શંકા/સવાલ :-
કેટલાક મુસ્લિમો પવિત્ર પયગંબર (સ.અ.વ) ની વફાત બાદ અમીરૂલ મોઅમેનીન
હઝરત અલી (અ.સ) અને ફાતેમા ઝહેરા (સ.અ) ની, “બની બેઠેલા” ખલીફા અને સહાબીઓ
પર ની, નારાઝગીનો અસ્વીકાર કરે છે.તેઓ એવું બતાવે છે કે
આ બંને (અ.સ.) તે ગાસીબો (ખિલાફતનો હક છિનવી લેનારાઓ) થી સંતુષ્ટ હતા અને તેઓ વચ્ચે સારા સંબંધો હતા.
જો કે તેના વિરૂધ્ધ જબરદસ્ત પુરાવા હોવાના કારણે, અમુક લોકોએ વાતને
છુપાવે છે કે તેઓ બંને (અ.સ.) તે ગાસીબોથી ખરેખર નારાઝ હતા અને તેમની
નારાઝગી ને ખુબજ અનિશ્ચિત શબ્દો કહીને અજ્ઞાત કરી દીધી.
હકીકત માં તો પવિત્ર પયગંબર (સ.અ.વ) ની વફાત બાદ હઝરત અલી અ.સ અને
ફાતેમા ઝહેરા (સ.અ) ની સાથે આ ગાસીબો અને મુસ્લિમો એ એવો વર્તાવ કર્યો કે આ
વર્તાવ બાદ અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલિબ અસ અને ફાતેમા ઝહેરા
સ.અ. ની નજરમાં સહાબીઓ અને ખલીફાઓનો માન-સન્માનનો કોઈ પ્રશ્ન જ ઉત્પન નથી
થતો.
આ પછી પણ, આ મુસ્લિમો તેમના ખલીફાઓ અને સહાબીઓ ના દોષ ને અવગણવા (નાનો
બતાવવા) એવો દાવો કરે છે કે એ તો ન્યાયશાસ્ત્ર (ખાતાએ ઈજ્તેહાદી) માં એક
ભૂલ હતી જે એક નાનો ગુનાહ છે જેની માટે માફી શક્ય છે અને આ કોઈ ધ્યાન માં
લેવા જેવી ગંભીર બાબત નથી .
ફાતેમા ઝહેરા સ.અ અને ખલીફાઓ ના માટે ઇબ્ને અબી હદીદનું મંતવ્ય
ચાલો સૌ પ્રથમ આપણે એ જોઈએ કે અબ્દ અલ-રહેમાન ઇબ્ન અબી અલ-હદીદ અલ
મોત્ઝેલી ફાતેમા ઝહેરા સ.અ અને ગાસીબોના વિષે શું કહે છે. ઇબ્ન અબી અલ-હદીદ
અલ મોત્ઝેલી એક સુન્ની વિદ્વાન હતો છતાં ઘણા લોકો તે શિયા છે એવું માનતા
હતા.
તેના નીચે મુજબના વિધાનથી આ સ્પષ્ટ થાય છે કે તે ચોક્કસ શિયા ન હતો અને તે મુખ્ય સુન્ની વિચારધારા નો એક અહમ ભાગ હતો.
ઇબ્ન અબી અલ-હદીદ લખે છે કે, "મારા મતે એ વાત સાચી છે કે જયારે ફાતેમા
ઝહેરા સ.અ એ આ દુનિયાથી વિદાય લીધી (વફાત પામ્યા) ત્યારે તે અબુ બકર અને
ઉમર પર ઘણાજ ગુસ્સા માં હતા અને તેમણે (સ.અ.) તેમની વસીય્યતમાં લખ્યું કે આ
બંનેને તેમની નમાઝ એ જનાઝામાં પણ શિરકત કરવી નહિ.
આ કાર્ય (ફાતેમા ઝહેરા સ.અ. ને અપમાનિત કરવું), આપના વિદ્વાનોની નજરમાં એક નાનો ગુનાહ છે પણ આ (ગુનાહ)માફી ને પાત્ર છે.
જો કે એ વધુ સારું થાત જો અબુ બકર અને ઉમર એ ફાતેમા ઝહેરા સ.અ. ને આદર
અને સન્માન આપ્યું હોત અને તેઓ એ ફાતેમા ઝહેરા સ.અ ની પ્રતિષ્ઠાને
ધ્યાનમાં રાખી હોત (તેઓએ જે કર્યું તેની કરતા).
