• Misyar Marriage

    is carried out via the normal contractual procedure, with the specificity that the husband and wife give up several rights by their own free will...

  • Taraveeh a Biad'ah

    Nawafil prayers are not allowed with Jama'at except salatul-istisqa' (the salat for praying to Allah to send rain)..

  • Umar attacks Fatima (s.)

    Umar ordered Qunfuz to bring a whip and strike Janabe Zahra (s.a.) with it.

  • The lineage of Umar

    And we summarize the lineage of Omar Bin Al Khattab as follows:

  • Before accepting Islam

    Umar who had not accepted Islam by that time would beat her mercilessly until he was tired. He would then say

Monday, April 25, 2016

Experts at odds over validity of misyar - News from Saudi Arabia



Saudi Gazette report

Misyar marriages have become increasingly common in the Kingdom. Usually clandestine in nature, misyar marriages are unions in which women waive most of the rights they would otherwise enjoy in a normal marriage. Men who enter such unions are often already married and keep their misyar marriages a secret from their first wives.

Scholars, psychologists and legal experts remain divided on the issue with the former saying the marriages are legal as long as the necessary conditions have been met.

Psychologists and legal experts, however, say the unions are a form of exploitation and insist that such marriages should not be allowed to take place unless steps have been taken to protect the rights of women, Al-Riyadh daily reports.

Dr. Hassan Thani, associate professor of psychology at Taibah University in Madinah, said misyar marriages are simply a legal way to get around the marriage conditions outlined in the Shariah.

“These type of marriages do not achieve the main purpose of regular marriages, which is to build a family and a home based on love and affection. How is love going to be felt in such an unstable relationship which is doomed to fail from the beginning?” he asked.

“Misyar is strictly a physical relationship. I think it is very important for every member of society to think about the dire consequences of such marriages. It is a marriage that results in nothing but social disintegration. Besides, women are the weaker link in this relationship and end up paying a hefty price for it,” he added.

Legal perspective

Legal consultant Dr. Omar Al-Khouli said while misyar marriages are legal because they satisfy all the conditions of a legal marriage, they are held in complete secrecy and might cause the woman involved in this relationship to lose her inheritance rights and other rights if her husband dies.

“These marriages mainly benefit men who want a second wife without the knowledge of the first wife. As far as I know, there are countless young women who do not mind getting involved in a misyar relationship, especially those who are divorced or widowed,” he noted.

“Misyar does not force a woman to forfeit her rights; she does so on her own accord. There is an argument to be made about misyar protecting young women from going astray and engaging in illicit relationships outside of marriage,” he added.

Shariah perspective

Dr. Abdulrahman Al-Radadi, a professor of Islamic jurisprudence, Islamic University of Madinah, said the basic conditions of any marriage are: presence of the wife’s guardian, consent of bride and groom, presence of two witnesses and non-existence of any other legal prohibitions. Misyar is called as such because the wife forfeits her right to maintenance and accommodation and agrees to let the husband come and see her at her house.

“If the Shariah conditions have been met, the marriage is valid. It must be noted that the husband should recognize the woman as his wife and any children he has with her as his children,” he said while adding that misyar marriages do not offer the sense of security that traditional marriages do.

Wednesday, April 13, 2016

Tarikh e Fadak by Maulana Mirza Mohd Athar - Urdu Video - Part 5

Tarikh e Fadak by Maulana Mirza Mohd Athar - Urdu Video - Part 4

Tuesday, April 12, 2016

Tarikh e Fadak by Maulana Mirza Mohd Athar - Urdu Video - Part 3

Tarikh e Fadak by Maulana Mirza Mohd Athar - Urdu Video - Part 2

Tarikh e Fadak by Maulana Mirza Mohd Athar - Urdu Video - Part 1

અબુબક્ર અને ઉમરની ફઝીલતો પર વાદ-વિવાદ

મામુન રશીદે પોતાની દિકરીની શાદી ઈમામ મોહમ્મદ બિન અલી અલ જવાદ (અ.સ.)ની સાથેની ખુશીમાં એક જશ્ નનું આયોજન કર્યું જેમાં નામાંકીત લોકો જેમકે જ. યહ્યા બિન અકસમ, મામુન અને ઈમામ જવાદ (અ.સ.) હાજર હતા. જ. યહ્યા બિન અકસમ જે સુન્ની આલીમ હતો અને પોતાના ઝમાનાનો ફકીહ હતો તેણે ઈમામ (અ.સ.) ની સાથે ઈમામતના વિષય પર ચર્ચા કરવાનો તકનો લાભ ઉપાડયો અને આ વિષય પર ઘણા બધા સવાલો કર્યા
યહ્યા: તે સ્ત્રોતથી નકલ થયું છે કે એક વખત જ. જબ્રઈલ (અ.સ.) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ને કહ્યું: અય અલ્લાહના રસુલ, અલ્લાહ તમારા પર સલામ મોકલ્યા છે અને ફરમાવ્યું: હું અબુબક્રથી રાજી છું, તમે પુછો શું તે પણ મારાથી રાજી છે? તમાં આ હદીસ બાબતે શું મંતવ્ય છે?[1]
ઈમામ જવાદ (અ.સ.): હું અબુબક્રની ફઝીલતોનો ઈન્કાર નથી કરતો[2] પરંતુ આ હદીસમાં રાવી પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની બીજી હદીસને જાણતો હશે જે આપ (અ.સ.) આખરી હજ્જ દરમ્યાન ફરમાવી હતી. કે ખોટી હદીસોને મારી સાથે નિસ્બત દેવાવાળા વધી ગયા છે અને મારી વફાત બાદ પણ તેમાં ઘણો વધારો થશે. જે કોઈ ખોટી હદીસો મારા નામથી બયાન કરે તે સખ્ત અઝાબનો મુસ્તહક બનશે. તેથી એવી હદીસો જે નામથી બયાન થાય તેને અલ્લાહની કિતાબથી અને મારી સુન્નતથી ચકાસો, અગર તે તેનાથી મુતાબીક હોય તો તેને કબુલ કરો નહીંતર રદ્દ કરી દયો.
તે હદીસ (કે અલ્લાહ પુછે છે શું અબુબક્ર મારાથી રાજી છે?) તે કુરઆનથી વિરૂધ્ધ છે કારણકે કુરઆનમાં અલ્લાહ ફરમાવે છે:
وَ لَقَدْ خَلَقْنَا الْاِنْسَانَ وَ نَعْلَمُ مَا تُوَسْوِسُ بِہٖ نَفْسُہٗ    ۚۖ وَ نَحْنُ اَقْرَبُ اِلَیْہِ مِنْ حَبْلِ الْوَرِیْدِ
“અને નિ:સંશય મનુષ્યને અમોએ જ પૈદા કર્યો છે અને તેનું મન જે કાંઈ સુચવે તે અમે જાણીએ છીએ અને તેની ધોરી નસ કરતાંય વધારે પાસે છીએ.”
(સુરએ કાફ 50:16)
(આ આયત મુજબ અલ્લાહ ઈન્સાનની ઘોરી નસથી પણ નજીક છે, તો તે કેવી રીતે શકય છે કે તે અબુબક્રની લાગણીથી અજાણ હોય અને તેને જ. જીબ્રઈલ (અ.સ.)ને અબુબક્રની લાગણી જણાવા માટે મોકલવા પડે. આવી ખોટી હદીસોથી નક્કી થાય છે કે સુન્ની જે શીઆઓ પર આક્ષેપ કરે છે કે તેઓ એહલેબૈતની ફઝીલતને વધારો દે છે તે ખુબજ મૂર્ખાઈભર્યું છે.)
યહ્યા:- તે બયાન કરવામાં આવે છે કે અબુબક્ર અને ઉમરની આ ધરતી પર તેવીજ ફઝીલત છે જેવી જ. જીબ્રઈલ (અ.સ.)ની આસ્માન પર છે.
ઈમામ જવાદ (અ.સ.): આ હદીસમાં પણ પ્રશ્ર્નાર્થ છે કારણ કે બંને જ. જીબ્રઈલ અને જ. મીકાઈલ અલ્લાહના માનનીય ફરિશ્તાઓ છે જેણે કયારેય કોઈ ગુનાહ નથી કર્યા અથવા કયારેય પણ અલ્લાહની ઈતાઅતમાં ક્ષણ માટે પાછી પાની નથી કરી. પરંતુ અબુબક્ર અને ઉમર તો મૂર્તિપૂજકો હતા જેમણે પોતાની જીંદગીનો વધારે પડતો સમય મૂર્તિપૂજામાં અને શીર્કમાં વિતાવેલો છે. તેથી સ્પષ્ટ છે કે અલ્લાહ માટે યોગ્ય નથી કે તેમની સરમામણી જ. જીબ્રઈલ અને જ. મીકાઈલ જેવા સાથે કરે.
યહ્યા: તે નકલ થયું છે કે અબુબક્ર અને ઉમર જન્નતમાં વૃધ્ધ લોકોના સરદાર છે. તમારો આ હદીસ બાબતે શું મંતવ્ય છે?
ઈમામ (અ.સ.) આ હદીસ પણ ભરોસાપાત્ર નથી કારણકે જન્નતના બધા લોકો જવાન હશે નહીં કે વૃધ્ધ. આ હદીસને બની ઉમય્યા દ્વારા ઘડી કાઢવામાં આવી છે જે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની મોતબર હદીસની વિરુધ જેમાં આપ(અ.સ.)એ જાહેર કર્યું કે ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) જન્નતના જવાનોના સરદાર છે.
હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.) જન્નતના જવાનોના સરદાર છે [3]
યહ્યા: તે બયાન થયુ છે કે ઉમર બિન ખત્તાબ જન્નતના ચિરાગ છે.
ઈમામ જવાદ (અ.સ.) હું ઉમરની ફઝીલતોનો ઈન્કાર નથી કરતો[4] પણ અબુબક્ર જે તેના કરતા અફઝલ છે ખુદે મિમ્બર પર કહ્યું: મારા ઉપર એક શયતાન છે જે હંમેશા મને ગુમરાહ કરે છે તેથી જો તમે મને સીધા રસ્તાથી હટેલો જોવો તો મને સુધારજો.
યહ્યા: તે નકલ થયું છે કે પવિત્ર પયગમ્બરે એક વખત ફરમાવ્યું: અગર હું નબી ન હોત તો ઉમર જ નબી હોતે.[5]
ઈમામ જવાદ (અ.સ.): કુરઆન નુબુવ્વતના બારામાં આ હદીસની વિrરૂધ્ધમાં સચોટ જવાબ આપે છે.
وَإِذْ أَخَذْنَا مِنَ النَّبِيِّينَ مِيثَاقَهُمْ وَمِنكَ وَمِن نُّوحٍ وَإِبْرَاهِيمَ وَمُوسَىٰ وَعِيسَى ابْنِ مَرْيَمَ ۖ وَأَخَذْنَا مِنْهُم مِّيثَاقًا غَلِيظًا
“અને (તે સમયને યાદ કર) જ્યારે અમોએ પયગમ્બરો પાસેથી તેમનાં વચન લઈ લીધાં હતા અને તારી પાસેથી તથા નૂહ તથા ઈબ્રાહીમ તથા મુસા તથા મરિયમના પુત્ર ઈસાથી પણ અને અમોએ તેમની પાસેથી પાકું વચન લીધું હતું.”
(સુરએ અહઝાબ 33:7)
ઉપરની આયત સ્પષ્ટ રીતે સાબિત કરે છે કે અલ્લાહે મીસાક લીધો હતો અને દરેક નબીઓ પાસેથી તે વાયદો લીધો હતો. તેથી તે કેવી રીતે શકય છે કે અલ્લાહ તે મીસાકને બદલી નાંખે જે તેણે પોતે લીધો હતો? કોઈપણ નબી એ કયારેય દીનને છોડયો નથી (પવિત્ર મીસાકના આધારે) તો પછી તે કેવી રીતે શકય છે કે અલ્લાહ તેને નબુવ્વત આપે જેણે પોતાની મોટા ભાગની જીંદગી મૂર્તિપૂજામાં પસાર કરી હોય?
તદઉપરાંત, પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ ફરમાવ્યું: ‘હું ત્યારે પણ નબી હતો જ્યારે જ. આદમ (અ.સ.) ને પાણી અને માટીથી પૈદા કરવામાં આવતા હતા.
યહ્યા: પયગમ્બર (સ.અ.વ.) એ ફરમાવ્યું: નબુવ્વતનો સિલસિલો મારા ઉપર પુરો નથી થયો કારણ કે મને શંકા છે કે તે ઈબ્ને ખત્તાબની નસ્લમાં ચાલુ રહેશે (એટલે કે ઉમર).
ઈમામ જવાદ (અ.સ.): આ વાત પણ શંકાશીલ છે કારણકે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) કયારેય પોતાની નબુવ્વત અને ખાતેમીય્યત પર શંકા ન કરી શકે, કારણકે અલ્લાહ ફરમાવે છે:
اَللهُ يَصْطَفِي مِنَ الْمَلَائِكَةِ رُسُلًا وَمِنَ النَّاسِ
“અલ્લાહ ફરિશ્તા તથા માણસોમાંથી રસુલો ચુંટી કાઢે છે.”
(સુ. હજ્જ 22:75)
જેમકે નબુવ્વત એક ઈલાહી હોદ્દો છે તેથી કોઈ સવાલ નથી કે પયગમ્બર (સ.અ.વ.) કોઈપણ બાબતે અચોક્કસ કે શંકાશીલ હોય.
યહ્યા: હદીસો જોવા મળે છે કે પયગમ્બર (સ.અ.વ.) એ ફરમાવ્યું: ‘અગર અલ્લાહનો અઝાબ આપણ પર નાઝીલ થાય તો કોઈ બચશે નહિં સિવાય ઉમર.[6]
ઈમામ જવાદ (અ.સ.): આ હદીસ પણ ખોટી છે કારણકે ખુદાએ તેના નબીને વાયદો કર્યો છે કે:
وَمَا كَانَ اللهُ لِيُعَذِّبَهُمْ وَأَنتَ فِيهِمْ ۚ وَمَا كَانَ اللهُ مُعَذِّبَهُمْ وَهُمْ يَسْتَغْفِرُونَ
“અને અલ્લાહ નથી ચાહતો કે જ્યારે તું તેમનામાં મવજુદ છે ત્યારે તે તેમને અઝાબ આપે અને (વળી) અલ્લાહ તેમને એવી સ્થિતિમાં કે તેઓ તૌબા પણ કરતા રહેતા હોય અઝાબ આપે તેવો નથી.”
(સુરએ અન્ફાલ 8:33)
તેથી અલ્લાહનો અઝાબ કયારેય લોકો પર ન ઉતરે જ્યાં સુધી પયગમ્બર (સ.અ.વ.) તેમની સાથે હોય અથવા જ્યાં સુધી તેઓ તેમનાથી માફી તલબ કરતા રહે.


[1] આ ખોટી અને ઘડી કાઢેલી હદીસ છે. (મોહમ્મદ બિન બાબશાઝ અલ બસરી) ઈમામ ઝહબી, મહાન સુન્ની આલીમ તેમની કિતાબ મીઝાનુલ એઅતેદાલમાં આ હદીસના બારામાં ટિપ્પણી કરી છે કે આ ખોટી અને ઘડી કાઢેલી હદીસ છે. (મીઝાનુલ એઅતેદાલ, ભાગ-3, પાના નં. 488)
[2] ઈમામ (અ.સ.)નું વિધાન કે ‘હું અબુબક્રની ફઝીલતોનું ઈન્કાર નથી કરતો.’ તે ઈમામ (અ.સ.) નું તકય્યા કરવું દર્શાવે છે. જ. ઝકરીયા બિન આદમથી હદીસ છે હું ઈમામ રેઝા (અ.સ.)ની ખિદમતમાં હાજર હતો, જ્યાં ઈમામ (અ.સ.) તેમના ઈમામ જવાદ (અ.સ.) ને લાવ્યા જે ફકત 4 વર્ષની વયના હતા. પછી ઈમામ જવાદ (અ.સ.) એ પોતાના હાથને ઝમીન પર માર્યો, પોતાના માથાને આસ્માન તરફ ઉંચુ કર્યુ અને ખુબ ઉંડા વિચારમાં પડી ગયા. ઈમામ રેઝા (અ.સ.) એ પૂછયું: મારી જાન આપના પર કુરબાન, તમે કઈ બાબતે વિચારમાં પડી ગયા છો? ઈમામ જવાદ (અ.સ.) એ ફરમાવ્યું: મારા માતા જ. ફાતેમા (સ.અ.) પર થયેલા ઝુલ્મોના બારામાં, અલ્લાહની કસમ! હું તે બંનેને તેમની (પહેલા અને બીજા ખલીફા) કબ્રમાંથી બહાર કાઢીશ અને આગમાં નાખીશ પછી તેમની રાખને વિખેર કરી નાંખીશ અથવા સમુદ્રમાં નાખી દઈશ.
પછી ઈમામ રેઝા (અ.સ.) એ આપને પોતાની તરફ ખેંચ્યા અને બંને આંખોની વચ્ચે બોસો આપ્યો અને ફરમાવ્યું કે મારા ફરઝંદ, તમે ઈમામતના લાયક છો.
દલાએલે ઈમામત, પાના 600, નવાદીર અલ મોઅજીઝાત, પાના 183, બેહાલ અન્વાર ભાગ-50, પાના 59, મદીનતુલ મઆજીઝ ભાગ-7, પાના નં. 324, અન્વાર બહીય્યહ પાના 258, ખાતીમહ અલ મુસ્તદરક ભાગ-1, પાના 224, બય્તુલ અહઝાન પાના 124)
આ હદીસો પાછળનો હેતુ અને તારણ એ છે જે ખલીફાઓના બારામાં અને તેમના એહલેબૈત (અ.મુ.સ.) પર કરેલા ઝુલ્મો કે હું અબુબક્ર / ઉમરની ફઝીલતોની મનાઈ નથી કરતો તકય્યાના લીધે છે ખાસ કરીને ત્યારે જ્યારે ખલીફાના દરબારમાં કહેવામાં આવ્યું હોય અથવા સરકારના જાસુસોની હાજરીમાં.
[3] ફઝાએલે સહાબા, પાના 20, મુસ્નદે અહેમદ ભાગ-3, પાના 3 અને ભાગ-5, પાના 91, સોનને અબી માજા ભાગ-1, પાના 44, સોનને તિરમીઝી ભાગ-5, પાના 321, મુસ્તદરક ભાગ-3, પાના 167 અને 381, શર્હે મુસ્લીમ ભાગ-16, પાના 41, મજમઉલ ઝવાએદ ભાગ-9, પાના 165, 182, 201. તોહફએ અહવાઝી ભાગ-10, પાના 186, સોનને કબરી ભાગ-5, પાના 50, મુસ્નદે અબી યઅલા ભાગ-2. પાના 395, સહીહે ઈબ્ને હબ્બાન ભાગ-15, પાના 411, મોજમુલ અવસત ભાગ-5, પાના 243, મોજમુલ કબીર ભાગ-99, પાના 292, શર્હે નહજુલ બલાગાહ ઈબ્ને અબીલ હદીદ ભાગ-16 પાના 14, જામએ સગીર ભાગ-1, પાના 20, ક્ન્ઝુલ ઉમ્માલ ભાગ-7, પાના 26, ફૈઝ અલ કદીર ભાગ-3, પાના 550, દુર્રુલ મન્સુર ભાગ-4, પાના 262, અલ કામીલ ભાગ-2, પાના 220, એલલે દારે કુત્ની ભાગ-3, પાના 166, અસદુલ ગાબા ભાગ-1, પાના 311, તહેઝીબુલ કમાલ ભાગ-26, પાના 391, મિઝાનુલ એઅતેદાલ, ભાગ-2, પાના 250, લેસાનુલ મીઝાન ભાગ-2, પાના 157, અલ એસાબાહ ભાગ-1, પાના 624, અલ બિદાયહ વન્નીહાયહ ભાગ-2, પાના 61, મનાકીબે ખ્વારઝમી ભાગ-2, પાના 290, જવાહલ મતાલીબ ભાગ-2, પાના 199, યનાબીઉલ મવદ્દહ ભાગ-2, પાના 34, ઝખાએરૂલ ઉકબા પાના 129, વિગેરે.
[4] શા માટે ઈમામ (અ.સ.) આ રીતે ફરમાવ્યું તેની સમજણ ફૂટનોટ 2 માં આપી ચુકયા
[5] અલ્લામા અમીની (ર.અ.) તેમની અમૂલ્ય કિતાબ અલ-ગદીરમાં અબુબક્ર અને ઉમરની અને તેમના સહાબીઓની ફઝીલતોમાં ઘડી કાઢેલી હદીસોની સંખ્યા 145 લખી છે જે દરેક પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)થી નકલ કરવામાં આવી છે. ઘણા બધા એહલે સુન્નતના આલીમોએ પણ પોતાની કિતાબોમાં આ ઘડી કાઢેલી હદીસોનું વર્ણન કર્યું છે, જેમકે ઈબ્ને અદી, તબરાની, ઈબ્ને હય્યાન, નિસાઈ, હાકીમ, દારે કુત્ની, મોહીબ તબરી, ખતીબે બગદાદી, ઈબ્ને જવઝી, ઈબ્ને અસાકીર, ઝહબી, ઈબ્ને અબીલ હદીદ બધાએ એકમતે આ હદીસોને રદ કરી છે.
[6] આવી બધી હદીસો જે અબુબક્ર અને ઉમરની ફઝીલતોનું વર્ણન કરે છે તે ઘડી કાઢેલી છે એટલી હદે કે સુન્ની આલીમો કબુલ કર્યું છે તેના રાવીઓ બધા જુઠા છે. વધુ વિગત માટે જુઓ અલ ગદીર ભાગ-8, પાના 297

