• Misyar Marriage

    is carried out via the normal contractual procedure, with the specificity that the husband and wife give up several rights by their own free will...

  • Taraveeh a Biad'ah

    Nawafil prayers are not allowed with Jama'at except salatul-istisqa' (the salat for praying to Allah to send rain)..

  • Umar attacks Fatima (s.)

    Umar ordered Qunfuz to bring a whip and strike Janabe Zahra (s.a.) with it.

  • The lineage of Umar

    And we summarize the lineage of Omar Bin Al Khattab as follows:

  • Before accepting Islam

    Umar who had not accepted Islam by that time would beat her mercilessly until he was tired. He would then say

Thursday, August 2, 2012

અહલે બયત ઉપર પહેલો હુમલો

પહેલો હુમલો


હઝરત અલી (..) . રસુલે ખુદા (...) ને દફન કરવાના કાર્યથી પરવાર્યા પછી . રસુલે ખુદા (...) સોંપેલ કામમાં મશ્ગૂલ થઇ ગયા. તેઓએ ઘરવાસ ધારણ કરી લીધો.
બની હાશમના કેટલાંક સભ્યો, મોહાજિરો અને અન્સારમાંના૨ કેટલાક લોકો હઝરતની સેવામાં હાજર થયા, જેમાં જનાબે અબ્બાસ૩, ઝુબૈર૪, મિકદાદ , તલ્હા , સાદ બિન અબી વકાસ , ઉલ્લેખનિય છે. લોકો . અબુબકરની બયઅતથી રાજી નહોતા. એમાંથી છુટવા માગતા હતા. પોતાની નારાજી વ્યક્ત કરી હઝરત અલી (..) ની બયઅત કરવા માગતા હતા. ૧૦
મુઆવિયાએ પોતાના (હઝરત અલી .. ઉપરના) એક પત્રમાં પ્રસંગ વિશે ઇશારો કર્યો છે :
"તમે . અબુબકરની અદેખાઇ કરી, તેના વિરૂદ્ધ ચળવળ કરી, ફસાદ કરવા ઇચ્છ્યું, પોતાના ઘરમાં બેસીને લોકોને ગુમરાહ કરતા રહ્યા. જેથી લોકો . અબુબકરની બયઅત કરે.૧૧
જે લોકોએ . અબુબકરની બયઅત કરી હતી તેઓને લઇને . ઉમર તેમની પાસે ગયા. જેમાં અસીદ બિન હઝીર, સલમા બિન સલામા પણ હતા. બધાએ તે લોકોને કહ્યું કે લોકો . અબુબકરની બયઅત કરી લીધી છે માટે તમે પણ તેમની બયઅત કરી લ્યો. સાંભળી ઝુબૈર પોતાની તલવાર ખેંચી, . ઉમરે કહ્યું : કુતરાને રોકો, તેના શર’ (નુકસાન)થી અમને બચાવો. સલમા બિન સલામાએ આગળ વધી ઝુબૈરના હાથમાંથી તલવાર આંચકી લીધી અને . ઉમરના હાથમાં મૂકી દીધી. તેમણે જમીન ઉપર પટકીને તોડી નાખી.૧૨ અને ત્યાં આગળ જેટલા બની હાશિમ હતા તેઓને ઘેરીને . અબુબકર પાસે લઇ આવ્યા. અને કહેવા માંડ્યા : અબુબકરની બયઅત કરી લ્યો, લોકોએ તેમની બયઅત કરી લીધી છે. જો તમે ઇન્કાર કરો, તો ખુદાના સોગંદ અમે તલવારથી કામ લેશું. પરિસ્થિતિ જોઇને બની હાશિમે બયઅત કરી લીધી. ૧૩ પણ હઝરત અલી (..) બયઅત કરી. અને ફરમાવ્યું : " માટે હું તમારા કરતા વધારે અધિકારી છું. તમારે સૌએ મારી બયઅત કરવી જોઇએ. તમે લોકોએ રસુલે ખુદા (...) સાથેના સગપણના આધારે અન્સાર પાસેથી ખિલાફત મેળવી છે અને અમો એહલેબયત (..) પાસેથી ગસબ કરવા માગો છો? શું તમે અન્સારને એમ નહોતું કહ્યું કે અમે રસુલ (...) ના સગપણના આધારે વધારે હકદાર છીએ? વાતથી તેઓએ તમને સોંપી દીધી. જે દલીલ તમે અન્સાર સામે રજુ કરી હતી દલીલ હું તમારી સામે રજુ કરૂં છું, હું રસુલે ખુદા (...) ના જીવન અને મૃત્યુ પછી એમનાથી બધા કરતાં વધારે નજદીક છું, હકદાર છું - અધિકારી છું. હું એમનો વસી છું, વઝીર છું, એમના રહસ્યો જાણનાર