વફાતે રસુલ (સ.અ.વ.) પછી ખાનદાને રસુલ (સ.અ.વ.) ઉપર શું વીત્યું?
પ્રસ્તાવના
કુરઆને અહલેબયત (અ.સ.)ની મોહબ્બતને રિસાલતનો અજ્ર-બદલો કહ્યો છે.
આપણા નબીએ અહલેબયત (અ.સ.) સાથે સદવર્તાવ કરવાની વારંવાર તાકીદ કરી છે.
એહલેબયત (અ.સ.) ની દરેક વ્યક્તિની વારંવાર ઓળખાણ કરાવી છે.
તેઓને દુ:ખ આપવાની મનાઇ કરી છે. કુરઆને આયતે તત્હીર દ્વારા તેઓની તહારત - પાકીઝગીની જાહેરાત કરી છે.
આયએ તત્હીર નાઝિલ થયા પછી નબીએ કરીમ (સ.અ.વ.) જનાબે ફાતેમા ઝહરા (સલા.) ના દરવાજા ઉપર ઊભા રહીને સલામ કરતા અને આયએ તત્હીરની તિલાવત કરતા હતા.
જનાબે ફાતેમા ઝહરા (સલા.)ના ઘરનો દરવાજો મસ્જીદે નબીમાં ખુલતો હતો.
હાલમાં જ્યાં મસ્જીદે નબીમાં રવઝએ રસુલ (સ.અ.વ.) છે. તેના એક ભાગમાં હઝરતે ફાતેમા (સલા.) નું ઘર હતું. જે ઘરનો દરવાજો મસ્જીદે નબવીમાં ખુલતો હોય અને જ્યાંથી એ ઘરવાળાઓની અવરજવર હોય એ મસ્જીદથી કેટલું નઝદીક હશે! આ ઘરમાં જે કંઇ થાય તે મસ્જીદવાસીઓથી છુપું ન હોઇ શકે;ખાસ કરીને જ્યારે રસુલ (સ.અ.વ.)ની વફાતને થોડાંક દિવસો જ થયા હોય.
મસ્જીદને અલ્લાહે ઇબાદત કરવાની જગ્યા બનાવી છે. મસ્જીદનો એહતેરામ દરેક મુસલમાનની ફર્ઝ છે.
આ મસ્જીદ શહેરના મધ્યભાગમાં હતી અને એ વખતની બધી પ્રવૃત્તિનું કેન્દ્ર હતી.
આ મસ્જીદમાં રસુલે ખુદા (સ.અ.વ.) એ હઝરત ઇમામ હસન (અ.સ.) અને હઝરત ઇમામ હુસૈન (અ.સ.) ને પોતાના ખોળામાં બેસાડી તેમની ઓળખાણ આપવા સાથે તેમના માન-અદબ જાળવવા કહ્યું હતું.
આ મસ્જીદમાં રસુલે ખુદા (સ.અ.વ.) હ. ફાતેમા (સલા.)ના માનમાં ઉભા થઇ જતા હતા. અહિંયા જ જ.ફાતેમાના ફઝાએલ બયાન કરતા હતા.આ જ મસ્જીદમાં આપે કહ્યું હતું : "ફાતેમતો બિઝ્અતુમ મિન્ની - ફાતેમા મારો ટુકડો છે. જેણે તેને દુ:ખ આપ્યું તેણે મને દુ:ખ આપ્યું.
કુરઆને સુરએ અહઝાબમાં રસુલ (સ.અ.વ.) ને દુ:ખ આપનાર ઉપર લઅનત કરવામાં આવી છે.
આ જ મસ્જીદમાં હઝરત અલી (અ.સ.) ના ફઝાએલ બયાન થતા હતા.
આ મસ્જીદમાં પડતો જ. ફાતેમા (સલા.) ના ઘરનો દરવાજો ખુલ્લો રાખવાનો ખુદાએ હુકમ કર્યો હતો; જ્યારે બાકીના બીજાઓના દરવાજાઓ બંધ કરાવી દીધા હતા.
આ પછી આ મસ્જીદમાં - ખુદાના ઘરમાં લોકોની સામે આગ ચાંપવામાં આવી - ઘર ઉપર હુમલો કરવામાં આવ્યો.
જે મિમ્બર ઉપરથી રસુલે ખુદા (સ.અ.વ.) એ અહલેબયત (અ.સ.) ના ફઝાએલ બયાન કરતા હતા એ જ મિમ્બર ઉપરથી એમના ઘર ઉપર હુમલો કરવાનો હુકમ આપવામાં આવ્યો.
અફસોસ છે એ લોકો ઉપર કે જેની આંખ સામે રસુલુલ્લાહ (સ.અ.વ.) ની તસ્વીર હતી અને જેમના કાનોમાં તે હઝરતના આ શબ્દો ગુંજતા હતા. : "ફાતેમા મારો ટુકડો છે, જેણે તેને દુ:ખ પહોંચાડયું તેણે મને દુ:ખ પહોંચાડ્યું. એ જ લોકો પોતાની આંખે આ ઝુલ્મ જોઇ રહ્યાં હતાં, કાને સાંભળી રહ્યા હતા અને ચુપચાપ - ખામોશ ઉભા હતા!