હ. ઉમરનું ઈલ્મ

પયગમ્બરે અકરમ સ.અ.વ. થી અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલીબ અ.સ. ના ઈલ્મના બારામાં અસંખ્ય રિવાયતો નકલ થઈ છે જેમાંથી સૌથી વધારે મશ્હુર હદીસ:
أَنَا مَدِينَةُ الْعِلْمِ وَ عَلِيٌّ بَابُهَا
‘હું ઈલ્મનું શહેર છુ અને અલી તેના દરવાજા છે.’
રસુલે અકરમ સ.અ.વ. ના તમામ સહાબીઓ આ બાબતે એકમત છે કે અલી અ.સ. બધાજ અસ્હાબમાં સૌથી વધારે ઈલ્મ ધરાવે છે. દરેકને એ યકીન હતું કે હઝરત અલી અ.સ. ના ઈલ્મની સરખામણીમાં કોઈનું ઈલ્મ નથી. ત્યાં સુધીકે જે લોકોને અલી અ.સ. સાથે કોઈ સંબંધ ન હતો અને જેઓ તેમની સાથે જંગ કરતા હતા તેઓએ પણ અલી અ.સ.(ના ઈલ્મનો) નો સ્વિકાર કરતા હતા.
આયેશા કહે છે કે: હઝરત અલી અ.સ. સુન્નતે પયગમ્બર સ.અ.વ. ના બારામાં સૌથી વધારે જાણકાર હતા.
મોઆવિયા કહે છે કે: ઉમરની સામે જ્યારે કોઈ મુશ્કીલ પ્રશ્ન ઉપસ્થિત થતો તે હઝરત અલી અ.સ. ને (આ બારામાં) સવાલ કરતા હતા અને ખુદ પોતે પણ ઘણા બધા પ્રસંગોએ નીચે મુજબના વાકયો અને તેના જેવા બીજા વાકયો દોહરાવતા હતા.
‘અય ખુદા! મને કોઈ એવી મુશ્કેલીમાં મૂકી ન દેતો કે જ્યારે (તે સમયે) હઝરત અલી અ.સ. મૌજુદ ન હોય.’
અમીરૂલ મોઅમેનીન હઝરત અલી (અ.સ.)ની આ ફઝીલતના મુકાબલામાં એહલે સુન્નતની અમૂક કિતાબોમાં અમૂક ખોટી હદીસો જોવા મળે છે જે ધ્યાનાકર્ષક છે. દા.ત. ઈબ્ને હજરે મક્કી (ખુબજ પુર્વાગ્રહી સુન્ની આલીમ) કે જેણે સવાએકે મોહર્રેકામાં નોંધ્યું છે કે રસુલે અકરમ સ.અ.વ. એ ફરમાવ્યું:
‘હું ઈલ્મનું શહેર છું, અબુબક્ર તેની બુનિયાદ છે, ઉમર તેની દિવાલો છે, ઉસ્માન તેની છત  છે  અને અલી અ.સ. તે શહેરના દરવાજા છે.’
અને એહલે સુન્નતની બીજી અમૂક કિતાબોમાં બુઝુર્ગ લોકોએ એક બીજા વાકયનો પણ વધારો કર્યો છે.
“અને મોઆવિયા તેનો હલ્કો (ફરતી દીવાલ) છે.”
બીજી હદીસોમાં ઉલ્લેખ થયો છે કે રસુલે અકરમ સ.અ.વ. એ ફરમાવ્યું:
‘અગર ઉમરના ઈલ્મને ત્રાજવાના એક પલ્લામાં રાખવામાં આવે અને આ ઝમીનના તમામ ઈન્સાનોના ઈલ્મને બીજા પલ્લામાં રાખવામાં આવે તો ઉમરના ઈલ્મનું પલ્લુ ભારે હશે.’
આ સિલસિલામાં ખાસ આ વાત જાણવી જરૂરી છે કે ઉમર કે અબુબક્રના ઈલ્મના બારામાં હદીસો ઘડવાનું કારણ ફકત એક જ છે અને તે એ કે ખીલાફાતને છીનવી લેવાની સ્પષ્ટતા કે તેઓએ ખિલાફતને મેળવવી છે,  આ સિવાય બીજું કોઈ કારણ નથી. એટલા માટે કે એક વાતનો બધાજ લોકો સ્વીકાર છે કે એક ફઝીલત ધરાવનાર વ્યક્તિ ઉપર બીજા ફઝીલત નહિં ધરાવનાર વ્યક્તિને અગ્રતા આપવી તે અક્કલના આધારે સારું કાર્ય નથી.
સામાન્ય રીતે તેમ બનતું પણ નથી હોતુ કે એક પયગમ્બરની ખાસિયત તો ઈલાહી ઇલ્મ અને ખુદાની કુદરતની બુનિયાદ ઉપર હોય પરંતુ તેના ખલીફા અને જાનશીન પયગમ્બરના ઈલ્મના બારામાં સૌથી વધારે ઈલ્મ ધરાવનારા ન હોય. હદીસને બનાવવાવાળા ઘડનારા પોતે પણ ખુદ ઈચ્છા રાખતા હતા કે એક જાહીલ (અજ્ઞાની) શખ્સ ઇલ્મ ધરાવનારાનો ખલીફા હોય શકે નહિં પરંતુ અફસોસ છે કે ઈસ્લામના ઇતિહાસમાં આ અજીબો ગરીબ અને અત્યંત દુ:ખદ બનાવ બન્યો છે અને અમૂક લોકોએ જાણી જોઈને તેનો સ્વીકાર કર્યો છે અને ઈબ્ને હઝમ અને ઈબ્ને તૈયમીયાહ (જેવા પુર્વાગ્રહી લોકો) એ લખ્યું છે કે:
“ઉમર બીન ખત્તાબ પાસે જેટલુ ઈલ્મ હતું એ અલી અ.સ. ના ઈલ્મ કરતા અમુક ગણું વધારે હતું અને જે અલી અ.સ. ને અઅલમ કહે છે તેનો કૌલ ખોટો છે અને જે કોઈ આ બારામાં મારો વિરોધ કરશે એ જાહીલ છે અથવા તો એવો બેશરમ છે કે જેનું જુઠ અને અજ્ઞાનતા જાહેર છે.”
મુસા જારૂલ્લાહે પણ લખ્યું છે:
“ઉમર કુરઆન અને સુન્નતના બારામાં બધા સહાબીઓમાંથી સૌથી વધારે અફકહ (એટલેકે વધારે ઊંડું જ્ઞાન રાખનાર) હતા”.
આ લોકો આ પ્રકારની ઢંગધડા વગરની અને અક્કલ વિરૂધ્ધની વાતો કરતી વખતે સાચી હદીસોથી અજાણ ન હતા. આ લોકોના બેબુનિયાદ દાવાઓ  અને તેમની હદીસોને બાતિલ સાબિત કરવા માટે અને ખૂબજ ઉંચા પ્રકારનું જુઠ સાબિત કરવા માટે એહલે સુન્નતની કિતાબોનો ટૂંકો અભ્યાસ પૂરતો થઇ રહેશે. મરહુમ અલ્લામા અમીનીએ તેમની અમૂલ્ય કિતાબ “અલ ગદીર” માં લગભગ ૧૦૦ જગ્યાએ કિતાબોથી ઓળખાણ કરાવી છે કે જેમાં ઉમરે કુરઆન અને પયગમ્બર (સ.અ.વ.)ની સુન્નતથી અજાણ હોવાનું સ્વીકારેલ છે. જેનું વર્ણન હવે પછી કરવામાં આવશે. જેથી કરીને દરેક (ખાસ કરીને ઈબ્ને તૈયમીયાહ જેવા પુર્વાગ્રહી લોકો) માટે સારી રીતે સ્પષ્ટ થઈ જાય કે ઉમર ન ફક્ત “સહાબાએ અફકહ” અને “પયગમ્બર સ.અ.વ.ના શહેરની દીવાલો” જ ન હતા બલ્કે તે તો પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની બીજા અમૂક સહાબીઓ ત્યાં સુધી પર્દા નશીન ખાતુનો સામે પણ ગોઠણ ટેકવી ચુક્યા છે અને તે બધાજ ઉમરના ઉસ્તાદો કહેવાને લાયક છે.
મુસલમાનોના ખલીફા તય્યમુમ નથી જાણતા:
મુસ્લીમે પોતાની કિતાબ સહીહે મુસ્લીમમાં પ્રકરણ તય્યમુમ માં અબ્દુરરેહમાનથી ચાર રીતોથી  રિવાયત નકલ કરી છે કે:
એક શખ્સ ઉમરની પાસે આવીને કહે છે કયારેક એવુ બને છે કે હું મુજનીબ (જેના ઉપર ગુસ્લે જનાબત વાજીબ હોય તે) બની જાવ છું અને ગુસ્લ માટે પાણી નથી રહેતુ એવી પરિસ્થિતિમાં નમાઝ પઢું કે નહીં? ઉમરે કહ્યું નમાઝ ન પઢો!! બીજા અમૂક લોકોએ બીજી રીતે નકલ કર્યુ છે કે ઉમરે કહ્યું : અગર હું તમારી જગ્યા ઉપર હોત તો ત્યાં સુધી નમાઝ ન પડત જ્યાં સુધી કે પાણીની વ્યવસ્થા ન થઈ જાય!!!  આ સમયે અમ્મારે યાસીર હાજર હતા. તેમણે કહ્યું અય ખલીફા! તમને યાદ છે કે જ્યારે હું અને તમે એક જંગમાં સાથે હતા અને મુજનીબ હતા તેમજ ગુસ્લ માટે પાણી ન હતું ત્યારે તમે નમાઝ ન પઢી અને મેં પોતાની જાતને માટીમાં મસ્સ કરી (તયમ્મુમ) અને નમાઝ અદા કરી પછી રસુલે ખુદા સ.અ.વ. ની બારગાહમાં હાજર થયા (ત્યારે રસુલે ખુદા સ.અ.વ. એ મારા કાર્યનું સમર્થન કર્યું (સાચુ ગણાવ્યુ) અને તમારા કાર્યને બાતિલ ઠેરવ્યું ત્યારબાદ રસુલે અકરમ સ.અ.વ. એ તયમ્મુમની રીત બતાવી કે પોતાના બંને હાથ ઝમીન ઉપર મારો અને પોતાના હાથો અને ચહેરાનો તેના વડે મસહ કરો. ઉમર બીન ખત્તાબે અમ્મારે યાસીરને કહ્યું: અય અમ્માર! ખુદાથી ડરો. અમ્મારે જવાબ આપ્યો, અય ખલીફા! અગર તમે ચાહશો તો હું ખામોશ રહીશ, બોલીશ નહીં.
વાત એમ છે કે શું મુસલમાનોના ખલીફા એ કુરઆનમાં તયમ્મુમની આયત પઢી ન હતી કે જેમાં ઈરશાદ થાય છે કે:
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا قُمْتُمْ إِلَى الصَّلَاةِ فَاغْسِلُوا وُجُوهَكُمْ وَأَيْدِيَكُمْ إِلَى الْمَرَافِقِ وَامْسَحُوا بِرُءُوسِكُمْ وَأَرْجُلَكُمْ إِلَى الْكَعْبَيْنِ ۚ وَإِن كُنتُمْ جُنُبًا فَاطَّهَّرُوا ۚ وَإِن كُنتُم مَّرْضَىٰ أَوْ عَلَىٰ سَفَرٍ أَوْ جَاءَ أَحَدٌ مِّنكُم مِّنَ الْغَائِطِ أَوْ لَامَسْتُمُ النِّسَاءَ فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُم مِّنْهُ ۚ مَا يُرِيدُ اللَّهُ لِيَجْعَلَ عَلَيْكُم مِّنْ حَرَجٍ وَلَٰكِن يُرِيدُ لِيُطَهِّرَكُمْ وَلِيُتِمَّ نِعْمَتَهُ عَلَيْكُمْ لَعَلَّكُمْ تَشْكُرُونَ
“અય ઈમાન લાવનારાઓ! જ્યારે તમે નમાઝ માટે તૈયાર થઇ જાઓ ત્યારે તમારા મોઢા ધોઈ નાખો અને તમારા હાથ કોણીઓ સુધી અનેતમારા માથાનો તથા ઘુંટી સુધી પગનો મસાહ કરી લો અને જો તમે નાપીકીની હાલતમાં હો તો નાહી લો અને અગર તમે માંદા હોય અથવા મુસાફરીમાં હો અથવા તમારામાંથી કોઇ પાયખાનામાંથી આવ્યો હોય અથવા સ્ત્રીઓને અડકયો હોય પછી જો તમને પાણી ન મળે તો પાક માટી વડે તયમ્મુમ કરી લો અને તે વડે તમારા મોઢા તથા તમારા બેઉ હાથનો મસાહ કરી લો; અલ્લાહ તમને અગવડતામાં મુકવા નથી ચાહતો, બલ્કે તે તમને પવિત્ર કરવા તથા તમારા પર પોતાની નેઅમત પૂર્ણ કરવા ચાહે છે કે જેથી તમે આભારી બનો.”
(સુ. માએદાહ-૬)
મુસલમાનોના ખલીફાએ એક મુજનીબ ઈન્સાનને કઈ રીતે વાજીબાતને તર્ક કરવાનો હુકમ આપી દીધો?!! પયગમ્બરે અકરમ સ.અ.વ. ની નબુવ્વતની જીંદગી ખુદ પરવરિદગારનો હુકમ અને ઈબાદત હોય તેનો વારીસ કઈ રીતે એક મસઅલામાંથી અજાણ હોય શકે છે?
શું કુરઆન અને સુન્નતે પયગમ્બર (સ.અ.વ.)ના બારામાં “અફ્કહે સહાબા” થી મુરાદ આવાજ છે?
એહલે સુન્નતના આલીમોએ પોતાના ખલીફાની આબરૂની સુરક્ષા માટે અને તેમને બેઈઝઝતી અને અપમાનથી બચાવવા માટે દરેકે અલગ અલગ પદ્ધતિ અપનાવી છે.
બુખારીએ પોતાની કિતાબ સહીહમાં ઉપરોક્ત હદીસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ ઉમરનો જવાબ ખાય ગયા (લખ્યો નથી) જેમાં પૂછનારને કહ્યું હતું: “નમાઝ ન પઢો”. પરંતુ અમ્મારે યાસીરની વાતને નકલ કરી છે. હકીકતમાં બુખારી એ વાતથી અજાણ હતા કે અમ્મારે યાસીરનો જવાબ સચ્ચાઈ (હકીકત)ને લોકોની સામે સ્પષ્ટ કરી દેશે.
અમૂકે ખલીફાના જવાબ “નમાઝ ન પઢો” ના બદલે લખ્યું છે કે ખલીફાને જવાબની ખબર ન હતી એટલેકે તેને ખબર ન હતી કે જવાબ શું છે.
અમૂક લોકોએ તો કંઇક અલગ જ બયાન કર્યુ છે કે ખલીફાએ ઈજતેહાદ કર્યો અને તયમ્મુમની આયતને હદસ અસ્ગરથી મખ્સુસ જાણતા હતા. તેના ઈજતેહાદે તેને આ બાબતે તૈયાર કાર્ય કે મુજનીબ શખ્સ તયમ્મુમ ન કરે. આ લોકો તેની ઉમરના મશહુર ફતવાઓમાંના એક મશહુર ફતવામાં ગણતરી કરે છે!!!
કુરઆન અને સુન્નતે પયગમ્બર (સ.અ.વ.)ની થોડીક પણ જાણકારી રાખનાર ઉમ્મતના લોકો એ કહી શકે છે ખલીફાનો ઈજતેહાદ કુરઆન અને નસ્સની વિરુદ્ધમાં છે.
(અને જે શખ્સ કુરઆન અને નસ્સની વિરુદ્ધમાં ઈજતેહાદ કરે છે. તે કુરઆનથી બગાવત કરનારામાં શામેલ થાય છે.)

કલમ અને દવાત નો પ્રસંગ

પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ની વફાતના દિવસે એટલે કે સોમવારે સવારે અમૂક અસ્હાબો આપની ખિદમતમાં ભેગા થયા તો આં હઝરત (સ.અ.વ.) એ ફરમાવ્યું:
કલમ અને કાગળ લાવો જેથી કરીને હું એવું લખાણ લખી આપુ કે તમે મારા પછી કદીપણ ગુમરાહ ન થાવ.
ઉમરે કહ્યું:
પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ઉપર (મઆઝલ્લાહ) બીમારી સવાર થઇ ગઈ છે. (તે વાતનો ઈશારો છે કે તે જે વાત કહી રહ્યો છે તેની તરફ તેમનું ધ્યાન નથી) તમારી પાસે તો ખુદાની કિતાબ છે અને આપણા માટે તો ખુદાની કિતાબ કાફી છે.
(સહીહ બુખારી, બાબે કિતાબતુલ ઈલ્મ, ભાગ-૧, પાના નં. ૨૨, મુસ્નદે એહમદે હમ્બલ તેહકીક અહમદ મોહંમદ શાકીર, હ. ૨૯૯૬, તબકાતે ઈબ્ને સઈદ, ભાગ-૨, પાના નં. ૨૪૪ પ્રકાશન બૈરૂત)
બીજી રિવાયતમાં તબકાત ઈબ્ને સઈદે કહ્યું કે તે વખતે ત્યાં જેટલા લોકો હતા તેમાંથી એક શખ્સે કહ્યું:
કે બેશક ખુદાના નબી હીઝયાન બકી રહ્યા છે. (નઉઝોબીલ્લાહ)
(તબકાત ઈબ્ને સઈદ, ભાગ-૨, પાના નં. ૨૪૨, પ્રકાશન બૈરૂત, સહીહ બુખારી, ભાગ જવાએઝુલ વફદ મીન કિતાબીલ જેહાદ, ભાગ-૨, પાના નં. ૧૨૦ અને બાબ ઇખ્રાજુલ યહુદ મીન  જઝીરતીલ અરબ, ભાગ-૨ પાના નં. ૧૩૬ માં શબ્દો મૌજુદ છે. ફકાલુ હજઝ રસુલુલ્લાહ. લોકોએ કહ્યું રસુલુલ્લાહને હિઝયાન થઈ ગયું છે. નઉઝોબીલ્લાહ )
આ વાતનો રદ કરવાવાળો યકીનન તેજ હતો જેણે કહ્યું હતું “હસ્બોના કિતાબુલ્લાહ” (ખુદાની કિતાબ અમારા માટે કાફી છે) કહ્યું હતું.
એહલે સુન્નતની કિતાબોમાં ઉમરની કબુલાત
ખુદ ઉમરે આ શર્મનાક અને બેહુદા અમલનો સ્વીકાર કર્યો છે. ઈમામ અબુલ ફઝલ એહમદ ઈબ્ને અબી તાહીર તારીખે બગદાદમાં અને ઈબ્ને અબીલ હદીદએ શરહે નહજુલ બલાગાહ ૩/૯૭ માં ઉમરના હાલાત વિષે  લખ્યું છે:
એક દિવસ ઉમર અને ઈબ્ને અબ્બાસની વચ્ચે લાંબી ચર્ચા થઇ જેમાં ઉમરે કહ્યું:
પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ પોતાના આખરી વખતમાં તેમના (અલીના) નામની સ્પષ્ટતા કરવા માંગતા હતા. પણ અમે એવું ન થવા દીધું. પયગમ્બરે અકરમ (સ.અ.વ.) તે બાબતે ખુબજ નારાજ થયા.
તે વખતે ત્યાં હાજર લોકોમાંથી અમૂક લોકોએ કહ્યું: રસુલુલ્લાહ (સ.અ.વ.)નો હુકમ છે તેને અંજામ આપો અને ચર્ચા, બહેસ અને વાદવિવાદ પછી કેટલાક લોકોએ કાગળ અને કલમ લાવવાનો ઈરાદો કર્યો પણ આં હઝરત (સ.અ.વ.) એ કહ્યું: “અય બઅદ માઝા”
હવે લાવીને શું કરશો (તબકાત ઈબ્ને સઈદ, ભાગ-૨, પાના નં. ૨૪૨, પ્રકાશન બૈરૂત)
ઉમરની આ ગુસ્તાખી પછી કાગળ કલમ લાવવામાં આવતે અને આપ(સ.અ.વ.)એ કોઈ એવુ વસીયતનામુ લખતા કે જેમાં અલીના નામની સ્પષ્ટતા હોતે તો વિરોધીઓ અમૂક લોકોને હાજર કરી શકતા હતા કે જેઓ તે વાતની ગવાહી આપે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ તેને હાલતે હિઝ્યાનમાં લખ્યું હતું.
ત્યાં જયારે જગડો અને વિવાદ વધી ગયો તો પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ  કહ્યું “કુમુ અન્ની, લા યન્બગી ઈન્દ નબીય્ય તનાઝઅ”
“મારી પાસેથી ઉભા થઈને ચાલ્યા જાવ કે નબીની બેઠકમાં જગડો કરવો યોગ્ય નથી.”
(તારીખે અબીલ ફેદા, ભાગ-૧, પાના નં. ૧૫, સહીહ બુખારી, પ્રકરણ કિતાબતુલ ઈલ્મ, ભાગ-૧, પાના નં. ૨૨માં આ શબ્દોનો ઉલ્લેખ થયો છે “કાલ: કુમુ અન્ની, લા યન્બગી ઈન્દી તનાઝઅ”  પયગમ્બરે કહ્યું: મારી પાસેથી ઉભા થઈને ચાલ્યા જાવ કે મારી પાસે જગડો કરવો યોગ્ય નથી)

