• Misyar Marriage

    is carried out via the normal contractual procedure, with the specificity that the husband and wife give up several rights by their own free will...

  • Taraveeh a Biad'ah

    Nawafil prayers are not allowed with Jama'at except salatul-istisqa' (the salat for praying to Allah to send rain)..

  • Umar attacks Fatima (s.)

    Umar ordered Qunfuz to bring a whip and strike Janabe Zahra (s.a.) with it.

  • The lineage of Umar

    And we summarize the lineage of Omar Bin Al Khattab as follows:

  • Before accepting Islam

    Umar who had not accepted Islam by that time would beat her mercilessly until he was tired. He would then say

Thursday, August 2, 2012

બીજી રિવાયતમાં છે કે આ સાંભળી હ. ઉમર બહુ કુદકા મારવા માંડ્યા. ખાલિદ બિન વલીદ અને કુનફૂઝને કહ્યું : આગ અને લાકડાં એકઠા કરો.

છેલ્લો હુમલો


      આ સાંભળી . ઉમરને ઘણો ગુસ્સો આવ્યો. અને બોલ્યો : આપણા કામમાં ઔરતોએ શું કામ માથું મારવું જોઇએ! જે લોકો ત્યાં હાજર હતા તેઓને કહ્યું : લાકડાં ભેગા કરો.૬૧
બીજી રિવાયતમાં છે કે સાંભળી . ઉમર બહુ કુદકા મારવા માંડ્યા. ખાલિદ બિન વલીદ અને કુનફૂઝને કહ્યું : આગ અને લાકડાં એકઠા કરો.૬૨
. અબુબકરે . ઉમરને કહ્યું : સૌથી વધારે સખત દિલ અને કઠણ મનના માણસને બોલાવો.૬૩ લોકોને ઘરમાંથી બહા કાઢો, જો ઇન્કાર કરે, તો જંગ કરો.૬૪ . ઉમરે એક મોટા સમૂહને લઇને નીકળ્યા. ૬૫-૬૬ જેમાં અસ્હાબો૬૭  મુહાજીરો અન્સારો૬૮, ફત્હે મક્કા પછી આઝાદ થયેલા૬૯ ગુલામ, મુનાફિકો,૭૦ હલકી કક્ષાના અરબો અને જંગમાંથી બાકી રહી ગયેલા લોકો૭૧ હતાં. એક રિવાયત પ્રમાણે તેઓની સંખ્યા ૩૦૦ હતી.૭૨ લોકોએ બીજી સંખ્યા પણ કહી છે. બધામાં લોકો - નામો ખાસ ઉલ્લેખનિય છે.
() . ઉમર બિન ખત્તાબ૭૩ () ખાલિદ બીન વલીદ૭૪ () કનફૂઝ,૭૫ () અબ્દુર્રહમાન૭૬ બિન ઔફ, () અસીદ બિન હઝીર (હસીન) અશહલી૭૭ () સલમા બિન સલામા બિન દકશ અશ્હલી૭૮ () સલમા બિન અસ્લમ,૭૯ (એક રિવાયત પ્રમાણે સલમા બિન અસ્લમ બિન જરૈશ અશ્હલી)૮૦ () મુગીરા બિન શેઅબા,૮૧ ()અબુ ઉબૈદા બિન જર્રાહ૮૨ (૧૦) સાબિત બિન કૈસા બિન શમાસ૮૩ (૧૧) મોહમ્મદ બિન સલમા૮૪ (૧૨) સાલિમ મવલા અબી હુઝૈફા૮૫ (૧૩) અસ્લમ અદવી૮૬ (૧૪) અયાશ બિન રબીઆ,૮૭ (૧૫) હરમઝા અલ ફારસી (ઉમર બિન અબીલ મકદામના દાદા)૮૮, (૧૬) . ઉસ્માન૮૯ (૧૭) ઝિયાદ બિન લબીદ,૯૦ (૧૮) અબ્દુલ્લાહ બિન અબી રબીઆ૯૧ (૧૯) અબ્દુલ્લાહ બિન ઝમ્આ૯૨ (૨૦) સઅદ બિન માલિક૯૩ અને (૨૧) હમ્માદ.૯૪
અમૂક લોકોએ . અબુબકરનું નામ પણ લીધું છે૯૫ તો વળી કેટલાંકએ ઝૈદ બિન સાબિતનો પણ ઉલ્લેખ કર્યો છે.૯૬ . ઉમરે બધાને કહ્યું, આવો આપણે બધા મળીને લાકડાં ભેગા કરીએ૯૭ લોકો લાકડાં૯૮ અને આગ લઇને૯૯ આવ્યા અને . ઉમર સળગણી દોરી૧૦૦ લઇને આવ્યા. એક બીજી રિવાયત પ્રમાણે સળગતો અંગારો૧૦૧ લઇને આવ્યા અને બોલી રહ્યા હતા : જો લોકો બહાર નીકળીને બયઅત કરવાનો ઇન્કાર કરશે, તો હું તેમનું ઘર સળગાવી નાખીશ. લોકોએ કહ્યું : ઘરમાં તો જનાબે ફાતેમા (સલા.) છે, શું એને પણ સળગાવી નાખશો?! જવાબ મળ્યો : હું ફાતેમાનો સામનો કરીશ.૧૦૨
બધા હઝરત અલી (..) ના ઘર તરફ ગયા. તેઓનો ઇરાદો ઘરવાળા સાથે ઘરને સળગાવી નાખવાનો હતો.૧૦૩
અબી બિન કઅબ કહે છે, અમે ઘોડાઓની હણહણાટ લગામની ઝંકાર અને નેજા (ભાલા)ની અવાજો સાંભળી, અમારા ઘરમાંથી બહાર નીકળ્યા. લોકો અલીના ઘર સુધી પહોંચી ગયા હતા.૧૦૪ જનાબે ફાતેમા (સલા.) દરવાજાની પાછળ ઉભા હતા. માથા ઉપર પાટો બંધાયેલો હતો. રસુલ (...) ની જુદાઇના દુ:ખે ઘણા નબળા પડી ગયા હતા.૧૦૫ જ્યારે લોકોને આવતા જોયા ત્યારે દરવાજો બંધ કરી લીધો. તેમને ખાત્રી હતી કે લોકો રજા વગર ઘરમાં દાખલ નહિ થાય.૧૦૬ લોકોએ ઘણા જોરપૂર્વક દરવાજો ખખડાવ્યો.૧૦૭ બુમબરાડા પાડ્યા. જે લોકો ઘરમાં હતા તેમને જાત - જાતની વાતો સંભળાવવા લાગ્યા.૧૦૮ અને . અબુબકરની બયઅત કરવા માટે બોલાવતા રહ્યા.૧૦૯ . ઉમરે ત્રાડ પાડીને કહ્યું : "યબ્ન અબી તાલિબ! દરવાજો ખોલો.૧૧૦ ખુદાના સોગંદ, જો દરવાજો નહિ ખુલે, તો ઘરને આગ લગાડી દઇશ.૧૧૧ જેના અધિકારમાં મારો પ્રાણ છે, બયઅત માટે બહાર નીકળો, નહિ તો ઘરને આગ ચાંપી દઇશ.૧૧૨ અલી, બહાર નીકળો, મુસલમાનોના નિર્ણયને સ્વિકારી લ્યો, નહિ તો અમે તમારી સાથે જંગ કરશું.૧૧૩ અબુ તાલિબના પુત્ર! જો તમે ઘરમાંથી બહાર નહિ નીકળો અને લોકોની જેમ બયઅત નહિ કરો , તો ઘરવાળા સહિત ઘરને આગ લગાડી દેશું.૧૧૪