છું, એમના ઇલ્મનો ભંડાર છું, હું સીદ્દીકે અકબર છું, હું તેમના ઉપર સૌથી પહેલાં ઇમાન લાવ્યો છું, એમનું સમર્થન કર્યું છે, મુશ્રિકો સામે તમારા કરતા વધારે જેહાદ કરી છે, તમારા કરતાં વધારે કુરઆન અને સુન્નતનો જાણકાર છું, દીની જાણકારી તમારા કરતાં વધારે મારી પાસે છે. બધા કરતાં વધારે, પરિણામથી વાકેફ છું. તમો બધા કરતાં વધારે મજબૂત મન ધરાવું છું. તમે લોકો કઇ વાતના આધારે અમારી પાસેથી વસ્તુ (ખિલાફત) આંચકી રહ્યા છો? જો તમારા દિલમાં જરા સરખોય અલ્લાહનો ડર હોય, તો અમારી સાથે ઇન્સાફ કરો. જે રીતે તમે પોતાને અન્સાર ઉપર અગત્યતા આપો છો રીતે તમારા ઉપર મારી અગત્યતા સ્વિકારો, નહિ તો તમે ઝાલિમો ગણાશો અને જાણો છો તેનો અન્જામ શો છે?
સાંભળી . ઉમર બોલ્યા. : શું બની હાશિમનું વર્તન તમારા માટે દલીલરૂપ (હુજ્જત) નથી?
. અલી (..) કહ્યું : "તમે પોતે બની હાશિમને પુછી જુઓ.
બની હાશિમમાંના જે લોકો બયઅત કરી ચુક્યા હતા તેઓએ તુરતજ કહ્યું : અમારી બયઅત હઝરત અલી (..) માટે હુજ્જત નથી. મઆઝલ્લાહ! અમે અને હઝરત અલી (..) ની બરાબરી?!! હિજરતમાં, જેહાદમાં, રસુલે ખુદા (...) સાથેના તેમના સગપણમાં તેમનો કોણ મુકાબલો કરી શકે?
પછી . ઉમર બોલ્યા : અમે આપને મુકશું નહિ જ્યાં સુધી કે તમે બયઅત નહિ કરો; પછી તે ખુશીથી હોય કે નારાજીથી?
હઝરત અલી (..) ઉત્તર આપ્યો : "આજે તમે એમના માટે જમીન સમથળ કરો, વાત પાકી કરો, કાલે તેઓ તમને પરત કરી દેશે. હું તમારી વાત નહિ માનું, હું ક્યારેય બયઅત નહિ કરૂં.
સાંભળી . અબુબકર બોલ્યા : અબુલ હસન! જરા શાંત થાવ, અમે તમારા ઉપર દબાણ કરીએ છીએ તમને મજબુર કરીએ છીએ.
વખતે અબુ ઉબૈદાએ હઝરત અલી (..) પાસે આવીને કહ્યું : અય મારા કાકાના દિકરા ! અમે આપનું સગપણ, ઇસ્લામમાં આપની પ્રાથમિક્તા, આપનું ઇલ્મ, આપની મદદનો ઇન્કાર નથી કરતાં, પણ એટલું જરૂર છે કે આપ વયમાં નાના છો. ( વખતે મવલાની ઉમર ૩૩ વર્ષ હતી.) . અબુબકર કૌમમાં બુઝુર્ગ છે, પીઢ છે. ૧૪  તેઓ ભાર સારી રીતે ઉંચકી શકે છે. અને હવે તો જે થવાનું હતું તે થઇ ગયું. હવે આપ તેને સ્વિકારી લ્યો. જો ખુદાએ આપને લાંબી જીંદગી આપી, તો ખિલાફત આપને સોંપી દેશું, સમયે એક પણ વ્યક્તિ આપનો વિરોધ નહિ કરે. વખતે આપ એના વધારે હકદાર હશો. (જુઓ સમયની પહેલા ફિતનો કરો નહિ, તમે તો જાણો છો કે અરબ અને બિન અરબના દિલમાં તમારા વિશે કેવા વિચારો છે.)
હઝરત અલી (..) ફરમાવ્યું : "હે મુહાજિરો અને અન્સારો! તમને ખુદાના સોગંદ, તમને ખુદાના સોગંદ છે, મારા સંબંધે રસુલે ખુદાએ તમારા પાસેથી જે વચન લીધું છે, તેને ભુલાવાડો નહિ. હુકુમત અને ખિલાફતને મોહમ્મદ (...) ના ખાનદાનમાંથી પોતાના ઘરોમાં લઇ જાવ, જે હકદાર છે તેની હિમાયત કરો, તેનો સાથે આપો, તેમના પક્ષે રહી બચાવ કરો. હે લોકો ! ખુદા અને રસુલે અંતિમ ફેસલો કરી નાખ્યો છે, જે તમે સારી રીતે જાણો છો. અમે અહલેબયત ખિલાફતના તમારા કરતાં વધારે હકદાર છીએ. શું અમારામાં કુરઆનના કારીઓ નથી? શું અમારામાં દીનના જાણકારો નથી? શું લોકોના પ્રશ્ર્નો અમે સારી રીતે જાણતા નથી? બધી વાતો અમારામાં જોવા મળે છે તમારામાં નથી. જુઓ ખાહિશાત (મનેચ્છાઓ)ની પૈરવી કરો નહિ, નહિ તો તમે સત્યથી દૂર ફેંકાઇ જશો. નવી વાતો તમારા આગળના કાર્યોને બરબાદ કરી નાખશે.