પરંતુ તેઓ ને અશાંતિ અને વિવાદ નો ભય હતો અને તેઓ એ આ પગલું ભર્યું જે
તેઓ ના અંદાજમાં શ્રેષ્ઠ હતું કારણ કે તેઓ ધર્મમાં અગ્રણી સ્થાન અને
શક્તિશાળી વિશ્વાસ ધરાવતા હતા.
આ ઘટના જેવી બીજી કોઈ ધટના ગમે ત્યાં મળી આવે તો તે કોઈ એક ગંભીર (મોટો)
ગુનાહ નથી પણ એક નાનો ગુનાહ છે અને એ તેમની સાથેની મિત્રતા કે દુશ્મનીનું
કોઈ માપદંડ ન બનાવવું જોઈએ
(શરહે નહ્જુલ બલાગાહ ભાગ-૬,પાના નં. ૪૯-૫૦)
જવાબો :
૧.મુસ્લિમો માટે નાની વાત અલ્લાહ સ.વ.ત. માટે મોટી (ભારે) પણ હોય શકે છે.
૨.ઈમામ હસન અ.સ. નો જવાબ એ લોકો માટે કે જેમને જનાબે ફાતેમા ઝહેરા સ.અ. ની કદ્ર નથી
૩.ફાતેમા ઝહેરા સ.અ. નો મરતબો સમજવો એ આપણી અકલ બહાર ની વાત છે
૪.કુરઆનની સ્પષ્ટ સૂચના નો ભંગ.
૫.શું સમગ્ર માનવજાત ની હત્યા એ એક નાનું પાપ છે?
૬.એક નાના ગુનાહ ના પણ ઘણા પરિણામો હોય છે.
૭.અન્યાયી અને માફી પાત્ર ન હોય તેવા ખલીફાઓ
૮.ઇમામત નો ઓહ્દો ક્યારેય પણ અન્યાયીઓ સુધી નથી પહોચતો.
૧.મુસ્લિમો માટે નાની વાત અલ્લાહ સ.વ.ત. માટે મોટી(ભારે) પણ હોય શકે છે.
- ફાતેમા ઝહેરા સ.અ. ના ગુસ્સા ને નાની (સામાન્ય) બાબત લખતા પેહલા, આ કેહવાતા મુસ્લિમો એ કુરઆન ની આ આયત ને ધ્યાન માં લેવી જોઈએ
“.... અને તમે તેને આસાન વાત સમજતા હતા જયારે કે તે અલ્લાહની પાસે (ઘણી) ગંભીર વાત હતી.”
(સુ. નૂર -૨૪, આ.૧૫)
- શું આ મુસ્લિમો એ આ શક્યતા ને ધ્યાન માં લીધી છે કે ફાતેમા ઝહેરા સ.અ. નો ગુસ્સા કે જેને તેઓ ‘નાની વાત’ તરીકે લે છે તે અલ્લાહ સ.વ.ત. માટે ગંભીર બાબત છે?
- જો ફાતેમા ઝહેરા સ.અ. નો ગુસ્સો એક નાની (સામાન્ય) બાબત કહી બરતરફ કરી શકાય તો અસંખ્ય ગુનાહો અને દુષ્કૃત્યો ને પણ નજર અંદાજ કરી શકાય.
- તો આજ બહાના હેઠળ, પવિત્ર પયગંબર સ.અ.વ. ની પત્ની -મારિયા કીબીતીય્યાહ પર નો વ્યભિચાર નો આક્ષેપ(અમે અલ્લાહ ની પનાહ માંગીએ છે), પણ અલ્લાહ સ.વ.ત. આ આક્ષેપ ના બારi માં કહે છે - “અને તમે તેને આસન વાત સમજતા હતા જયારે કે તે અલ્લાહની પાસે (ઘણી) ગંભીર વાત હતી.”
૨. ઈમામ હસન અ.સ. નો જવાબ એ લોકો માટે કે જેમને જનાબે ફાતેમા ઝહેરા સ.અ. ની કદ્ર નથી
- ઈમામ હસન અ.સ અને તેમના સાથીદારોની એક ઘટના જે આ લોકો માટે યોગ્ય જવાબ છે જેઓ ફાતેમા ઝહેરા સ.અ. નો મરતબો ઇસ્લામ માં ઘટાડવા(છુપાવવા) માંગે છે અને તેમના ગુસ્સા ને મામુલી વાત તરીકે બરતરફ કરે છે.