અબુ તાલિબના પુત્ર! દરવાજો ખોલો, નહિ તો તમારા ઘરને આગ લગાડી દેશું.૧૧૫
બયઅત માટે બહાર નીકળો, ખલીફએ રસુલ (...) ની બયઅત કરો, નહિ તો તમારા ઉપર આગ વરસાવશું.૧૧૬
અલી બહાર નીકળો, નહિ તો ઘરને લગાડી દેશું.૧૧૭
જનાબે ફાતેમા (સલા.) દરવાજાની પાછળ આવીને ઉભા રહી ગયા, અને કહ્યું : હે ગુમરાહો! હે જુઠ્ઠાઓ! તમે શું કહો છો? શું ચાહો છો?
. ઉમર : "ફાતેમા!
. ફાતેમા : "ઉમર તમે શું ઇચ્છો છો?
. ઉમર : "તમારા ઇબ્ને અમ (કાકાના દીકરા) ને શું થઇ ગયું છે? તમને જવાબ આપવા મોકલ્યા છે અને પોતે પર્દામાં બેઠા છે?
. ફાતેમા : "હે અભાગિયા! તારી શીરજોરીના લીધે હું બહાર આવી છું. તારા પર અને બધાય ગુમરાહ પર હુજ્જત પુરી કરવા માંગું છું.
. ઉમર : આવી વાતો મકૂો, સ્ત્રીઓની વાર્તાઓ બંધ કરો અને અલીને કહો બહાર નીકળે.
. ફાતેમા : તમને શરમ નથી આવતી, શું તમે મને શયતાનની ટોળકીથી ડરાવો છો? ઉમર! શયતાનની ટોળકી કમઝોર-અશક્ત છે.
. ઉમર : જો અલી બહાર નહિ નીકળે તો ઘણા બધા લાકડા લઇને આવ્યો છું, હું ઘર ઘરવાળાઓ સહિત સળગાવી દઇશ, જો અલી બયઅત કરે તો.૧૧૮
. ફાતેમા : ઉમર! તમે અમને અમારી હાલત ઉપર કેમ મૂદી દેતા નથી?
. ઉમર : દરવાજો ખોલો, નહિ તો ઘરને આગ લગાડી દઇશ.૧૧૯ એક બીજી રિવાયત પ્રમાણે . ઉમરે કહ્યું : હે ફાતેમા! હે રસુલની પુત્રી! તમારા ઘરમાં જે લોકો છે તેને બહાર કાઢો, બીજા મુસલમાનોની જેમ તેઓ પણ વાતનો (બયઅતનો) સ્વિકાર કરે, નહિ તો બધાને ફુંકી મારીશ.૧૨૦
એક બીજી રિવાયત પ્રમાણે : જે વાત ઉમ્મતે કબુલ કરી લીધી છે તે તમે પણ કબુલ કરી લ્યો.૧૨૧
બીજી એક રિવાયતમાં છે : ફાતેમા ! કોણ બધા તમારા ઘરમાં ભેગા ગયા છે? જો લોકો બહાર નહિ નીકળે તો ઘરવાળા સહિત ઘરને સળગાવી દઇશ.૧૨૨
એક રિવાયતમાં છે, . ઉમરે . ફાતેમાને કહ્યું : જે લોકો ઘરમાં છે તેને બહાર કાઢો, નહિ તો ઘરવાળા સહિત ઘરને સળગાવી નાખીશ.
. ફાતેમા : શું મારા બાળકો સાથે મારા ઘરને સળગાવી નાખશો?
. ઉમર : હા, ખુદાના સોગંદ, જો તેઓ બહાર નહિ નીકળે અને બયઅત નહિ કરે તો.૧૨૩
. ફાતેમા : ઇબ્ને ખત્તાબ! શું તમે મારૂં ઘર સળગતું જોશો?
. ઉમર : હા,૧૨૪
. ફાતેમા : અફસોસ છે તમારા ઉપર! ખુદા અને રસુલ (...) સામે આવી હિંમત! શું તમે રસુલ (...) ના વંશને દુન્યાથી મીટાવી નાખવા માગો છો? ખુદાના નુરને બુઝાવી નાખવા માગો છો? પરંતુ ખુદા પોતાના નૂરને સંપૂર્ણ કરીને રહેશે.