સકીફાનો બનાવ સહીહ બુખારી અને ઉમરની ઝબાની

સહીહ બુખારી સીહાએ સીત્તામાં (છ સાચી કિતાબો) થી એક કિતાબ માનવામાં આવે છે. એહલે સુન્નત હઝરાત કુરઆને કરીમ પછી આ છ કિતાબો (સીહાએ સીત્તા) ની સરખામણીમાં બીજી કોઈ કિતાબને મહત્વ નથી આપતા અને આ કિતાબોમાં જે કાંઈ બયાન કરવામાં આવ્યુ છે તેને તેઓ તદ્દન સહીહ (સાચુ) માને છે.
બુખારીએ પોતાની સહીહ કિતાબમાં સકીફાનો બનાવ ઉમરના હવાલાથી આ રીતે બયાન કર્યો છેઃ
પગમ્બરે અકરમ સ.અ.વ. ની વફાત પછી અમુક ખબરોમાંથી એક ખબર જે અમારા સુધી પહોંચી  એ છે કે સકીફાએ બની સાઅદામાં અન્સાર ભેગા થયા છે. મેં અબુબકરને કહ્યું કે ચાલો આપણે પણ ત્યાં જાઈએ જેથી આપણે પણ આપણા અન્સારી ભાઈઓ સાથે ભેગા થાઈએ. અબુબકરે મારી વાત માની લીધી અને અમો બંને સકીફા પહોંચી ગયા. હ. અલી અ.સ. અને ઝુબૈર તથા તેમના સાથીઓ અમારી સાથે ન હતા. અમે જ્યારે સકીફા પહોંચ્યા તો ત્યાં જોયું કે અન્સારના લોકો એક માણસને કોઈ વસ્તુમાં લપેટીને પોતાની સાથે લાવ્યા હતા અને કહેતા હતા કે આ સાઅદ બીન ઓબાદા છે જેને ખુબજ વધારે તાવ છે. અમે બંન્ને (ઉમર અને અબુબકર) તેની નઝદીક બેસી ગયા. અન્સારમાંથી એક શખ્સ ઊભો થયો અને તે તકરીર કરવા લાગ્યો. અલ્લાહના વખાણ અને પાલનહારની પ્રસંશા પછી કહ્યું કે અમો ખુદાવંદે આલમના દોસ્ત અને તેના ચાહવાવાળા છીએ અને ઈસ્લામના સીપાહીઓ અને તેની તાકત છીએ. પરંતુ તમે અય મોહાજેરીનના લોકો તમારી સંખ્યા ઘણી ઓછી છે અને …
મેં (ઉમરે) વિચાર્યુ કે આનો જવાબ આપું પરંતુ અબુબકરે મારી આસ્તીન ખેચીને મને ચુપ કરી દીધો અને ખુદ પોતે ઊભો થઈને બોલવા લાગ્યો કેઃ અને ખુદા ગવાહ છે કે તેણે જે કાંઈ કહ્યું તે હું પણ કહેવા ચાહતો હતો બલ્કે તેણે મારા કરતા પણ વધારે સારી રીતે કહ્યું.

તેણે (અબુબકરે) કહ્યુ કે અય અન્સારના લોકો! તમોએ જે લાક્ષણિકતાઓ અને ખુબીઓનું વર્ણન કર્યુ બેશક તમે લોકો તેનિ તલબ કરનારા છો અને તમે તેને પ્રાપ્ત પણ કરી છે. પરંતુ ખીલાફત અને હુકુમત ફકત કુરૈશનો હક્ક છે. કારણકે તે લોકો શરાફત, વંશ અને કુળના આધારે અરબના બધા કબીલાઓમાં મશ્હુર છે અને તેમના બાબતે કોઈ ઇખ્તેલાફ નથી. હું તમારા હિત અને ભલાઈ માટે કહી રહ્યો છું કે હું બે વ્યકિતઓને તમારી સમક્ષ રજુ કરૂં છું તેમાંથી જેને ચાહો કોઈ એકને ખીલાફત માટે ચુંટી કાઢી તેની બયઅત કરી લ્યો. આમ કહીને અબુબકરે મારો અને અબુ ઓબયદાનો હાથ પકડીને લોકોની સામે રજુ કર્યો અને આ છેલ્લો પ્રસ્તાવ મને પસંદ ન પડયો. તેટાલામાં અન્સારમાંથી એક બીજો વ્યક્તિ પોતાની જગ્યા ઉપરથી ઉભો થયો અને આ રીતે બોલ્યોઃ
અય અન્સારના લોકો! હું તમારી વચ્ચે એ લાકડી સમાન છું જેનાથી ઊંટોને હંકારવામાં આવે છે અથવા તે ઝાડની જેમ છું જેના છાંયામાં આશરો લેવામાં આવે છે. અગર આમ જ વાત હોય તો અય મોહાજેરીનના લોકો તમે તમારા માટે એક હાકીમ ચુંટો અને અમે અમારામાંથી એક હાકીમની પસંદગી કરીશુ. આ વાત થતાંજ કરતા લોકોમાં ચારો તરફથી શોરબકોર શરૂ થઈ ગયો અને અમે તીવ્ર મતભેદો અને હરીફાઈને જોઈ.

મેં આ ખળભળાટનો લાભ ઉઠાવ્યો અને અબુબકરને કહ્યું કે તમે તમારો હાથ આપો જેથી હું તમારી બયઅત કરૂં. જેવો તેમણે પોતાનો હાથ આગળ કર્યો કે મેં તેના હાથ ઉપર બયઅત કરી લીધી અને અબુબકરની બયઅત કર્યા પછી અમે સાઅદ બીન ઓબાદા પાસે ભેગા થઈ ગયા…

આ બનાવ પછી હવે અગર કોઈ મુસલમાનોના મશ્ વેરા વગર કોઈ શખ્સની ખીલાફતની બયઅત કરે તો ન બયઅત કરવાવાળાને અનુસરો અને ન બયઅત લેવાવાળાને અનુસરો. કારણકે બંને મૌતની સજાના હકદાર છે.
(સહી બુખારી, કિતાબુલ હોદુદ, પ્રકરણ રજમુલ હબ્લા, ૪ / ૧૧૯-૧૨૦,
સીરએ ઈબ્ને હિશામ, ૪/૩૩૬-૩૩૮. કન્ઝુલ ઉમ્માલ, ૩/૧૩૯ હદીસ નં. ૨૩૨૬)

ઉમરે જ. ફાતેમા સ.અ. ઉપર એવો વાર કર્યો કે જ. મોહસીન અ.સ. શહીદ થઈ ગયા

રસુલુલ્લાહ સ.અ.વ. ની શહાદત પછી શરૂ થએલા એહલેબૈત અ.સ. પરના ઝુલ્મોના ભોગ બનેલા પ્રથમ શહીદ જ. મોહસીન ઇબ્ને અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.  ની શહાદત ૧લી રબીઊલ અવ્વલ
એહલે સુન્નતના ઘણા આલીમોએ આ વાતનું વણૅન કર્યુ છે કે જ. ઝહરા સ.અ. થી અલી અ.સ. ને ત્રણ દિકરા હતા. હસન અ.સ., હુસૈન અ.સ. અને મોહસીન અ.સ. અને આ નામ રસુલે ખુદા સ.અ.વ. એ જ. હારૂનના ફરઝંદોના નામ શબ્બર, શબ્બીર અને મુશબ્બીર ઉપરથી રાખ્યા હતા.[1] ત્યાં સુધી કે સાઉદ અરેબીયાના જીદ્દામાં એક રોડનું નામ “શારેઅ મોહસીન બીન અલી અ.સ.” છે. હવે સવાલ એ થાય છે કે ઈમામ હસન અ.સ. અને ઈમામ હુસૈન અ.સ. નું વણૅન તો મળે છે પરંતુ ત્રીજા ફરઝંદ જ. મોહસીનનું વણૅન કયાંય જોવા મળતું નથી? અગર આપણે ઈતિહાસ ઉપર નઝર કરીશું તો જાણવા મળશે કે તેમના અકીદતમંદો, જે ઝુલ્મો થયા છે તેનું વણૅન કરતા કતરાઈ છે. પરંતુ હકીકત કોઈને કોઈ રીતે જાહેર થઈ જાય છે. ટૂંકમાં ૩ હવાલાઓ રજુ કરીએ છીએ.
(૧) મોહમ્મદ બીન અહમદ બીન હમ્માદ કુફીએ અલ હાફીઝ અલ ફાઝીલ અબુબક્ર અહમદ બીન હમ્દ સરા બીન યહ્યા બીન સરા ઈબ્ને અબી વારીમ અત્તમીની અલ કુફીની ઝીંદગીનું વણૅન કરતા લખ્યું છે કે તેઓ ઝીંદગીના અંતિમ દિવસોમાં મોટા ભાગે ટીકા કરતા હતા. એક દિવસ એક શખ્સ તેમને મળવા આવ્યો જેને તેઓએ કહ્યુઃ
ઉમરે જ. ફાતેમા સ.અ. ના સીના ઉપર એવો વાર કર્યો કે જ. મોહસીન અ.સ. શહીદ થઈ ગયા.[2]
આ એ જ. ફાતેમા સ.અ. છે કે જ્યારે તેઓ આવતા તો રસુલ સ.અ.વ. આપના એહતેરામમાં ઉભા થઈ જતા અને કપાળને ચુમતા અને પોતાની જગ્યાએ બેસાડતા હતા.
(૨) ઈબ્રાહીમ ઈબ્ને સય્યાર અન્નીઝામ (વફાત હિ.સ. 31) એ કહ્યું કેઃ
“બયઅતના દિવસે ઉમરે જ. ફાતેમા સ.અ. ના પેટ ઉપર એવો માર માર્યો કે જેમનાથી તેમનું ગભૅ પડી ગયું અને ઉમર મોટા અવાજે ચીખી રહ્યો હતો કે આમનું ઘર, ઘરના લોકો સાથે સળગાવી દયો અને તે સમયે ઘરમાં અલી અ.સ., ફાતેમા સ.અ., હસન અ.સ. અને હુસૈન અ.સ. સિવાય કોઈ બીજું ન હતું.[3]
શું કોઈ મઝહબમાં એક હામેલા ઔરત ઉપર આવો હુમલો કરવામાં આવે છે??!
(૩) ઈબ્ને અબીલ હદીદે હબ્બાર બીન અલ અસ્વદના વિષે પોતાના ઉસ્તાદ પાસેથી આ વાકેઓ સાંભળ્યો કે જ્યારે હઝરત અલી અ.સ. હિજરત પછી ઔરતોની સાથે મક્કાથી મદીના જઈ રહ્યા હતા ત્યારે તે ઔરતોમાં એક ઝયનબ પણ હતા. હબ્બાર બીન અલ અસ્વદે જ. ઝયનબને એવી રીતે ડરાવ્યા કે તેમનો ગભૅ પડી ગયો. જ્યારે રસુલે ખુદા સ.અ.વ. ને આ બનાવની જાણ થઈ તો આપ સ.અ.વ. એ હબ્બારનું ખુન હલાલ જાહેર કર્યુ. આ બનાવ પછી ઈબ્ને અબીલ હદીદના ઉસ્તાદે ફરમાવ્યું કે અગર રસુલે ખુદા સ.અ.વ. તે સમયે હયાત હોત કે જ્યારે લોકોએ જ. ફાતેમા સ.અ. ને ડરાવ્યા જેના કારણે તેમનું હમલ સાકીત થઈ ગયું તો રસુલે ખુદા સ.અ.વ. ડરાવવાવાળાના ખુનને હલાલ જાહેર કરી દેત.” આ સાંભળી ઈબ્ને અબીલ હદીદે પોતાના ઉસ્તાદને પુછયું. શું હું આપના હવાલાથી આ વાત વણૅવું કે જેવી રીતે અમુક લોકો કહે છે કે જ. ફાતેમા સ.અ. ને એટલા ડરાવવામાં આવ્યા કે જ. મોહસીન (અ.સ.) ની શહાદત થઈ ગઈ? ઉસ્તાદે કહ્યું ન તો મારા તરફથી આ રિવાયત વણૅન કરો અને ન જુઠલાવો. [4]
આ પ્રસંગથી એ વાતનો અંદાજ લગાવી શકાય છે કે જે બનાવો પાબંદી હોવા છતાં જબાન ઉપર આવી ગયા તેને પણ બયાન કરવાની ઈજાઝત આપવામાં ન આવી. તો પછી તે પ્રસંગોનું શું કહેવું જે વણૅન થયા નથી અથવા જેમાં ફેરફાર કરી નાખવામાં આવ્યા છે.
દુનિયામાં તો આવા પ્રયત્નો કામ્યાબ થઈ ગયા પરંતુ કયામતમાં જ્યારે હકીકતો અને ભેદ જાહેર થઈ જશે ત્યારે કોઈપણ પ્રકારનો પસ્તાવો અને માફી માંગવી અઝાબે ઈલાહીથી બચાવી શકશે નહીં.
——————————————————————————–
[1] મુસ્નદે એહમદ ભાગ-1, પાના નં. 118, અલ મુસ્તદરક અલસ સહીહય્ન, પાના નં. 165
[2] મીઝાનુલ એઅતેદાલ ભાગ-1, પાના નં. 139
[3] અલ મેલલ વન નેહલ, ભાગ-1, પાના નં. 59, અલ વાફી બીલ વફીય્યાત, ભાગ-6, પાના નં. 17
[4] શર્હે નહજુલ બલાગાહ, ભાગ-14, પાના નં. 192

હઝરત અલી (અ.સ.)ના દુશ્મનો પણ આપ (અ.સ.)ના ફઝાએલ અને કમાલાતનો સ્વિકાર કરનારા હતા પરંતુ...