વખતે બશીર બિન સઅદ અન્સારી (જેમણે . અબુબકર માટે ભુમિકા તૈયાર કરી હતી.) બોલ્યો : અબુલ હસન! જો અન્સારો આપની વાતો . અબુબકરનો સાથ આપવા પહેલા સાંભળતે, તો આપના સંબંધે એક પણ માણસ બેમત થતે. (કોઇપણ આપનો વિરોધ કરતે)
હઝરત અલી (..) ફરમાવ્યું : "શું હું રસુલે ખુદા (...) ને ગુસ્લ - કફન વગરના મુકીને આવું અને હુકુમત માટે ઝઘડો કરૂં? (એવું તમે ઇચ્છો છો?)
એક બીજી રિવાયત મુજબ : "મારી બયઅત તો . અબુબકરની બયઅત કરતાં પહેલેથી થયેલી છે. રસુલે ખુદા (...) પોતે તેના સાક્ષી છે. ખુદાએ તેનો હુકમ આપેલો હતો. શું લોકોએ મારી બઅયત નહોતી કરેલી? બન્ને જેના હકદાર નથી - અધિકારી નથી તેનો શા માટે દાવો કરે છે?૧૫
ખુદાના સોગંદ છે, તમે કોઇ એવા એક માણસનું નામ લ્યો, જે અંગે અમો અહલેબયત (..) સાથે ઝઘડો કરવા માગતો હોય અને પોતા માટે મિમ્બરને વ્યાજબી અને જાએઝ સમજતો હોય, જેને તમે જાએઝ માની રહ્યા છો. રસુલે ખુદા (...) ગદીરના દિવસે કોઇ એકના માટે પણ કોઇ હુજ્જત કે દલીલ બાકી રહેવા નથી દીધી. તમને ખુદાના સોગંદ આપીને પુછું છું કે શું ગદીરના દિવસે રસુલ (...) ના મુખે શબ્દો સાંભળ્યા હોતા.
મન કુન્તો મવલાહો ફહાઝા અલીયુન મવલા. અલ્લાહુમ્મ વાલેમન વાલાહો આદેમન આદાહો વન્સુર મન નસરહુ અખઝલ મન ખઝલહુ - જેનો હું મવલા છું તેનો અલી મવલા છે. ખુદાયા! તું તેને દોસ્ત રાખ, જે અલીને દોસ્ત રાખે, જે અલી સાથે દુશ્મની રાખે તું પણ એને દુશ્મન રાખજે. એની મદદ કરનારને મદદ કર અને એનો સાથે છોડી દેનારને અપમાનિત કરજે. જેણે સાંભળ્યું હોય તે ગવાહી આપે.
ઝૈદ બિન અરકમ કહે છે : જંગે બદ્રના બાર મુજાહિદો સાક્ષી આપી. મેં પણ . રસુલે ખુદા (...) ના મુખેથી સાંભળ્યું હતું, પણ મેં વાત સંતાડી. દિવસે મારી આંખનું તેજ ચાલ્યું ગયું.
ચર્ચા વધી પડી, અવાજ ઉંચા થવા માંડ્યા. . ઉમરને ભય લાગ્યો કે લોકો ક્યાંક અલીની વાત ઉપર ધ્યાન દેવા માંડે. માટે સભા બરખાસ્ત કરી અને કહ્યું, ખુદા દિલ અને આંખને ફેરવનારો છે.
અબુલ હસન લોકોએ પસંદ કરેલ વાતથી ધ્યાન બીજી તરફ ફેરવી રહ્યા છે. લોકો ઉઠીને ચાલતા થયા.૧૬