એમની ચુપકીદીએ ઝાલિમોની હિંમતમાં વધારો કર્યો.
આજે પણ દુન્યાની અંગત સ્વાર્થવૃત્તિ ભરી ચુપકીદી ઝાલિમોને ઉત્સાહિત કરી રહી છે.
જનાબે ફાતેમા (સલા.) નું ઘર મદીનાના કોઇ ખૂણામાં નહોતું, મસ્જીદે નબવીથી કંઇ છેટે નહોતું કે આ ઘર ઉપર થતાં ઝુલ્મની લોકોને ખબર ન પડે! એવું પણ ન હોતું કે "થોડાંક માણસો ના કાવત્રાથી આ બનાવ બન્યો હોય અને બાકીના લોકોને બનાવ બન્યા પછી જાણ થઇ હોય!
એવું જરાય નથી, બલ્કે આ ઘર મસ્જીદની સાથે જ હતું, તેનો દરવાજો મસ્જીદમાં હતો; એટલે કે જ્યારે લોકો આગ અને લાકડાં લઇને ગયા હશે ત્યારે મસ્જીદની અંદરથી ગયા હશે અને જે લોકોએ આ હુમલો કરવામાં ભાગ લીધો હશે તે મસ્જીદમાં જ રહ્યા હશે. એ વખતે મદીનાની બધી વસ્તી મસ્જીદે નબીની આસપાસ જ હતી. એ વખતે બધાય મદીનાવાસીઓ આ ઝુલ્મથી માહિતગાર જ હશે. એમની સામે જ આ ઝુલ્મો થઇ રહ્યા હશે આગળના પાનાઓમાં આ વાત સ્પષ્ટ થઇ જશે કે આ ઝુલ્મનો સિલસિલો લાંબા સમય સુધી ચાલતો રહ્યો હતો. જો લોકોમાં તેને અટકાવવાની હિંમત નહોતી, તો એક એક કરીને ત્યાંથી ચાલ્યા ગયા હોત, તો થોડાંક ઝાલિમો સિવાય ત્યાં કોઇ ન રહેત અને પછી એ થોડાંકોમાં ઝુલ્મ કરવાની હિંમત ન રહેત. પણ આ નવાં અને તાજા ઇમાન લાવનારાઓની હાજરીએ ઝાલિમોની હિંમતમાં વધારો કર્યો. માટે આ બધાય, આ ઝુલ્મ કરનારાઓમાં ગણાશે, હદીસમાં છે : "કોઇ કાર્ય ઉપર રાજી રહેવું એ જાણે એ કામ કર્યા બરોબર છે.
ઝુલ્મ કર્યા પછી માત્ર જીભ વડે દીલગીરી કે પસ્તાવો જાહેર કરવો તેમાંથી છુટકારો ન અપાવી શકે. એમના હક્કો - ખિલાફત - બાગે ફિદક પાછા આપી દીધા? આગળના પાનાઓમાં આપ જે બનાવો વાંચશો તેનાથી રૂંવાટા ઉભા થઇ જશે કે અહલેબયત (અ.સ.) ઉપર કેવાં ઝુલ્મ અને અત્યાચાર કરવામાં આવ્યા, એક મુસલમાન અથવા એક ઇન્સાન આવો ઝુલ્મ કરી શકે!!
જે રસુલ (સ.અ.વ.) એ કાફરો અને મુશ્રિકો સાથે નેકી અને સદવર્તાવ કર્યો હોય એના ઉપકારોનો આવો દર્દનાક બદલો!
આ પાનાઓ ઉપર હૃદયદ્રાવક ઝુલ્મની દાસ્તાન છે ત્યાં દીને ઇસ્લામના રક્ષણ માટે અહલેબયતે જે ધૈર્ય અને સહનશીલતાથી કામ લીધું છે એનું વર્ણન પણ છે એના જ કારણે આજે ઇસ્લામ જીવંત છે અને કયામત સુધી જીવંત રહેશે.
અકીદતમંદો - શ્રદ્ધાળુઓની આદત હોય છે કે તે પોતાની શ્રદ્ધાના કેન્દ્રને હંમેશા ઝુલ્મથી પાક જોવા ચાહે છે, એટલેજ કેટલાંક લોકો એ માનવા તૈયાર નથી કે રસુલુલ્લાહ (સ.અ.વ.) પછી જનાબે ફાતેમા (સલા.) ના ઘર ઉપર મુસલમાનોએ હુમલો કર્યો હોય!
વિદ્વાન સંશોધક જનાબ અબ્દુઝ - ઝહરા મહદીએ "અલ હુજુમ અલા બયતે ફાતેમા અલયહસ્સલામ નામે કિતાબ લખીને એ બધા અકીદતમંદોની આંખ ઉઘાડી નાખી છે. વિગત સાથે ડગલે - પગલે શીયા - સુન્નીઓની મોઅતબર કિતાબોના હવાલા પણ આપી દીધા છે. આંખ ખોલી નાખવી અલગ વાત છે અને આંખથી જોવું અને તેના ઉપર યકીન કરવું, અને હકીકતોના અજવાળામાં ઇસ્લાહ (સુધારણા) કરવી જુદી વાત છે. ઇસ્લામ સ્વિકાર કર્યા પછી કેટલાંય લોકોના દિલમાંથી બુતો (મુર્તિઓ)ની મહોબ્બત નીકળી નહોતી.