અમીરૂલ મોઅમેનીન ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની વિલાયત, વિસાયત, ખિલાફત અને ઈમામતનું એઅલાન રસુલે અકરમ (સ.અ.વ.)એ ઈસ્લામની શરૂઆતથી જ જુદા જુદા તરીકા અને સંકેતો વડે કર્યા કર્યુ હતુ પરંતુ અંતિમ અને છેવટનું એઅલાન આખરી હજના પ્રસંગે ખુદાના હુકમથી મક્કાથી મદિના પરત ફરતી વેળા જોઅફા નામના સ્થળે કર્યું. આ પ્રસંગનું વિગતવાર વર્ણન બધીજ ઈસ્લામીક ઈતિહાસની કિતાબોમાં અને કુરઆને કરીમની તફસીરોમાં મૌજુદ છે. આ લેખમાં આપણો મકસદ અલી (અ.સ.)ના ફઝાએલ, મનાકીબ, વિસાયત અને વિલાયતની ચર્ચા કરવાનો નથી પરંતુ આપણો વિષય હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના કટ્ટર દુશ્મન અમ્ર ઈબ્ને આસનો એક કસીદો છે કે જેમાં તેણે મોઆવિયાની ટીકા કરેલ છે અને અલી (અ.સ.)ની પ્રશંસા કરેલ છે અને અલી (અ.સ.) હિદાયતના ઈમામ હોવાનો સ્વિકાર કર્યો છે. ગદીરના પ્રસંગ બાદ આ પ્રસંગને ઘણા બધા અરબના શાએરોએ અને પ્રખ્યાત વિદ્વાનો અને લેખકોએ શેઅર (કલામ) સ્વરૂપે રજુ કરેલ છે.
ખાસ ધ્યાન આકર્ષિત કરતી બાબત એ છે કે જ્યાં અલી (અ.સ.)ના દોસ્તોએ મૌલાની શાનમાં અશ્આર કહી વખાણ કરેલ છે ત્યાં અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના કટ્ટર દુશ્મનોએ પણ પોતાના હુનરને પ્રદર્શિત કર્યુ છે અને પોતાના આ હુનર વડે આપ (અ.સ.)ની વિલાયતને સાચી ઠેરવી તેનો સ્વિકાર કર્યો છે.
આ શાએરોમાં અમ્ર ઈબ્ને આસનો એક પ્રખ્યાત કસીદો કે જે ‘કસીદએ જુલજુલીય્યહ’ના નામથી મશ્હુર છે. આ કસીદો અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની શાનમાં અરબી ભાષાની પ્રખ્યાત કૃતિઓમાંથી એક કૃતિ માનવામાં આવે છે. અમ્ર ઈબ્ને આસે આ કસીદામાં 66 અશ્આર રચેલ છે.
મરહુમ શૈખ અબ્દુલ હુસૈન અમીની કે જેઓ અલ્લામા અમીની (અ.ર.)ના નામથી પ્રખ્યાત છે તેઓએ પોતાની મશ્હુર કિતાબ ‘અલ ગદીર ફીલ કિતાબે વલ સુન્નતે વલ અદબે’ના બીજા ભાગમાં આ બધાજ 66 અશ્આરને વર્ણવ્યા છે અને ત્યારબાદ તેની વિસ્તૃત ચર્ચા અને સમજણ રજુ કરેલ છે.
મોઆવિયાનો પત્ર અમ્ર ઈબ્ને આસના નામે:
જ્યારે અમ્ર ઈબ્ને આસે મિસ્રનો હિસાબ કિતાબ (વેરો) ન મોકલ્યો ત્યારે મોઆવિયા બીન અબી સુફીયાને મિસ્રના ટેકસ (કર) બારામાં પૂછપરછ કરવા માટે અમ્ર ઈબ્ને આસને એક પત્ર લખ્યો કે જેનો વિષય આ પ્રમાણે છે:
‘મેં મિસ્રના ટેકસ (ખિરાજ) વિષે તને ઘણીવાર પત્રો લખ્યા પરંતુ તે આ પત્રોના જવાબ ન આપ્યા અને મારી નાફરમાની કરી. હવે હું તને છેલ્લીવાર પત્ર લખુ છું કે કોઈપણ પ્રકારનું મોડું કર્યા વગર જલ્દીથી મિસ્રનો ટેકસ (કર) મોકલી આપ. વસ્સલામ.’
અમ્ર ઈબ્ને આસનો જવાબ:
અમ્ર ઈબ્ને આસને આ વાત ખૂબજ ખરાબ લાગી અને તેણે આ કસીદો જવાબમાં લખીને મોકલ્યો કે જેમાં તેણે મોઆવિયાને ખૂબજ વખોડયો છે અને મોઆવિયાને તે બધાજ પ્રસંગોની યાદ દેહાની કરાવી છે કે જેમાં તેઓ બંનેએ મળીને હઝરત અલી (અ.સ.)ને ખિલાફતથી દુર રાખવાના કાવતરા કરેલા હતા. સાથોસાથ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના સાચા હોવાનો અને તેમની ફઝીલતોનો સ્વિકાર પણ કર્યો કે આપ (અ.સ.) જ હિદાયતના ઈમામ છે.
કસીદાનું નામ જુલજુલીય્યહરાખવાનું કારણ:
આ કસીદાનો અંતિમ શબ્દ ‘અલ જુલ જુલ’છે અને આ કારણે આ કસીદાનું નામ ‘જુલજુલીય્યહ’રાખવામાં આવ્યું છે. ‘જુલજુલીય્યહ’નો અર્થ ‘ઘંટ’- ‘ઘુંઘરૂ’થાય છે અને ‘ખુબજ ખંતીલો’અને ‘સ્ફુર્તિવાળા’ના અર્થમાં પણ વપરાય છે.
આ કસીદાના તમામ શેર મોઆવિયાના ગાલ ઉપર જોરદાર તમાચાઓ છે. બધાજ અશ્આરનો શબ્દસ: તરજુમો કરવો એ અમારો મકસદ નથી. આથી અમે અહીં તેના તરજુમાનો ભાવાર્થ રજુ કરીએ છીએ કે જેથી મોઆવિયા અને અમ્ર ઈબ્ને આસના કાવતરા, ચાલબાજીઓ અને તે લોકોના ગંદા રાજકારણને લોકો સરળતાથી સમજી શકે. આ કસીદાનું ભાષાંતર માટે અમે અલ્લામા અમીની (અ.ર.)ની કિતાબ અલ ગદીરના ફારસી અનુવાદ ભાગ-3 માંથી કરેલ છે. આ કસીદાનો કાવ્યાત્મક અનુવાદ તેની શરહ (સમજુતી)ની સાથે 106 અશ્આર ઉપર આધારિત છે જેને મોહમ્મદ તકી વાહેદીએ કરેલ છે.
(અલ ગદીર, 3/207)
કસીદ એ જુલજુલીય્યહનો ભાવાર્થ:
  1. અય મોઆવિયા! મારા વિષે અને તારા કામના વિષે નાદાન ન બન અને હકના રસ્તાથી એક કદમ પણ દુર ન થા.
  2. શું તુ ભુલી ગયો છો કે તે દિવસે તે કેવી રીતે હુકુમતનો પોશાક પહેરી લીધો હતો અને મેં શામવાળાઓને કેવી રીતે છેતર્યા હતા?
  3. કેવી રીતે લોકોના ટોળાને ટોળા તારી તરફ આવી ગયા હતા અને ગભરાયેલી ગાયની જેમ રોકકળ અને ફરિયાદ કરવા લાગ્યા હતા.
  4. શું તુ ભુલી ગયો કે મેં એ લોકોને કહ્યું હતું કે તમારી વાજીબ નમાઝો મોઆવિયા વગર કબુલ નહીં થાય.
  5. અને આ જ કારણે તે લોકોએ મઝહબને છોડી દીધો અને નમાઝની તરફ કંઈ ધ્યાન ન આપ્યું અને તે ડરેલા લોકોને જંગ માટે તૈયાર કર્યા.
  6. એ દિવસને યાદ કર! કે જ્યારે તું હિદાયતના ઈમામથી ફરી ગયો જ્યારે એમના લશ્કરમાં બહાદુર અને દિલેર ઈન્સાન મૌજુદ હતા.
  7. (તે કહ્યું હતુ) શું હું આ મક્કાર અને ખરાબ લોકો સાથે કે જેઓ શાંત ગાયની જેવા છે, તકવા ધરાવનારા લોકોની સાથે જંગ કરવા જાવ?
  8. મેં કહ્યું હતુ: હા, ઉભો થા અને જંગ કર, હું નિમ્નસ્તરના લોકોની જંગ જોઈશ ઉચ્ચસ્તરના લોકોની સાથે.
  9. બસ, મારા કારણે તે લોકો વસીઓના સરદાર હઝરત અલી (અ.સ.)ની સાથે, એ નઅસલ (ઉસ્માન)ના ખૂનના બદલામાં જંગ કરી બેઠા.
  10. મેં તારા લશ્કરને ઉશ્કેર્યુ કે તેઓ મુસ્હફ (કુરઆને કરીમ)ને નેઝાઓ ઉપર બુલંદ કરે.[1]
અમ્રે આસ નગ્ન થઈ ગયો:
  1. મેં તારા લશ્કરને શીખવાડયું કે પોતાના ગુપ્ત ભાગો ખોલી દે કે જેથી તે જવાન મર્દ તેઓને કત્લ કરવાથી પોતાનું ધ્યાન હટાવી લ્યે.[2]
  2. આ પછી બગાવત કરનારાઓ એ હૈદરની વિરૂધ્ધ કયામ કર્યો. (આ રીતે) લોકોને પ્રકાશિત મશાલ (હિદાયત)થી દુર રાખ્યા.
  3. શું તુ ભુલી ગયો કે મેં અબુ મુસા અશ્અરીથી ‘દુમતુલ જન્દલ’માં કેવી રીતે વાતચીત કરી હતી.[3]
  4. હું ખુબજ નરમ અંદાજમાં વાત કં છું, જેથી સાંભળનાર લાલચમાં આવી જાય છે અને મારા ફરેબ (ચાલાકી)ના તીર તેના શરીરમાં ઘુસી જાય છે.
  5. મેં હૈદરને ખિલાફતથી એવી રીતે દૂર કરી દીધા જેવી રીતે પગમાંથી પગરખાને કાઢી નાખવામાં આવે છે.
  6. અને ખિલાફતને અંગુઠી (વિંટી)ની માફક તને પહેરાવી દીધી, જ્યારે કે તું પોતે ખિલાફતથી નાઉમ્મીદ થઈ ગયો હતો.
  7. મેં તને પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના ઉચ્ચ મિમ્બર ઉપર કોઈ પણ પ્રકારની જંગ અને તલ્વાર ચલાવ્યા વગર બેસાડી દીધો.
  8. જો કે તું આ ઈઝઝતદાર હોદ્દાને લાયક ન હતો.
  9. મેં ઈરાકના મુનાફીક લશ્કરને મોકલ્યુ કે જેના થકી તે ‘ઉત્તર’અને ‘દક્ષિણ’ને પોતાના કબ્જામાં લઈ લીધું.
  10. એ હું હતો કે જેણે તાં નામ દુર દુરના સ્થળો સુધી પહોંચાડયું.
  11. અય કાળજુ ખાનારી હિન્દાના પુત્ર (મોઆવિયા) અગર તું મને નથી ઓળખતો તો એ મારા માટે ખૂબજ દુ:ખની વાત છે.
  12. અગર હું તારો વજીર ન હોત તો લોકો કયારેય તાં અનુસરણ ન કરતે અને અગર હું ન હોત તો કયારેય લોકો તને ન સ્વિકારતે.
  13. અગર હું ન હોત તો તું સ્ત્રીઓની જેમ ઘરમાં જ બેઠો રહેત અને કયારેય ઘરની બહાર ન નિકળત.
  14. અય હિન્દાના પુત્ર! મેં અજ્ઞાનતા અને નાદાનીના કારણે શ્રેષ્ઠ ખબર નબએ અઝીમ (હઝરત અલી અ.સ.) અને ઈન્સાનોમાં શ્રેષ્ઠની સામે તારી મદદ કરી.
  15. અને જ્યારે મેં તને લોકોનો સરદાર બનાવી દીધો ત્યારે આપણે પોતે ખૂબજ નીચા દરજ્જામાં ઉતરી ગયા અને અસફલે સાફેલીન (જહન્નમના છેલ્લા તબક્કા)માં પહોંચી ગયા.
  16. જ્યારે કે આપણે હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.) પાસેથી અલી (અ.સ.)ના ખુબજ ફઝાએલ અને કમાલાત સાંભળ્યા હતા.
ગદીરના એઅલાનની કબુલાત:
  1. જે દિવસે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) તે ગદીરે ખુમમાં મીમ્બર ઉપર ગયા અને ખુદાના હુકમને લોકો સુધી પહોંચાડયો તે સમયે કોઈ પણ કાફલો તેના ઘર સુધી પહોંચ્યો ન હતો.
  2. એમણે અલી (અ.સ.)ના હાથને પોતાના હાથમાં લીધો અને બધાને બતાવીને મોટા અવાજે ખુદાના હુકમને લોકો સુધી પહોંચાડયો.
  3. અય લોકો! શું હું તમારા ઉપર તમારા કરતા વધારે અધિકાર નથી ધરાવતો અને તમારા ઉપર બિનશરતી વિલાયત નથી ધરાવતો? બધાએ કહ્યું: હા અય રસુલુલ્લાહ (સ.અ.વ.) આપ જે ચાહો તે કરો.
  4. ખુદાવંદે આલમની તરફથી આં હઝરત (સ.અ.વ.) એ લોકો ઉપર હુકુમતને અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)થી મખ્સુસ કરી અને ફકત તેઓજ પોતાની ખિલાફતને જેને ચાહે તેને આપી શકે છે.
  5. ફરમાવ્યું: જેનો હું મૌલા છું, આજથી આ અલી (અ.સ.) તેઓના સૌથી શ્રેષ્ઠ મૌલા છે.
  6. પછી દોઆ કરી: અય ઝુલજલાલ! એમના દોસ્તોને દોસ્ત રાખ અને પોતાના પયગમ્બર (સ.અ.વ.)ના ભાઈના દુશ્મનોને દુશ્મન રાખ.
  7. અય લોકો! મારી ઈતરતના બારામાં તમે જે વચન અને વાયદો કર્યો છે તેને હરગીઝ ન તોડશો, કારણ કે જે કોઈ વચનભંગ કરશે તે કયામતના દિવસે મારા સુધી નહીં પહોંચી શકશે.
  8. અને જ્યારે તારા શૈખ (અબુબક્ર અને ઉમર)એ જોયું કે હૈદરની વિલાયત અને ખિલાફતના વચન અને કરારની મજબુત ગાંઠ ખુલી નથી શકતી તો બખ્ખીન બખ્ખીન (મુબારક થાય, મુબારક થાય) વડે આપ (અલી અ.સ.)ને મુબારકબાદી આપી.
  9. રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું: અલી તમારા વલી (સરપરસ્ત) છે અને તમારા ઉપર વાજીબ છે કે તમે તેની સુરક્ષા કરો અને જેવી રીતે મારી સાથે વ્યવહાર રાખતા હતા તેવી જ રીતે તેમની સાથે પણ વ્યવહાર રાખજો.
અમ્રે આસે પોતાને અને મોઆવિયાને જહન્નમી કરાર દીધા:
  1. આપણે આપણા આમાલ અને ચારિત્ર્યના લીધે જહન્નમના સૌથી નીચલા તબક્કામાં જશું.
  2. કયામતના દિવસે ઉસ્માનનું ખુન આપણને નજાત નહિ અપાવે અને કયામતનો દિવસ આપણી શરમિંદગીનો દિવસ હશે.
  3. અને કાલે કયામતના દિવસે અલી (અ.સ.) ખુદા અને તેના રસુલ (સ.અ.વ.)ના ઝરીયે ઈઝઝતના ખુબજ ઉંચા દરજ્જા ઉપર હશે અને તે દિવસે તે આપણા દુશ્મન હશે.
  4. તે દિવસે ખુદાવંદે મોતઆલ એ બધીજ કરણીનો હિસાબ લેશે જે થઈ હતી અને તે બધીજ બાબતોમાં આપણે હકથી દુર અને બાતિલની સાથે હશું.
  5. તે દિવસે હકીકતના ચેહરાથી નકાબ હટી જશે અને આપણી પાસે કોઈપણ બહાનુ નહિ રહે. વાય થાય આપણા ઉપર, એ દિવસે શું થશે?
  6. અય હિન્દાના પુત્ર (મોઆવિયા) આગાહ થઈ જા! કે તે જે મારી સાથે વચન અને કરાર કર્યો હતો, તેના ઉપર અમલ ન કર્યો અને આ રીતે તે જન્નતને વેચી દીધી.
  7. આખેરતની બેશુમાર નેઅમતોને છોડીને દુનિયાની સામાન્ય ચીજોને મેળવવા માટે તે આખેરતને ગુમાવી દીધી.
  8. તે જોયું કે લોકો તારી આજુબાજુ એકઠા થઈ ગયા છે અને હુકુમત તારા માટે તૈયાર છે, એવી હુકુમત કે જે બીજાઓથી તારા સુધી પહોંચી છે તો તું જાણી લ્યે કે આ હુકુમત મજબુત નહિ હોય.
  9. તાં ઉદાહરણ એવા શિકારી જેવું છે કે જે જાળ ફેંકે છે અને ઈન્સાનોને છેતરે છે અને પ્યાસાઓને પાણીની નહેરથી દૂર કરે છે.
સિફફીનની હારનો સ્વિકાર:
  1. જાણે કે તે જંગે સિફફીનની એ ખૌફનાક ‘લય્લતુલ હરીર’ને ભુલાવી દીધી.
  2. તે દિવસે તું એટલો બધો કમઝોર થઈ ગયો હતો કે એક બહાદુર અને દિલેર મર્દના ખૌફના કારણે શાહમૃગની જેમ તારો પાયજામો ખરાબ થઈ ગયો હતો.
  3. જે સમયે તે તારા ગુમરાહ લશ્કરને વિખેરી નાખ્યું ત્યારે તું એ રીતે ડરી રહ્યો હતો કે જાણે ભુખ્યો સિંહ તને હલાક કરી દેશે.
  4. તું ખુબજ મુશ્કેલીઓથી ઘેરાયેલો હતો અને વિશાળ મૈદાન તને એકદમ નાનુ દેખાઈ રહ્યું હતું.
  5. તે મને પુછયું હતું અય અમ્ર! તાકતવર સિપાહીની ચુંગલમાંથી કયાં ભાગી જાવ?
  6. અય અમ્ર! તેના સિવાય કોઈ ઉપાય નથી કે તું એમના હુમલાઓની સામે કોઈ પ્રપંચથી કામ લ્યે. કંઈક કામ કર માં દીલ પરેશાન છે.
  7. તે સમયે જ્યારે તારી હુકુમત તેની પુર્ણતાએ પહોંચી હતી ત્યારે તે મને વાયદો કર્યો હતો કે જે હોદ્દો અને સ્થાન તને મળશે તેમાંથી અર્ધુ મને આપીશ.
  8. હું પણ જલ્દીથી ઉભો થયો અને અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ની સામે મેં મારા કપડા ઉતારી નાખ્યા અને મારી શર્મગાહને જાહેર કરી દીધી. (નોંધ: આગળ તેની વિગત આવી ચૂકી છે).
  9. શર્મના લીધે તેમણે (અલી અ.સ.એ) પોતાનો ચહેરો છુપાવી દીધો અને મને કત્લ ન કર્યો. આ એવી ચીજ છે કે જ્યાં સુધી તારી અક્કલ પહોંચી નથી શકતી.
  10. પરંતુ તું દિલેર અને શૂરવીર મર્દના ખૌફના લીધે નેતરની જેમ ધ્રુજી રહ્યો હતો.
  11. જ્યારે તને હુકુમત મળી ગઈ હુકુમતની લાકડી તારા હાથમાં આવી ગઈ.
  12. ત્યારે તે બીજાઓને તો માલ-મત્ત્ાા અને હોદ્દાઓ આપીને નવાજ્યા પરંતુ મને એક દાણાની બરાબર પણ ન આપ્યું.
  13. મીસ્રની હુકુમત અબ્દુલ મલીકને આપી દીધી અને આ રીતે તે મારા ઉપર ઝુલ્મ કર્યો.
  14. જો કે તને આ મિસ્રની હુકુમતની લાલચ છે પરંતુ હવે તે મારા હાથમાં છે. જેથી તુ સમજી લે કે પથ્થરો ખાનાર પંખી ગરૂડના ચુંગલમાંથી નિકળી ગયુ છે અને આ હુકુમત તારા હાથોમાંથી ચાલી ગઈ છે.
  15. અગર મિસ્રની હુકુમતની ભલાઈ ચાહતો હો અને તેના ટેકસ (કર)ને માફ નહિ કર તો હું જંગ માટે તૈયાર છું અને તને ખૌફમાં નાખી દઈશ.
  16. ફૌજ અને લશ્કર, તીર અને તલ્વાર તથા મોટા નેઝાઓની સાથે તૈયાર છું.
  17. હું તારા ઘમંડના પર્દાને ફાડી નાખીશ અને સુઈ રહેલા દરેક ગમઝદા ઈન્સાનો (તે યતીમો કે જેઓના પિતા તારા કારણે કત્લ થયા)ને જગાડી દઈશ અને તેઓને તારી વિરૂધ્ધ ઉભા કરી દઈશ.
અમ્રે આસે મોઆવિયાને કહ્યું: તું અમીરૂલ મોઅમેનીન નથી.
  1. તું મોઅમીનો ઉપર હુકુમત અને ખિલાફત કરવાથી ખુબજ દુર છો.
  2. હુકુમતમાં થોડોક એવો પણ તારો હક નથી અને તારી અગાઉના તારા બાપ-દાદાઓને પણ તે હક ન હતો.
  3. અય મોઆવિયા! તારી અને અલી (અ.સ.)ની દરમ્યાન શું સામ્યતા હોય શકે છે? અલી (અ.સ.) એક ધારદાર અને કત્લ કરનારી તલ્વાર છે અને તું એક કાટી ગયેલા દાંતરડાની જેમ છે.
  4. અલી (અ.સ.) કે જેઓ આસ્માનના સિતારા છે. તેઓ કયાં અને તું કયાં? તું એક રેતી સિવાય કંઈ નથી.
  5. અય મોઆવિયા! અગર હુકુમતના બારામાં તું તારી ઉમ્મીદો સુધી પહોંચી ગયો તો તેનું કારણ એ હતુ કે ઝિલ્લતની ઘંટડી મારા ગળામાં બંધાયેલી હતી અને જાણી લ્યે કે મારી ગરદનમાં એવી ઘંટડી છે કે અગર હું મારી ગરદન હલાવીશ તો આ ઘંટડી વાગવા લાગશે.
અંત:
આ 66 અશ્આરમાંથી દરેક અશ્આરના બારામાં એક વિસ્તૃત લખાણ લખી શકાય છે. અમ્રે આસ અને મોઆવિયાએ અલી (અ.સ.)ની વિરૂધ્ધ જેટલા પ્રપંચો કર્યા હતા તે બધાનો ઉલ્લેખ અમ્રે આસે સ્પષ્ટ શબ્દોમાં કરી દીધો છે. પરંતુ અફસોસ છે તે લોકો ઉપર કે જેઓ હકીકતને જાણીને પણ અજાણ બને છે.
મૂળભુત કિતાબો અને સ્ત્રોતો:
આ કસીદો નીચે દર્શાવેલ કિતાબોમાં નકલ થએલો છે.
૧) ખુદ આના બે નુસ્ખા સ્વતંત્ર રીતે પ્રકાશિત થયા છે અને મિસ્રની લાઈબ્રેરીમાં મૌજુદ છે. આ લાઈબ્રેરીની કિતાબોની સુચી ઘણા બધા ભાગોમાં મૌજુદ છે. તેના ભાગ 4, પાના નં 314 ઉપર આ પ્રકાશનનું નામ મૌજુદ છે.
૨) ઈબ્ને અબીલ હદીદે શરહે નહજુલ બલાગાહમાં ભાગ-2, પાના નં. 522 ઉપર તેના અમૂક અશ્આર લખ્યા છે અને લખ્યું છે કે મેં આ પંકિતઓને અબી ઝકરિયા યહ્યા બીન અલી ખતીબ તબરીઝી (વફાત 502 હિજરી)ના લખાણમાં જોયા.
૩) શૈખ મોહમ્મદ અઝહરીએ કિતાબ ‘મુગ્નેયુલ લબીબ’ની શરહ, ભાગ-1, પાના નં. 82 માં બધીજ પંકિતઓને ‘તારીખે ઈશ્હાક’થી નકલ કરેલ છે.
૪) ઝનુઝીની કિતાબ ‘રીયાઝુલ જન્નહ’માં રોવ્ઝએ દુવ્વુમમાં આ સંપૂર્ણ કસીદાને લખવામાં આવ્યો છે.
દુનિયા હકીકતોને જેટલી છુપાવવા માંગે છુપાવી લ્યે પરંતુ એ સમય જરૂર આવશે જ્યારે ગદીરી મૌલાના સાચા વંશજ ઈમામ મહદી (અ.ત.ફ.શ.) ઝુહુર ફરમાવશે અને હકીકતોને છુપાવનારાઓને તેના અંજામ સુધી પહોંચાડશે.

[1] નિર્દેશ દાસ્તાને હકમય્નની તરફ છે.
[2] જંગે સિફફીનમાં એક વાર અમ્રે આસ અલી (અ.સ.)ની સામે આવી ગયો અને જ્યારે તેણે અનુભવ્યુ કે તે અલી (અ.સ.)ના હાથે માર્યો જશે તો બચવા માટે તેણે પોતાને જમીન ઉપર પછાડી દીધો અને પોતાના ગુપ્ત ભાગને (શર્મગાહ)ને ખોલી નાખી અને તેની આ યુકિતને લીધે તે મૌતથી બચી ગયો. (શરહે નહજુલ બલાગાહ, ઈબ્ને અબીલ હદીદ 2/110) સિફફીનમાં જ આવો જ એક પ્રસંગ બસર બીન ઈરતાતના બારામાં નકલ થયેલ છે).
[3] જંગે સિફફીન પછી અલી (અ.સ.) કુફા તરફ રવાના થઈ ગયા અને ત્યાંથી અબુ મુસા અશ્અરીને શરીહ બીન હાનીની આગેવાનીમાં 400 લોકોની સાથે ‘દુમતુલ જન્દલ’ની તરફ રવાના કર્યો અને અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસને પણ આ લોકોના જમાઅતના ઈમામ બનાવીને સાથે રવાના કર્યા આ મૌકા ઉપર મોઆવિયાએ ઉમરે આસને દુમતુલ જન્દલ રવાના કર્યો. ત્યાં પહોંચીને અમ્રે આસ અબુ મુસા અશ્અરીને ત્રણ દિવસ સુધી ન મળ્યો અને પછી આયોજનપૂર્વક મળ્યો. તેણે (અબુ મુસા અશ્અરીના) ખુબ વખાણ કર્યા અલગ અલગ પ્રકારના લકબો અને શિર્ષકો વડે તેને નવાઝયો અને આ રીતે અબુ મુસા તેની ચાલાકીમાં આવી ગયો. તેણે અમ્રે આસને પુછયું: તારી નજરમાં મુસલમાનોની સુધારણાનો રસ્તો શું છે? અમ્રે આસે કહ્યું: તુ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને ખિલાફતથી દૂર કરી દે અને હું મોઆવિયાને દૂર કરી દઈશ અને પછી આપણે બન્ને અબ્દુલ્લાહ બીન ઉમર જેવી વ્યકિતને આ કાર્ય માટે પસંદ કરી લેશુ કે જે કોઈપણ ફિત્ના (ઝઘડામાં) હાજર ન હતો અને તેના હાથ કોઈપણ વ્યકિતના ખુનથી રંગાએલા નથી. અમ્રે આસની કસમો અને વાયદાઓ ઉપર અબુ મુસા અશ્અરીએ ભરોસો કરી લીધો અને પછી હકમય્ન જાહેર કરવા માટે ભેગા થયા. અમ્રે આસે પોતાની ચાલાકી વડે અબુ મુસા અશ્અરીને પોતાની વાત પહેલા રજુ કરવા માટે તૈયાર કરી લીધો અને અબુ મુસાને ત્યારબાદ ‘સામરીએ ઈરાકીયાન’નો લકબ મળ્યો. તેણે કહ્યું: ‘અય લોકો! અમે લોકોએ અમારા કાર્ય ઉપર ખુબજ વિચાર અને ચિંતન-મનન કર્યું અને આપસમાં સલાહ સુચન પછી ઉમ્મતની સુધારણા, હિદાયત, રક્ષણ અને એકતા માટે તથા ખૂન ખરાબાથી બચવા માટે એક રસ્તો કાઢયો છે અને એ રસ્તો એ છે કે હું અલી (અ.સ.)ને ખિલાફતથી દૂર કરૂ છું અને અમ્રે આસ મોઆવિયાને. મેં અલી (અ.સ.)ને ખિલાફતથી એવી રીતે દુર કર્યા કે જેવી રીતે આ અમામાને માથા ઉપરથી (પછી તેણે પોતાના અમામાને ઉતારી નાખ્યો) અને એવા શખ્સને ખિલાફત માટે પસંદ કરેલ છે કે જે રસુલે ખુદા (સ.અ.વ.)નો સહાબી છે અને તેના પિતા પણ પયગમ્બર (સ.અ.વ.)ના સહાબી હોવાનો ગર્વ ધરાવે છે અને તે શખ્સ અબ્દુલ્લાહ બીન ઉમર છે. (મનાકીબે શેહરે આશુબ 3/185) પછી અમ્રે આસ ઉભો થયો અને કહ્યું: અય લોકો! ચોક્કસ! અબુ મુસાએ અલી (અ.સ.)ને ખિલાફતથી દૂર કરી દીધા અને તે અલી (અ.સ.)ના મામલામાં બેહતર જાણે છે, આગાહ થઈ જાવ કે મેં પણ અલી (અ.સ.)ને ખિલાફતથી રદ કરી દીધા અને મોઆવિયાને પોતાના માટે અને તમારા માટે ખિલાફત માટે પસંદ કરી લીધા.’ અબુ મુસાએ જ્યારે આ સાંભળ્યું તો તેણે વિરોધ કર્યો અને અમ્રે આસને અપશબ્દો કહ્યા અને અમ્રે આસે પણ તેને અપશબ્દો કહ્યા અને આ રીતે હુકુમત એક મજાક અને મશ્કરી બનીને રહી ગઈ અને ત્યાર પછી ખુબ જ ફિત્નો પૈદા થયો.