. ઉમર : ફાતેમા, ચુપ રહો, મોહમ્મદ અત્યારે મૌજુદ નથી. હવે તો ફરિશ્તાઓ અમ્રઅને વહીના અહકામ ખુદા તરફથી લઇને આવવાના છે, તમે સામાન્ય મુસલમાન જેવા છો. જો તમે ઇચ્છો તો લોકોને . અબુબકરની બયઅત માટે ઘરમાંથી બહાર કાઢો નહિ તો બધાને આગમાં ફુંકી મારીશ.
. ફાતેમા : (રડતાં રડતાં) હે અલ્લાહ! અમે તારી બારગાહમાં તારા નબી - તારા રસુલ - તારા ચુંટી કાઢેલાના હોવાની શિકાયત કરીએ છીએ. તારી બારગાહમાં ફરિયાદ છે! ઉમ્મત અમારી સાથે દુશ્મની કરી રહી છે. ખુદાવન્દા! તેં તારા નબી દ્વારા, તારી કિતાબમાં અમારો જે હક - અધિકાર નક્કી કર્યો છે, ઉમ્મત તે ઝુંટવી રહી છે.
. ઉમર : ફાતેમા, આવી જાતની વાતો કરો, સ્ત્રીઓની મૂર્ખાઇભરી વાતો મૂકો. તમારા માટે ખુદા નબુવ્વત અને ખિલાફત એક ઘરમાં નહિ રાખે.૧૨૫
. ફાતેમા : હે ઉમર! તમને ખુદાનો ખૌફ નથી, તમે મારા ઘરમાં દાખલ થવા માગો છો? મારા ઉપર હુમલો કરવા માગો છો?૧૨૬
. ઉમરે પાછા જવાનો ઇન્કાર કર્યો.
દરવાજો સળગવો અને . મોહસિનની શહાદત
. ઉમરે ઘર પાસે લાકડાં ભેગા કરવા કહ્યું અને પોતે આગ લઇને આગળ વધ્યા.૧૨૭ અને ત્રાડ પાડીને કહી રહ્યા હતા : "ઘરવાળા સહિત ઘરને ફુંકી મારો.૧૨૮
જનાબે ફાતેમા (સલા.) મોટા અવાજે ફરિયાદ કરી : હે બાબા! હે અલ્લાહના રસુલ! આપના પછી ઇબ્ને ખત્તાબે અને ઇબ્ને અબી કહાફાએ અમને કેટલા સતાવ્યા છે!!
જ્યારે લોકોએ જનાબે ફાતેમા (સલા.) ના રડવાની અવાજ સાંભળ્યો તો રડતાં રડતાં પાછા વળી ગયા . ઉમર અને કેટલાંકજણ બાકી રહી ગયા.૧૨૯
. ઉમરે આગ મગાવી દરવાજાને સળગાવ્યો.૧૩૦
દરવાજો અને લાકડાં સળગી ઉઠ્યા.૧૩૧ ઘરમાં ધુંવાડો ભરાઇ ગયો.૧૩૨ કુનફૂઝે અંદર હાથ નાખી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો.૧૩૩
જનાબે ફાતેમા (સલા.) બે હાથ વડે દરવાજો ખોલતા અટકાવ્યો, અને બોલ્યા: હું તમને ખુદાનો અને મારા પિતા રસુલુલ્લાહ (...) નો વાસ્તો આપું છું, અમને છોડી દયો અને પાછા ચાલ્યા જાવ.
. ઉમરે કુનફૂઝ પાસેથી કોરડો લઇ લીધો અને જનાબે ફાતેમા (સલા.) ના હાથ ઉપર માર્યો. કોરડો જનાબે ફાતેમા (સલા.) ના હાથ ઉપર વાગ્યો જેનાથી કાળો ડાઘ પડી ગયો.૧૩૪-૧૩૫
