છેલ્લા હુમલાની તૈયારી
હ. ઉમરે હ. અબુબકરને કહ્યું : તમને કઇ વસ્તુ રોકી રહી છે, કેમ તેમની પાસેથી બયઅત નથી લેતા?૫૭ જો તમે નથી કરી શકતા, તો હું જરૂર આ કામ કરીશ. પછી ગુસ્સામાં આવી બહાર નીકળ્યા અને પોતાના કબીલા તથા કુટુંબીઓને બોલાવ્યા : "ખલીફએ રસુલ (સ.અ.વ.) ના સાદ ઉપર લબ્બયક કહો. દરેક બાજુએથી લોકો ‘લબ્બયક’ કહેતાં કહેતાં મસ્જીદે નબવીમાં જમા થઇ ગયા. હ. ઉમરે હ. અબુબકરને કહ્યું : મેં તમારા માટે સવારો અને પાયદળને એકઠા કરી દીધા છે.૫૮ હ. અબુબકરે પુછ્યું : કોને તેમની સાથે મોકલીશું? હ. ઉમરે કહ્યું : કુનફૂઝ, તે કડક સ્વભાવનો અને તોછડો છે, બની અદી બિન કઅબના આઝાદ કરાયેલાઓમાંનો છે. તેની મદદમાં થોડાંક માણસોને પણ મોકલો.૫૯
પછી કુનફૂઝને કહેવામાં આવ્યું : "જાવ, એમના ઘરે, લોકોને બહાર કાઢો, જો બહાર નીકળે તો ઠીક છે, નહિ તો દરવાજા ઉપર લાકડા ભેગા કરો અને કહી દયો કે જો બયઅત માટે બહાર નહિ નીકળો, તો આખા ઘરને આગ ચાંપી દેવામાં આવશે.૬૦
કુનફૂઝ ગયો અને હઝરત અલી (અ.સ.) પાસે અંદર આવવાની રજા માગી, રજા ન મળી, કુનફૂઝના સાથીઓ હ. ઉમર અને હ. અબુબકર પાસે પાછા આવ્યા. આ બન્ને એ વખતે મસ્જીદમાં બેઠા હતા. તેઓએ કહ્યું : "અમને અંદર આવવાની રજા ન મળી. હ. ઉમરે કહ્યું : "પાછા જાવ અને રજા માગો, જો રજા મળે તો ઠીક છે, નહિતો વગર રજાએ દાખલ થઇ જાવ. તેઓ ફરી પાછા આવ્યા અને ફરીથી રજા માગી. જનાબે ફાતેમા (સલા.) એ કહ્યું, હું તમને કોઇ કાળે રજા વગર ઘરમાં આવવા નહિ દઉં
આ સાંભળી કુનફૂઝ ત્યાં જ રોકાયો, અને તેની સાથેના માણસોએ આવીને કહ્યું, ફાતેમા (સલા.) આમ કહી રહ્યા છે એટલે અમને રજા વગર અંદર દાખલ થવું યોગ્ય ન લાગ્યું.૫૭. | સુલૈમ બિન કૈસ, પાના નં. ૮૩ |
૫૮. | કવકાબે દુર્રી જી. ૧ પાના નં. ૧૯૪-૧૯૫ |
૫૯. | સુલૈમ બિન કૈસ પાના નં. ૮૨ |
૬૦. | અલ - જમલ પાના નં. ૧૧૭ |
http://mazloomazehra.blogspot.com |
Categories:
Gujarati - ગુજરાતી
0 comments:
Post a Comment
براہ مہربانی شائستہ زبان کا استعمال کریں۔ تقریبا ہر موضوع پر 'گمنام' لوگوں کے بہت سے تبصرے موجود ہیں. اس لئےتاریخ 20-3-2015 سے ہم گمنام کمینٹنگ کو بند کر رہے ہیں. اس تاریخ سے درست ای میل اکاؤنٹس کے ضریعے آپ تبصرہ کر سکتے ہیں.جن تبصروں میں لنکس ہونگے انہیں فوراً ہٹا دیا جائے گا. اس لئے آپنے تبصروں میں لنکس شامل نہ کریں.
Please use Polite Language.
As there are many comments from 'anonymous' people on every subject. So from 20-3-2015 we are disabling 'Anonymous Commenting' option. From this date only users with valid E-mail accounts can comment. All the comments with LINKs will be removed. So please don't add links to your comments.