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ પોતાના સંતાનોના નામ ખલીફાના નામથી (નામ પાછળ) શું કામ રાખ્યા?

જવાબ:
જી હા. આ હકીકત સાચી છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના અમૂક પુત્રોના નામ અને ખલીફાઓના નામ સામાન્ય હતા, પરંતુ આ નામો ખલીફાના નામના લીધે નહોતા રાખવામાં આવ્યા. આમ, નામોની સામ્યતા આપ (અ.સ.)ના ખલીફા પ્રત્યેના પ્રેમનો કોઈ પુરાવો ન બની શકે.
બીજુ, ખલીફાઓના નામો અરબ સંસ્કૃતિમાં પહેલેથી જ પ્રચલિત હતા. જો કોઈ વ્યકિત આ પ્રકારના નામો રાખે તો તેનું મુખ્ય કારણ એ હતું કે આ નામો તે સંસ્કૃતિમાં પહેલેથી માન્ય (સ્વીકાર્ય) હતા. એટલે આ ખોટી માન્યતા છે કે કોઈનું નામ કોઈના પરથી રાખવામાં આવ્યું.
જેમ જેમ ઈસ્લામ અને શીઆ પંથનો ફેલાવ થયો અને નવી નવી જમીનોમાં અને નવા નવા વિસ્તારોમાં જ્યારે ખલીફાઓના નામ હ. અલી (અ.સ.) ના હક મારનારા તરીકે નકારાત્મક પ્રકાશમાં આવ્યા, ત્યારબાદ આ નામો શીઆ સમાજમાં સાર્વત્રિક રીતે અસ્વીકૃત બન્યા. શીઆ સમાજ માટે આ નામો અરબ સંસ્કૃતિ ન રહ્યા પરંતુ ખલનાયકના સંભારણા બની રહ્યા.
જો કે, આપણને જોવા મળે છે કે અરબોમાં શીઆઓમાં કરબલાના બનાવ બાદ પણ ‘યઝીદ’ નામ સામાન્ય હતું. આનું કારણ એટલું જ કે અરબોમાં ‘યઝીદ’ નામ સ્વીકાર્ય હતું અને તે માત્ર ખલનાયક યઝીદ, કે જેણે ઈમામ હુસૈન (અ.સ.) અને તેમના સાથીઓને નિર્દયતાથી શહીદ કર્યા અને તેમના પવિત્ર એહલેબયત (અ.સ.)ને બંદીવાન બનાવ્યા, પુરતું સીમિત નહોતું.
શીઆ રેજાલના પુસ્તકો (હદીસવેત્તાઓના જીવનચરિત્ર આધારિત પુસ્તકો) જેવા કે રેજાલે-તુસી, રેજાલે-બર્કી, રેજાલે કાશી અને આયતુલ્લાહ સૈયદ અબુલ કાસિમ અલ ખુઈ (ર.અ.)ની કિતાબ મોજમ અલ રેજાલ અલ હદીસ, વિગેરેમાં આપણને કેટલાયે ચુસ્ત શીઆ મળે છે જેમના નામ ‘યઝીદ’હતા.
આથી પુરવાર થાય છે કે એક જ સંસ્કૃતિમાં જો બે માણસોના નામ સમાન હોય તો એવું તારણ ન નીકળે કે એકનું નામ બીજા પાછળ રાખવામાં આવ્યું હશે અથવા બીજાના પિતાને પહેલી વ્યકિત પ્રત્યે લાગણી હશે.
વળી, હદીસોનું લખાણ અને પ્રચાર પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની વફાત બાદ સદંતર રીતે પ્રતિબંધિત હોવાથી આપણે તે ખાત્રીપૂર્વક નક્કી નથી કરી શકતા કે અમીરૂલ મોઅમેનીનના કયા દીકરાનું નામ કયા ખલીફાને મળતું આવે છે. જોકે અમૂક રિવાયતો આ વાતનો નિર્દેષ જરૂર કરે છે પરંતુ ખલીફાના નામના લીધે નામ રાખવાનો ઉલ્લેખ નથી.
રિવાયતમાં છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) પોતાના દીકરા ઉસ્માનના નામ માટે ફરમાવે છે કે ‘મે તેનું નામ મારા ભાઈ ઉસ્માન બિન મઝઉનના નામ પાછળ રાખ્યું છે.’ (જેઓ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના વિખ્યાત સહાબી હતા અને જેમને બકીમાં દફન કરવામાં આવ્યા છે.)
આ જ રીતે, એ પ્રબળ શકયતા છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના બીજા પુત્રોના નામ પણ બીજા સહાબીઓના નામ પરથી હોય (અને નહિ કે ખલીફાના).
હકીકતમાં, અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના પુત્રોના ખલીફા સાથેના ભળતા નામો તેમના અલવી શીઆઓ માટે તેમની (અ.સ.ની) દુશ્મની રાખનાર ઝાલિમ અને ધાતકી હુકુમતનો સમયગાળામાં રાહતનું કારણ બન્યા. એવા ઘણા બનાવો છે જ્યારે આપના શીઆઓને ઘેરી લેવામાં આવ્યા હોય અને તેમનું મૃત્યુ નિશ્ર્વિત જ હોય પરંતુ તેઓ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના પુત્રોની પ્રશંસા કરતા, જેને દુશ્મનો ખલીફાની પ્રશંસા સમજીને આ શીઆઓને છોડી દેતા. આમ શીઆઓ કોઈપણ જુઠ બોલ્યા વગર ‘તકય્યા’(ઢાંકપિછોડો) પર અમલ કરતા. વર્ષો સુધી આ રીતે શીઆઓના જાન, માલ અને વંશજોની રખેવાળી થઈ.
ઉપરના વિધાનોના સંદર્ભમાં આજના ઝમાનામાં ચૌદસો વર્ષ પછી આપણે એ નતીજા ઉપર આવી શકીએ કે, સામાન્ય નામોનું હોવું એ બાજુના મૈત્રીપૂર્ણ સંબંધો સાબિત ન કરી શકે. મિત્રતા અને દુશ્મની પ્રસ્થાપિત કરવા બીજા પાસાઓની પણ સધન તપાસ કરવી પડે.

બીબી ફાતેમા ઝહરા (સ.અ.) એ સરકાર પાસે ફદકની માંગણી શા માટે કરી?

જનાબે ઝહરા (સ.અ.) (જન્નતમાં ઔરતોની સરદાર) આપ (સ.અ.)ને આ દુનિયાથી કોઈ ચીઝથી લગાવ ન હતો. આપ એક ઉચ્ચ દરજ્જો રાખતા હતા અને આપની હને એક ઉચ્ચત્તમ મકામ હતો. આપ (સ.અ.)ની સંપૂર્ણ જીવન દુનિયાના લગાવથી દુર હતા અને લોકો જેની તરફ આંગળી ઉપાડતા હતા તેનાથી દુર હતા. પરંતુ રસુલે ખુદા (સ.અ.વ.)ની વફાત બાદ આપ (સ.અ.) એ તે સમયની સરકારની સામે ફદકને હાંસીલ કરવા માટે ઉભા થયા.
શા માટે જ. ઝહરા (સ.અ.)ના વ્યકિતત્વમાં બદલાવ આવ્યો જ્યારે કે પૂરી ઝીંદગી આપ (સ.અ.)આ દુનિયાથી લગાવ ન રાખતા હતા. શું કારણ હતું કે આ દુનિયાની હકીકતને જાણવા છતા કે આ દુનિયા એક બકરીની છીંક અથવા એક સુવ્વરનું હાડકું અથવા એક માખીની પાંખ કરતા પણ હલકી (પસ્ત) છે. છતાં પણ સરકારની સામે એક ઝમીનના ટુકડા માટે ઉભા થયા?
શું કારણ હતું કે આપ (સ.અ.) પર આટલી બધી મુસીબતો આવી, સરકારની સામે લડવા ઉભા થયા બાદ? એક નાના એવા ઝમીનના ટુકડા અને થોડા ખજુરના વૃક્ષોની બદલે આટલી બધી મુસીબતો? અને એ જાણવા છતાં કે આપ (સ.અ.)ની બધી મહેનત (વ્યર્થ) પાણીમાં જશે અને સરકાર મારી માંગણી પુરી નહી કરે. એક જાગૃત વાંચક માટે શકય છે કે તે આ બધા પ્રશ્નો ઉપસ્થિત કરે. બીબી ઝહરા (સ.અ.)ના ફદક માટેની માંગણી બાબતે.
આ બધા પ્રશ્નો એ વિધ્યાર્થીઓ કે જે ઈસ્લામના ઈતિહાસ ભણેલ છે તેમાં માટે ગુંચવણ ભરેલા નથી જે લોકો એ રસુલે ખુદા (સ.અ.વ.)ની વફાત બાદના વાકેઆતને જીણવટપૂર્વક ભણ્યા હોય, આ બધા પ્રસંગોનું એક ઝડપી પૃથ્થકરણ, વાંચકોને સંતોષકારક જવાબ મેળવી દેશે જેની તે લોકો અપેક્ષા રાખે છે.
પહેલું પ્રાથમિક કારણ:
એ કે ફદક ને હ. ફાતેમા (સ.અ.) પાસેથી છીનવી લેવામાં આવે અને આ રીતે આલે રસુલ (સ.અ.વ.)ને કઝોર કરી દેવામાં આવે. અમીરુલ મોઅમેનીન હ. અલી (અ.સ.) તો પહેલેથી જ ખિલાફતના દાવાનો વિરોધનો સામનો કરી રહ્યા હતા. ફદકની મીલ્કીય્યતને હડપ કરી લેવી એ પહેલો વાર (હુમલો) હતો જેથી તેઓને આર્થીક રીતે કમઝોર કરી દેવામાં આવે. સરકારી (હુકુમતી) લોકો એ વાતથી જાણકાર હતા કે લોકો હ. અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ને આર્થીક રીતે કમઝોર જોશે તો તેમના ખિલાફતના મુદ્દા પર ધ્યાન નહીં આપે. એ લોકો ચાહતા હતા કે અલી (અ.સ.)ના સામાજીક અને ધાર્મિક મરતબા ઉપર દાગ લાગે. આ કાવત્રુ સૌથી પહેલા રસુલે ખુદા (સ.અ.વ.) પર તે સમયના ઝાલીમો (વિરોધીઓ) એ રચ્યું હતું કે તેમણે એવા આર્થીક કાયદાઓ લાગુ પાડયા હતા કે જેથી રસુલે ખુદા (સ.અ.વ.) અને તેના સહાબીઓ નબળા પડી જાય અને તેઓના મિશનને પણ કમઝોર કરી દેવામાં આવે.
બીજું કારણ:
એ હતું કે ફદકમાંથી જે આવક થતી એ ઘણાજ બહોળા પ્રમાણમાં હતી. ઈબ્ને અબીલ હદીદ અલ મોઅત્તઝલીના મતાનુસાર ફદકમાં જેટલા ખજુરના ઝાડ હતા એટલા આખા કુફાના કુલ જાડ હતા. અલ્લામા મજલીસી (અ.ર.) કશફુલ મુહજ્જામાં લખે છે કે ફદકની વાર્ષિક આવક 24000 દિનાર હતી. બીજી રિવાયત કહે છે કે 70000 દિનાર. આ વધઘટ (ઉતાર ચડાવ) વર્ષોના તફાવતને કારણે હોય શકે. આ દેખીતું છે કે આટલી બહોળી આવક સરકારની નઝરોમાં હતી જેનો લાભ હાશમી ખાનદાન મેળવી રહ્યો હતો.
ત્રીજું કારણ:
ફદકની માંગણી મૌલા અલી (અ.સ.)ની ખિલાફત પર સીધી રીતે અસરકારક હતી. એક મશ્હુર વિદ્વાન ઈબ્ને અબીલ હદીદ અલ મોઅતઝલી એક મદ્રેસા અલ અરાબીયાહ જે બગદાદમાં હતો એમના ટીચર અલી બી. અલ ફરકીને સવાલ કર્યો ‘શું ફાતેમા (સ.અ.) સાચા હતા? (હક પર હતા).
શિક્ષકે જવાબ આપ્યો: ‘બેલા શક’ (શક વગર)
વિધ્યાર્થી એ તરત પુછયું: તો જ્યારે અબુબક્રને ખબર હતી કે તેણી (સ.અ.) સાચા છે તો શા માટે તેણે ફદક પાછો ન આપ્યો?
ત્યારબાદ શિક્ષકે સ્મીત કરતા કહ્યું: અગર અબુબક્રએ બીબી ઝહરા (સ.અ.)ને ફદકની તેમની માંગણી મુજબ આપી દીધો હોત તો બીબી (સ.અ.)એ તેમના શોહર અલી (અ.સ.)ની ખિલાફતનો હક પણ માંગ્યો હોત જે અબુબક્ર એ છીનવી લીધો હતો. આવા સંજોગોમાં અબુબક્ર પાસે અલી (અ.સ.)ની ખિલાફતને ઠુકરાવા માટે કોઈ કારણ બાકી ન રહેત અને અબુબક્રને એ બધી બાબત કબુલવી પડત જે બીબી (સ.અ.) તેઓની સામે રાખેલ.
ચોથું કારણ:
એ (અધીકાર) હક છે જે અગર કોઈનો હોય અને તેને આપવામાં ન આવ્યો હોય તો તે વ્યકિત તેની માટે માંગી અથવા લડી શકે છે. એ હક પછી તેમના કામનો હોય કે નહીં. પોતાનો ગસબ કરાયેલ હકની માંગણી કરવી એ કોઈની ધાર્મિકતા યા દુન્યવી ચીજથી સંકળાયેલ નથી. કોઈપણ વ્યકિત જે પરહેઝગાર હોય અને દુનિયાથી લગાવ ન રાખતો હોય તો પણ પોતાની ગસબ કરાયેલી વસ્તુની માંગણી કરવા ઉભો થઈ શકે છે (મોરચો નાખી શકે છે).
પાંચમું કારણ:
એક વ્યકિત દુનિયાથી કેટલો પણ ઓછો લગાવ રાખતો હોય તે શરઈ તૌર પર જવાબદારીઓથી ઘેરાયેલો છે કે તે પોતાના પૈસાને ખર્ચ કરે જેમકે સીલે રહમ અને બીજી અનેક જવાબદારીઓમાં. બધી જવાબદારીઓ પૂર્ણ કરવા માટે પૈસો જરૂરી હોય છે અને જો તેને કોઈ છીનવી લે તો તેને હાંસીલ કરવા માટે કોશીશ કરે જેથી કરીને પોતાની જવાબદારીઓ પૂરી કરી શકે. શું ઈતિહાસ એ વાતની સાક્ષી નથી પુરતો કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) સૌથી વધારે પવિત્ર અને અલ્લાહથી ડરવાવાળા વ્યકિત હતા બધા મુસ્લીમોમાં? છતાં પણ ઈસ્લામનો ફેલાવો કરવા માટે જ. ખદીજા (સ.અ.)ની સંપતિ અને જાગીરની તેમને જરૂર હતી.
છઠ્ઠુ કારણ:
અકલ કહે છે છીનવાયેલી વસ્તુને હાંસિલ કરવા માટે પ્રયત્ન કરવો. આનાથી બે વસ્તુ સામે આવે છે.
1. અગર મહેનત કામ્યાબ થઈ તો તેને જે વસ્તુની જર હતી તે પ્રાપ્ત થઈ જશે.
2. અને અગર હારી જાય તો જેણે વસ્તુ છીનવી છે તે વ્યકિત બધાયની સામે ખુલ્લો પડી જાય. જેને હકીકત ખબર છે અને જ્યારે લોકો તે ગુનેહગારને જોશે તો તેમનેએ યાદ અપાવશે કે આ એ વ્યકિત છે જે લોકોનો હક ગસબ કરે છે અને લોકોને ધોકો આપે છે.
સાતમું કારણ:
લોકોની સામે એ જાહેર થઈ જાય કે કોણ મઝલુમ છે. ધોકેબાઝ લોકો પૈસા અને લાગવગના જોર પર લોકોનું દિલ જીતતા હતા જ્યારે ખાનદાની માણસો પોતાની પવિત્રતાથી લોકોના દિલો જીતતા હતા. જેથી કરીને લોકો ઝાલિમ અને મઝલુમ વચ્ચેનો ભેદ પારખી શકે.
ઉપરોકત મુદ્દાઓની છણાવટ કરતા અને ધ્યાનમાં રાખતા કે જ. ફાતેમા ઝહરા (સ.અ.)માં ખાસિયતો હતી અને આપ (સ.અ.) હુકુમતની સામે ઉભા થયા અને મસ્જીદે નબવીમાં પોતાનો હક માંગવા ગયા.
આપ (સ.અ.) પહેલા ખલીફાના ઘરે વાતચીત કરવા ન્હોતા ગયા પરંતુ એવી જગ્યાએ ગયા જ્યાં બધા મુસલમાનો ભેગા થતા હતા અને વળી આપે એવો સમય પસંદ કર્યો જ્યારે કે મસ્જીદ આખી મુહાજેરીન, અન્સારો અને બીજા જનસમુહથી ભરેલી હોય. વળી આપ (સ.અ.) એકલા ન્હોતા ગયા પરંતુ બીજી ઔરતોને પણ તેમની સાથે લઈ ગયા હતા. જેમની દરમ્યાન આપ (સ.અ.) ઘેરાયેલા હતા.
આપ (સ.અ.) મસ્જીદમાં પહોંચે તે પહેલા પરદાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેથી આપ (સ.અ.) પરદા પાછળથી વાત કરી શકે.
આ વ્યવસ્થાનો પ્રબંધ એટલા માટે કરવામાં આવ્યો જેથી કરીને આપ (સ.અ.) લોકોની સામે સારી રીતે પોતાની ચર્ચાને રજુ કરી શકે. આપ (સ.અ.) રસુલે ખુદા (સ.અ.વ.)ની દિકરી હતા અને એ રસુલે ખુદા (સ.અ.વ.) જેમણે એવો દાવો કર્યો હતો: હું તમામ અરબસ્તાનમાં સૌથી વધારે ઈલ્મ ધરાવતો અને સંસ્કારી વ્યકિત છું.
આપ (સ.અ.) અનુસરવાને લાયક હતા. દરેક મુસલમાન ઔરતો માટે કયામત સુધી જેમકે રસુલે ખુદા (સ.અ.વ.) એ એલાન કર્યું કે ‘એક ફરીશ્તાએ મને કીધું હતું કે તમારી દીકરી ફાતેમા (સ.અ.) મારી ઉમ્મતની તમામ ઔરતોની સરદાર છે.
(અલ ખસાએસ, ઈમામે નિસાઈ, પાના 34)

હ. ફાતેમા ઝહરા (સ.અ.)ના આદરને અપમાનિત કરવુંતેમના ઘરમાં જબરજસ્તી ઘુસવું.