. ઉમરે દરવાજા ઉપર લાત (પાટુ) મારીને દરવાજો તોડી નાખ્યો.૧૩૬ જનાબે ફાતેમા (સલા.) પોતાના પેટના હમલ વડે દરવાજાને અટકાવ્યો . ઉમરે દરવાજા ઉપર લાત મારી૧૩૭ અને . ફાતેમા (સલા.) ને દરવાજાને દિવાલ વચ્ચે બળપૂર્વક દબાવી દીધા. બહુ સંભવિત હતું કે જનાબે ફાતેમા (સલા.) ની રૂહ નીકળી જશે.
તેમની છાતીમાં દરવાજામાંનો ખીલો ખુંચી ગયો.૧૩૮ છાતી અને સ્તનમાંથી લોહી વહેવા માંડ્યું૧૩૯ જમીન ઉપર ઉંધા પડી ગયા. અને આગ સળગી રહી હતી.૧૪૦ ઘણા દર્દભર્યા અવાજે ફરિયાદ કરી, જેનાથી મદીનામાં અરેરાટી ફેલાઇ ગઇ :
"હે બાબા! હે અલ્લાહના રસુલ! શું તમારી વહાલી દીકરી સાથે આવું વર્તન કરાય?! ફિઝઝા મને સંભાળો. ખુદાના સોગંદ, લોકોએ મારા પેટમાં મારા બાળકને કતલ કરી નાખ્યું છે! પછી તેમણે દીવાલનો ટેકો લીધો. વખતે તે ભારે પ્રસવ પીડા અનુભવી રહ્યા હતા.૧૪૧ માસના મોહસિન પેટમાં ગુજરી ગયા.૧૪૨ ઉમર ઘરમાં ઘુસી ગયા.... (અહિં ઝુલ્મને દૃષ્ટતાનો ઉલ્લેખ થયો છે કે જેનો તરજુમો કરવાની કલમમાં શક્તિ નથી.) પછી એવી દૃષ્ટતા આચરી કે કાનમાંની બાલીઓ જમીન ઉપર પડીને વીખરાઇ ગઇ!૧૪૩
હઝરત અલી (..) એવી સ્થિતિમાં બહાર નીકળ્યા કે આંખ લાલઘૂમ હતી અને માથું ઉઘાડું હતું. . ફાતેમા  (સલા.) ઉપર પોતાની રિદા નાખી દીધી અને છાતી સાથે વળગાડીને અવાજ દીધો, ફિઝઝા! તમારી શાહજાદીની ખબર લ્યો, જુઓ દરવાજામાં કેવી તડપી રહી છે ત્યાં મોહસિનની શહાદત થઇ ગઇ.
પછી બોલ્યા : તે પોતાના નાનાની મુલાકાત કરશે અને બધી દાસ્તાન સંભળાવશે. ફિઝઝા! આને ઘરના એક ખૂણામાં લઇ જાવ.૧૪૪
પછી ઉમરની કમર પકડી અને એક ઝટકો માર્યો, અને જમીન ઉપર પટકી દીધા, નાક અને ગરદન ઉપર ભારે માર લાગ્યો, કતલ કરી નાખવા માગતા હતા પણ રસુલ (...) ની વસીય્યત યાદ આવી. રસુલુલ્લાહ (...) સબ્ર અને ધૈર્ય કરવાની વસીય્યત કરી હતી. તેઓ બોલ્યા : હે ઇબ્ને સહહાક! ખુદાના સોગંદ છે, જેણે મોહમ્મદ (...) ને નબુવ્વતથી નવાજ્યા હતા, ખુદાની કિતાબ અને રસુલે ખુદા (...) સાથે વચન - કરાર કર્યા હોત, તો તમે મારા ઘરમાં ઘુસી શકતે.
. ઉમરે ફરિયાદ કરી, લોકોને મદદ કરવા માટે સાદ દીધો, લોકો ઘરમાં આવી ગયા. હઝરત અલી (..) તલવાર ઉપાડી, કુનફૂઝ . અબુબકર પાસે દોડીને પહોંચી ગયો, તે ડરી રહ્યો હતો કે ક્યાંક અલી તલવાર લઇને નીકળી પડે. તે હઝરત અલી (..) ની બહાદૂરીથી સારી પેઠે વાકેફ હતો.