- જયારે મુગેરહ એ અમીરુલ મોઅમેનીન ની વિરુધ્ધ માં ભ્રષ્ટ અને દુષિત દેખાવ કરી રહ્યો હતો ત્યારે ઈમામ હસન એ મુજ્તબા અ.સ એ મોઆવિયા અને તેના સાથીઓ ના વિરોધ માં મુગેરહ બિન શોબાહ ને નીચે મુજબ કહ્યું
- “અને પછી તું, એ ! મુગેરહ બિન શોબાહ, તું અલ્લાહ નો એક દુશ્મન છો અને (તું) એ છે કે જેને કુરઆનનો વિરોધ કર્યો અને પયગંબર સ.અ.વ. ને જુઠલાવ્યા! તે પયગંબર સ.અ.વ ની દીકરી (સ.અ) પર ચાબુક વડે હુમલો કર્યો અને તેમને ઘાયલ કર્યા અને આના લીધે જ તેમના દીકરા (જ. મોહસીન અ.સ) માદરે શીકમ માં જ શહીદ થયા. પછી તે જાહેર માં અને છુપી રીતે પયગંબર સ.અ.વ નો વિરોધ કર્યો અને પયગંબર સ.અ.વ ની ફાતેમા ઝહેરા સ.અ ની પ્રતિષ્ઠા દર્શાવતી હદીસને હલકી (બિનમહત્વપૂર્ણ) ગણી. જયારે તે (સ.અ.વ ) ફરમાવે છે “એ ફાતેમા ઝહેરા (સ.અ) તમે જન્નત ની સ્ત્રીઓ ના સરદાર છો”.
એ મુગેરહ, અલ્લાહ તને જહન્નમમાં ફેકે અને તારા ગળા પર ખુબજ ભારે અપરાધનો બોજ નાખે.
(અલ એહ્તેજાજ .1, પાના ન. 269-280)
અગર ફાતેમા (સ.અ.) ને હેરાન કરવું એ નાનો ગુનોહ છે તો પછી ઈમામ હસન
(અ.સ.)એ મુગીરહ (અલ્લાહ તેના ઉપર લાનત મોકલે) થી આટલા ક્રોધિત શું કામ છે,
તેને જહન્નમની આગની બીક શા માટે બતાવે છે?
3.ફાતેમા ઝહેરા સ.અ. નો મરતબો સમજવો એ આપણી અકલ બહાર ની વાત છે
ખરેજ, મુસલમાનો એ ફાતેમા ઝહેરા (સ.અ) ના મહત્વ ને ધ્યાન માં નથી રાખ્યું.
આપ સ.અ. તમામ ઝમાનાની બધી સ્ત્રીઓ અને જન્નત ની સ્ત્રીઓ ની સરદાર છે.
- સહીહ બુખારી ભાગ-૪,પાના-૨૦૯ (ખિલ્કતની શરૂઆતની કિતાબ, રસુલુલ્લાહ (સ.અ.વ.)ના સગાવ્હાલાની અઝમતનું પ્રકરણ)
- અલ-ખાસાઈસ, પાના – ૩૪
- અબુ દાઉદ અલ-તયાલેસીની મુસ્નાદ, પાના – ૧૮૭
- સહીહ મુસ્લિમ, ભાગ-૭, પાના – ૧૪૩
- ઇબ્ને સા'દ ની અલ- તબકાત અલ - કુબરા, ભાગ-૨, પાના – ૪૦
- મુસ્નાદ – એ અહેમદ ઇબ્ને હમ્બ્લ ભાગ-૬, પાના – ૨૮૨
- હિલ્યાહ અલ-અવલીયા, ભાગ-૨, પાના – ૩૯
- અલ-મુસ્તાદરક અલા અલ- સહીહૈન, ભાગ-૩, પાના – ૧૫૧
- સુનન -એ- માજા ભાગ-૧, પાના – ૫૧૮
- સુનન - એ- તીરમીઝી ભાગ-૫,પાના – ૩૨૬
એ વ્યક્તિ નો બચાવ શક્ય જ નથી કે જે આપ સ.અ.ની સાથે ખરાબ વર્તણુક કરે અને આ ખરાબ વર્તણુક ને સામાન્ય અને માફીને પાત્ર ગણે.
- સ.અ. પરની હિંસા એ રસુલે ખુદા સ.અ.વ અને અલ્લાહ સ.વ.ત સાથે ની હિંસા છે,કારણ કે ફાતેમા ઝહેરા સ.અ. એ રસુલે ખુદા સ.અ.વ ના શરીરનો એક ભાગ છે, તેમને ગુસ્સા કરવા એ રસુલે ખુદા ne ગુસ્સે કરવા બરાબર છે.