તે પહેલાના પાનાઓ ઉપર સ્થાપિત કરવામાં આવ્યું કે શંકાના છાયા કે ખલીફાના સમુહ એ શઆતમાં હઝરત ફાતેમાના ઘરને ઘેરી લીધું અને ઘરમાં રહેનારાઓને ધમકાવ્યા અને જ્યારે તેઓને ઈચ્છિત પરિણામ અસર ન મળી તો તેઓએ ઘર પર આગ લગાડી દીધી. આ રીતે હુલીગન્સ એ ઘરની અને તેમાં રહેનારાઓની પવિત્રતા ભંગ કરી જેના બારામાં રસુલ (સ.અ.વ.) એ અસંખ્યા ભલામણો કરી હતી. જેમાંથી કેટલાક પરાંરભિક પ્રકરણો કરવામાં કરવામાં દશર્વિેલ છે. આ હુમલા અને આગામી ઉલંઘન તથ્યો પરસ્થાપિત થાય છે અને કંઈ કોઈ પણ પ્રકારની શંકા ઉભી કરી શકે નહી.
ઈબ્ને તય્મીયા પણ કોઈ વાંધાજનક બાબત શોધી ન શકયા. આ ઘટનાના સાંકળના સચ્ચાઈની સબંધિત જો હજુ પણ થોડા લોકો છે જે આ હુમલાના બારામાં શક કરે તો તેઓ ઈબ્ને તય્મીયાથી પણ બદતર છે અને અગર જો આ ઈન્કાર કરનારાઓમાં શીઆ શામીલ છે તો એ અફસોસની વાત છે કે તેઓ પોતાની જાતને મોહીબ્બે એહલેબૈત કહે છે જ્યારે તેઓ ઈન્કાર કરે છે. એહલેબૈત ઉપર ઝુલ્મ કરનારનો એક હકીકત જે સ્વીકારવામાં આવી છે શીઆઓનો ઈન્કાર કરનારા (જેમકે સુન્ની અને વહાબીઓ).
આ હુમલાની જેમકે સાથે વિચારણા કરવામાં આવી હતી હોશ અને વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે કે તે બનાવ છે. એક અજાયબી તેઓ શું ત્યાં પણ શોધવા અવકાશ રાખતા હતા.
શું તે આશા રાખતા હતા કંઈ સંપતિ અથવા અલ્લાહની મિલ્કતને શોધવા જે તે ઘરમાં રહેનારાઓ દ્વારા અલ્લાહ અને રસુલની નીકટતા પ્રાપ્ત કરી હતી.
ખરેખર તે બહુ જલ્દી સ્પષ્ટ થયું હતું કે ઝુલ્મ કરનારના ઝુલ્મના બારામાં તે કહેવામાં (સાંભળવામાં) આવ્યું જ્યારે અબુબક્રની મૃત્ય તરતમાં થઈ તેણે કબુલ કર્યું.
મને કોઈપણ સંસારિક કામકાજ ઉપર પસ્તાવો ન જાણ્યો સિવાય તે 3 કાર્ય જે મે કર્યા તે બદલ દીલગીર છું. તેવી જ રીતે મને પશચાતાપ એ ત્રણ કાર્યો જે મે વેઠયું એ સા હોત અગર મે તે કાર્ય કર્યા હોત.
કાશ મે રસુલ (સ.અ.વ.) પાસેથી એ ત્રણ પ્રશ્નોના ઉત્ત્ર માંગ્યા હોત.
આ કહેણ બહુ મહત્ત્વ છે. જો કે આપણે આ ચચર્મિાં તે સંબંધિત ભાગનીજ ચર્ચા કરીશું.
અય કાશ મે ફાતેમા ને દરવાજો ખોલવા મજબુર ન કર્યા હોત ભલે પછી તે જંગ માટેજ લોક કરવામાં આવ્યો હોત.
કાશ મે રસુલ (સ.અ.વ.) પાસેથી તેમના અનુગામીની ઓળખ વિશે પુછી લીધું હોત તો તેમનો વિરોધ કોઈ વાત માટે ન કરત.
જોકે દેખીતી રીતે દુ:ખી અને પ્રમાણિક હોત તો પછી તેણે પયગમ્બરના ઉત્તરાધિકારીના બારામાં અજાણ્યા કેમ બન્યો જ્યારે તે ગદીરમાં હાજર હતા.
શું એ અનેક હાદસાઓને જાણતો ન હતો જે રસુલ (સ.અ.વ.)ના વારસદારોને લાગતા હતા.
અબુબક્રનું કબુલાત આપણને તારીખે તબરીમાં જોવા મળે છે.
આ ઉપરાંત આ બુકનો સંદર્ભો ઈબ્ને અલ ફરીદ જે ઈબ્ને અબ્દે રબ્બાહ દ્વારા લખાયેલ છે.
અલ અમવાલના લેખક અને પરંપરાવહી હાફીઝ ઈમામ અબુ અબીદ કાસીમ ઈબ્ને સ્લામ.
અગાઉ જણાવ્યા પ્રમાણે આ ઐતિહાસીક હાદસાઓ અને કહેણને ખરાબ કરવાની કોશીશ ઉપરાંત આ સંદર્ભ હજુ પણ છે. અલ અમવાલમાં જોવા મળે છે કે ‘અય કાશ મે જબરજસ્તી ન કરી હોતની જગ્યાએ લખાએલું છે કે કાશ મે એ ન કાર્ય ન કર્યું હોત.
એ સ્પષ્ટ છે કે એને અર્થનો અર્નથ કરવાનું કામ તેઓએ ખાસ સંદર્ભોને ભુસી નાખ્યા અને તેને બદલે આમ સંદર્ભોને મુકી દીધા છે.
આ પોઈન્ટને વારંવાર આ કિતાબમાં કહેવામાં આવ્યો છે. કોઈ એ કંઈ રીતે આશા રાખી શકે કે ચોક્કસ રીતે આખા બનાવની સાંકળને પ્રસ્તુત કરે.

હઝરત ફાતેમા (સ.અ.)ના ઘરને આગ લગાડવી

પ્રારંભીક કાળ (સમય)માં ઘણા સમય સુધી નાજુક લાગણીશીલ વાકેઆ અને તેને લગતી હદીસોની આપ-લે પર પ્રતિબંધ હતો. તેથી એ ગેરવ્યાજબી છે કે તે વાકેઆને સંપૂર્ણ રીતે જાણવો કે કેવી રીતે હઝરત ફાતેમા (સ.અ.)ના ઘરને આગ લગાડીને એવા ખરાબ કૃત્ય કરનાર લોકોએ આવો ઘાતકી અપરાધ કર્યો.
બુખારી અને મુસ્લીમના સિવાય એ ગેરવ્યાજબી છે કે બીજા સુન્ની વિદ્વાનોથી આવા નાજુક મુદ્દાને મેળવવો. જ્યારે કે આ વિદ્વાનો એ આ હદીસો જેને બયાન કરી છે તે 10% (દસ ટકા) પન લાગણીશીલતાથી રજુ કરવામાં નથી આવી કે કેવી રીતે હઝરત ફાતેમા (સ.અ.)ના ઘરને આગ લગાડવામાં આવી તો પછી કોઈ માટે એ કેવી રીતે શકય છે કે તેઓની કિતાબમાં પાછળથી તેની વિગતો મળી આવે?
હ. ફાતેમા (સ.અ.)ના ઘરને આગ લગાડવાનો વાકેઓ જે શીઆ વિદ્વાનો એ લખ્યો છે તે તેની હકીકતનો પુરાવો છે. બધાજ શીઆ વિદ્વાનો, લેખકો, રચેતાઓ, હદીસવેત્તાઓ અને ઈતિહાસકારો આ વાત પર એકમત છે. જે કોઈ આ બનાવનો અસ્વિકાર કરે (ધિક્કાર પાત્ર ઈન્સાન) અથવા બીજાના મનમાં આ બનાવ વિષે શંકા પૈદા કરે તે શીઆ પણ નથી. શીઆ વિદ્વાનો તો શું?
આ બનાવ સુન્ની કિતાબોમાંથી બયાન કરવામાં આવ્યો છે અને અમોએ આ બનાવને સુન્ની કિતાબોમાંથીજ હદીસની સાથે સુન્ની સ્ત્રોત દ્વારા લીધો છે જેથી કરીને વિશિષ્ટ વલણ ધરાવનારા વાંચકોને આ વિષયમાં કોઈ શંકા બાકી ન રહે. આપણો પ્રાથમિક લક્ષ્ય (ઉદ્દેશ) એ છે કે અમૂક શંકાઓ કે જે અમૂક સુન્ની કિતાબોમાં જોવા મળે છે તેને દૂર કરવી અને બીજો ઉદ્દેશ એ છે કે તે સમયના આગળ પડતા મહાનુભવોના કાવતરાને ખુલ્લા પાડવા કે કેવી રીતે તેઓએ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની આલ સાથે ઘોર નુકશાનકારક વર્તન કર્યું.
અમે એ બયાન કર્યું છે જેને સ્પષ્ટ પણે કિતાબોમાં રજુ કરવામાં નથી આવ્યું અથવા તેને જાણી જોઈને તેના લખનાર દ્વારા છોડવામાં આવ્યું છે જે એક અલગજ વ્યકિતગત ચચર્િ છે.
અમે ફકત એજ રજુ કરી રહ્યા છે જે સુન્ની કિતાબોમાં સ્પષ્ટપણે છે.
1. ઘરને આગ લગાડી દેવાની ધમકી આપવી:
અમૂક રિવાયતો મુજબ ઉમર ઈબ્ને ખત્તાબે (હ. ફાતેમા સ.અ.ના) ઘરને આગ લગાડી દેવાની ધમકી આપી. આપણે સૌ પ્રથમ આ હદીસને ઈબ્ને અલી શયબાહની બુક અલ મુસનીફમાંથી લીધી છે. એ જાણવું જોઈએ કે ઈબ્ને અબી શયબાહ એ બુખારીના શિક્ષકોમાંથી એક છે. જેઓ 235 હિજરીમાં ગુજરી ગયા.
ઈબ્ને અબી શયબાહ એ આ બનાવ એ હદીસવેત્તાની સાકળમાંથી સાંકળેલો છે જેના માલિક ઝૈદ બિન અસ્લમ કે જેઓએ તેમના પિતાથી વર્ણવેલ છે (અસ્લમ)થી. અસ્લમ કે જે (ઉમરનો ગુલામ) તે કહે છે:
જ્યારે લોકોએ વફાતે રસુલની પછી અબુબક્રને બયઅત આપી દીધી. અલી અને ઝુબૈર હ. ફાતેમા (અ.સ.)ના ઘરને જતા અને તેઓ આપ (સ.અ.)ની સાથે આ બાબતે ચચર્િ કરતા. જ્યારે ઉમરને આ વાતની ખબર પડી તે ફાતેમા (સ.અ.)ના ઘર તરફ ગયો અને કહ્યું: ઓ પયગમ્બરના દિકરી (બિન્તે રસુલ) અલ્લાહની કસમ, અલ્લાહની પછી મારી નજીક કોઈ વધુ ચાહવાને (પસંદ કરવાને) લાયક નથી પરંતુ તમારા પિતા અને તમારા પિતા બાદ બીજું કોઈ પસંદ કરવાને લાયક નથી સિવાય તમે. અલ્લાહની કસમ (આ સિવાય) અગર આ લોકો તમારા ઘરે ભેગા થશે તો મને તમારા ઘરને આગ લગાડી દેવાથી કોઈ રોકી શકશે નહિં.1
આવો હુબહુ (અસલ) બનાવ તારીખે તબરીમાં વર્ણવેલ છે. પરંતુ હદીસવેત્તાના ફર્ક સાથે.
ઉમર હ. અલી (અ.સ.)ના ઘરે આવ્યો. તે સમયે તલ્હા, ઝુબૈર2 અને અમૂક મુહાજીરો ત્યાં અલી (અ.સ.)ની સાથે જમા હતા. ઉમરે ચેતવ્યા: અલ્લાહની કસમ, તમે બધા બયઅત દેવા માટે બહાર નહીં આવો તો હું આ ઘરને તેની અંદરના લોકોની સાથે ફુંકી મારીશ. એ સમયે ઝુબૈર ખુલી તલ્વારની સાથે ઘરની બહાર આવ્યા. તે જરાક ગોથુ ખાઈ ગયા અને તલ્વાર તેમના હાથમાંથી પડી ગઈ. લોકો તેની ઉપર જપટયા અને તેમને પકડી લીધા (ગિરફતાર) કરી લીધા.3
આપણે આ બે હદીસથી સંતોષ માનીશું. બીજા સુન્ની વિદ્વાનો એ તો આટલુ પણ નોંધ કર્યું નથી. પરંતુ એ કે આ બનાવને છુપાવવાની કે તેના મહત્ત્વને હલકો કરવાની કોશીશ વધુ કરી છે.
અલ ઈસ્તીઆબ જેમાં ઈબ્ને અબ્દુલ બરર આ બનાવની નોંધણી કરી છે. અબુબક્ર બઝારથી ઈબ્ને અબી શયબાહ જેના હદીસવેત્તા છે.
ઉમરે હ. ફાતેમા (સ.અ.)ને કહ્યું: મારી માટે કોઈ પસંદ કરવાને લાયક નથી તમારા પિતા પછી પરંતુ તમે. પછી તેણે કહ્યું કે મને ખબર મળ્યા છે કે ફલાણો વ્યકિત તમને મળી રહ્યો છે. અગર તેઓ ઘરની બહાર નહીં આવે તો હું ફલાણુ ફલાણુ કરીશ.4
આ નવાઈ પમાડનાર (આશ્ર્ચર્યજનક) છે કે એક સરખા હદીસવેત્તા અને એક સરખી સાંકળની સાથે અને એકજ બયાન કરનાર પરંતુ આટલું બધુ (બદલાયેલું) અર્થનો અનર્થ કરેલું? આટલી હદ સુધી જ્યારે અર્થના અનર્થ કરવાની સીમા આટલી આગળ હોય તો પછી કોઈ કેવી રીતે એવી અપેક્ષા રાખે કે તેમાં આ શબ્દનો ઉપયોગ થયો હોય. તેણે ઘરને આગ લગાડી દીધી?
2. સળગતુ લાકડુ અને દોરડુ લાવવું:
આ બનાવમાં એ બયાન કરવામાં આવ્યું છે કે સળગતુ લાકડુ અને દોરડુ લાવવામાં આવ્યું. હ. ફાતેમા (સ.અ.)ના ઘરની પાસે બલાગીરી (225 હિ.) તેમની કિતાબ અલ અનસાબ અલ અશરાફ બયાન કરે છે તેની હદીસવેત્તાની સાંકળ સાથે:
અબુબક્ર એ સંદેશો મોકલાવ્યો કે અલીને કહો બયઅત આપે પરંતુ અલી (અ.સ.)એ તેમની મનાઈ કરી દીધી ત્યારે ઉમર દોરડા સાથે હઝરત ફાતેમા (સ.અ.)ના ઘરે પહોંચ્યો. જ. ફાતેમા (સ.અ.) દરવાજાની પાછળ ઉભા હતા. તેમણે વિરોધ કરતા કહ્યું: એ ખત્ત્ાાબના પુત્ર શું તારે માં બળતુ ઘર જોવું છે? ઉમરે જવાબ આપ્યો: ‘અને આ બધુ નક્કી અને સાં છે તેના કરતા જે તમારા પિતા લાવ્યા છે (ઈસ્લામ).5
ઈબ્ને અબ્દે રબ્બીહ (325 હિ. વફાત) તેની કિતાબમાં લખે છે.
‘હ. અલી (અ.સ.), અબ્બાસ અને ઝુબૈર જ. ફાતેમા (સ.અ.)ના ઘરમાં બેઠા હતા. અબુબક્રે કોઈકને મોકલ્યો6 તેમની પાસે કે એ હુકમની સાથે કે તેઓ બહાર આવીને વયઅત આપે. અબુબક્રએ ફરમાન છોડયું. અગર તેઓ ન સ્વિકારે તો તેમને જંગ કરવામાં મશ્ગુલ કરી દો. પછી ઉમર આગની સાથે આવશે જેથી કરીને તેના અંદરના સભ્યોની સાથે ઘરને આગ લગાડી દે. જ. ફાતેમા (સ.અ.) જ્યારે ઉમરને જોયો વિરોધ દશર્વિતા કહ્યું: ‘ઓ ખત્ત્ાાબના પુત્ર, શું તું મારા ઘરને આગ લગાડવા આવ્યો છો? ઉમરે જવાબ આપ્યો: હા, તમો બધાએ એ વાતને તસ્લીમ કરવું પડશે જેને ઉમ્મતે તસ્લીમ કર્યું છે.7
અબુલ ફીદા (મૃત્યુ 732 હિ.) સુન્ની ઈતિહાસકાર જેણે આ બનાવને નોંધ્યો છે જેના અંતમાં આ પ્રમાણે લખેલ છે.
‘અગર તેઓ ન સ્વિકારે તેઓને જંગમાં મશ્ગુલ કરી દો જેથી ઉમર ઘરને આગ લગાડી દે.8
3. લાકડા ભેગા કરવા ઘરને આગ લગાડવા:
ઉરવાહ ઈબ્ને ઝુબૈર interprets (ભાવાર્થી) છે તેમના ભાઈ અબ્દુલ્લાહ ઈબ્ને ઝુબૈરના આ કાર્યની અબ્દુલ્લાહ ઈબ્ને ઝુબૈર આ માનો એક છે જેણે અબુ તાલિબ (અ.સ.)ની ખીણ તરફ ઘેરો ઘાલ્યો હતો અને જેણે લાકડા જમા કર્યા હતા જેથી જ. ફાતેમા (સ.અ.)ના ઘરને આગ લગાડી દેવામાં આવે અગર તેઓ બયઅતનો અસ્વિકાર કરે. ઉરવાહ લખે છે: ‘ઉમરે પણ લાકડા જમા કર્યા હતા બીજાની સાથે ઘરને આગ લગાડવા માટે જેથી કરીને અબુબક્રની બયઅતનો અસ્વિકાર કરવા બદલ સજા આપી શકાય.9
ઉરવાહ ઈબ્ને ઝુબૈર કહે છે: લાકડા લાવવામાં આવ્યા, બીજો વ્યકિત કહે છે આગ લાવવામાં આવી. દેખીતુ છે કે આગ લાવવામાં આવી કારણકે લાકડા પેહલેથીજ ભેગા કરેલા હતા. ભલે પછી એવી કોઈ હદીસ નથી જે કહે છે કે લાકડાનેમ આગ લગાડવામાં આવી, શું તેનો મતલબ એ છે કે ઘરને આગ લગાડવામાં નહોતી આવી? અને આ એક અકલ્પીત (બનાવટી) બનાવ છે?
આ એક સત્ય હકીકત છે જે શીઆ દ્વારા સ્વિકારવામાં આવી છે જેના રાવી મઅસુમ ઈમામો છે.
4. ઘરને ફુંકી મારવા આગળ વધવું:
એક કથન કે જે સ્પષ્ટપણે કિતાબોમાં મળી આવે છે. ‘ઉમર હઝરત અલી (અ.સ.)ના ઘરને બાળવા આગળ વધ્યો.’
આ નિવેદન રવઝાહ અલ મનાઝીર રીઅખ્બાર અલ અવાઈલ વ અલ અવાબીર જેવી કિતાબમાં મૌજુદ છે અથવા ઈબ્ને શહનાહ (મૃત્યુ 882).
ઉમર જ. ફાતેમા (સ.અ.)ના ઘર તરફ આગળ વધ્યો જેથી કરીને તેમા રહેલા લોકો સમેત ઘરને આગ લગાડી છે.
જ્યારે જ. ફાતેમા (સ.અ.) તેને મળ્યા ઉમરે કહ્યું: તમારે બધાને એ વાતનું સમર્પણ કરવું પડશે જેનું આ ઉમ્મતે સમર્પણ કર્યું છે. અલ ગરરાતના લેખક ઈબ્રાહીમ ઈબ્ને મોહમ્મદ સકફી સકીફાના બનાવને વર્ણવતા વખતે અહમદ ઈબ્ને અમ્ર બજલીથી એહમદ ઈબ્ને હબીબ આમીરીથી હમરાન ઈબ્ને અયાન અને તેમણે હ. ઈ. જઅફર સાદિક (અ.સ.)થી
‘અલ્લાહની કસમ! હઝરત અલી (અ.સ.) ત્યાં સુધી બયઅત નહીં આપે જ્યાં સુધી તે ઘરને ધૂમાડાથી ભરેલું નહીં જોઈ લે.’
એ વાત સ્પષ્ટ હોવી ઘટે કે એ કિતાબ જે મહાન હદીસવેત્તાથી બની છે તે અત્યારે અપ્રાપ્ત છે. આ શબ્દોની સાથેની હદીસ એ સૈયદ મુર્તુઝા (ર.અ.)થી વર્ણવેલ છે. તેમની કિતાબ અલ શાફી અલ ઈમામહ12 આ કિતાબની ઓથોરીટીમાં મહાન હદીસવેત્તા ઈબ્રાહીમ ઈબ્ને મોહમ્મદે સકફી (વફાત 240 અથવા 283 હિ.) નું જીવનચરિત્રને વાંચતા એ વાત સ્પષ્ટ છે કે તેમણે બે કિતાબ જમા કરી છે. અલ સકીફા અને અલ મસાલીબ. ગમે તેમ પરંતુ બંને કિતાબ અત્યારે અપ્રાપ્ત છે. જેના કારણો અજાણ છે.
સુન્ની વિદ્વાનો એ પણ તેમના વિષે કોઈપણ વિરોધ કે (મઝીમ્મત) ટીકા ટીપ્પણી વગર લખેલું છે પરંતુ ફકત એ કે તેઓએ તેમને રાફેઝી કહ્યા છે. (શીઆની હલકી (હિણપતભરી) કૌમ મતલબ કે ખલીફાનો વિરોધ કરનારી કૌમ, ગૃપ).
છતાં, તેઓ રાફેઝી હતા જેમણે અલ સકીફાહ અને અલ મસાલીબ જેવી કિતાબ લખી અને જેની હદીસો ઈ. જઅફરે સાદિક (અ.સ.)થી વર્ણવેલ છે.
આ મહાન હદીસવેત્તા કે જેમને હાફીઝ ઈબ્ને હજરે અસ્કલાનીથી મંજુરી મળી છે જે તેમની (હદીસની અને તેની સત્યતા સાકળની) અને તેમની સચ્ચાઈ (સહીહ) હોવાનું જાહેર કરે છે.
જ્યારે સકફી એ અલ સકીફા અને અલ મસાલીબ લખી તો કુફાવાસીઓએ તેમને સુચન કર્યું કે આ કિતાબને જાહેર ન કરવી અને છુપાવી દેવી. તેમણે કહ્યું કયું શહેર એવું છે જે શીઆની માન્યતાથી ઘણુ દુર છે? લોકોએ કહ્યું: ઈસ્ફેહાન14 તેમણે તેઓને બાંહેધરી આપી કે તે બુકને કોઈને પણ નહીં બતાવે અને એક પણ હદીસને બયાન નહીં કરે સિવાય કે ઈસ્ફેહાનમાં જે કાંઈ તે કિતાબમાં છે તે ભરોસાપાત્ર છે. બધાજ હદીસવેત્તા ભરોસાપાત્ર છે અને બધીજ હદીસો સાચી છે. તેઓ ઈસ્ફેહાન ગયા અને સંપૂર્ણ બનાવ સંભળાવ્યો. અબુ નોએમ ઈસ્ફેહાની એ પણ આ બનાવને અખબારે ઈસ્ફેહાનમાં વર્ણવેલ છે.
આ સ્પષ્ટ છે કે હદીસ ઈ. સાદિક (અ.સ.) થી છે કે:
અલ્લાહની કસમ! અલી ત્યાં સુધી બયઅત નહીં આપે જ્યાં સુધી તે ધૂમાડો તેના ઘરમાં પ્રવેશ્તા ન જોઈ લ્યે.
ગમે તેમ, બધા હદીસવેત્તાઓએ અને ઈતિહાસકારોએ આ બનાવને સ્પષ્ટપણે અને સચ્ચાઈ સભર વર્ણવેલ નથી. યા તો અન્યાયીમતને કારણે અથવા તેઓની જાનના ડરને કારણે, તેઓએ આ બનાવને સ્પષ્ટપણે બયાન ન કરવાનું પસંદ કર્યું.
જે લોકોએ આ બનાવને સ્પષ્ટતાથી ન વર્ણવ્યું, કદાચ તેઓએ એ એવી આશાથી કે પાછળથી આવનારા તેની વિગતોને પોતાની શોધથી અને બુધ્ધિમતાથી શોધી લેશે અને તેની સત્યતા સુધી પહોંચી જશે.
વારંવાર આ બનાવની વિગતોની માંગણી એ બીજું કાંઈજ નથી પરંતુ અજ્ઞાનતા અને અપરિપકવતાની નિશાની છે અને તેનાથી ખરાબ એ છે કે આ બનાવ વિષે શંકા ઉતપન્ન કરવી લોકોના મગજમાં પોતાના મગજની શંકા અને અન્યાયીપણાને કારણે.
1. અલ મુસન્નફ (ભાગ 7, પા. 432)
2. એ વાત નોંધપાત્ર છે કે તે સમયે તલ્હા પણ તે ઘરમાં હતા અને ઝુબૈર એહલેબૈતથી ઘણા કરીબ હતા જે અબુબક્રના કબીલા બની તમીમથી તઅલ્લુક રાખતા હતા.
3. તારીખે તબરી, ભાગ 3, પા. 302
4. અલ ઈસ્તેઆબ ફી મારેફહ અલ અશાબ ભાગ 3, પા. 975
5. અલ અનસાબ અલ અશરફ, ભાગ 1, પા. 586
6.
7. અલ ઈફદ અલ ફરીદ ભાગ 5, પા. 13
8. અલ મુખ્તસર ફી અખબાર અલ બશર ભાગ 1 પા. 156
9. મુરજ અલ ઝહબ ભાગ 3 પા. 86 ઈબ્ને અબીલ હદીદે શર્હે નહજુલ બલાગાહમાં અલ મસુદીથી લીધેલ છે.
10.
11. બેહાલ અન્વાર ભાગ 28, પા. 390
12. અલ શાફી ફી ઈમામહ ભાગ 3, પા. 241
13. લીસાન અલમીઝાન ભાગ 1 પા. 102