અત્યારે તમારા હાથમાં જે કિતાબ છે, તે એ જ બહુમૂલ્ય કિતાબના ત્રીજા પ્રકરણનો અનુવાદ છે.
આશા છે કે આ નજીવો પ્રયાસ અહલેબયત (અ.સ.) ની બારગાહમાં કબુલ થશે.
એ પ્રકાશવંત દિવસની આશામાં કે જ્યારે ફાતેમા (સલા.) નો ચાંદ ગયબતના વાદળાઓમાંથી પ્રગટ થાશે.
જનાબે ફાતેમા (સલા.) ની મઝલુમિયતનો બદલો લેશે, જનાબે ફાતેમા (સલા.)ની કબરનું નિશાન પ્રગટ થશે, એમના હોઠ ઉપર સ્મિત હશે અને એમનો ફરઝંદ હઝરત અલી (અ.સ.) ની વિલાયત એટલે કે ગદીરી ઈસ્લામ સાથે જાહેર થશે. અને સમસ્ત વિશ્ર્વ ઉપર છવાઇ જશે.
એ ફાતેમા ઝહરા (સલા.) ના પ્યારા ફરઝંદની ખિદમતમાં આ નજીવી પૂંજી પેશ (રજુ) કરવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે.
"યા અય્યોહલ અઝીઝો મસ્સના વ અહલનઝ ઝુર્રો વ જેઅના બે બેઝાઅતિન મુઝજાતિનલ ફઅવ્ફે લનલ કયલે વ તસદ્દક અલયના ઇન્નલ્લાહ યજઝીલ મુતસદ્દેકીન.
"હે અઝીઝ! અમને ત્થા અમારા કુટુંબને (દુકાળના કારણે) સખત આઘાત પહોંચ્યો છે, અને જે પૂંજી અમે લાવ્યા છીએ તે નજીવી છે, તો પણ દાન સમજીને અમને પુરેપુરૂં માપ આપો; નિસંશય અલ્લાહ દાન કરનારાઓને નેક બદલો આપે છે.
(સુરએ યુસુફ : ૮૮)
સેવક : આબિદી
બે ઇસ્મેહી વ ઝિક્રે વલિય્યેહ
ખુદા અને રસુલે શું ફરમાવ્યું.....?
કુરઆને એહલેબયત (અ.સ.) ની મોહબ્બતને રિસાલતનો અજ્ર (બદલો) ઠરાવ્યો છે.
"યા અય્યોહલ લઝીન આમનૂ લા તદખોલુ બોયૂતન નબીય્યે ઇલ્લા અંય યૂઅઝન લકુમ - હે ઇમાન લાવનારાઓ! રસુલના ઘરમાં રજા વગર દાખલ ન થાવ.
(સુરએ અકહઝાબ : ૫૩)
રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું : ખરેખર, ફાતેમાનો દરવાજો મારો દરવાજો છે, એમનું ઘર મારૂં ઘર છે. જેણે તેની બેહુરમતી કરી, તેણે અલ્લાહના ‘હિજાબ’ને ચીરી નાખ્યો.
(બેહારૂલ અન્વાર, ભાગ - ૨૨, પાના નં. ૪૭૭)
હઝરત ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.) એ ફરમાવ્યું : "જે કોઇ અમારા ઉપર થયેલ ઝુલ્મથી માહિતગાર ન હોય, અમારા હક્કો છીનવાઇ જવાની વાત જાણતો ન હોય, અમારી સાથે ઉમ્મતના વર્તાવથી જાણકાર ન હોય તે ઝુલ્મ કરનારાઓ સાથે તેઓનો ભાગીદાર છે.
(અકાબુલ અઅમાલ, પાના નં. ૨૦૮, બેહારૂલ અન્વાર, ભાગ - ૨૭, પાના નં. પપ)
Categories:
Gujarati - ગુજરાતી
0 comments:
Post a Comment
براہ مہربانی شائستہ زبان کا استعمال کریں۔ تقریبا ہر موضوع پر 'گمنام' لوگوں کے بہت سے تبصرے موجود ہیں. اس لئےتاریخ 20-3-2015 سے ہم گمنام کمینٹنگ کو بند کر رہے ہیں. اس تاریخ سے درست ای میل اکاؤنٹس کے ضریعے آپ تبصرہ کر سکتے ہیں.جن تبصروں میں لنکس ہونگے انہیں فوراً ہٹا دیا جائے گا. اس لئے آپنے تبصروں میں لنکس شامل نہ کریں.
Please use Polite Language.
As there are many comments from 'anonymous' people on every subject. So from 20-3-2015 we are disabling 'Anonymous Commenting' option. From this date only users with valid E-mail accounts can comment. All the comments with LINKs will be removed. So please don't add links to your comments.