.
અસ્બાતુલ વસિય્યહ પાના નં. ૧૫૪-૧૫૫
.
તારીખે તબરી જી. , પાના નં. ૨૦૨, તારીખે યઅકુબી જી. , પાના નં. ૧૨૬ અને નહજુલ હક પાના નં. ૨૭૧
.
અકદુલ ફરીદ જી. , પાના નં. ૨૫૯
.
તારીખે તબરી જી. , પાના નં. ૨૦૨ ઉપરાંત બીજા ઇતિહાસકારોએ પણ લખ્યું છે.
.
શર્હે નહજુલ બલાગાહ જી. , પાના નં. ૫૬
.
તારીખે તબરી જી. , પાના નં. ૨૦૨, કામિલ ઇબ્ને અસીર, જી. , પાના નં. ૩૨૫, ઉપરાંત ચારેય જણનો ઉલ્લેખ સીરતે હલબીયા જી., પાના નં. ૩૬૦ ઉપર પણ છે.
.
શર્હે નહજુલ બલાગાહ, જી. , પાના નં. ૫૨
.
રિયાઝુન - નઝરહ, જી. , પાના નં. ૨૪૧, તારીખે ખમીસ, જી. , પાના નં. ૧૬૯
.
અલ - હમલ, પા. ૧૧૭
૧૦.
શર્હે નહજુલ બલાગાહ જી. , પાના નં. ૫૬
૧૧.
શર્હે નહજુલ બલાગાહ જી.૧૫, પાના નં. ૧૮૬
૧૨.
હું (લેખક) કહું છું, ઝુબૈરનું તલવાર ખેંચીને નીકળવું, બીજા હુમલાનો પ્રસંગ છે, જે ત્રીજા હુમલા પહેલાનો (થોડા મતભેદ સાથે) છે. ઝુબૈરે મજબુર થઇને બયઅત કરી લીધી હતી. જુઓ : તારીખે તબરી જી. , પાના ૨૦૩, કામિલ ઇબ્ને અસીર જી. , પા.નં. ૩૨૫, શર્હે નહજુલ બલાગાહ જી., પાના નં. ૪૫,૫૦,૫૬ જી. પા. નં.૪૭,૪૮, અલ-મસ્તર શિદ પા.નં.૩૭૮, પણ પહેલા હુમલામાં ઇતિહાસકારોએ સ્પષ્ટતા કરી છે કે અમીરૂલ મોઅમેનીન (..) બયઅત નથી કરી. બલ્કે . ઉમરના જવાબમાં આપે ફરમાવ્યું હતું, ખુદાના સોગંદ હું તમારી વાત સ્વિકારીશ નહીં, હું અબુબકરની બયઅત નથી કરી શકતોે. બીજી રિવાયતોમાં પણ છે કે વખતે અમીરૂલ મોઅમેનીન (..) નો  જવાબ સાંભળીને લોકો ચુપ થઇ ગયા. માટે પહેલા હુમલા વિશેની રિવાયતો જે કિતાબમાં લખાઇ છે તેના તરફ રજુ થવું જોઇએ. જેમ કે અલ - ઇઝાઅ પા.નં.૩૬૭, અલ મુસ્તર શિદ પા.નં.૩૮૧ વાતનો સાર છે કે ઝુબૈરનું નીકળવું અને પોતાની તલવાર મ્યાનમાંથી ખેંચવી, એક વહેમ-ભ્રમ છે, જે રાવીઓને થયો છે. અને પહેલો અને બીજા હુમલાની વાતને ભેળસેળ કરી દેવાથી આમ થયું છે.
૧૩.
ઇબ્ને અબીલ હદીદે બની હાશિમની બયઅતનો ઝિક્ર નથી કર્યો કે તેઓએ વખતે . અબુબકરની બયઅત કરી હોય. બલ્કે ઈતિહાસકારોએ જે લખ્યું છે કે અમીરૂલ મોઅમેનીન (..) અને બધા બની હાશિમે ફાતેમા ઝહરા (સલા.) ની જીંદગીમાં . અબુબકરની બયઅત નથી કરી. ઇબ્ને અબીલ હદીદના કથનનું સમર્થન અગાઉનું વાક્ય કરી રહ્યું છે.
૧૪.
ઇબ્ને કુતયબા અને ઇબ્ને અબીલ હદીદે વાત રીતે કરી છે: લોકો આપની કૌમના વડીલો છે, તેઓના જેવો આપને અનુભવ પણ નથી, અને પ્રશ્ર્નોની જાણકારી છે. શબ્દોમાં પાર્ટી (પક્ષીય) હુકુમત તરફ ઇશારો છે, કરે . અબુબકર તરફ વિચાર કરો.