- સહીહ બુખારી ભાગ-૪,પાના-૨૧૦(ખિલ્કતની શરૂઆતની કિતાબ, રસુલુલ્લાહ (સ.અ.વ.)ના સગાવ્હાલાની અઝમતનું પ્રકરણ)
- સહીહ બુખારી ભાગ-૬,પાના-૧૫૮
- મુસ્નદ એ અહમદ ભાગ-૪, પાના – ૩૨૪
- સહીહ મુસ્લિમ, ભાગ-૭, પાના - ૧૪૧(ખિલ્કતની શરૂઆતની કિતાબ, રસુલુલ્લાહ (સ.અ.વ.)ના સગાવ્હાલાની અઝમતનું પ્રકરણ)
- સુનન એ અબી દાઉદ ભાગ-૧, પાના - ૪૬૦
અને પવિત્ર કુરઆન એ માણસ પર લાનત મોકલે છે જે રસુલે ખુદા સ.અ.વ.ને ગુસ્સે કરે છે.
“બેશક એ કે જેઓ અલ્લાહ અને તેના રસુલ ને હેરાન કરે છે તેના પર અલ્લાહે આ
દુનિયામાં અને આખેરત માં લાનત કરી છે,અને તેને (અલ્લાહે) તે લોકો ને
અપમાનિત કરવા ગઝબનાક સજા તૈયાર કરી છે.”
(સુ એહ્ઝાબ આ. ૫૭)
શું ફાતેમા ઝહરા સ.અ ને પરેશાન કરી ને રસુલે ખુદા સ.અ.વ ને પરેશાન કરવું એ શું નાની વાત છે આ આયત ના સંદર્ભ માં ?
હકીકત માં તો અલ્લાહ ની રઝામંદી અને નારાઝગી એ ફાતેમા ઝેહર સ.અ.ની રઝામંદી અને નારાઝગી પર આધાર રાખે છે.
- અલ મુસ્તદરક - ભાગ ૩, પાના - ૧૫૮
- અલ - ઇસાબાહ – ભાગ-૮, પાના - ૨૬૬
- તેહઝીબ અલ તેહ્ઝીબ ભાગ-૧૨, પાના - ૩૯૨
- કુન્ઝુલ ઉમ્માલ ભાગ-૧૨ પાના - ૧૧૧, ભાગ-૧૩ પાના - ૬૭૪ .
૪. કુરઆન ની સ્પષ્ટ સૂચનાનો ભંગ.
- ફાતેમા ઝેહર સ.અ. ના ઘરમાં ઇજાઝત વગર પ્રવેશ કરી ને આ અત્યાચારી લોકો એ પવિત્ર કુરઆન ની આ બે આયાતો નું અનાદર અને ઉલ્લંઘન કર્યું છે.
(૧) “એ કે જેઓ ઈમાન લાવ્યા! તમારા ઘર સિવાય બીજા કોઈ ના ઘરમાં એ
ઘરવાળાની ઈજાઝત વગર અને તેમને સલામ કર્યા વગર પ્રવેશ ના કરો.એ તમારા માટે
સારું છે કે તમે ચિંતિત રહો.”
(સુ. નુર, આયત . ૨૭)
(૨) “એ કે જેઓ ઈમાન લાવ્યા! પરવાનગી મેળવ્યા વગર પયગંબર ના ઘરો માં દાખલ ના થાઓ…”
(સુ. એહ્ઝાબ આ. ૫૩)
શું કુરઆન ના સ્પષ્ટ હુકમો ની ખુલ્લેઆમ અવગણના કરવી એ નાનો ગુનાહ છે ?
૫. શું સમગ્ર માનવજાત ની હત્યા એ એક નાનો ગુનાહ છે?
- ફાતેમા ઝેહર સ.અ ના નવજાત બાળક જનાબે મોહસીન ઇબ્ને અલી (અ.સ.) ને શહીદ કરીને આ અત્યાચારીઓ એ સમગ્ર માનવજાત ને મારી નાખી છે.
આ કારણે અમોને બની ઇસરાઈલ પર લાઝીમ કરી દીધું કે જે કોઈ જીવને બીજા
જીવના (ખુન કરવાના) બદલા સિવાય અથવા ભૂમિમાં ફસાદ કર્યા સિવાય મારી નાખે તો
જાણે તેને સઘળા માણસોને મારી નાખ્યા.
(સુ. માએદાહ આ. ૩૨)
૬. એક નાના ગુનાહ ના પણ ઘણા પરિણામો હોય છે.
- સાહજિક રીતે, અલ્લાહ સુ.વ.ત પવિત્ર કુરઆન માં કહે છે ક એક નાના એવા પાપ ને પણ હલકો લેવો ના જોઈએ.