. અબુબકરે કહ્યું : તું જલ્દી પાછો જા, જો તેઓ ઘરમાંથી બહાર નીકળે તો ઘરને પાડી નાખ, પછી પણ જો નીકળે તો ઘરને આગ ચાંપી દે. કુનફૂઝ પાછો આવ્યો, તેના સાથીદારો રજા વગર અંદર દાખલ થઇ ગયા. હઝરત અલી (..) તલવાર ઉંચકી, પણ ભારે મોટા સમૂહે તલવાર ચલાવવા દીધી. તેઓ એકબીજા ઉપર ટુટી પડ્યા હતા.૧૪૫
. ઉમરે હઝરત અલી (..) ને કહ્યું : "ઉભા થાવ, અબુબકરની બયઅત કરો. હઝરત અલી (..) જમીન ઉપર બેસી ગયા અને પોતાને ઘરમાં બંદીવાન બનાવી દીધા. . ઉમરે હઝરત અલી (..) નો હાથ પકડીને કહ્યું : ઉભા થાવ. હઝરત અલી (..) ઉભા થવાનો ઇન્કાર કર્યો.૧૪૬ લોકોએ એમની ગરદનમાં દોરડું નાખ્યું૧૪૭
એક રિવાયત મુજબ લોકોએ એમની તલવારના મ્યાનને એમની ગરદનમાં નાખી દીધું૧૪૮ કેટલીક રિવાયતોમાં છે કે તેઓ હઝરત અલી (..) ને ખેંચતા ખેંચતા બહાર લઇ ગયા.૧૪૯-૧૫૦ તેમના કપડાં પકડીને - ઢસડતા ઢસડતા મસ્જીદમાં લઇ ગયા. જનાબે ફાતેમા (સલા.) ફરયિાદ કરી, ખુદાનો વાસ્તો આપ્યો૧૫૧ પોતાના પતિ અને લોકોની વચ્ચે આડા આવી ગયા અને કહેવા લાગ્યા : "હું મારા ઇબ્ને અમને, ખુદાના સોગંદ રીતે બળપૂર્વક ઢસડવા નહિ દઉં. અફસોસ છે તમારા પર, તમે લોકોએ કેટલી જલ્દી અમો અહલેબયત સંબંધે ખુદાને રસુલ સાથે ખયાનત કરી! તેઓ ધારતા હતા કે તે . અલી (..)ને લોકોના હાથમાંથી છોડાવી લેશે.૧૫૨ કેટલાંકોએ . ફાતેમા (સલા.) ખાતર તમને છોડી દીધા.
. ઉમરે કુનફૂઝને હુકમ કર્યો, ફાતેમાને કોરડા માર. કુનફૂઝે તેમની પીઠ અને પડખાં ઉપર કોરડા વીંઝયા. અને તે એટલા બધા જોરથી માર્યા કે તેનો અસર તેમના નાજુક શરીર ઉપર તુરત દેખાવા માંડ્યો.૧૫૩
એક રિવાયતમાં છે, કુનફૂઝે તેમના ચહેરા ઉપર પ્રહાર કર્યો, જેના સબબે આંખ ઉપર ભારે ઇજા થઇ.૧૫૪
એક રિવાયતમાં છે કે કુનફૂઝે એટલા જોરથી ધક્કો માર્યો કે જેનાથી પાંસળીઓ ટુટી ગઇ અને ગર્ભપાત થઇ ગયો પછી પથારીવશ થઇ ગયા અને એમાંજ એમની શહાદત થઇ.૧૫૫
એક રિવાયતમાં છે : કુનફૂઝે માથા ઉપર, પડખા ઉપર અને બાવળા ઉપર કોરડા માર્યા, જેના પરિણામે લીલા ચાઠાં પડી ગયા અને મૃત્યુ સુધી તેના નિશાન બાકી રહ્યા.૧૫૬ તલવારની મૂઠ વડે પ્રહાર કર્યા, કદાચ એનાજ લીધે જનાબે મોહસિનની શહાદત થઇ.૧૫૭  અથવા ઓછામાં ઓછું શહાદતનું અગત્યનું કારણ હતું.૧૫૮
