous' people on every subject. So from 20-3-2015 we are disabling 'Anonymous Commenting' option. From this date only users with valid E-mail accounts can comment. All the comments with LINKs will be removed. So please don't add links to your comments.