હઝરત અલી (અ.સ.) એ રજા અપાવી દીધી.
જ્યારે આ લોકો આવ્યા અને સલામ કરી, તો જનાબે ફાતેમા (સલા.) એ મોઢું ફેરવી લીધું. સલામનો જવાબ ન આપ્યો. તેઓએ બીજી બાજુએ જઇને સલામ કરી, ફરીથી સલામનો જવાબ ન આપ્યો. અને મોઢું ફેરવી લીધું. આવું ઘણીવાર બન્યું.
જનાબે ફાતેમા (સલા.) એ કહ્યું : અલી! પર્દો નાખી દયો. ત્યાં જે સ્ત્રીઓ હાજર હતી તેને કહ્યું મારૂં રૂખ ફરેવી નાખો. જ્યારે આપે મોઢું ફેરવી લીધું. ત્યારે હ. અબુબકર બોલ્યા :
બિન્તે રસુલ ! અમે આપની સેવામાં આવ્યા છીએ, આપની ખુશ્નુદી મેળવવા અને આપની નારાઝગીથી છૂટકારો પામવા અમે આપને વિનંતી કરીએ છીએ કે આપ અમને માફ કરી દયો.
જનાબે ફાતેમા (સલા.) એ ફરમાવ્યું : હું તમારી સાથે વાત નહિ કરૂં, તમારા ઝુલ્મોની મારા પિતાને શિકાયત કરીશ.
તેઓ બોલ્યા : અમે આપની માફી માગીએ છીએ. અમને માફ કરો, અમારા તરફથી તમને જે કંઇ તકલીફ પડી છે, તેની શિકાયત ન કરો. અમે અમારી ભૂલોનો સ્વિકાર કરીએ છીએ, આપ અમારાથી નારાજ ન થાવ.
જનાબે ફાતેમા (સલા.) એ હઝરત અલી (અ.સ.) તરફ ફરીને કહ્યું : હું આ બન્ને સાથે વાત નહિ કરૂં. તેઓએ રસુલે ખુદા (સ.અ.વ.) ના મોઢેથી જે કંઇ સાંભળ્યું છે તેના વિશે સવાલ કરીશ; જો તેઓએ સાચો જવાબ આપ્યો, તો વિચાર કરીશ.
આપ જરૂર પુછો, અમે સત્ય સિવાય બીજું કશું નહિ કહીએ.
હું તમને ખુદાના સોગંદ આપીને પુછું છું, તમે રસુલે ખુદા (સ.અ.વ.) ને આ ફરમાવતા સાંભળ્યા છે? ફાતેમા મારો ટુકડો છે, હું તેનાથી છું, જેણે તેને અઝીય્યત (દુ:ખ - તકલીફ) આપી તેણે મને અઝિય્યત આપી, અને જેણે મને અઝિય્યત આપી તેણે ખુદાને અઝિય્યત આપી. જેણે તમેને મારા મરણ પછી દુ:ખ આપ્યું, તેણે જાણે મારી જીંદગીમાં તેમને દુ:ખ આપ્યું અને જેણે તેમને મારી જીંદગીમાં દુ:ખ દીધું તેણે જાણે મારા મરણ પછી તેમને દુ:ખ દીધા બરાબર છે.
બન્ને બોલ્યા : હા, અમે સાંભળ્યું છે.
પછી ફરમાવ્યું : અલહમ્દો લિલ્લાહ! હે અલ્લાહ તને સાક્ષી રાખું છું, અને અહીં જે હાજર છે તે સૌને સાક્ષી બનાવું છું કે આ બન્નેએ મારી જીંદગી અને મારી મૌત પછી મને દુ:ખ (અઝિય્યત) દીધું છે. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી તમારી સાથે વાત નહી કરૂં અને તમે બન્નેએ મારી સાથે કર્યું છે તેની અલ્લાહને શિકાયત કરીશ.
આ સાંભળી અબુબકર રડવા લાગ્યા અને ફરિયાદ કરવા માંડ્યા કાશ! મારી માએ મને જણ્યો ન હોત! આ જોઇ હ. ઉમર બોલ્યા : મને લોકો ઉપર આશ્ર્ચર્ય થાય છે. કેવી રીતે તમને ખલીફા બનાવી દીધા! ઘડપણના કારણે તમારી બુદ્ધિ નાઠી ગઇ છે! સ્ત્રીઓની નારાજીથી રડવા લાગો છો અને તેની ખુશ્નુદી જોઇને રાજી થઇ જાવ છો!!૨૧૭
એક બીજી રિવાયતમાં આ મુજબ છે :
જનાબે ફાતેમા ઝહરા (સલા.) એ ફરમાવ્યું : હું તમને બન્નેને ખુદાના સોગંદ આપીને પુછું છું, શું તમે બન્નેએ રસુલે ખુદા (સ.અ.વ.) ને કહેતા નથી સાંભળ્યા કે ફાતેમાની ખુશ્નુદી મારી ખુશ્નુદી છે, ફાતેમાની નારાજગી મારી નારાજગી છે, જેણે મારી પુત્રી ફાતેમા (સલા.) પ્રત્યે મોહબ્બત રાખી તેણે મારી સાથે મોહબ્બત રાખી, જેણે ફાતેમાને નારાજ કરી તેણે મને નારાજ કર્યો.
બન્નેએ કહ્યું : હા, અમે સાંભળ્યું છે.
ફરમાવ્યું : હું ખુદા અને તેના મલાએકાને સાક્ષી રાખીને કહું છું, તમે બન્નેએ મને નારાજ કરી છે, મને ખુશ્નુદ નથી કરી. જ્યારે નબી (સ.અ.વ.) ની મુલાકાત કરીશ ત્યારે તમો બન્નેની શિકાયત કરીશ.
જ્યારે આ લોકો ચાલ્યા ગયા, ત્યારે જનાબે ફાતેમાએ હઝરત અલી (અ.સ.) ને કહ્યું : તમે જે ઇચ્છતા હતા તે જ મેં કર્યું? હા, બિલ્કુલ એ જ કર્યું.
હું તમને કંઇ કહું તો તે કરશો?
હા કરીશ
હું તમને ખુદાનો વાસ્તો આપું છું આ બન્ને ન મારી નમાઝે જનાઝા પડે, ન મારી કબર ઉપર આવે.૨૧૮
હ. અબુબકર રડવા માંડ્યા, આપ ફરમાવતી હતી, ખુદાના સોગંદ છે, હું દરેક નમાઝમાં તમારા માટ બદદોઆ કરીશ.૨૧૯http://mazloomazehra.blogspot.com
Categories:
Gujarati - ગુજરાતી
0 comments:
Post a Comment
براہ مہربانی شائستہ زبان کا استعمال کریں۔ تقریبا ہر موضوع پر 'گمنام' لوگوں کے بہت سے تبصرے موجود ہیں. اس لئےتاریخ 20-3-2015 سے ہم گمنام کمینٹنگ کو بند کر رہے ہیں. اس تاریخ سے درست ای میل اکاؤنٹس کے ضریعے آپ تبصرہ کر سکتے ہیں.جن تبصروں میں لنکس ہونگے انہیں فوراً ہٹا دیا جائے گا. اس لئے آپنے تبصروں میں لنکس شامل نہ کریں.
Please use Polite Language.
As there are many comments from 'anonymous' people on every subject. So from 20-3-2015 we are disabling 'Anonymous Commenting' option. From this date only users with valid E-mail accounts can comment. All the comments with LINKs will be removed. So please don't add links to your comments.