જનાબે ઝહરા (સ.અ.)ના વારસા વિષે કુરઆની સાબીતી

જનાબે ઝહરા (સ.અ.)ના વારસા વિષે કુરઆની સાબીતી
પયગમ્બર હઝરત ઝકરીયા (અ.સ.)એ વૃધ્ધાવસ્થામાં અલ્લાહ માટે આ શબ્દોમાં દોઆ કરીઃ
قَالَ رَبِّ إِنِّي وَهَنَ الْعَظْمُ مِنِّي وَاشْتَعَلَ الرَّأْسُ شَيْبًا وَلَمْ أَكُن بِدُعَائِكَ رَبِّ شَقِيًّا وَإِنِّي خِفْتُ الْمَوَالِيَ مِن وَرَائِي وَكَانَتِ امْرَأَتِي عَاقِرًا فَهَبْ لِي مِن لَّدُنكَ وَلِيًّا يَرِثُنِي وَيَرِثُ مِنْ آلِ يَعْقُوبَ ۖ وَاجْعَلْهُ رَبِّ رَضِيًّا
"તેણે કહ્યું અય પરવરદિગાર! મારા હાડકાં સુધ્ધા નિર્બળ થઈ ગયા છે અને માંથુ ઘડપણથી સફેદ થઈ ગયું છે. અય પરવરદિગાર! હું કયારેય તારી પાસે દોઆ માગી નાઉમેદ નથી થયો. મને મારા પછી મારા કુટુંબીજનોની બુરાઈઓની આશંકા છે અને મારી પત્ની વાંઝણી છે. તું મને પોતાની વિશિષ્ટ કૃપા વડે એક વારસદાર એનાયત કરી દે જે મારો વારસ પણ હોય અને યઅકુબની અવલાદનો વારસો પણ પ્રાપ્ત કરે અને અય પરવરદિગાર તેને એવો બનાવ જેને તું પસંદ કરે."
(સુરએ મરયમ-૧૯, આયત નં. ૪-૬)
જ્યારે પયગમ્બર સ.અ.વ.નો ઈન્તેકાલ થયો અને અબુબક્રને મુસલમાનોના ખલીફા બનાવવામાં આવ્યો ત્યારે તેણે જનાબે ફાતેમા સ.અ. ને બાગે ફદક આપવાથી ઈન્કાર કર્યો કે જે પયગમ્બર સ.અ.વ. એ તેમને ભેટ આપ્યો હતો અને જે આપના કબજામાં હતો. જ્યારે જનાબે ફાતેમા સ.અ. એ અબુબક્ર પાસે બાગે ફદકની માંગણી કરી કારણ કે તે પયગમ્બર સ.અ.વ. એ તેમને ભેટ આપ્યો હતો અને તેનો કબજો પણ તેમને આપ્યો હતો, ત્યારે અબુબક્ર એ આપની પાસે માલિકીના પુરાવા માગ્યા અને આપે પેશ કરેલા ગવાહોને માન્ય ન રાખ્યા. ત્યારે જનાબે ફાતેમા સ.અ. એ પયગમ્બર સ.અ.વ.ના એકમાત્ર વારસ તરીકે બાગે ફદકની માંગણી કરી. જે અબુબક્ર એ એમ કહીને રદ કરી કે મેં પયગમ્બર સ.અ.વ. ને કહેતા સાંભળ્યા છે કે અમે અલ્લાહના રસુલનો ન કોઈ વારસ હોય છે ન અમે વારસો છોડીએ છીએ.
અબુબક્રના ઉપર મુજબના વાકયએ પુરવાર કર્યુ કે તેનું આ કારણ એક ઉતાવળીયું બહાનું છે જે તેણે જનાબે ફાતેમા સ.અ. ના કાયદેસરનો વારસો જે આપના વાલીદે બુઝુર્ગવારે એ આપને આપ્યો હતો તેને છીનવી લેવો.
‌‍‍આના જવાબમાં જનાબે ફાતેમા સ.અ. એ ઉપર મુજબની કુરઆનની આયત પઢી જે સાબિત કરે છે કે તેણે જુઠ્ઠી અને ઘડી કાઢેલી હદીસ બયાન કરી હતી કારણકે જ્યારે કુરઆને મજીદની આ આયતોમાં વારીસનો શબ્દ છે તો પયગમ્બર સ.અ.વ. ઉપર મુજબની હદીસ બયાન ન કરે. ઉપરની કુરઆની આયતો જનાબે ફાતેમા સ.અ. એ બયાન કરી એ સાબીત કરે છે કે વારીસ શબ્દ એ બધીજ વસ્તુઓ છે જે અલ્લાહના રસુલ સ.અ.વ. એ વારસામાં છોડી છે.
આકા મહદી પુયા કહે છે:
આ કુરઆની આયતો એ પુરવાર કરે છે અલ્લાહના પયગમ્બર સ.અ.વ. ના વારસ હોય છે અને તેઓ વારસો પણ છોડે છે. વારીસ શબ્દને ફકત જ્ઞાન અને ડહાપણ સાથે જોડવો તે આ શબ્દના સીધા, સાચા અને સરળ મતલબથી અળગા થઇ જવું છે. જો વ્યકિતગત વસ્તુઓને વારસામાં વારસામાંથી અલગ કરી નાખવામાં આવે તો નું ફરી ઉચ્ચારણ અર્થહીન છે કારણકે પયગમ્બર હઝરત ઝકરીયા અ.સ. પોતે આલે યઅકુબના વારસ હતા જેઓને પયગમ્બરી અને ડહાપણ પુર્વજોથી વારસામાં મળ્યા અને તેમની અવલાદ માટે પણ એમજ થાત જો અલ્લાહ ચાહત. અલ્લાહ જેને ચાહે છે તેને પોતાના ખલીફા બનાવે છે સુરએ અન્આમ-૧૨૪. આ કારણે જ્યારે પયગમ્બર હઝરત ઝકરીયા અ.સ. એ કહ્યું: મને વારસ બનાવ અને યઅકુબની નસ્લમાંથી વારસ બનાવ. તેઓ પોતાના અને નસ્લે યઅકુબના વારસાની વાત અલગ અલગ કરે છે. પહેલું વર્બ તેઓની મિલ્કતની વારસાઈ માટે છે કે જે અગર પયગમ્બર ઝકરીયા અ.સ. ને અવલાદ ન થાય તો તેમના સગાવ્હાલાઓને માટે યોગ્ય છે. જ્યારે બીજો વર્બ પયગમ્બરી માટે છે જે તેઓ હઝરત યહ્યા અ.સ. માટે માંગણી કરતા હતા.
એમાં કોઈ શક નથી કે પયગમ્બરે અકરમ સ.અ.વ. એ દુન્યવી માલને કોઈ મહ_વ ન આપ્યું હતું અને જ્ઞાન તથા ડહાપણ ઉપર ભાર મુકયો હતો પણ તેનો મતલબ એ નથી કે તેઓ પાસે મિલ્કત ન હતી કે તેઓ પોતાના વારસો માટે કંઇ છોડીને ન જતા. જનાબે ફાતેમા સ.અ. ને કાયદેસરના વારસાથી અળગા રાખવા માટે મોટી હદીસ રાજકીય કારણોસર ઘડવામાં આવી હતી. તેણે આ વાકય કે તેઓ જ્ઞાનને વારસો માટે છોડી જાય છે તે મિટાવી ઉપર મુજબનું વાકય ઉમેરવું જે વ્યાકરણની દ્રષ્ટિએ ખોટું છે. જ્યાં સુધી કે વાકયનું મુખ્ય ખંડ એ વાકયના ઉદ્દેશ કલમને ગોણ ન બનાવતું હોય અમે પયગમ્બરોનો સમુહ અને આ શબ્દ સદકાતૈન જે ક્રિયાપદ તરકનાહોનો બીજો પદાર્થ છે. પરંતુ તેણે આ વાકયાંશને સમન્વયી અને સંયોજક તરીકે ઉલ્લેખ કર્યો અને સદકાતૈનને વિષયના ગુણાલક્ષણો નિર્દેશ કરતો શબ્દ મા કે જેનો અર્થ શબ્દ ઉચ્ચારણની દ્રષ્ટિએ કોઈપણ જાતનું થાય છે જયારેકે સાચા ઉચ્ચારણમાં મા નો અર્થ જે થાય છે.
(ધી હોલી કુરઆન, પૈયા / એમ.એ. અલા અંગ્રેજી કોમેન્ટરી)