૧૫.
મસાલિબુન - નવાસિબ પાના નં. ૧૩૯
૧૬.
એહતેજાજે તબ્રસી, પાના નં. ૭૩-૭૫; બેહારૂલ અન્વાર, ભાગ - ૨૮, પાના નં. ૧૮૩-૧૮૮, અલ ઇમામત - સિયાસત જી. , પાના નં. ૧૮-૧૯; મસાલિબુન - નવાસિબ પાના નં. ૧૩૮-૧૩૯; શર્હે નેહજુલ બલાગાહ, જી. , પાના નં. ૧૧-૧૨; કિતાબ અલ ઇમામત વસ - સિયાસત અને શર્હે નહજુલ બલાગાહમાં જ્યાં કાઢી નાખવામાં આવ્યું છે ત્યા અમે કૌંસ કરીને નિશાની કરી દીધી છે. વિચાર કરશો તો સમજાશે કે વાતો અમીરૂલ મોઅમેનીન (..) ની ઇમામત અને વિસાયત ઉપર નસ્સ હતી, પણ લોકોએ . અલી (..) કૌલ માટે શું કર્યું કે તમે લોકોએ અમો એહલેબયત (..) પાસેથી અમારો હક છીનવી લીધો. અને હઝરતનું કહેવું કે લોકોએ ઝુલ્મ કર્યો અને તમને ખબર હતી. વાકેદીએ પોતાની કિતાબ અલ - અદ્દહ, પાના નં. ૪૬-૪૭ ઉપર કેટલીક એવી વાતો લખી છે જે પ્રસંગે બની હતી. અલ ફતૂહ અહમદ બિન અઅસમે કૂફી, જી. , પાના નં. ૧૩-૧૪, રૌઝતુલ - સફા, જી. , પાના નં.પ૯૫ - ૫૯૭, હબીબુલ - સિયર, જી. , પાના નં. ૪૪૭, અલ - મુસ્તરશિદ, પાના નં. ૩૭૪-૩૭૬, અનવારૂલ યકીન - લેખક હુસૈન ઝૈદી, પાના નં. ૩૮૦, શફાઅ સોદુરૂન્નાસ, પાના નં. ૪૭૮-૪૭૯, અત-તારીખુસ - સિયાસી વલ ખસારી - લેખક સય્યદ અબ્દુલ અઝીઝ સાલિમ, પાના નં. ૧૭૭, તારીખુલ દવલતુલ અરબીય્યહ, પાના નં. ૧૬૧, દાએરતુલ મઆરિફ, (લેખક મોહમ્મદ ફરીદ વજદી), જી. , પાના નં. ૭૫૮-૭૫૯.
http://mazloomazehra.blogspot.com

0 comments:

Post a Comment

براہ مہربانی شائستہ زبان کا استعمال کریں۔ تقریبا ہر موضوع پر 'گمنام' لوگوں کے بہت سے تبصرے موجود ہیں. اس لئےتاریخ 20-3-2015 سے ہم گمنام کمینٹنگ کو بند کر رہے ہیں. اس تاریخ سے درست ای میل اکاؤنٹس کے ضریعے آپ تبصرہ کر سکتے ہیں.جن تبصروں میں لنکس ہونگے انہیں فوراً ہٹا دیا جائے گا. اس لئے آپنے تبصروں میں لنکس شامل نہ کریں.
Please use Polite Language.
As there are many comments from 'anonymous' people on every subject. So from 20-3-2015 we are disabling 'Anonymous Commenting' option. From this date only users with valid E-mail accounts can comment. All the comments with LINKs will be removed. So please don't add links to your comments.

Popular Posts (Last 30 Days)

 
  • Recent Posts

  • Mobile Version

  • Followers