જનાબે ફાતેમા (સલા.)
આ બધા ઝુલ્મ અને અત્યાચારના નિશાન - ચિહ્નો જનાબે ફાતેમા ઝહેરા (સલા.) ના પવિત્ર શરીર ઉપર બાકી રહી ગયા. ત્યાર પછી તેઓ ગમગીન અને ઉદાસ રહેતા હતા. અને માંદગીમાં સપડાઇ ગયા.૨૦૮ એટલે સુધી કે પથારીવશ થઇ ગયા. શરીર અશક્ત થતું ગયું, અત્યંત દુબળા પડી ગયા. જાણે એક પડછાયા જેવા થઇ ગયા.૨૦૯ ભારે મંદવાડ આવી ગયો
હ. અબુબકર અને હ. ઉમરનું અયાદત માટે આવવું
જ્યારે માંદગી ઘણી વધી ગઇ,૨૧૨ હ. ઉમરે હ. અબુબકરને કહ્યું: આપણે જનાબે ફાતેમા (સલા.) પાસે જવું જોઇએ, આપણે તેમને નારાજ કર્યા છે. તેઓએ મુલાકાત માટે રજા માગી, જનાબે ફાતેમા (સલા.) એ રજા ન આપી.૨૧૩ આ લોકો વારંવાર આગ્રહ કરતા રહ્યા.૨૧૪ એક દિવસ હઝરત અલી (અ.સ.) પાસે આવ્યા અને કહ્યું: તમે તો જાણો જ છો, અમારી અને ફાતેમા (સલા.) ની વચ્ચે શું બન્યું છે, હવે ઠીક લાગે તો અમને મુલકાતની રજા અપાવી દયો. જેથી અમારા ગુનાહની માફી માગી લઇએ.૨૧૫
એક રિવાયતમાં છે કે, જ્યારે હ. અબુબકરે જોયું કે રજા નથી મળતી, તો ખુદા સાથે અહદ કર્યો, જ્યાં સુધી ફાતેમા (સલા.)ની મુલાકાતની રજા નહિ મળે અને તેમને રાજી નહિ કરી લઉં, ત્યાં સુધી છાંયામાં નહિ બેસું. એ રાત એમણે જન્નતુલ બકીમાં આકાશ નીચે વીતાવી. હ. ઉમરે હઝરત અલી (અ.સ.)ને કહ્યું : બિચારા બુઢ્ઢા છે, નરમ દિલના છે, રસુલે ખુદા (સ.અ.વ.) ના સાથે ગારમાં રહ્યા છે. અમે કેટલીય વાર એમની સેવામાં ગયા અને મુલાકાત માટે રજા માગી, પણ મળી નહિ. અમે તેમની સેવામાં હાજર થઇને એમને રાજી કરવા માગીએ છીએ, જો તમને ઠીક લાગે, તો રજા અપાવી દયો.
હઝરત અલી (અ.સ.) એ કહ્યું : ઠીક છે, પછી પોતે જનાબે ફાતેમા (સલા.) પાસે આવ્યા અને ફરમાવ્યું : આપને એ બન્નેથી જે દુ:ખ પહોંચ્યું છે તે આપ જાણો છો, આ લોકો આપની પાસે વારંવાર આવ્યા, પણ આપે રજા ન આપી હવે એ લોકો એ મને વિનંતી કરી છે કે હું આપની રજા મેળવી દઉં.
જવાબ મળ્યો : ખુદાના સોગંદ, હું એમને ન ક્યારેય રજા આપીશ ન એમની સાથે વાત કરીશ. આ લોકોએ મારા સાથે જે વર્તન કર્યું છે તેની શિકાયત મારા પિતાને કરીશ.
હઝરત અલી (અ.સ.) એ કહ્યું : મેં એ લોકોને રજા અપાવી દેવા માટે કહ્યું છે.૨૧૬
ફરમાવ્યું : જો એમજ છે, તો આ ઘર આપનું જ ઘર છે, અને હું આપની તાબેદાર છું, તમારો વિરોધ નહિ કરૂં આપ જેને ચાહો તેને રજા આપો.http://mazloomazehra.blogspot.com
Categories:
Gujarati - ગુજરાતી
0 comments:
Post a Comment
براہ مہربانی شائستہ زبان کا استعمال کریں۔ تقریبا ہر موضوع پر 'گمنام' لوگوں کے بہت سے تبصرے موجود ہیں. اس لئےتاریخ 20-3-2015 سے ہم گمنام کمینٹنگ کو بند کر رہے ہیں. اس تاریخ سے درست ای میل اکاؤنٹس کے ضریعے آپ تبصرہ کر سکتے ہیں.جن تبصروں میں لنکس ہونگے انہیں فوراً ہٹا دیا جائے گا. اس لئے آپنے تبصروں میں لنکس شامل نہ کریں.
Please use Polite Language.
As there are many comments from 'anonymous' people on every subject. So from 20-3-2015 we are disabling 'Anonymous Commenting' option. From this date only users with valid E-mail accounts can comment. All the comments with LINKs will be removed. So please don't add links to your comments.