કિરતાસ (કાગળ અને કલમ)ના બનાવનું ટૂંકમાં અવલોકન

હિજરી સન દસ ઈસ્લામી જગત માટે એ ઝમાનો છે જેમાં સરવરે કાએનાત, હઝરત ખત્મી મર્તબત હઝરત મોહમ્મદે મુસ્તફા (સ.અ.વ) અલ્લાહ ના હુકમથી પોતાના તમામ કામો ને આટોપવા લાગ્યા અને દસમી હિજરી ના અંતમાં પોતાની બાદનો કાર્યક્રમ અને ઇસ્લામ માટે કયામત સુધીના પોતાના જાંનશીનની ઓળખ કરાવતા આલમે મલ્કુત તરફ પાછા ફરવાનું એલાન પણ કરી દીધું. અર્થાત ગદીરના મૌકા ઉપર ખિલાફત અને વિલાયતનું એલાન કરી દીધું અને પછી જ્યારે અગ્યારમી હીજરીમાં આપ (સ.અ.વ.) અંતિમ બીમારીના બિસ્તર ઉપર આવ્યા ત્યારે કાગળ અને કલમનો ઐતિહાસિક બનાવ બન્યો.
કિરતાસનો બનાવ શું છે?
સાદી ઝબાનમાં આપણે તેને કાગળ અને કલમનો બનાવ કહીએ છીએ. આ બનાવ અગ્યારમી હિજરીમાં હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની ઝીંદગીના આખરી દિવસોમાં બન્યો કે જેમાં આપ (સ.અ.વ.) એ ઉમ્મતની હંમેશાની હિદાયત માટે એક વસીય્યતનામું લખવાની ઈચ્છા વ્યક્ત કરી અને ફરમાવ્યું:
એઅતૂની બે દવાતીન વ કીત્ફીન લે અકતોબ લકુમ કેતાબન લા તઝીલ્લુ બઅદહુ અબદન.[1]
મારા માટે કલમ અને ચામડું લાવો કે જેથી તમારા માટે હું એક લખાણ લખી દઉં જેથી તમે મારા બાદ ક્યારેય ગુમરાહ નહિં થાવ.’
શું તે લોકો પણ મુસલમાન હતા?
   ‘હાજર રહેલા લોકોમાંથી અમૂક લોકો ઉભા થયા અને ચાહ્યું કે પયગમ્બર (સ.અ.વ) ના હુકમ ઉપર અમલ કરે અને કાગળ અને કલમ લઈ આવે પરંતુ ઉમરે કહ્યું: ઉભા રહો, (મઆઝલ્લાહ, નઉઝોબિલ્લાહ) તેઓ હિઝયાન બકી રહ્યા (બકવાસ કરી રહ્યા) છે ખુદાની કિતાબ આપણા માટે  પૂરતી છે.’ (હયાતુલ કોલુબ ભાગ-2, પાના ન. 998)
દેકારો શરૂ થઈ ગયો અને જયારે તે વધી ગયો ત્યારે રસુલે ખુદા (સ.અ.વ.) નારાઝ થયા અને ફરમાવ્યું:
‘મારી પાસેથી ચાલ્યા જાવ, કારણકે ખુદાના પયગમ્બરની નજદિક આવો ઝઘડો યોગ્ય નથી.’
(હયાતુલ કોલુબ ભાગ-2, પાના ન. 998)
લોકો ચાલ્યા ગયા અને ફકત પયગમ્બર (સ.અ.વ)ના સગા સંબંધીઓ અને નજીકના લોકો રોકાયા. રસુલે ખુદા (સ.અ.વ) એ અલી (અ.સ.)ને છાતી સરસા ચાપ્યા અને પોતાની વીંટી કાઢી અને ફરમાવ્યું: ‘આ લ્યો અને તેને પેહરી લ્યો’. પછી આપ (સ.અ.વ.)એ બખ્તર, તલ્વાર અને પોતાનો જંગનો લિબાસ અને મખ્સુસ માલ કે જેને આપ (સ.અ.વ.) જંગના મૌકા ઉપર પોતાના પેટ ઉપર બાંધતા હતા તે અલી (અ.સ.)ને અતા કર્યો અને ફરમાવ્યું:
‘હવે અલ્લાહનું નામ લ્યો અને તમારા ઘરે પરત જાવ.’
બીજા દિવસે પયગમ્બર (સ.અ.વ.)ની તબિયત વધારે ખરાબ થઈ ગઈ અને આપ બેહોશ થઈ ગયા. જ્યારે આપ (સ.અ.વ.) હોશમાં આવ્યા તો આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું:
‘મારા હબીબ ને બોલાવો.’
અને ફરી બેહોશ થઈ ગયા. આયશાએ કહ્યું હ. અબુ બક્રને બોલાવો. અબુ બક્રને હાજર કરવામાં આવ્યા. આપ (સ.અ.વ.) હોશમાં આવ્યા, અબુ બક્રને જોયા તો મોઢું ફેરવી લીધું અને ફરી એજ માંગણી કરી તો હફ્શાએ કહ્યું કે ‘ઉમરને તેમની પાસે લાવો.’ પયગમ્બર (સ.અ.વ.) એ તેમનાથી પણ મોઢું ફેરવી લીધું અને આપ (સ.અ.વ.) એ ત્રીજી વાર માંગણી કરી:
‘મારા હબીબ ને બોલાવો.’
ઉમ્મે સલમા ઉભા થયા અને ફરમાવ્યું ‘અલી (અ.સ.) ને તેમની પાસે લાવો.’[2]
હઝરત અલી (અ.સ) ને લાવવામાં આવ્યા. વચ્ચેની તમામ વાતોને છોડતા તેઓ આગળ લખે છે કે પયગમ્બર (સ.અ.વ.)ની ખ્વાહિશ મુજબ અલી (અ.સ)એ રસુલે ખુદા (સ.અ.વ.)નું સરે મુબારક પોતાના ખોળામાં રાખ્યું અને આપના ખોળામાંજ રસુલે ખુદા (સ.અ.વ.) આ દુનિયાથી રૂખ્સત થઈ ગયા. કિરતાસના બનાવનું આ ટુંકુ વર્ણન છે.
ઉમરે રસુલે ખુદા (સ.અ.વ.)ને કાગળ શા માટે લખવા ન દીધો?
શું કારણ હતું કે ઉમરે હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ને વસીય્યત લખવા ન દીધી? ઉમર, અબુ બક્ર અને તેઓના સમગ્ર સમૂહને એ અંદાજ હતો કે પયગમ્બરે અકરમ (સ.અ.વ) એ અસંખ્ય પ્રસંગોએ અલી (અ.સ) ને પોતાના ખલીફા અને જાંનશીન નિયુકત કરી ચૂકયા છે અને હવે વસીય્યત વડે પણ જો આપ (સ.અ.વ.) અલી (અ.સ.)ને તેમના ખલીફા અને જાંનશીન બનાવી દીધા તો સહાબીઓ અલી (અ.સ)ના હાથો ઉપર બયઅત કરી લેશે અને ખિલાફત તેઓના હાથોમાંથી નિકળી જશે. આથી તેઓની કોશિશ એ રહી કે કોઈપણ હિસાબે પયગમ્બરે અકરમ (સ.અ.વ) આ અમલ અંજામ ન આપી શકે (એટલેકે વસીય્યતનામું લખી ન શકે).
ખિલાફત માટે ઉમ્ર નાની હોવાનું બહાનું અને પયગમ્બર (સ.અ.વ)ની હિકમતભરી પધ્ધતિ:
પયગમ્બરે અકરમ (સ.અ.વ) જાણતા હતા કે તેમની વફાત બાદ અલી બિન અબી તાલિબ (અ.સ.)ની ખિલાફતના મામલામાં જુદા જુદા બહાનાઓ થકી તેમને ખિલાફતથી દુર રાખવામાં આવશે અને તે પૈકીનું એક બહાનુ અલી (અ.સ)ની યુવાની પણ હશે. આથી પયગમ્બર (સ.અ.વ.) એ લોકોને આ સમજાવવા માટે કે સરદારી અને ખિલાફત લાયકાતની બુનિયાદ ઉપર છે અને નહિં કે વય કે ઉમ્રની બુનિયાદ ઉપર. આપ (સ.અ.વ.) જાણતા હતા કે લોકો અલી (અ.સ)ને કમસીન કહીને તેમના હક્કને ગસબ કરી લેશે. આથી આપ (સ.અ.વ.)એ એક લશ્કર તૈયાર કર્યું અને તેના અમીર અને સરદાર તરીકે એક નાની વયના યુવાન ‘ઓસામા’ને બનાવ્યો. ઘણા બધા લોકોએ પયગમ્બર (સ.અ.વ.)ને ઓસામાને સરદાર બનાવવાથી અટકાવ્યા. પરંતુ આપ (સ.અ.વ.) એ કોઈ ધ્યાન ન આપ્યું બલ્કે તાકીદની સાથે ઓસામાને લશ્કરના સરદાર બનાવ્યા.[3]
સહાબીઓએ પયગમ્બર (સ.અ.વ.)ની વાતને રદ કરી દીધી:
આ વિચાર માંગી લે તેવી બાબત છે કે શું અલ્લાહે પયગમ્બરે અકરમ (સ.અ.વ)ની ઈતાઅત અને ફરમાંબરદારી માટે તાકીદની સાથે હુકમ આપ્યો નથી? ચોક્કસ, જરા આ આયત ઉપર ધ્યાન આપો:
વ મા આતાકોમુર રસૂલો ફ ખોઝૂહો, વ મા નહાકુમ અન્હો ફન્તહુહો.
"અને રસુલ તમને જે કાંઈ આપે તે લઈ લો; અને જેનાથી તમને મના કરે તેનાથી અટકો.         (સુરએ હશ્ર, આયત નં. 7)
પયગમ્બર (સ.અ.વ.) ના દરેક હુકમની ઈતાઅત જરી અને વાજીબ છે:
ફ લા વ રબ્બેક લા યુઅમેનુન હત્તા યોહક્કેમૂક ફીમા શજર બય્નહુમ સુમ્મ લા યજેદૂ ફી અન્ફોસેહીમ હરજન મિમ્મા કઝય્ત વ યોસલ્લેમુ તસ્લીમન.
"પણ તેવું છેજ નહિં; અને તારા પરવરદિગારની કસમ! એ લોકો ઈમાન લાવ્યા છે એમ કદી પણુ તું માનજે નહિં જ્યા સુધી કે તેમની વચ્ચેના ઝઘડાઓમાં (તેના નિર્ણય માટે) તને તેઓ ન્યાયાધીશ બનાવે; પછી તું જે કાંઈ ચુકાદો આપે તેનાથી પોતાના મનમાં (લેશપણ) ભીંસ ન અનુભવે અને તે (ચુકાદાનો) સંપૂર્ણ સ્વીકાર કરે.                                (સુરએ નિસાઅ, આયત નં. 65)
આ આયતમાં આ શર્ત રાખવામાં આવી છે કે જ્યાં સુધી લોકો પોતાના ઝઘડાઓમાં અને વિખવાદોમાં પયગમ્બરે અકરમ (સ.અ.વ)ને હાકિમ ન બનાવે અને તેમના ફેંસલાને ન માને તેઓ મુસલમાન બની શકતા નથી. તો પછી એ કેવી રીતે શક્ય છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ) દ્વારા કાગળ અને કલમની માગણીને રદ કરનાર અને પયગમ્બર (સ.અ.વ.)ના હુકમથી તૈયાર કરવામાં આવેલા લશ્કરમાં શામેલ થવાથી ઈન્કાર કરનાર મુસલમાન બની જાય?
વસીય્યતની જરૂરત:
મતલબ કે જયારે પયગમ્બરે અકરમ (સ.અ.વ) એ જોયું કે લોકોને લશ્કરની સાથે મદીનાથી બહાર મોકલવાની યોજના અમલમાં ન મૂકી શકાઈ તો આપ (સ.અ.વ.) એ અલ્લાહના હુકમ મુજબ નક્કી કર્યું કે અલી (અ.સ)ની ઈમામતના સિલસિલામાં પોતાની બધીજ ભલામણોના કે જે આપ (સ.અ.વ.)એ પોતાની 23 વર્ષની ઝીંદગી દરમ્યાન (મૌખીક રીતે) લોકોના કાનો સુધી પહોંચાડી હતી તેના નિચોડને એક વસીય્યતના સ્વપમાં લખી દે. એટલાજ માટે આપ (સ.અ.વ.) એ પોતાની વફાતના અમૂક દિવસો અગાઉ જુમેરાતના દિવસે જ્યારે આપ (સ.અ.વ.) પોતાના બિસ્તર ઉપર હતા અને આપ (સ.અ.વ.)નો ઓરડો લોકોથી ભરેલો હતો, હુકમ આપ્યો કે:
‘કાગળ અને કલમ લાવો કે જેથી હું એક ચીઝ લખી દઉ કે જેના ઉપર અમલ કરવાથી તમે મારા બાદ ક્યારેય ગુમરાહ નહિં થાવ.’[4]
બની હાશિમ અને બની ઉમય્યાનું સ્થાન:
બની હાશિમ અને પયગમ્બરે અકરમ (સ.અ.વ)ની પત્નિઓ રસુલે ખુદા (સ.અ.વ.)ને વસીય્યત લખવા દેવાનો આગ્રહ કરી રહ્યા હતા. પરંતુ તે લોકો કે જેઓએ અરફાતની ઝમીન ઉપર પયગમ્બર (સ.અ.વ.)ને તેમની પછીના જાંનશીનના વિષે વાત કરવામાં અડચણ ઉભી કરી હતી તેજ લોકોએ પયગમ્બર (સ.અ.વ.)ના ઓરડામાં પણ અડચણ ઉભી કરી. અગાઉ આપણે લખી ચુક્યા છીએ તેમ ઉમર સમજી ગયા હતા કે અગર પયગમ્બરે અકરમ (સ.અ.વ) એ વસીય્યત લખી નાંખી તો પછી ખિલાફતને ગસબ કરવાની તમામ યોજના નિષ્ફળ થઈ જશે અને પછી પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની નાફરમાની અશક્ય બની જશે. એટલા માટે કહ્યું કે કાગળ અને કલમ લાવવાની જરત નથી. કારણકે પયગમ્બર (સ.અ.વ.) (મઆઝલ્લાહ) હિઝયાન બકી રહ્યા છે. આપણા માટે અલ્લાહની કિતાબ પૂરતી છે. આ વાકયોને ઉમર અને બની ઉમય્યાના ટેકેદારોએ પણ સાંભળ્યું અને તેને દોહરાવ્યું. પરંતુ બની હાશિમ સખત નારાજ થયા અને તે લોકોનો વિરોધ કર્યો. પયગમ્બરે અકરમ (સ.અ.વ) આવા અયોગ્ય આરોપ કે જે આપ (સ.અ.વ.)ની મહાન શખ્સીય્યતની સામે પ્રશ્ર્નાર્થ મૂકી દીધો હતો, શું કરી શકે? જ્યારે આપ (સ.અ.વ.) એ આ બધું જોયું ત્યારે સખત નારાજ થયા અને બધાને ઘરમાંથી બહાર કાઢી મૂકયા. ફરમાવ્યું:
‘મારી પાસેથી ચાલ્યા જાવ. તે વાત યોગ્ય નથી કે પયગમ્બરની સામે ઝઘડો થાય.’[5]
ઉમરના ટેકેદારો અને ખિલાફતમાં માનનારાઓ દ્વારા ફેરબદલ:
ઉમરના ટેકેદારોએ અને ખાસ કરીને ખિલાફતની માન્યતાની હિમાયત કરનારાઓએ હઝરત પયગમ્બર (સ.અ.વ.)ની તરફ ઉમર ઈબ્ને ખત્તાબના આ અયોગ્ય આરોપ ઉપર પર્દો નાખવાની કોશિશ કરી છે. એવી રીતે કે ઉમરે જે શબ્દ હજર અથવા હિઝયાનનો ઉપયોગ કર્યો છે તે શબ્દને ત્યાં હાજર લોકોની તરફ નિસ્બત આપવાની કોશિશ કરી છે અને આમ લખ્યું છે કે: ‘કાલુ હજર રસુલુલ્લાહે (સ.અ.વ.)’ લોકોએ કહ્યું: રસુલુલ્લાહ (સ.અ.વ.) બિમારીમાં (મઆઝલ્લાહ) બકવાસ કરી રહ્યા છે અને ઉમર બિન ખત્તાબ તરફ આ વાકયને નિસ્બત આપે છે કે: ‘કાલ: ઈન્ન અન્નબીય્ય કદ ગલબ અલય્હીલ વજઓ’ (પયગમ્બર ઉપર બીમારીની પીડાએ કાબુ પ્રાપ્ત કરી લીધો છે). પરંતુ કિતાબ ‘અસ્સકીફા’માં અબુબક્ર જોહરીના વાક્યો વાતને સ્પષ્ટ કરે છે કે: હિઝયાનના આરોપની શરૂઆત ઉમર તરફથી થઈ છે અને તેના ટેકેદારોએ તેનું અનુસરણ કરતા આ વાકયની નિસ્બત પયગમ્બરે અકરમ (સ.અ.વ.) તરફ આપી. જોહરીએ આવા આરોપને ઉમરના હવાલાથી નોંધેલ છે કે: ‘ઉમરે એક વાક્ય કહ્યું કે જેનો અર્થ એમ થાય છે કે ‘પયગમ્બર (સ.અ.વ.) ઉપર બિમારીની પીડાએ કાબુ મેળવી લીધો છે.’
તેથી ખબર પડી કે ઉમરના શબ્દો કંઈક બીજા હતા કે જેની નોંધ કરવામાં તકલીફ થઈ રહી હતી. આથી ફકત તેનો ભાવાર્થ નકલ કર્યો છે. અફસોસની વાત છે કે બુખારી અને મુસ્લિમ તથા બીજા લોકોએ મૂળ શબ્દોને વર્ણવ્યા નથી પરંતુ ફકત ભાવાર્થ અને મફહુમને નકલ કર્યો છે. જ્યારે કે ઇબ્ને અસીરની વાત ‘અન નિહાય્યહ’માં અને ઇબ્ને અબીલ હદીદની વાતોથી સાબિત થાય છે કે હિઝયાનની નિસ્બત સીધી ઉમરે પોતેજ આપી છે.
તારણ:
વાત જે પણ હોય પરંતુ એક બાબત સ્પષ્ટ છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ વિરોધી સમૂહને ઘરથી બહાર કાઢયા પછી ફકત મુખ્લીસ સહાબીઓની સમક્ષ પોતાની વસીય્યત બયાન ફરમાવી છે અને સુલૈમ બિન કૈસની રિવાયત પ્રમાણે આપ (સ.અ.વ.)એ એહલેબૈત (અ.મુ.સ.)ની એક-એક વ્યક્તિનું નામ લીધું અને તેઓને પોતાના બાદ પોતાના ખલીફા અને જાંનશીન નિયુકત કર્યા.[6]
એહલેસુન્નત હઝરાતે પણ પોતાની હદીસોની કિતાબોમાં આ વસીય્યતનો ઉલ્લેખ કર્યો છે. પરતું મૂળ વિષયને અસ્પષ્ટ રાખ્યો છે.
ઈબ્ને અબ્બાસની ભૂમિકા:
ઈબ્ને અબ્બાસ હદીસના અંત માં કહે છે કે: ‘પયગમ્બરે અકરમ (સ.અ.વ)એ તેમની અંતિમ ક્ષણોમાં ત્રણ બાબતો વિષે વસીય્યત કરી. પહેલી એ કે મુશ્રીકોને અરબસ્તાનમાંથી બહાર ધકેલી દયો. બીજું એ કે જે કાફલાઓને આવવાની મેં પરવાનગી આપી છે તેઓને પરવાનગી આપો. પરંતુ ત્રીજી વસીય્યત વિષે ચૂપકીદી સેવી અને અમૂક બીજી હદીસોમાં આવ્યું છે કે ત્રીજી વસીય્યતને હું ભૂલી ગયો છું.[7]
આ વાત ધ્યાન આપવા જેવી છે કે કયાંય આ વાત જોવા નથી મળતી કે કોઈ હદીસમાં ઈબ્ને અબ્બાસે એમ કહ્યું હોય કે: હું હદીસના આ હિસ્સાને ભુલી ગયો છું અથવા તો તેને નકલ ન કરી હોય. એવું નથી. બલ્કે ઈબ્ને અબ્બાસનો ઉમર ઈબ્ને ખત્તાબ તરફથી ખૌફ અને ડર છે. કારણકે ચોક્કસપણે ત્રીજી વસીય્યત ઈમામ અલી (અ.સ) અને પયગમ્બર (સ.અ.વ.)ના એહલેબૈત (અ.મુ.સ.)ની ખિલાફત અને ઈમામત વિષે છે. પરંતુ ઈબ્ને અબ્બાસ ઉમરથી ડરી ગયા તેથી તેને બયાન કરવાનું ટાળ્યું. તેવીજ રીતે ઉમર ઈબ્ને ખત્તાબની હયાતીમાં તેઓના ઝુલ્મ અને પૂવર્ગ્રિહની વિરૂધ્ધ દીલમાં જુદો મત ધરાવતા હતા પરંતુ તેને જાહેર કર્યો ન હતો. ત્યાં સુધી કે ઉમરની મૌત પછી હક્કને બયાન કર્યો (જાહેર કર્યું) અને જયારે લોકોએ પૂછ્યું કે તમે શા માટે બયાન (જાહેર) કરવામાં મોડું કર્યું ત્યારે કહ્યું કે હું તેનાથી ડરતો હતો.
ઉમરે લખાણ લખવાથી શા માટે રોક્યા?:
આ સવાલ દરેકના મનમાં ઉભો થાય છે કે શા માટે ઉમર બિન ખત્તાબ અને તેના ટેકેદારોએ તે નક્કી કર્યું કે પયગમ્બરે અકરમ (સ.અ.વ)ની યોજના અમલમાં ન આવે? શું પયગમ્બરે અકરમ (સ.અ.વ) એ ઉમ્મતને કયામત સુધી ગુમરાહી અને ભટકી જવાથી બચીને રેહવાની આગાહી કરી ન હતી? શું આથી વધીને કોઈ ખુશખબરી છે? તો પછી શા માટે આ કામનો વિરોધ કરવામાં આવ્યો? શા માટે ઉમ્મ્મતને આ સદભાગ્યથી વંચિત કરી દેવામાં આવી? આપણે શું કહીએ કે હોદ્દા અને સત્તાની મોહબ્બત, કીનો તથા હસદ કયારેક કયારેક અક્કલ ઉપર વર્ચસ્વ હાસિલ કરી લ્યે છે અને અક્કલને તારણ કાઢવાથી અટકાવી દે છે. આપણે જાણીએ છીએ કે ઉમર પરદા પાછળની કઈ નિય્યતોને પરવાન ચઢાવી રહ્યા હતા. તેઓ જાણતા હતા કે પયગમ્બર (સ.અ.વ.) ક્યા કામ માટે લોકો પાસેથી કાગળ અને કલમ માંગી રહ્યા હતા. તેઓ ખાત્રીપૂર્વક જાણતા હતા કે પયગમ્બર (સ.અ.વ.)એ જે વસીય્યત લખવાનો નિર્ણય કર્યો છે તે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) અને બાકીના એહલેબૈત (અ.મુ.સ.)ની ખિલાફતના અમ્ર બાબતે કરેલી તે બધી મૌખિક ભલામણો કે જેને આપ (સ.અ.વ.) એ પોતાની હયાતી દરમ્યાન કરી હતી તેને લેખીત સ્વરૂપમાં લોકોને આપવા ચાહતા હતા. એટલા માટે તેઓ આ વસીય્યતને લખવા દેવામાં અવરોધ બન્યા. આપણી આ વાતો ફક્ત દાવો નથી પરંતુ તેના માટે મજબુત દલીલો મૌજુદ છે. અહીં બે નમુનાઓ રજુ કરીએ છીએ.
1. ઉમર બિન ખત્તાબ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની ઝીંદગીના આખરી ઝમાનામાં ઘણી વખત હદીસે સકલૈન સાંભળી ચુક્યા હતા. તે હદીસમાં પયગમ્બરે અકરમ (સ.અ.વ) એ ફરમાવ્યું:
‘હું તમારી દરમ્યાન બે મહા ભારે ચીઝો છોડીને જાવ છું. જેને વળગી રહેવાથી તમો કયારેય ગુમરાહ નહીં થાવ.’
આ શબ્દો કે ‘કયારેય ગુમરાહ નહીં થાવ’ને ઉમરે ઘણી વખત કિતાબ અને ઇત્રતના બારામાં સાંભળ્યાહતા. જ્યારે પયગમ્બર (સ.અ.વ.) એ કાગળ અને કલમની માગણી કરી ત્યારે તે સમયે પણ ઉમરે આ શબ્દોને સાંભળ્યાકે આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું કે:
‘એક લખાણ લખી આપું કે તેના પછી તમે ક્યારેય ગુમરાહ નહિં થાવ.’
ઉમરે તરતજ તે વાત તરફ ધ્યાન આપ્યું કે પયગમ્બરે અકરમ (સ.અ.વ) એ નક્કી કરી લીધું છે કે કિતાબ અને ઈત્રતની વસીય્યત લેખીતમાં આપી દે. આથી તેમણે તેનો ખૂબજ કડકાઈથી વિરોધ કર્યો.
2. ઈબ્ને અબ્બાસ કહે છે કે: ઉમરની ખિલાફતના શઆતના સમયગાળા દરમ્યાન હું તેમની પાસે પહોંચ્યો. તેમણે મારી તરફ મોઢું કર્યું અને કહ્યું, તમારી ઉપર ઉંટો નું ખુન હોય.[8] અગર હું તમને સવાલ કરૂ અને તમે મારાથી વાતને છુપાવો. શું હજુ પણ અલી (અ.સ) ખિલાફતના બારામાં પોતાને બરહક સમજે છે? શું તેઓ વિચારે છે કે રસુલે ખુદા (સ.અ.વ.) એ તેમના માટે નસ્સ (નિમણુંક) કરી છે? મેં કહ્યું, હા. આ વિષયમાં મેં મારા પિતાથી સવાલ કર્યો, તેમણે તેની તસ્દીક કરી. ઉમરે કહ્યું, હું તમને કહું છું કે પયગમ્બરે અકરમ (સ.અ.વ) એ પોતાની બીમારીના અંતિમ મૌકા ઉપર ચાહ્યું હતું કે અલી (અ.સ)ના નામની સ્પષ્ટતા કરી દે તેમાં હું અવરોધ બન્યો....’[9]
ખુદા આપણને સૌને હક્કથી વળગીને રેહવાની તવફીક અતા કરે અને દુનિયા અને આખેરતમાં એહલેબૈત (અ.મુ.સ.)ની મોહબ્બત અને શફાઅતનસીબ કરે. આમીન.

1ઈતિહાસકારોએ આ બનાવને ‘કિરતાસ’ના બનાવનું નામ આપ્યું છે. કિરતાસનો અર્થ કાગળ થાય છે અને તે ઝમાનામાં જાનવરોનાચામડાઉપર લખવામાં આવતું હતું.આથી પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એચામડાનો હુકમઆપ્યો. આપણે આજે આપણી ભાષામાં તેને કાગળ કહેવા લાગ્યા એટલા માટે કે લખાણ કાગળ ઉપર થાય છે.આથી આપણે આ લેખમાં કિત્ફ નો ભાવાર્થ કાગળ સમજશું.
[2]કવકબે દુર્રી ફી ફઝાએલે અલી, તરજુમો: મનાકીબે મુર્તઝવી, લેખક: મોહમ્મદ સાલેહ કશફી હનફી, પાના નં. 283. તેમણે મનાકીબે ખતીબ ખ્વારઝમીમાંથી નક્લ કર્યું છે.

[3]તબ્કાતે ઈબ્ને સઅદ, ભાગ-4, પાના નં. 66, તારીખે ઈબ્ને અસાકિર, ભાગ-2, પાના નં. 291, કન્ઝુલ ઉમ્માલ, ભાગ-5, પાના નં. 313, તારીખે ઈબ્ને ખલ્દુન 2/484.

[4]હયાતુલ કોલુબ 2/998, મરહુમ અલ્લામા મજલીસી ફરમાવે છે કે આ દઅવાત અને કલમની હદીસ સહીહબુખારી અને મુસ્લિમ તેમજ એહલે સુન્નતની તમામ મોઅતબર કિતાબોમાં અસંખ્ય તરીકાઓથી નોંધાએલી છે અને તે લોકોએ આ રીતે ઈબ્ને અબ્બાસથી રિવાયત કરી છે કે તે ખુબ રડયા એટલી હદે કે આંસુઓથી મસ્જીદના પથ્થરો (કાંકરાઓ) ભીના થઈ ગયા.
[5]સહીહબુખારી, કિતાબુલ મઝર્, ભાગ-7, પાના નં. 9, સહીહમુસ્લિમ, કિતાબુલ વસીય્યત, ભાગ-5, પાના નં. 75 મુસ્નદે અેહમદ, ભાગ-4, પાના નં. 356, હદીસ નં. 2992.
[6]કિતાબ સુલૈમ બિન કૈસ, ભાગ-4/658
[7]સહીહબુખારી,કિતાબ મગાઝી, ભાગ-78, સહીહમુસ્લિમ, કિતાબેવસીય્યત, ભાગ-5

[8]અરબની આ કહેવત છે. દા.ત. અગર તમે વાતને છુપાવો તો તમારા ઉપર અઝાબ નાઝિલ થાય.
[9]શર્હે ઈબ્ને અબીલ હદીદ 12/21

Popular Posts (Last 30 Days)

 
  • Recent Posts

  • Mobile Version

  • Followers