“અને એ કે જેને ઝર્રા બરાબર પણ દુર્વ્યવહાર કર્યો તો તેને પણ જોઈ લેશે”
(સુ. ઝીલ્ઝાલ આ.૮)
૭. અન્યાયી અને માફી પાત્ર ન હોય તેવા ખલીફાઓ
- જયારે ફાતેમા ઝેહર સ.અ ના અધિકાર/હકને પાછા દેવાની વાત આવે છે ત્યારે ખલીફાઓનો કેહવાતા મજબૂત ન્યાયના આભાસને શું થઇ ગયું છે? ખાસ કરી ને બીજા ખલીફાને!!
- ફાતેમા ઝેહર સ.અ એ આ ગુન્હેગારો ને પોતાના જનાઝા માં આવવા માટે પરવાનગી ના આપી એ સ્પષ્ટ રીતે બતાવે છે કે આપ સ.અ એ આ પાપીઓ ને માફ નથી કર્યા.
- એનો મતલબ કે ના તો અલ્લાહ સુ.વ.ત અને ના તો રસુલે ખુદા સ.અ.વ એ તેમને માફ કર્યા છે.
- તેથી આ કેહવાતા ખલીફાઓ મોટા ગુનેહગાર હતા અને તેઓ કયામત સુધી ગુનેહગાર જ પાપી રહેશે. અમે તેઓ ના બીજા પાપો ની તો વાત જ નથી કરતા જેવા કે પવિત્ર પયગંબર સ.અ.વ ને જંગ માં છોડી દેવા, આપ સ.અ.વ. ને અલગ અલગ મૌકા ઉપર હેરાન કરવા કે જે કુરઆનએ બતાવ્યું છે અને વિગેરે.
- આ સંજોગોમાં, બધા જ માપદંડો માં તેઓ રસુલે ખુદા સ.અ.વ સાથે નિકટ છે એવું બતાવી ને ,શું તેઓ નો ખિલાફત નો દાવો કરવો એ યોગ્ય છે ?
- આપ સ.અ.વ ની પ્યારે દીકરી ના હકો ને પગતળે કચરી ને અને તેને હેરાન કરીને આપ સ.અ.વ સાથે નિકટ તાનો દાવો શક્ય છે ભલે પછી ને તેઓ આ પાપ ને નાનો હોવાનો દાવો કરતા હોય ?
૮. ઇમામત નો ઓહ્દો ક્યારેય પણ અન્યાયીઓ સુધી પહોચતો નથી.
- ઇમામત ક્યારેય પણ અત્યાચારીઓ અને પાપીઓ નો હક માં નથી , ભલે પછી પાપ ગમે તેવું હોય (નાનું ક મોટું), શું અલ્લાહે ઈબ્રાહીમ અ.સ ને ચેતવ્યા ના હતા જયારે તેમને પોતાના દીકરાઓ માટે ઇમામત માગી હતી ?
“.. તેને કહ્યું , મારો ઓહદો ઝાલીમો સુધી નહિ પહોચે”
(સુ. બકરહ આ- ૧૨૪)
- હકીકતમાં તો ઇમામત ફક્ત એજ પવિત્ર લોકોનો હક છે, અમીરુલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલિબ અ.સ. અને આપ અ.સ. ના દીકરાઓ કે જેમને કદી પણ નાનો ક મોટો પાપ/ગુનાહ કર્યો નથી .
- પ્રશ્નમાં કેહવાતું “નાનું પાપ” પુરતું છે આ લોકોની ગસ્બી ખિલાફત અને રસુલે ખુદા સ.અ.વ સાથેની નિકટતા ના ખોટા દાવાને જાહેર કરવા માટે.
Categories:
Gujarati - ગુજરાતી
0 comments:
Post a Comment
براہ مہربانی شائستہ زبان کا استعمال کریں۔ تقریبا ہر موضوع پر 'گمنام' لوگوں کے بہت سے تبصرے موجود ہیں. اس لئےتاریخ 20-3-2015 سے ہم گمنام کمینٹنگ کو بند کر رہے ہیں. اس تاریخ سے درست ای میل اکاؤنٹس کے ضریعے آپ تبصرہ کر سکتے ہیں.جن تبصروں میں لنکس ہونگے انہیں فوراً ہٹا دیا جائے گا. اس لئے آپنے تبصروں میں لنکس شامل نہ کریں.
Please use Polite Language.
As there are many comments from 'anonymous' people on every subject. So from 20-3-2015 we are disabling 'Anonymous Commenting' option. From this date only users with valid E-mail accounts can comment. All the comments with LINKs will be removed. So please don't add links to your comments.