એક રિવાયતમાં છે કે, ખાલિદ બિન વલીદે તલવારના મ્યાન વડે ઘા કર્યો હતો.
એક રિવાયતમાં છે : ખાલિદે દરવાજાની પાછળ ભારે બળપૂર્વક ભીંસી નાખ્યા. એટલે કેટલાંક ભરોસાપાત્ર લોકો જનાબે મોહસિનની શહાદત માટે ખાલિદ બિન વલીદને જવાબદાર ગણે છે.૧૫૯
એક રિવાયતમાં છે કે મુગીરા બિન શેઅબાએ એટલા જોરપૂર્વક પ્રહાર કર્યો કે લોહી નીકળવા લાગ્યું. અથવા તેમના પેટ ઉપર દરવાજો ધકેલ્યો. લોકો જનાબે મોહસિનની શહાદત માટે મુગીરાને જવાબદાર લખે છે. ૧૬૦
એક રિવાયતમાં છે કે . ઉમરે પોતાની આસપાસના લોકોને કહ્યું: ફાતેમા (સલા.) ઉપર ઘા કરો. રસુલે ખુદા (...) ની પુત્રી ઉપર કોરડા વરસવા માંડ્યા. એટલે સુધી કે ફાતેમા ઝહરા (સલા.) લોહીલુહાણ થઇ ગયા. પથ્થર દિલ લોકોના પ્રહારોનો અસર જીંદગીના છેલ્લ શ્ર્વાસ સુધી બાકી રહ્યો. ત્યાર પછી તેઓ બીછાનાવશ થઇ ગયા.૧૬૧
એક રિવાયતમાં છે : . ઉમરે પડખા ઉપર મ્યાન વડે પ્રહાર કર્યા અને હાથ ઉપર કોરડા વીંઝયા.૧૬૨ જેનાથી હાથ ઉપર લીલા ચાઠાં પડી ગયા૧૬૩ અને તેનો અસર મૃત્યુ સુધી રહ્યો.૧૬૪
. સલમાનનું કથન છે : . અબુબકર અને તેની આજુબાજુના લોકો રડી રહ્યા હતા, બધા રડી રહ્યા હતા, માત્ર . ઉમર, ખાલિદ બિન વલીદ અને મુગીરા બિન શેઅબા ઉપર કોઇ અસર નહોતી.
. ઉમર કહેતા હતા, અમને સ્ત્રીઓની વાતો સાથે શું લાગેવળશે.૧૬૫

 http://mazloomazehra.blogspot.com

0 comments:

Post a Comment

براہ مہربانی شائستہ زبان کا استعمال کریں۔ تقریبا ہر موضوع پر 'گمنام' لوگوں کے بہت سے تبصرے موجود ہیں. اس لئےتاریخ 20-3-2015 سے ہم گمنام کمینٹنگ کو بند کر رہے ہیں. اس تاریخ سے درست ای میل اکاؤنٹس کے ضریعے آپ تبصرہ کر سکتے ہیں.جن تبصروں میں لنکس ہونگے انہیں فوراً ہٹا دیا جائے گا. اس لئے آپنے تبصروں میں لنکس شامل نہ کریں.
Please use Polite Language.
As there are many comments from 'anonymous' people on every subject. So from 20-3-2015 we are disabling 'Anonymous Commenting' option. From this date only users with valid E-mail accounts can comment. All the comments with LINKs will be removed. So please don't add links to your comments.

Popular Posts (Last 30 Days)

 
  • Recent Posts

  • Mobile Version

  • Followers